________________
ઘરમાં ચોર ચોરી કરવા આવી તો જાય પણ એ ઘરમાં પડેલ કચરો કે ઘરમાં પડેલ વાસણોનો ભંગાર, ફાટેલાં કપડાં કે કાગળની પસ્તી તો ન જ ચોરી જાય ને? એ તો ચોરવા જેવી વસ્તુઓ જ ચોરી જાય.
પ્રભુ આપણા ખુદનું મન ચોરી જવા તૈયાર છે. અનેકવાર આપણાં મન સુધી તેઓ પહોંચી પણ ચૂક્યા છે પણ આપણે આપણાં મનને એવું ગંદું કરી રાખ્યું છે કે પ્રભુ એને ચોર્યા વિના જ પાછા ફરી ગયા છે. આપણે આપણાં મનને ચોરી કરવા લાયક બનાવી દેશું ?
| હેઅર-કટિંગ સલૂનમાં જનારના મસ્તક પર હજામ પહેલાં તો મસ્ત માલિશ જ કરે છે પણ પછી ? કાં તો એના વાળ કાપી નાખે છે અને કાં તો એના વાળ ઓછા કરી નાખે છે. | આખો ય શૅરબજાર હેઅર-કટિંગ સલૂન જેવો જ છે. એમાં દાખલ થઈ ગયા પછી તમે એમ કહો કે “મેં પૈસા ગુમાવ્યા !' એ તો ચાલે જ શી રીતે ?