________________
દુર્જનને સજ્જન માનીને એની સાથે સંપર્ક વધારી દેવામાં એકાંતે નુકસાન જ થાય એ જરૂરી નથી કારણ કે પરિચય વધતાં જેવો ખ્યાલ આવી જાય કે “આ માણસ તો દુર્જન છે' એ જ પળે એની સાથેના પરિચય પર પૂર્ણવિરામ મૂકી શકાય છે. - પણ, સજ્જનને દુર્જન માની લઈને એની સાથેના સંબંધને જો કાપી નાખવામાં આવે છે તો મોટામાં મોટું નુકસાન તો એ થાય છે કે આપણી સંસ્જન બની જવાની સંભાવના પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે ! સાવધાન !
વરસો પહેલાં પ્રવચનમાં શ્રોતાઓને મેં એક સૂચન કર્યું હતું કે લગ્નની પત્રિકામાં તમે નીચે એટલું લખો કે જેમને લગ્નમાં આવવાનો ઉલ્લાસ હોય એમણે જ લગ્નમાં આવવું.'
એક શ્રોતાએ મને જવાબ આપ્યો કે “જે વરરાજાનાં લગ્ન હોય છે એને જ લગ્ન કરવાનો ઉલ્લાસ નથી હોતો એનું શું ?'
આ જવાબે મને નિરુત્તર કરી દીધો.