________________
આજ સુધી મને એમ લાગતું હતું કે શરીર કૅન્સરગ્રસ્ત થઈ જાય એ મોટામાં મોટું દુઃખ, ધંધામાં દેવાળું નીકળી જાય એ મોટામાં મોટું દુઃખ, સ્વજનો બેવફા પાકે એ મોટામાં મોટું દુઃખ, સમાજમાં બે-આબરૂ થઈ જવું પડે એ મોટામાં મોટું દુઃખ પણ અનુભવે એક વાત સમજાઈ ગઈ છે કે આ જગતમાં આપણાં ખુદના અંતઃ કરણને દુઃખ પહોંચાડતા રહેવું એના જેવું મોટું દુઃખ બીજું કોઈ જ નથી..
પિક્યરનો ત્યાગ સર્વથા નથી થઈ શકતો ? એક વાત ના નક્કી કરી દેવી છે? ‘પિક્યરો ગમે તેટલાં જોઈશ. એક નક્કી કરેલા થિયેટરને છોડીને અન્ય થિયેટરમાં તો નહીં જ જોઉં'
અથવા
કોઈ પણ થિયેટરોમાં પિક્સર જોઈશ પરંતુ એક જ પિક્ટરને છોડીને અન્ય કોઈ પિક્યરો નહીં જ જોઉં' કબૂલ ?