Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002059/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન ભાગ ૧૫ રમણલાલ ચી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ - - - સાંપ્રત સહચિંતન ભાગ પંદરમો - - -- - લેખક રમણલાલ ચી. શાહ - - - - - --- -- -- - પ્રકાશક શ્રી મુંબઈ જેન યુવક સંઘ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. Page #3 -------------------------------------------------------------------------- ________________ SAMPRAT SAHCHINTAN (Part 15) (A Collection of articles on various subjects) by Dr. RAMANLAL C. SHAH Published by - Shree Mumbai Jain Yuvak Sangh. 385, Sardar Vallabhbhai Patel Road, Mumbai-400004, FirstEdition:October 2004 Price : Rs. 80-00 : પ્રથમ આવૃત્તિ : ઑક્ટોબર ૨૦૦૪ મૂલ્ય ઃ રૂપિયા એંશી NO COPYRIGHT પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટાઈપ સેટિંગ : મુદ્રાંકન ડી-૫૭, ગૌતમનગર, એલ. ટી. રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨.. Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ સ્વ. ઈન્દુબહેન ધનસુખભાઈ શાહના પુણ્યાત્માને તથા શ્રી ધનસુખભાઈ સી. શાહ (માંડવી-સૂરત) નલિનભાઈ કેતનભાઈ દીપિકાબહેન સંગીતાબહેન તથા સમગ્ર પરિવારને સ્નેહાદરપૂર્વક 7 રમણભાઈ શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ કૉપીરાઈટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઈત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઈટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઈટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારાં કોઈ પણ લખાણ માટે કૉપીરાઈટ રહેશે નહિ. મુંબઈ તા. ૧-૧-૧૯૯૨ રમણલાલ ચી. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ - ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ * શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ * ગુલામોનો મુક્તિદાતા * ઉપાધ્યાય શ્રી યશોવિજયજી હેમચંદ્રાચાર્ય * શ્રી મોહનલાલજી મહારાજ * વંદનીય હૃદયસ્પર્શ, * શેઠ મોતીશાહ ભાગ ૧ થી ૩ * પ્રભાવક સ્થવિરો, * બેરરથી બ્રિગેડિયર - ભાગ ૧ થી ૬ * તિવિહેણ વંદામિ * પંડિત સુખલાલજી પ્રવાસ-શોધ-સફર * એવરેસ્ટનું આરોહણ * ઉત્તરધ્રુવની શોધ-સફર * રાણકપુર તીર્થ * પ્રદેશે જય-વિજયના * આસ્ટ્રેલિયા || * પાસપોર્ટની પાંખે * પાસપોર્ટની પાંખે-ઉત્તરાલેખન * ન્યૂઝીલેન્ડ * પાસપૉર્ટની પાંખે-ભાગ ત્રીજો નિબંધ * સાંપ્રત સહચિંતન, ભાગ ૧ થી ૧૫ * અભિચિંતના સાહિત્ય-વિવેચન. * ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) * નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય * બંગાકુ-શુમિ * પડિલેહા * સમયસુંદર * કિતિકા * ૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય જ નળ-દમયંતીની કથાનો વિકાસ * ગૂર્જર ફાગુસાહિત્ય સંશોધન-સંપાદન * નલ-દવદંતી રાસ (સમયસુંદરત) * જંબુસ્વામી રાસ (યશોવિજયકૃત) * કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) * મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરત) Page #7 -------------------------------------------------------------------------- ________________ * થાવસ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) * નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) * નારાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) * ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) * બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃતિ અને ક્ષમાકલ્યાણકૃત) * નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન * જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) * જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) * જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) * બૌદ્ધ ધર્મ * નિહનવવાદ * Shraman Bhagwan Mahavir & Jainism * Budhism-An Introduction * Jina Vachana * જિનતત્ત્વ, ભાગ ૧ થી ૮ * તાઓ દર્શન * કન્ફયૂશિયસનો નીતિધર્મ * અધ્યાત્મસાર, ભાગ ૧- ૨-૩ * વીર પ્રભુનાં વચનો-ભાગ ૧ સંક્ષેપ | * સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) અનુવાદ * રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલહી) * ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) * મનીષા * શ્રેષ્ઠ નિબંધિકાઓ * શબ્દલોક * ચિંતનયાત્રા * નીરાજના * અક્ષરા * અવગાહન * જીવનદર્પણ * કવિતાલહરી * સમયચિંતન * તત્ત્વવિચાર અને અભિવંદના || * મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી * જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ * શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ * શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ * એન.સી.સી. * જેન લગ્નવિધિ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. ૩. નોનાબેન ૪. હૅરી પોટર ૮. અનુક્રમ ઉદયગિરિ-ખંગિરિ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા પ. પૂ. સ્વ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ૧૬ સ્વામિ, મોઢું સ્તે સુત્તેસિયા ૫૧ ૬૧ ૫. સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ ૬. અવીળમામોરે ૭. પ. પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ પૃષ્ઠ ૧ ૯. इमत्त पाण भोयण भोड़ से निग्गंथे ૧૩૮ ૧૦. પ. પૂ. સ્વ. શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ ૧૪૭ ૧૧. સંસ્કળ પ્રસાદું રાત્તિ । ૧૫૪ ૬૮ ૭૯ ૮૬ ૧૧૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ Whatever is unknown is magnified. XXX As knowledge increases, wonder deepens. – Charels Morgan XXX - Tacitus What is the use of running when you are on the wrong road? — - A proverb Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉદયગિરિ-ખંડગિરિ સૈકાઓ સુધી અજ્ઞાત રહેલું અને સવાસો-દોઢસો વર્ષ પહેલાં કંઈક પ્રસિદ્ધિમાં આવ્યું અને ત્યાર પછી પણ કેટલાંક કારણોસર ઉપેક્ષિત રહેલું, ઓરિસ્સામાં આવેલું ઉદયગિરિ–ખંડગિરિ નામનું જૈિન તીર્થ ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું છે. ઓરિસ્સામાં સમુદ્ર કિનારેથી થોડું અંદર, ભુવનેશ્વર પાસે જંગલની ઝાડીઓમાં ઊંચી ટેકરીઓ પર આવેલા આ તીર્થ સુધી પહોંચવાનું ગઈ સદીમાં પશ્ચિમ ભારતના જેનો માટે ઘણું કપરું હતું. વળી જે તીર્થમાં ભોજન-મુકામ વગેરે માટે વ્યવસ્થા ન હોય તો તે તીર્થમાં યાત્રિકોને જવાની ઇચ્છા ઓછી થાય એ દેખીતું છે. ઓરિસ્સામાં જેનોની વસતી ઘણી જ ઓછી છે. કટક વગેરેમાં કેટલાંક જેન કુટુંબો અને મંદિરો છે, પણ ભુવનેશ્વરમાં તો જૈન મંદિર નથી અને જેનો અત્યંત અલ્પ સંખ્યામાં છે. ભુવનેશ્વર શહેરથી આઠેક કિલોમિટરના અંતરે ઉદયગિરિખંડગિરિની ટેકરીઓ આવેલી છે. એની આસપાસ નીલગિરિ વગેરે નાની મોટી ટેકરીઓ પણ છે. આ સમગ્ર વિસ્તાર કુમારગિરિ તરીકે ઓળખાય છે. અઢી હજાર વર્ષ પહેલાં ઓરિસ્સાનો પ્રદેશ કલિંગ તરીકે ઓળખાતો હતો. સવા બે હજાર વર્ષ પહેલાં કલિંગની મુખ્ય વસતિ જેનોની હતી. ત્યારે ત્યાં મહામેઘવાહન મહારાજા ખારવેલનું રાજ્ય હતું. ત્યારે ઉદયગિરિ-ખંડગિરિ કલિંગ રાજ્યનું મુખ્ય જીવંત ભવ્ય તીર્થસ્થળ ગણાતું હતું. એમ મનાય છે કે ભગવાન મહાવીર સ્વામી આ પ્રદેશમાં પધાર્યા હતા અને કુમારગિરિ ઉપર એમણે ધર્મોપદેશ આપ્યો હતો. ભગવાન પાર્શ્વનાથ પણ આ પ્રદેશમાં વિચર્યા હતા અને કુમારગિરિ પર પધાર્યા હતા. હાલ સમગ્ર ડુંગર–વિસ્તાર કુમારગિરિ તરીકે ઓળખાય છે, પણ જૂના વખતમાં ઊંચો પહાડ ખંડગિરિ ‘કુમારગિરિ' તરીકે અને નીચો Page #11 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પહાડ ઉદયગિરિ ‘કુમારીગિરિ' તરીકે જાણીતા હતા. ઉદયગિરિ નામ એટલા માટે પડ્યું કે ત્યાંથી પ્રભાતનો સૂર્યોદય સ્પષ્ટ નિહાળી શકાય છે અને સૂર્યકિરણો સમગ્ર પર્વત પર પથરાઈ જાય છે. ખંગિરિ નામ એટલા માટે પડ્યું કે તેનો ખડક ઉદયગિરિની જેમ અખંડ નથી. ખંડગિરિ પર્વતની શિલાઓમાં ખંડ પડ્યા છે. એના પથ્થરો તૂટફૂટ છે. ર વર્ષો પહેલાં મેં જ્યારે વાંચ્યું હતું કે કલિંગ ચક્રવર્તી મહામેઘવાહન મહારાજા ખારવેલ ઉદયગિરિની ગુફાના પ્રવેશદ્વાર ઉપર જે શિલાલેખ કોતરાવ્યો છે એમાં એની શરૂઆત નવકારમંત્રનાં પ્રથમ બે પદથી થાય છે ત્યારથી એ શિલાલેખ નજરે નિહાળવાનો ભાવ મને જાગ્યો હતો; પરંતુ એવો યોગ વર્ષો સુધી સાંપડ્યો નહોતો. કેટલાક વખત પહેલાં એ વિશે કંઈક વાત નીકળતાં એ તીર્થનાં દર્શન માટેની યાત્રા ગોઠવાઈ ગઈ. હું અને મારાં પત્ની તથા મારા મિત્ર શ્રી બિપિનભાઈ જૈન અને એમનાં પત્ની શ્રી નીલમબહેન-એમ અમે ચાર જણ ઓરિસ્સાના પ્રવાસે ઊપડ્યા. મુંબઈથી અમે ભુવનેશ્વર પહોંચ્યાં અને ત્યાં મુકામ કરી, રોજ જુદી જુદી જગ્યાની મુલાકાત લઈ સાંજે અમે ભુવનેશ્વર પાછા ફરતાં. ત્યાં ઉદયગિરિ અને ખંડગિરી ઉપરાંત જગન્નાથપુરી, કોનાર્કનું મંદિર, કટક શહે૨, ચીલિકા સરોવર ઇત્યાદિ સ્થળે અમે ફર્યાં હતાં. ભુવનેશ્વરથી કુમારગિરિ એટલે કે ઉદગિરિ અને ખંડિંગર જવા માટે મોટ૨કા૨, બસ, રીક્ષા વગેરે વાહનો મળે છે. અમે ગાડીમાં ત્યાં તળેટી પાસે પહોંચ્યા. ત્યાં જમણી બાજુ ઉદયગિરિ છે અને ડાબી બાજુ ખંગિરિ. ઉદયગિરિમાં ચઢાણ બહુ નથી. ખંગિરિમાં ચઢાણ થોડું વધારે છે. તળેટીમાંથી ગુફાઓ દેખાય છે. ઉદયગિરિ અને ખંડિગિર બંનેની ગુફાઓ, મંદિરો વગેરે ઝડપથી એક દિવસમાં જોવાં હોય તો જોઈ શકાય છે. પરંતુ અમે બંને ગિરિ માટે એક એક Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉદયગિરિ–ખંડ-રિ દિવસ જુદો રાખ્યો કે જેથી સારી રીતે શાન્તિથી ગુફાઓ અને મંદિરો વિગતે જોઈ શકાય. ગુફાઓ જોવા માટે અમે એક ભોમિયા સાથે નક્કી કર્યું, કારણ કે આવાં ઐતિહાસિક સ્થળોમાં ભોમિયા વગર જોવાથી કેટલુંક ચૂકી જવાય છે. ભોમિયા બતાવે એવી કેટલીક ઝીણી રસિક વિગતો ગ્રંથોમાં હોતી નથી. અમે પહેલાં ઉદયગિરિ જો વાનું નક્કી કર્યું કારણ કે નવકારમંત્રવાળો શિલાલેખ ઉદયગિરિની હાથી ગુફામાં છે. આ વિભાગ સરકાર હસ્તક હોવાથી ટિકિટ લઈ અમે પ્રવેશ કર્યો. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં આજનું બિહાર “મગધ દેશ” તરીકે ઓળખાતું. ત્યારે તે અત્યંત સમૃદ્ધ હતું. આજનું ઓરિસ્સા (ઉડિસા) ત્યારે કલિંગ દેશ તરીકે જાણીતું હતું. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં મગધમાં અને કલિંગમાં જૈન ધર્મ પ્રવર્તતો હતો. ભગવાનના નિર્વાણ પછી એકાદ સૈકામાં મગધમાં નંદ વંશના રાજાઓ રાજ્ય કરવા લાગ્યા. કલિંગમાં ત્યારે ચેદી વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. પરંતુ ધર્મદ્રેષ અને સત્તા ભૂખને કારણે નિંદ રાજાઓ વારંવાર કલિંગ પર ચઢાઈ કરતા અને લોકોનો સંહાર કરી લૂંટ ચલાવી પાછા ભાગી જતા. એક વખત તો તેઓ કલિંગ ઉપર આક્રમણ કરી, જિનાલયમાંથી ભગવાન ઋષભદેવની સુવર્ણની પ્રતિમા જે “કલિંગ જિન' તરીકે જાણીતી હતી તે ઉઠાવી ગયા હતા. આવો અત્યાચાર વર્ષો સુધી ચાલ્યા કર્યો. જૈન સાધુઓની પણ સતામણી થતી હતી. પહેલાં દુકાળને કારણે અને પછી રાજકીય ત્રાસને કારણે ઘણા સાધુઓ મગધ છોડી કલિંગમાં ચાલ્યા આવ્યા હતા. કેટલાક ત્યાંથી પણ નીચે દક્ષિણ ભારતમાં ગયા હતા. કેટલાક કાળ પછી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે ચાણક્યની મદદથી મગધ પર આક્રમણ કરીને નંદ રાજાને પરાજિત કર્યો એટલું જ નહિ નંદ વંશનું Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ નિકંદન કાઢ્યું હતું. કલિંગમાં ચેદી વંશમાં એક યુવાન તેજસ્વી, પ્રતાપી, પરાક્રમી અને વિશેષતઃ ધર્માનુરાગી મહારાજા ખારવેલ ગાદીએ આવ્યા. તેઓ બળવાન હતા, યુદ્ધકલામાં કુશળ હતા, પ્રજાવત્સલ હતા અને પોતાના જૈન ધર્મ માટે તેઓ અપાર લાગણી ધરાવતા હતા. એમણે મગધના નંદરાજા પુષ્યમિત્ર ઉપર આક્રમણ કરીને એમની પાસેથી ૠષભદેવ ભગવાનની પ્રતિમા ‘કલિંગ-જિન' છોડાવી લાવ્યા હતા. ત્યારે મથુરા પણ જૈનોનું મોટું તીર્થ ગણાતું હતું. તે વખતે જ્યારે વિદેશી યવન રાજા ડિમિત (ડિમિટ્રિયસ) મથુરા ઉપર ચઢી આવ્યો ત્યારે મહારાજા ખારવેલે પોતાની સેના સાથે ત્યાં પહોંચી જઈ યવનોને મારી હઠાવ્યા હતા. આ ઘટનાનો ઉલ્લેખ શિલાલેખમાં છે. સમગ્ર ભારતમાં જે જૂનામાં જૂના શિલાલેખો છે તેમાં સમ્રાટ અશોકના શિલાલેખો ઉપરાંત ઐતિહાસિક ઘટનાઓના વર્ણન સાથે ખારવેલના જીવનની વિગતો વણી લેતો વિસ્તૃત શિલાલેખ તે મહારાજા ખારવેલનો છે. મહારાજા ખારવેલે સવાબે હજાર વર્ષ પહેલાં જે ગુફા ઉપર લેખ કોતરાવ્યો છે એ ગુફા ઉદયગિરિ ઉપર આવેલી છે. ગુફા ખાસ્સી પહોળી છે. એનું નામ ‘હાથી ગુફા' એવું પડી ગયું છે, કારણ કે એનો બાહ્ય દેખાવ હાથી જેવો છે. ગુફાના પથ્થરનો રંગ પણ હાથીના રંગ જેવો છે. આજથી લગભગ બસો વર્ષ પહેલાં આ શિલાલેખ વિશે વિદ્વાનો, પંડિતો, સાધુ ભગવંતો વગેરે કોઇને ખાસ કશી જાણકારી નહોતી. અંગ્રેજોએ સમગ્ર ભારતના નકશાઓ લશ્કરી સૃષ્ટિએ બનાવવાનું શરૂ કર્યું ત્યારે આ ગુફાઓ પ્રકાશમાં આવી. એનો શિલાલેખ બ્રાહ્મી લિપિમાં છે એમ ત્યારે જણાયું, પણ ત્યારે બ્રાહ્મી લિપિના જાણકારો નહોતા. ઓગણીસમા સૈકામાં બ્રાહ્મી લિપિ શીખવાનું ફરી શરૂ થયું ત્યારે ઇ. સ. ૧૮૨૦માં સ્ટર્લિંગ નામના એક અંગ્રેજ સ્કોલરે આ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉદયગિરિ–ખંડગિરિ શિલાલેખ બ્રાહ્મી લિપિમાં છે એ શોધી કાઢ્યું હતું. ઇ.સ. ૧૮૩૫માં બીજા એક અંગ્રેજ સંશોધકે બ્રાહ્મી લિપિનો અભ્યાસ કરી આ લેખ થોડોક વાંચ્યો હતો. ઇ.સ.૧૮૮૫માં વિયેનામાં પ્રાચ્યવિદ્યા વિશેના એક સંમેલનમાં ડો. ભગવાનલાલ ઇન્દ્રજીએ ઉદયગિરિ–ખંડગિરિ વિશેના પોતાના લેખમાં કલિંગ ચક્રવર્તિ મહારાજા ખારવેલનો ઉલ્લેખ કર્યો ત્યારે ખારવેલનું નામ સૌ પ્રથમ પ્રસિદ્ધિમાં આવ્યું. પરંતુ વિસ્તૃત શિલાલેખના લખાણ વિશે ખાસ માહિતી નહોતી. આખો શિલાલેખ બરાબર વાંચીને એનો વિસ્તૃત અર્થ પહેલી વાર બંગાળના પંડિત રાખાલદાસ બેનર્જી અને પટનાના કાશીપ્રસાદ જાયસ્વાલે પ્રકાશિત કર્યો હતો. બ્રાહ્મી લિપિમાં લખાયેલો આ શિલાલેખ વાંચવામાં અને એને અંગેનું સંશોધન કરવામાં પંડિત કાશીપ્રસાદ જાયસ્વાલનો ઘણો મોટો