________________
હસતાં હસતાં રડી પડતા હોય એવા માણસો સંસારમાં જોવા મળે છે; પરંતુ રડતાં રડતાં હસી પડતા હોય એવા માણસો સંસારમાં જોવા લગભગ મળતા નથી.
બહિર્જગતની વાસ્તવિકતા ભલે આ છે; પરંતુ આભ્યન્તર જગતની વાસ્તવિકતા આખી અલગ છે. અહીં ક્રોધ કરુણાનો હિસ્સો જરૂર બની શકે છે; પરંતુ કરુણા. ક્રોધનો હિસ્સો ક્યારેય નથી બની શકતી. કર્મકેદીની મુક્તિ સંભવિત છે, મુક્તની કર્મકદ? સંભવિત નથી.
આ સ્વભાવની તોછડાઈએ મને એ હદે અપિય : બનાવી દીધો હતો કે મારામાં કંઈક સારું હોઈ શકે છે એ માનવા ય કોઈ તૈયાર નહોતું. આજે હું એ હદે પ્રિય બની ચૂક્યો છું કે ખરાબી મારામાં પણ હોઈ શકે છે એ માનવા કોઈ તૈયાર નથી. ભારે દ્વિઘામાં છું હું. કરું શું ?
| પ્રભુ, મારી સારપ પ્રત્યે ભલે કોઈની ય નજર | ન જાય, મારી ખરાબી તો કોકને દેખાવી જ જોઈએ.