________________
સફળતાની કોઈ એક જ ચાવી નથી, સંખ્યાબંધ ચાવીઓ છે. ઉત્સાહના માધ્યમે પણ તમે સફળ બની શકો છો તો પ્રબળ પુરુષાર્થના સહારે પણ તમે સફળ બની શકો છો. અનુકૂળ સંયોગો પણ તમારી સફળતામાં સહાયક બની શકે છે તો સુંદર સામગ્રીઓ પણ તમને સફળતા અપાવી શકે છે પણ સબૂર ! આ બધું હોવા છતાં તમે નિષ્ફળ બની શકો છો જો બધાયને ખુશ રાખવાની વૃત્તિના તમે શિકાર બની ગયા છો તો ! કારણ કે નિષ્ફળતાની આ એક જ ચાવી છે.
ડૉક્ટર દર્દીનું પરેશન શરૂ કરતા પહેલાં દર્દીને ર્લોરોફૉર્મ અચૂક આપે છે. ઓપરેશન દરમ્યાન દર્દીને પીડાનો ખ્યાલ ન જ આવે એટલા માટે નહીં પરંતુ ચાલુ
ઑપરેશન દરમ્યાન દર્દી ડૉક્ટરને જાતજાતનાં સૂચનો ન કરવા લાગે માટે !
બુદ્ધિને આમેય મૌન રહેવાનું ફાવે છે જ ક્યાં ? સમર્પિત થવાનું એના સ્વભાવમાં છે જ ક્યાં ?
૭૮