________________
જગતમાં જ્યાં ક્યાંય પણ ખોટું અને ખરાબ ચાલતું હોય એ તમામને અટકાવી દેવાની આપણી જવાબદારી પણ નથી અને આપણામાં એ ક્ષમતા પણ નથી પણ ખોટામાં અને ખરાબમાં સહભાગી ન બનવાની આપણી જવાબદારી પણ છે અને આપણામાં એ ક્ષમતા પણ છે.
સંદેશ સ્પષ્ટ છે. ગટરના સર્જનને કદાચ ન રોકી શકીએ પણ ગટરની દુર્ગધને સર્વત્રા પ્રસરાવતા પવનનું પ્રતિનિધિત્વ તો ન જ ધરાવીએ ને ?
| પૈસા એ પૈસા જ હોય છે. એને ‘એક’ નંબરના કે ‘બે’ નંબરના કહેવાનો કોઈ અર્થ જ નથી. આમ છતાં આજના કહેવાતા સુધારકો જ્યારે બે નંબરના પૈસાથી થતાં સત્કાર્યોને વખોડતા જ રહે છે ત્યારે એમને પૂછવાનું મન થઈ જાય છે કે “એક નંબરના પૈસાથી કોકની હત્યા થઈ જાય એ સારું કે બે નંબરના પૈસાથી કોઈની રક્ષા થતી રહે એ વધુ સારું ?'
|
૭૯