________________
રસોઈમાં મીઠું ન હોય તો રસોઈ બે-સ્વાદ લાગે પણ કડવી ન લાગે, ગાડીમાં પેટ્રોલ ન હોય તો ગાડી આગળ ન ચાલે પણ ખાડામાં ન જાય, ઘરમાં ફર્નિચર ન હોય તો ઘર શોભાવિહીન લાગે પણ સ્મશાનતુલ્ય ન લાગે પણ સુખ સાથે જો સદ્ગદ્ધિ ન હોય તો એ સુખ જીવનને કડવું વખ પણ બનાવી દે, પતનની ગર્તામાં પણ ધકેલી દે અને જીવનને સ્મશાનતુલ્ય પણ બનાવી દે. સાવધાન !
રસ્તા પર પસાર થઈ રહેલ અંધને ખુલ્લી આંખવાળા. માણસના માર્ગદર્શન પર પૂરેપૂરો ભરોસો છે.
અને ખુલ્લી આંખવાળા મને પ્રભુના માર્ગદર્શન પર જાતજાતના તર્ક-વિતર્કો કરતા રહેવાનું મન થયા જ કરે છે અને છતાં મને પેલો અંધ દયા- પાત્ર લાગે છે, મારી જાત નહીં ! કરુણતા જ છે ને ?