________________
પાણી જો નીચે જ ઊતરવા માગે છે તો આ ધરતી પર ઢાળોની કોઈ કમી નથી. આપણે જો પતિત જ થવા માગીએ છીએ તો આ જગતમાં પતનનાં નિમિત્તોની કોઈ જ કમી નથી..
પણ મન કોનું નામ? એ પતિત થવા માગે છે જરૂર પણ પોતાના પતનની જવાબદારી એ પોતે નથી લેવા માગતું પણ નિમિત્તો પર ઢોળી દેવા માગે છે. યાદ રાખજો, બહાનું એ આ જગતમાં સલામત જૂઠ છે. એ તમને ક્યારેય જૂઠથી મુક્ત થવા નહીં દે.
.
- પશ્ચિમ તરફ જ ખૂલતી મારા મકાનની , બારીને મેં બંધ કરાવી દીધી અને પૂર્વ તરફ ખૂલતી કરી દીધી. ચમત્કાર અનુભવાયો. સૂર્યાસ્તનાં જ દર્શન થતા હતા એ બંધ થઈ ગયા અને સૂર્યોદયનાં દર્શન શરૂ થયા.
નકારાત્મક અભિગમથી ઘેરાયેલ મનને મુક્ત કરીને હકારાત્મક અભિગમવાળું બનાવી n = દીધું. ઉદાસીનું સ્થાન પ્રસન્નતાએ લઈ લીધું!
In