________________
મનની કમાલની ખાસિયત આ છે કે જે સામગ્રી સહુ પાસે હોય છે એ સામગ્રીને મન ઝંખતું નથી તો જે સુખ સહુનું હોય છે એ સુખને મન ચાહતું નથી. આનો અર્થ? આ જ કે મનને સામાન્યમાં તો રસ નથી પણ સર્વમાન્યમાં પણ રસ નથી. એને રસ છે માત્ર વિશિષ્ટમાં જ. સામગ્રી મારી પાસે એવી જ હોવી જોઈએ કે જે કોઈની ય પાસે ન હોય. સુખ મારી પાસે એવું જ હોવું જોઈએ કે જે કોઈને ય ઉપલબ્ધ ન હોય ! દુઃખી થવાના જ આ ધંધા છે ને?
હું સ્મશાનમાં પણ મોબાઇલ ફોન પર ગૅરબજારના ઇન્ડેક્સ અંગે સામી વ્યક્તિ સાથે હસી-ખીલીને વાતો કરી શકું છું તો ટી.વી. પર કલેઆમનાં હૃશ્યો જોતાં જોતાં ચાની ચૂસકી પણ લઈ શકું છું.
મારી છાતી નબળી પડી ગઈ છે એવો ડૉક્ટરે મારા માટે આપેલ રિપોર્ટ જૂહો હોવા અંગે કોઈના ય મનમાં શંકા ન રહેવી જોઈએ.