________________
પ્રેમ-પ્રસન્નતા-પવિત્રતા-આત્મીયતા - સંવેદનશીલતા, આ તમામ પરિબળો એવા છે કે જેની તમે જીવનમાંથી બાદબાકી કરી નાખો એટલે તમારા જીવનની હાલત મીઠા વિનાની રસોઈ જેવી અને સાકર વિનાની મીઠાઈ જેવી બની જાય.
એટલું જ કહેવાનું મન થાય છે કે જે ચીજોને ખરીદવાની પૈસામાં તાકાત જ નથી એવી ચીજો વિના રહી જવું પડે એવી કરુણતાના શિકાર જીવનમાં ક્યારેય ના બનશો.
બેંકમાં હું પૈસા ભરું છું અને રકમને ચોપડામાં હું ‘જમાં' ખાતે લખું છું. સત્કાર્યોમાં હું જે પણ રકમ ખરું છું, એ રકમને હું ચોપડામાં ‘ખર્ચ” ખાતે લખું છું. - આ હકીકતથી જ ખ્યાલ આવી જાય છે કે મને સત્કાર્યો પ્રત્યે કેવી અને કેટલી શ્રદ્ધા છે? આવી નબળી શ્રદ્ધા મારું ઠેકાણું શું પડવા દેશે ?