ફાળો છે. લેખ બહુ મોટો છે, અક્ષરો બ્રાહ્મી લિપિમાં છે, કેટલેક સ્થળે શબ્દો ઘસાઈ ગયા છે એટલે પહેલા જ વાંચને સંપૂર્ણ અર્થ બેસે એવું બને નહિ. શ્રી જયસ્વાલે પહેલાં નીચે ઊભા ઊભા ઉપરના અક્ષરો વાંચ્યા હતા. બીજી વખત તેઓ ત્યાં ગયા ત્યારે પાલખ બંધાવી અને એના ઉપર બેસીને નજીકથી ઘણાખરા શબ્દો ઉકેલ્યા હતા. કેટલાક શબ્દો ભૂંસાઈ ગયા છે. ત્યાર પછી પ્લાસ્ટરમાં એનું બીબું તૈયાર કરાવીને તે વાંચ્યું. એમ કરતાં કરતાં દસ વર્ષને અંતે આખા શિલાલેખનો ઘણોખરો પાઠ ઉકેલાઈ શકાયો છે. એમાં શ્રી રાખલદાસ બેનર્જીની એમને સારી મદદ મળી હતી. હાથી ગુફામાં પ્રવેશતાં પહેલાં જ ઊંચે જો વાથી બહારથી શિલાલેખ જોઈ શકાય છે, કંઈક વાંચી શકાય છે. ગુફાના પ્રવેશદ્વારની ઉપરના પથ્થરમાં આ મોટો શિલાલેખ કોતરવામાં આવ્યો છે. શિલાલેખના કદ પરથી પણ એની મહત્તા સમજી શકાય Page #15 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ છે. આ શિલાલેખ પંદર ફૂટથી વધુ લાંબો છે અને પાંચ ફૂટથી વધુ પહોળો છે. એમાં સત્તર લીટીનું લખાણ છે. પંચાસી વર્ગફૂટના લખાણમાં ઘણી માહિતી સમાવી લેવામાં આવી છે. શિલાલેખ કોતરવાનું કામ એક કરતાં વધુ કારીગરોએ કર્યું હશે, કારણ કે એમાં અક્ષરો બે ભાતના છે. મોટી પાલખ બાંધીને એના પર બેઠાં બેઠાં હોંશિયાર શિલ્પીઓએ અક્ષરો કોતર્યા હશે ! અક્ષરો એટલા ઊંડા કોતર્યા છે કે વરસાદ, ઠંડી, ગરમી વગેરેનો ઘસારો આટલો કાળ ઝીલવા છતાં શિલાલેખમાંથી થોડાક અક્ષરો જ નષ્ટ થયા છે. તેમ છતાં શિલાલેખ લગભગ આખો વાંચી શકાય છે. બ્રાહ્મી લિપિના આ શિલાલેખની ભાષા અર્ધમાગધી પ્રાકૃત છે. શિલાલેખનું લખાણ એક અથવા વધુ કુશળ કાવ્યમર્મજ્ઞ લેખકો પાસે તૈયાર કરાવ્યું હશે એ એની પ્રશિષ્ટ, સૂત્રાત્મક, મધુર શૈલી અને સુયોગ્ય શબ્દાવલિ પરથી જણાય છે. આખો શિલાલેખ ઐતિહાસિક માહિતીથી સભર છે. [શિલાલેખનું અંગ્રેજી તથા હિંદીમાં ભાષાન્તર ગુફાની બહાર મૂકવામાં આવ્યું છે.]. શિલાલેખનો પ્રારંભ શ્રીવત્સ અને સ્વસ્તિક એ બે મંગળ ચિહ્ન અને નવકાર મંત્રના પ્રથમ બે પદથી થાય છે. આ શિલાલેખ પરથી એટલું સ્પષ્ટ છે કે ત્યારે કલિંગમાં જૈન ધર્મ પ્રવર્તતો હતો. ચેદી વંશના રાજાઓ જૈન ધર્મી હતા. વળી એમાં પરાક્રમી મહારાજા ખારવેલે મગધમાંથી ઋષભદેવ ભગવાનની પ્રતિમા પાછી મેળવી એ પરથી જણાય છે કે એ કાળે પણ જિનપ્રતિમાની પૂજા થતી હતી. ત્યારે સામાન્ય પ્રજામાં અર્ધમાગધી ભાષા બોલાતી હતી અને લિપિ તરીકે બ્રાહ્મી લિપિ પ્રચલિત હતી. દેવનાગરી લિપિ ત્યારે હજુ પ્રચારમાં નહિ આવી હોય. ઇતિહાસકારો નોંધે છે કે કલિંગમાં મહારાજા ખારવેલના સમયમાં જેટલો જૈન ધર્મનો પ્રચાર-પ્રભાવ થયો હતો, એટલો Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉદયગિરિ-ખંડગિરિ એમની પહેલાં કે એમની પછી કલિંગના રાજ્યમાં થયો નહોતો. શિલાલેખ પરથી જણાય છે કે