________________
પાણી ફ્રિજમાં રહે છે, બરફ બની જાય છે. દૂધમાં મેળવણ પડે છે, દહીં બની જાય છે. પાણી એક જ જગાએ પડ્યું રહે છે, ખાબોચિયું બની જાય છે. કાંટો પગમાં રહી જાય છે, પગ સડી જાય છે; પરંતુ ક્રોધ મનમાં રહી જાય છે, વેર બની જાય છે અને વેર હૃદયમાં રહી જાય છે, પાપો લીલાછમ બની જાય છે ! - કબૂલ ! આ વાસ્તવિકતા છતાં હું ક્રોધથી મુક્ત નથી બની શક્યો; પરંતુ ક્રોધનો સંગ્રહ કરવાનું તો મેં બંધ કરી જ દીધું છે !
| ગામડામાં યોજતા લગ્નના જમણવારમાં માણસ જમીને બહાર નીકળે છે ત્યારે એને મળનાર એક પ્રશ્ન પૂછે છે.
જમવામાં શું હતું ?'
શહેરમાં યોજાતા લગ્નના જમણવારમાં જમીને માણસ બહાર નીકળે છે ત્યારે એને પહેલો પ્રશ્ન આ પુછાય છે,
‘ડિશ કેટલાની હતી ?' આને કહેવાય વિકાસયુગ !
૧૫