________________
ભિખારીને તમે ગમે તેટલી વાર ‘ના’ પાડો, એ બે-શરમ બનીને જ્યાં હોય ત્યાં ઊભો જ રહે. આખરે થાકી-કંટાળીને તમે એને કંઈક આપો પછી જ એ ત્યાંથી હટે.
મન ! એ તો ભિખારી કરતાં ય બે-શરમ છે. તમે એની માંગ પૂરી નથી કરતા. ત્યાં સુધી તો એ તમને હેરાન કરતું રહે છે પરંતુ એક માંગ પૂરી કરો છો કે તુર્ત એ નવી માંગ રજૂ કરતું રહીને તમને પજવ્યા કરે છે ! કોઈ વિકલ્પ ?
રસ્તા પર ધૂળ ઊડતી હોય છે, હું આંખો બંધ કરી દઉં છું.
ગટરની દુર્ગધ ફેલાતી હોય છે, હું નાક આડે રૂમાલ લગાવી દઉં છું.
વાતાવરણમાં ધુમાડો ઊડતો હોય છે, હું મોટું બંધ કરી દઉં છું પણ,
કોકની હલકી વાતો સાંભળવાનો મોકો મળે છે, હું મારા બંને કાન ખુલ્લા મૂકી દઉં છું !
કરુણતા જ છે ને ?