એ કાળે નંદરાજાના નામથી સંવત ચાલતો હતો. (વિક્રમ સંવતની શરૂઆત ત્યાર પછી થઈ.) નંદ સંવત ૧૦૩ના વર્ષે મહારાજા ખારવેલે મગધમાં ખોદાયેલી નહેર પોતાના રાજ્યમાં ‘તનસુલીય' નામના માર્ગે વધુ ખોદાવીને પોતાની રાજધાનીમાં લાવ્યા હતા, એવો નિર્દેશ શિલાલેખમાં છે. આ શિલાલેખ બીજી એક ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનો છે. જો એ ઘટનાનો ઉલ્લેખ આ શિલાલેખમાં ન કોતરાયો હોત તો કદાચ એવી મહત્ત્વની ઘટના વિસ્મૃતિના ગર્તમાં કાયમને માટે ધકેલાઈ ગઈ હોત. છેલ્લા એક-સવા સૈકાથી એ ઘટના પ્રકાશમાં આવી છે તો પણ હજુ કેટલાયે એવા વિદ્વાનો હશે કે જેમને એ વિશે કશી માહિતી ન હોય. આપણાં આગમો શ્રુત પરંપરાથી ચાલ્યાં આવતાં હતાં. શ્રુતપરંપરામાં સમયે સમયે અક્ષ૨ફે૨, શબ્દફેર, અર્થફેર થવાનો સંભવ રહે છે. ત્રણચાર પેઢીમાં કેટલુંક લુપ્ત થઈ જાય છે. એટલા માટે સમર્થ જાણકાર આચાર્યો અને અન્ય સાધુ-સાધ્વીઓ એકત્ર થઇને પાઠનિર્ણય કરી લે છે. એને ‘વાચના' કહેવામાં આવે છે. શ્રુતપરંપરાથી ચાલ્યા આવતાં આપણા આગમો માટે ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૧૬૦ વર્ષે પાટલીપુત્રમાં એક વાચના આચાર્ય શ્રી સ્થૂલિભદ્રસૂરીશ્વરની નિશ્રામાં યોજવામાં આવી હતી. ત્યાર પછી બીજી વાચના મથુરામાં આર્ય સ્કંદિલાચાર્યની નિશ્રામાં યોજવામાં આવી હતી. પરંતુ આ બે વાચનાની વચ્ચે ચક્રવર્તી ખારવેલના નિમંત્રણથી એક નાની વાચના કલિંગના કુમારગિરિ ઉપર યોજવામાં આવી હતી એવો ઉલ્લેખ આ શિલાલેખની સોળમી પંક્તિમાં છે. આ વાચનાસભામાં પધારવા માટે મહારાજા ખારવેલે દૂર દૂર સુધી Page #17 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ચારે દિશામાં જાતે જઇને મોટા મોટા આચાર્યો, અન્ય મુનિવરો ઇત્યાદિને નિમંત્રણ આપ્યું હતું. એટલે આ વાચનાસભામાં બસોથી અધિક જિનકલ્પી મહાત્માઓ, ત્રણસોથી અધિક વિકલ્પી આચાર્યો અને સાધુ ભગવંતો, ત્રણસોથી અધિક શ્રમણીઓ, સાતસોથી અધિક શ્રાવકો અને સાતસોથી અધિક શ્રાવિકાઓ પધાર્યા હતાં. આ સભામાં એક મહત્ત્વનું કાર્ય એ થયું કે વિચ્છિન્ન થવા આવેલા ચોસઠ અધ્યાયવાળા અંગ સપ્તિક' નામના ગ્રંથનો ઉદ્ધાર થયો હતો. એ સમયે કલિંગની રાજધાની તોષાલી (કનકપુર) હતી. આજના ભુવનેશ્વરની જગ્યાએ કે એની આસપાસ એ હોવાનો સંભવ છે. " શિલાલેખ પ્રમાણે મહામેઘવાહન મહારાજા ખારવેલને સોળ વર્ષની નાની વયે યુવરાજનું પદ આપવામાં આવ્યું હતું અને પચીસ વર્ષની વયે એમને રાજગાદી સોંપવામાં આવી હતી. ગાદીએ આવ્યા પછી મહારાજા ખારવેલે ચારે બાજુ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. પહેલે વર્ષે એમણે પ્રજાકલ્યાણનાં કાર્યોમાં સમય આપ્યો. એમણે પ્રજાના કરવેરા માફ કર્યા. પોતાની ૪૫ લાખની રેયત માટે તળાવો ખોદાવ્યાં અને એને પાળ બંધાવી. તેઓ દાનમાં ઘણું ધન આપતા. પ્રજાના મનોરંજન માટે