________________
યુદ્ધના મેદાનમાં જે સૈનિક ટકી રહેવા માગે છે એ સૈનિકનાં હાડકાં જો મજબૂત નથી, તૂટેલાં છે અને કાં તો નબળાં છે તો યુદ્ધના મેદાનમાં લાંબા સમય સુધી એનું ટકી રહેવું સર્વથા અસંભવિત બની જાય છે.
મેદાન ચાહે ધર્મનું છે, સંબંધોનું છે કે સંવેદનશીલતાનું છે, આપણે જો એના પર ટકી રહેવા માગીએ છીએ તો એનો એક જ વિકલ્પ છે, પ્રેમનાં હાડકાં મજબૂત બનાવી દેવા. જો એમાં તિરાડ પડી ગઈ તો સમજી રાખવું કે આપણે ગયા કામથી.
નદી વહેતી અટકી જાય ત્યારે ગટર બની જાય. લોહી ફરતું અટકી જાય ત્યારે જીવન સમાપ્ત થઈ જાય. પૈસો ફરતો અટકી જાય ત્યારે બજાર ઠપ થઈ જાય આ. બધી તો મને ખબર હતી જ; પરંતુ આ ખબર આજે જ પડી કે બદલાતી પરિસ્થિતિને અનુરૂપ જ્યારે મારા વિચારો નથી બદલાતા ત્યારે મારી સમાધિ ખંડિત થઈ જાય છે.