________________
બુદ્ધિ એક એવું જંગલ છે કે જ્યાં પ્રસન્નતાનો પ્રકાશ નથી જ્યારે હૃદય એક એવું આકાશ છે કે જ્યાં ઉદ્વિગ્નતાનો અંધકાર નથી. વાસ્તવિકતા આ હોવા છતાં કોણ જાણે કેમ મનને બુદ્ધિનું જંગલ જેટલું જામે છે, હૃદયનું આકાશ એટલું નથી જામતું. એને ચાલાક બનવું છે, લાયક નથી બનવું. સફળ બનવું છે, સરળ નથી બનવું. મોટા બનવું છે, મહાન નથી બનવું. સ્વર્ગસ્થ બનવું છે, સર્વસ્થ નથી બનવું. કરુણતા જ છે ને ?
જ્યારથી હું ધંધામાં જોડાયો છું અને સફળતાનાં એક પછી એક શિખર સર કરતો ચાલ્યો છું ત્યારથી મેં મારા શરીર માટે એક નવી બારાખડી બનાવી દીધી છે :
A = એટેક B = બી.પી. C = કોલસ્ટ્રોલ D = ડાયાબિટીસ
' અને E = એન્ડ !