________________
-
'
:
અત્યાર સુધી શ્રીમંતને જોઈને હું લાચારી અનુભવતો હતો, સત્તાધીશને જોઈને હું લઘુતાગ્રંથિ અનુભવતો હતો, બુદ્ધિમાનને જોઈને હું વ્યથા અનુભવતો હતો પણ જ્યારથી સદ્ગુણીની મસ્તી મારી આંખનો વિષય બની છે, સંતુષ્ટની ખુમારી. જ્યારથી મેં નજરોનજર નિહાળી છે, સંવેદનશીલ વ્યક્તિના ચહેરા પરની માસૂમિયતા મારા નીરખવામાં આવી છે ત્યારથી મારા લાચારીના, લઘુતાગ્રંથિના, વ્યથાના વિષયો તેઓ બની ગયા છે.
જમવાનું ઘરમાં અને સંડાસ જવાનું બહાર. વીસમી સદીમાં જીવતા માણસ માટે આ વ્યવસ્થા હતી પણ અત્યારે તો એકવીસમી સદી ચાલી રહી છે. માણસનું પુણ્ય [3] જાગી ગયું છે.
એ જમે છે બહાર અને સંડાસ જાય છે ઘરમાં. આમ છતાં માણસ એમ માની રહ્યો છે કે મારા બાપ-દાદા જુનવાણી હતા !