________________
અભિમાનીને તમે સાંભળો. પ્રથમ પુરુષ એકવચનનો પ્રયોગ જ એના શબ્દોમાં તમને સાંભળવા મળશે. ‘મેં આમ કર્યું અને હું આવો છું વગેરે...' સાધકને તમે સાંભળો. દ્વિતીય પુરુષ એકવચનના પ્રયોગથી એના શબ્દો સભર હશે. ‘પ્રભુ, તારી પરમ કૃપા..તું જ મારો તારણહાર વગેરે...' નિંદકને તમે સાંભળો. તૃતીય પુરુષ એકવચનનો પ્રયોગ જ એની વાતોમાં ભારોભાર હશે. ‘એ લુચ્ચો છે અને એ હરામખોર છે વગેરે...’ આમાં આપણે ક્યાં ?
1. કવર પર કરેલ સરનામું એકદમ બરાબર હોવા છે છતાં કાગળ એ સરનામે પહોંચ્યો નહીં કારણ કે કવર
પર લગાડેલ ટિકિટ વચ્ચે ઊખડી ગઈ હતી. 1 = = સાધના કરવા છતાં મંજિલે પહોંચવામાં મને સફળતા | "કેમ નથી મળી ? એનું કારણ તપાસ્યું ત્યારે મને ખ્યાલ
આવી ગયો કે સાધનાના કવર પર લગાડાતી શ્રદ્ધાની I ટિકિટ વચ્ચે જ ઊખડી ગઈ હતી ! = :... = "