________________
હીરા મેળવવા માટે જે માણસ ખાણમાં નીચે ઊતરે છે એ માણસે હીરા સુધી પહોંચતા પહેલાં વચ્ચે આવતા ઘણા-બધા પથરાઓ છોડવા જ પડે છે..
એક ઉમદા પરિબળને જે આપણે ‘હા’ કહેવા માગીએ છીએ તો ઘણાં-બધાં અધમ અને તુચ્છ પરિબળોને ‘ના’ પાડી દેવાની હિંમત આપણે કેળવવી જ પડશે. આમાં આપણે જો કાચા પડ્યા તો ‘હા’ સુધી આપણે પહોંચી રહ્યા !
હું પશ્ચિમ તરફની બારી ખૂલતી હોય એવા જ મકાનમાં રહેવાનું પસંદ કરું અને સૂર્યોદય જોવા ન મળતાં દુઃખી થતો રહું એનો કોઈ અર્થ જ નથી ને ?
હું આખો દિવસ નકારાત્મક વિચારો જ કર્યા કરું અને પછી ફરિયાદ જ કર્યા કરું કે મારું મન પ્રસન્ન નથી રહેતું.
કોઈ અર્થ છે ખરો ?
૩૦