________________
ધોબીના હાથમાં કપડું જાય એટલે શું થાય ? એને ધોકાના માર પડે કે ઊજળું થાય? કહેવું જ પડશે કે શરૂઆતમાં એને ધોકાના માર પડે અને ફળસ્વરૂપે એ ઊજળું બનીને જ રહે.
ધર્મના ક્ષેત્રમાં આત્મા પ્રવેશ કરે એટલે એનું થાય શું? એના પર કષ્ટો આવતાં રહે કે એ નિર્મળ થતો જાય? કહેવું જ પડશે કે જેમ જેમ એ કષ્ટોને પ્રસન્નતાપૂર્વક સહેતો જાય તેમ તેમ એની નિર્મળતા વધતી જાય. સંદેશ સ્પષ્ટ છે. નિર્મળ બનવું છે ? કષ્ટો સહતા જાઓ.
પત્ની અને માતા - એ બંને વચ્ચે એક જ બાબતમાં વિરુદ્ધ અભિપ્રાય મળે તો તમે કોના અભિપાયમાં સંમત થાઓ ?' - પ્રવચનમાં પૂછેલ આ પ્રશ્નનો જવાબ આપતા એક શ્રોતાએ વ્યંગ્યમાં એટલું જ કહ્યું કે - “બાબાની માતાનો જે અભિપ્રાય હોય એ અભિપાયમાં અમે સંમત થઈ જઈએ.'
મનની ચાલબાજીને સમજતાં નવનાં પાણી . ઉતરી જાય તેમ છે.