________________
જેની પાસે પૈસા નથી એ દરિદ્ર તો જેની પાસે ઉદારતા નથી એ ? જેના શરીરમાં રોગો છે એ બીમાર તો જેના મનમાં દોષો છે એ ? જેની સમાજમાં કોઈ ખ્યાતિ નથી એ પછાત તો જેના જીવનમાં શુદ્ધિ નથી એ ? જેની પાસે દૃષ્ટિ નથી એ અંધ તો જેની આંખો વિકારી છે એ ? જેની પાસે સમજ ઓછી છે એ મંદબુદ્ધિ તો જેની સમજ વિકૃત છે એ? જે નિયંત્રણોનો આગ્રહી છે એ રૂઢિવાદી તો જે નિયંત્રણોને ફગાવી જ બેઠો છે એ ? કશું જ સમજાતું નથી.
- i l : 5 ' 1
ગલુડિયાને રમાડવાની વાત આવે ત્યારે કોઈ હિચકિચાટ ન અનુભવાય એ તો સમજાય છે પણ નાનકડું પણ સાપોલિયું દેખાય અને શરીરમાં ભયની એક જાતની કંપારી ન છૂટી જાય એ સંભવિત જ નથી. - પાપ ભલે ને નાનકડું જ છે. પ્રભુ, મને એમાં સાપોલિયાનાં દર્શન થતાં રહે એવી દૃષ્ટિ તું આપી જ દે. હું પાપોથી સહજરૂપે જ દૂર થઈ જઈશ.