________________
બીજની સલામતી જેટલી કોઠારમાં છે એના કરતાં અનેકગણી તો ખેતરમાં છે એની આપણને બરાબર સમજણ છે. બુદની સલામતી જેટલી ગ્લાસમાં છે એના કરતાં અનેકગણી તો સાગરમાં છે એની પણ આપણને બરાબર સમજણ છે; પરંતુ સંપત્તિની સલામતી બેંકમાં, જમીનમાં કે ગૅરબજારમાં જેટલી છે એના કરતાં અનેકગણી તો સત્કાર્યોમાં છે એની સમજણ કેટલાને છે એ પ્રશ્ન છે. આપણી વધુ રકમ ક્યાં ? બેંકમાં કે સત્કાર્યોમાં ?
* એક ન ગમતી વાસ્તવિકતા એ ".
નિહાળવા મળી રહી છે કે મોટા ઘરોમાં નાનાં કુટુંબો વસી રહ્યા છે. ઓછી બુદ્ધિવાળા મોટી મોટી ડિગ્રીઓના ધારક બની રહ્યા છે. ઘણી દવાઓ આરોગનારાનાં સ્વાથ્ય નબળાં પડી રહ્યા છે અને સંપત્તિક્ષેત્રે શ્રીમંત દેખાઈ રહેલાઓ સંબંધક્ષેત્રે દેવાળું ફૂંકી રહ્યા છે. આંખ સામે આ બધું દેખાતું હોવા છતાં માણસા
એમાંથી કોઈ બોધપાઠ લેવા તૈયાર નથી. કરુણતા જ છે ને ?