________________
શરીરમાં બનતું લોહી, રોટલીની સંખ્યા પર એટલુંનિર્ભર નથી જેટલું પાચનશક્તિ પર નિર્ભર છે. પાચનશક્તિ જ જો નબળી છે તો છ રોટલી પણ નકામી છે. પાચનશક્તિ જો મજબૂત છે તો એક રોટલી પણ તાકાતપ્રદ છે.
પ્રસનતાની અનુભૂતિ રૂપિયાની સંખ્યાને એટલી બંધાયેલી નથી જેટલી સંતુષ્ટ ચિત્તવૃત્તિને બંધાયેલી છે આ સત્ય આપણી શ્રદ્ધાનો વિષય જેટલું વહેલું બની જાય એટલે આપણા લાભમાં છે.
કસરત કરવાનો મારી પાસે સમય નથી અને છતાં મારે તંદુરસ્તી જાળવવી છે !
પેટ્રોલ પમ્પ આગળ ગાડીને ઊભી રાખવાની મારી તૈયારી નથી અને છતાં મારે મંજિલે પહોંચવું છે !
ધર્મ મારે કરવો જ નથી અને છતાં સુખ મારે જોઈએ છે ! કરુણતા જ છે કે બીજું કાંઈ ?