________________
શરીરની એક ગજબનાક ખાનદાની તમે જોઈ છે? એ વિષ્ટાને, મળ-મૂત્રને, પસીનાને, સેડાને, રસીને અર્થાતુ એક પણ પ્રકારના કચરાને સંઘરતું નથી. સમય થાય છે અને બહાર ફેંકી જ દે છે. પણ આની સામે મન કેવી બદમાસી કરતું રહે છે એ ખ્યાલમાં છે ? એ તમામ પ્રકારના કચરાને - ક્રોધને અને લોભને, વાસનાને અને માયાને, અભિમાનને અને વૈરને - સંઘરતું જ રહે છે. જીવન સમાપ્ત થઈ જાય છે પણ એ કચરાને છોડી દેવા એ તૈયાર થતું જ નથી !
શબ્દકોશ [ડિક્સનરી]માં જે શબ્દોને સ્થાન નથી અપાયું એ શબ્દોને મારે મારી જીભ પર સ્થાન નથી જ આપવું” આવો મેં નિર્ધાર તો કર્યો પણ મને કહેવા દો કે પ્રભુની
સ્તુતિઓ બોલવામાં સફળ બનતો હું ગાળો ન જ બોલવાની બાબતમાં નિષ્ફળ જ રહ્યો છું. આજે ખ્યાલ આવે છે કે સમ્યક્ના સેવન કરતાં ય ગલતનો ત્યાગ કેટલો કઠિન છે ?