________________
મારી પાસે સંપત્તિ જેમ જેમ વધતી ગઈ છે તેમ તેમ મારા મિત્રોની સંખ્યામાં ઘટાડો અને દુશ્મનોની સંખ્યામાં વધારો થતો જ ગયો છે. સદ્ગુણો મારી પાસે જેમ જેમ વધતા જાય તેમ તેમ મારા ચાહકોની સંખ્યામાં વધારો અને દુશ્મનોની સંખ્યામાં ઘટાડો થાય તેમ છે એ બાબતમાં મને કોઈ જ શંકા નથી અને છતાં સંપત્તિ ઘટાડવા
હું તૈયાર નથી, સદ્ગુણો વધારવા હું તત્પર નથી. મારી આ મૂર્ખાઈનું કરવું શું ?
જેટલા રૂપિયા છે મારી પાસે એટલી વાર તો મારે પ્રભુનું નામ લેવું જ છે અને એ શક્ય નહીં બને તો જીવનમાં જેટલી વાર મેં પ્રભુનું નામ લીધું એટલા રૂપિયા રાખી લઈને બાકીના રૂપિયા મારે સારાં કામોમાં વાપરી દેવા છે.
આટલું નક્કી કરી દેવાની આપણી તૈયારી ખરી ?