________________
હજારો સૂતેલા માણસોને જાગેલો એક માણસ જગાડી શકે છે પણ એક જાગેલા માણસને, હજારો સૂતેલા માણસો સુવડાવી શકતા નથી. ગમે તેટલા ગાઢ પણ અંધકારને, પ્રકાશનું એક જ કિરણ ચીરી નાખે છે પણ પ્રકાશના એક પણ કિરણ પર આક્રમણ કરવાની ગાઢ અંધકારની ય તાકાત નથી. મારી હતાશા ખંખેરાઈ ગઈ છે. મારા હૃદયમાં પધારી ચૂકેલા પ્રભુને દરવાજો બતાડી શકે એવું કોઈ પાપ આ જીવનમાં અસ્તિત્વ ધરાવતું નથી.
TET
‘સામી વ્યક્તિ માટે મારા મનમાં જે પણ હોય જ છે એ હું એને સાચેસાચ સંભળાવી જ દઉં છું, " પરિણામ પછી ગમે તે આવે. હું પરવા કરતો નથી.'
= જોકે મારા માટે સામી વ્યક્તિના મનમાં જે " કાંઈ હોય છે એ જો સાચેસાચ મને સંભળાવી દે છે : તો એની ધૂળ કાઢી નાખું છું. પણ એ વાત
- આખી જુદી છે. .: :
S EE ,