________________
૫૩
૯-૯=૦થાય છે. ૯૧૯ = ૧ થાય છે. ૯ + ૯ = ૧૮ થાય છે. ૯ X ૯ = ૮૧ થાય છે; પરંતુ બે નવડા વચ્ચે બાદબાકી, ભાગાકાર, સરવાળો કે ગુણાકારની જે નિશાનીઓ મૂકવાની વૃત્તિ છે એ વૃત્તિ પર નિયંત્રણ મૂકી દઈને બે નવડાને સીધા જ બાજુમાં મૂકી દેવામાં આવે છે ત્યારે તો ૯૯ થઈ જાય છે. મનને આ પૂછી જુઓ. જીવો સાથેના સંબંધો એને કેવા ફાવે છે ? બાદબાકી વગેરેની
નિશાનીઓવાળા કે સર્વથા નિશાની વિનાના ?
મેં મારી ખુદની પ્રશંસા
કરતા રહેવાનું બંધ કર્યું છે
કારણ કે હું પોતે મારી પીઠ થાબડી શકું એવી કુદરતે મને
અનુકૂળતા નથી કરી આપી.
મેં મને ધિક્કારતા રહેવાનું પણ બંધ કરી દીધું છે કારણ કે હું પોતે મને લાત મારી શકું એવી તાકાત પણ કુદરતે મને નથી જ આપી ને ? હું ખૂબ આનંદમાં છું.