________________
મહાભારતના યુદ્ધમાં પાંડવોને મળેલ વિજય કોને આભારી હતો ? કૃષ્ણને ? ના. યુદ્ધ દરમ્યાન એમણે તો એક પણ શસ્ત્ર હાથમાં ઉઠાવ્યું નથી. તો પછી કોને? અર્જુનને ? ના. એની પાસે તો યુદ્ધભૂહની કોઈ સમજ જ નહોતી. કહો, જાણકારી કૃષ્ણની અને સક્રિયતા અર્જુનની. આ બે પરિબળોએ પાંડવોને વિજય અપાવ્યો છે. કર્મસત્તા સામેના સંગ્રામમાં વિજય મેળવવો છે ? જ્ઞાનરૂપી કૃષ્ણ અને ક્રિયારૂપી અર્જુનને મેદાનમાં ઉતારી દો. પરાજયની કોઈ જ સંભાવના નથી.
દુકાનના ઉદ્ઘાટનના સમયે વેપારી એ - વિચારતો નથી કે ભવિષ્યમાં દુકાન નહીં ચાલે - અને દેવાળું નીકળી જશે તો મારું થશે શું ?'
લગ્ન સમયે પતિ આ વિચારતો નથી કે ટૂંકા આ ગાળામાં જ પત્ની મરી જશે તો મારું થશે શું ?
પાપ ત્યાગની કે ધર્મસેવનની પ્રતિજ્ઞાના સમયે " મેં પણ આ વિચારવાનું બંધ કરી દીધું છે કે પ્રતિજ્ઞા , તૂટી જશે તો થશે શું ?
, , , , , ,