________________
સુવાસ ન અનુભવાય જે પુષ્પમાં, એને પુષ્પ માનવા મન તૈયાર થતું નથી. મીઠાશ ન અનુભવાય જે સાકરમાં, એને સાકર માનવા મન તૈયાર થતું નથી. આત્મીયતા ન અનુભવાય જે સંબંધમાં, એને સબંધ માનવા મન તૈયાર થતું નથી.
પ્રશ્ન એ છે કે જે જ્ઞાન છે આપણી પાસે, જે બોધ છે આપણી પાસે, જે માહિતી છે આપણી પાસે એમાં સમાધિની સુગંધનો આપણને અનુભવ થઈ રહ્યો છે ખરો ? જો ના, તો ય આપણે એને જ્ઞાન માની રહ્યા છીએ ?
મારા આપેલા બે રૂપિયાનો ભિખારીએ દુરુપયોગ ન જ કરવો જોઈએ એવો મારો સતત આગ્રહ રહે જ છે.
જોકે પ્રભુ તરફથી મને મળેલ શરીરનો, સંપત્તિનો, શબ્દોનો અને સમયનો હું બેફામ દુરુપયોગ કરી જ રહ્યો છું પણ એ વાત અહીં યાદ રાખવી એ અસ્થાને છે એમ હું માનું છું.