________________
મનને આપણે સદાબહાર જો પ્રસન્ન રાખવા માગીએ છીએ તો બે કામ આપણે ખાસ કરવા જેવા છે. સારી વ્યક્તિ આપણી નજરમાં જ્યારે પણ આવી જાય, આપણે આ વિચારવું કે એ દેખાય છે એના કરતાં વધુ સારી છે અને ખરાબ વ્યક્તિ આપણી નજરમાં જ્યારે પણ આવી જાય, આપણે આ વિચારવું કે એ દેખાય છે એના કરતાં ઘણી ઓછી ખરાબ છે. જીવો પ્રત્યેના પ્રેમમાં ભરતી આવશે અને દ્વેષમાં ઓટ આવશે.
ગાંડાની હસ્પિટલમાં દાખલ થયેલ દર્દી શરૂઆતમાં કદાચ ગાંડો હોય છે પરંતુ વ્યવસ્થિત ઉપચારો કરાવીને જ્યારે એ બહાર નીકળે છે ત્યારે ડાહ્યો થઈ ગયો હોય છે. બાળમંદિરમાં દાખલ થતો બાબો શરૂઆતમાં તો ડાહ્યો જ હોય છે પરંતુ ભણી-ગણીને એ જ્યારે કૉલેજમાંથી બહાર નીકળે છે ત્યારે...???