________________
એક વાત અનુભવે સમજાઈ ગઈ છે કે પ્રશંસા કરીને, પ્રેરણા કરીને કે પ્રોત્સાહન આપીને માણસને સજ્જનતાના માર્ગ પર કદમ મૂકતો કરી શકાય છે પરંતુ વખોડતા રહીને, ધમકાવતા રહીને કે તિરસ્કાર કરતા રહીને દુર્જનતાના માર્ગ પર કદમ માંડી ચૂકેલા માણસને એ માર્ગેથી પાછો વાળવામાં સફળતા નથી જ મળતી. નિરીક્ષણ કરતા રહેવા જેવું છે અંતઃકરણનું. આપણો ભરોસો શેના પર છે ? પ્રશંસા પર કે તિરસ્કાર પર ?
| ઘરમાં લગ્ન પ્રસંગ આવે છે અને માણસ સરનામાની ડાયરી ખોલીને બેસી જાય છે. લગ્નની પત્રિકા કોને કોને મોકલવી, એ માટે નહીં પણ કોનાં કોનાં નામ કેન્સલ કરી દેવા એ નક્કી કરવા માટે !
એમ લાગે છે કે મંગળ પ્રસંગોને પણ અપમંગળમાં કેવી રીતે ફેરવી દેવા એ બાબતમાં માણસનો કોઈ જોટો જ નથી !