________________
મકાન ગમે તેટલું મોટું હોય, એનો દરવાજો તો નાનો જ હોવાનો ! ગાડી ગમે તેટલી લાંબી હોય, એને જોડાયેલું એન્જિન નાનું જ હોવાનું ! શરીર ગમે તેટલું મોટું હોય, એમાં ધબકી રહેલ હૃદય નાનું જ હોવાનું !
જીવનને સદ્ગુણોથી હર્યું-ભર્યું બનાવી દેવું છે ? એક નાનકડા સત્કાર્યથી એની શરૂઆત કરી દો. બની શકે કે સત્કાર્યનો ખૂલતો આ નાનકડો દરવાજો જ તમને સદ્ગુણોના વિરાટ મહેલમાં પ્રવેશ કરાવી દે !
મૅચમાં અમ્પાયર હોવો જ જોઈએ, કુસ્તીના ખેલમાં રેફરી હોવો જ જોઈએ, કોર્ટમાં ન્યાયાધીશ હોવો જ જોઈએ, દેશમાં કાયદો હોવો જ જોઈએ.
પણ
મારા ખુદના જીવનમાં કોઈ અમ્પાયાર, રેફરી, ન્યાયાધીશ કે કાયદાનું નિયંત્રણ હોવું જ જોઈએ એ સ્વીકારવાની મારી કોઈ તૈયારી નથી.