________________
૪
ભૂલ કરનારાઓને જેઓએ સજા કરી છે એમનાં નામ ઇતિહાસનાં પાને લખાયેલા નથી પરંતુ અપરાધો આચરનારાઓને જેઓએ ક્ષમા કરી દીધી છે કે પ્રેમ આપ્યો છે એવાનાં નામો જ ઇતિહાસનાં પાને અંકાયેલા છે. આ હકીકત એટલું જ કહે છે કે જો આ જગત તમને ચાહે એવું તમે ઇચ્છો છો તો જગતને તમે સજા નહીં, પ્રેમ આપતા જાઓ. ઉદ્વિગ્ન નહીં, પ્રસન્ન બનાવતા જાઓ. વ્યંગ્ય નહીં, સ્મિત આપતા જાઓ.
તમે ટૅક્સીમાં બેસો કે રથમાં બેસો, તમને મંજિલે પહોંચાડનાર કાં તો ડ્રાઇવર હોય છે અને કાં તો સારથિ હોય છે પણ આમાં ફર્ક એટલો હોય છે કે ડ્રાઇવર તમારી સૂચના મુજબ ટૅક્સી ચલાવે છે જ્યારે સારથિ પોતાની ઇચ્છા મુજબ રથ ચલાવે છે. પ્રભુ, આપને હું ડ્રાઇવર ન બનાવતા સારથિ બનાવી દઉં એવી સદ્ગુદ્ધિ મને અર્પીને જ રહો.