________________
સામી વ્યક્તિમાં રહેલા સંખ્યાબંધ પણ દોષો મારા આત્મા માટે એટલા નુકસાનકારક નથી બનતા જેટલી નુકસાનકારક મારા અન્યના દોષો જોતા રહેવાની દષ્ટિ બની રહી છે. એ જ રીતે સામી વ્યક્તિમાં રહેલ સંખ્યાબંધ પણ ગુણો મારા આત્મા માટે એટલા લાભદાયક નથી બની રહ્યા જેટલી લાભદાયક અન્યમાં રહેલ ગુણો જોતા રહેવાની મારી દષ્ટિ બની રહી છે. મેં સાધના શરૂ કરી છે દોષનાશની નહીં, દોષદૈષ્ટિના નાશની. ગુણવિકાસની નહીં, ગુણદૈષ્ટિના વિકાસની !
માતા બાળકને જ્યારે પણ ઉપાડે છે ત્યારે બાળક એના ડાબા હાથ પર જ હોય છે કારણ કે શરીરમાં હૃદય ડાબી બાજુ જ હોય છે ને ?
પણ એ જ બાળકને પિતા જ્યારે ઉપાડે છે ત્યારે બાળક એના જમણા હાથ પર જ હોય છે કારણ કે ડાબી બાજુ તો. ખમીસનું ખીરું હોય છે કે જેમાં રૂપિયા ભર્યા હોય છે !
સ્ત્રીચિત્તને લાગણીમાં રસ છે. પુરષચિત્તને પદાર્થમાં ! આપણે આમાં ક્યાં ?