________________
વરસાદ વરસે છે તો સર્વત્ર પણ એનું પાણી પર્વતના શિખર પર લટકતાં ખાડામાં ટકી જાય છે. કારણ ? શિખર પહેલેથી જ ભરેલું છે જ્યારે ખાડો ખાલી છે.
પ્રભુના કરુણાપાત્ર તો આ જગતના બધા જ જીવો બને છે પરંતુ કૃપાપાત્ર તો એ જીવ જ બની શકે છે કે જે કૃતજ્ઞ છે. પ્રભુ આપણને કરુણાપાત્ર બનાવે એ એમની મહાનતા છે. આપણે કૃપાપાત્ર બનીએ એ આપણી મર્દાનગી છે !
જ વરસો પહેલાં હું જમતો હતો. પાટલા
પર થાળી મુકાતી. થાળીમાં ભોજનનાં દ્રવ્યો પીરસાતા. હું નીચે પાથરણા પર બેસતો અને હાથેથી પેટમાં ભોજનનાં દ્રવ્યો પધરાવતો ! - આજે હું જમતો નથી, ખાઉં છું. ખુરસી પર બેસું છું. જમવા માટે ડાઇનિંગ ટેબલ છે. હાથમાં ચમચી કે છરી-કાંટા છે. શું ખાઉં છું એ મને યાદ રહેતું નથી !