________________
જે પરિવાર સાથે આપણે રહીએ છીએ એ પરિવારને ય આપણે જો તર્કથી પામી શકતા નથી, તર્કના માધ્યમે જો આપણે એને આપણો બનાવી શકતા નથી, તર્કના રસ્તે એના હૃદયમાં આપણે જો આપણું સ્થાન જમાવી શકતા નથી તો પરમાત્માને આપણે તર્કથી પામી શકીએ, એમને આપણાં બનાવી શકીએ કે આપણા હૃદય સિંહાસન પર એમને બિરાજમાન કરી શકીએ એ શક્યતા પણ ક્યાં છે ?
વરસો પહેલાં મારા મગજમાં એક ભૂત ભરાઈ ગયું હતું કે “મારે એક જ વરસમાં એક હજાર મિત્રો કરી દેવા છે' નિષ્ફળતા મળી. આજે મારું મન એ વિચાર પર સ્થિર થઈ ગયું છે કે “એક હજાર વરસ સુધી મિત્રતા ટકાવી રહેવાની બાંહેધરી મળી જાય એવો એક મિત્ર તો મારે મેળવીને જ રહેવું છે ?' મને એમાં સફળતા મળી ગઈ છે.