________________ ક્ષુદ્રતા તળેટી પરની... મહાનતા શિખર પરની... જ્યાં વધુ ને વધુ સગવડો મળતી રહે છે અને સથવારાઓ મળતા રહે છે એ સ્થાન જો તળેટીનું હોય છે તો જ્યાં સગવડો અને સથવારાઓના નામે તમારી પાસે લગભગ કશું જ હોતું નથી એ સ્થાન શિખરનું હોય છે. સંદેશ સ્પષ્ટ છે. ભીડને તળેટી જ જામે છે, શિખરનું આકર્ષણ તો કોક એકલ-દોકલ વ્યક્તિને જ હોય છે. પણ સબૂર ! શિખર પર જે ઠંડક હોય છે એ ઠંડક તળેટી પર નથી હોતી. શિખર પર જે પ્રસન્નતા અનુભવાય છે એ પ્રસન્નતા તળેટી પર નથી અનુભવાતી. અહીં તળેટી પરની ક્ષુદ્રતાની અને શિખર પરની મહાનતાની કેટલીક વાતો મારા મંદ ક્ષયોપશમાનુસાર કરી છે. અલબત્ત, અહીં તળેટીનો અર્થ છે મન, બુદ્ધિ, અહંકાર, તર્ક અને વિચારો. જ્યારે શિખરનો અર્થ છે હદય, લાગણી, સમર્પણ, સ્વીકારભાવ અને પ્રશાંતભાવ. તળેટી પરનાં સુખો [2] તો જીવનમાં ખૂબ અનુભવી લીધા છે. હવે શિખર પરના આનંદને અનુભવી લેવા લાલાયિત બની જવાની જરૂર છે. ખાતરી સાથે કહું છું કે એ આનંદની અલપઝલપ પણ જો અનુભવવા મળી ગઈ તો પછી જીવનમાં ક્યારેય શિખર પરથી તળેટી પર આવી જઈને ત્યાંનાં સુખો ભોગવી લેવાની મનમાં વૃત્તિ પણ નહીં જાગે. પુસ્તકના આ લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ લખાઈ ગયું હોય તો અંતઃકરણપૂર્વક એનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્. દ. આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