________________
ગુલાબજાંબુ ! હોજરી જેની મજબૂત છે એ જો ખાય છે તો એનું શરીર વધુ તંદુરસ્ત બને છે; પરંતુ પાચનશક્તિ જેની નબળી છે એ ખાય છે તો એનું શરીર વધુ નબળું પડે છે.
પ્રશંસા એ ગુલાબજાંબુ જેવી છે. સારા માણસની જો એ કરવામાં આવે છે તો સારો માણસ વધુ સારો થાય છે; પરંતુ જો ખરાબ માણસની એ કરવામાં આવે છે તો ખરાબ માણસ વધુ ખરાબ થાય છે. તપાસજો અંતરને. પ્રશંસાથી એ વધુ સારું બને છે કે વધુ ખરાબ ?
માણસ હોશિયાર છે' આવો અભિપ્રાય જે પણ માણસ માટે મેં આપ્યો છે ત્યાં મને એનામાં તીવ્ર બુદ્ધિનાં દર્શન જ થયા છે પણ માણસ મજેનો છે'
આવો અભિપ્રાય જે પણ વ્યક્તિ માટે મેં આપ્યો છે એનામાં મને સંવેદનશીલ હૃદયનાં દર્શન જ થયા છે.
મેં હોશિયાર માણસ ન બનતા મજેના માણસ બનવાનું નક્કી કર્યું છે.