સંગીત, નાટક, નૃત્ય, મલ્લકુસ્તી વગેરે માટે તેઓ વખતોવખત ઉત્સવો યોજતા. એમની બે રાણી ધુષિતા અને સિંધુલા પણ પ્રજામાં તથા શ્રમણવર્ગમાં લોકપ્રિય હતી. મહારાજા ખારવેલે એવો ક્રમ રાખ્યો હતો કે એક અથવા બે વર્ષ રાજ્યની વ્યવસ્થા પર ધ્યાન આપવું અને પછી થોડો વખત સરહદો સંભાળવી અને જરૂર પડે તો દુશ્મનો પર ચડાઈ કરવી. ઉદયગિરિ ઉપર જુદી જુદી ઊંચાઇએ નાની મોટી ઘણી ગુફાઓ છે. એમાં પહેલાં અમે “રાણીગુફા' જોઈ. આ વિશાળ ગુફાનો વરંડાનો ભાગ એના સ્તંભો સહિત નષ્ટ થઈ ગયો છે. નાની કોટડી જેવી હારબંધ દસ જેટલી ગુફાઓ એક હારમાં ખુલ્લી દેખાય છે. વળી Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉદયગિરિ–ખંડગિરિ બંને બાજુ પણ કોટડીઓ છે. એની ઉપરના માળે ગુફાઓની બીજી હાર છે. આમ બે માળવાળી ગુફાઓ આટલી મોટી સંખ્યામાં ભારતમાં બીજે ક્યાંય નથી. દૂરથી જાણે એક માળવાળી ચાલી હોય એવું દૃશ્ય લાગે. આવી લાક્ષણિક રચનાને કારણે એક વખત આ ગુફાઓ નજરે જોઈ હોય તો એનું દૃશ્ય યાદ રહી જાય તેવું છે. આખા ડુંગર ઉપર બીજી છૂટીછવાઈ પચાસથી અધિક આવી કોટડી–ગુફા છે. શ્રમણ અને શ્રમણીની ગુફાઓ જુદા જુદા વિસ્તારમાં હશે. પ્રત્યેક ગુફામાં એક એક એવી રીતે ત્યારે શ્રમણો અને શ્રમણીઓ મુકામ કરતા હશે અને સાધના કરતા હશે. ક્યારેક એક ગુફામાં ત્રણ ચાર શ્રમણો પણ રહેતા હશે. એ પરથી જણાય છે કે વિહાર કરીને અહીં મોટી સંખ્યામાં શ્રમણ-શ્રમણી પધારતાં હશે ! મહારાજા ખારવેલે આ ગુફાઓ કોતરાવવામાં અઢળક ધનનો ખર્ચ કર્યો હશે ! વળી એમાં સમય પણ ઠીક ઠીક લાગ્યો હશે. જૈન શ્રમણો માટેનું ગુફા-નિવાસ આટલા વિશાળ પ્રમાણ અન્યત્ર ક્યાંય નથી. રાણીગુફાની આ હારબંધ નાની ગુફાઓ પાસેથી આપણે પસાર થઇએ તો આ નાની ઓરડીઓમાં અંદર એક બાજુ ઓટલા જેવું દેખાય. તે મુનિ મહારાજ માટે આસન તથા રાતના સંથારા માટેની રચના છે. બહારથી અંદરનું બધું જોઈ શકાય છે, એટલે પગથિયાં ચડી અંદર જવાનો શ્રમ લેવાનું મન ન થાય. પણ ભોમિયો અમને અંદર લઈ ગયો. એક ઊંચી બેઠક પર બેસીએ તો માથું વાંકું વાળવું પડે, પણ ભોમિયાએ અમને છતમાં ખાડો બતાવ્યો. ત્યાં બેસીને ધ્યાન ધરવું હોય તો માથું એ ખાડામાં એવી રીતે ઊંચું રહે કે બેસવાની તકલીફ પડે નહિ. એવી રીતે છતમાં માત્ર મસ્તક રાખવાનો આશય એ કે મુનિ ધ્યાનમાં બેઠા હોય તો ગુફા ખુલ્લી હોવા છતાં તેમને બહારનું કશું દેખાય નહિ અને બહારના લોકોને મુનિનું શરીર દેખાય પણ મસ્તક દેખાય નહિ. આથી ધ્યાનમાં વિક્ષેપ પડે નહિ. કેટલીક Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ગુફા-કોટડીમાં અંદર માળિયા જેવી રચના છે જે બહારથી દેખાતી નથી. અંદર ગયા પછી જોવામાં આવે તો એક દીવાલની ઉપર બાકોરા જેવું હોય છે. ઉપર ચડીને અંધારા બાકોરામાં કોઈ દાખલ થાય તો અંદર બેસી શકાય અથવા સૂઈ શકાય એવી લાંબી રચના કરવામાં આવી છે. કોઈ મુનિને ત્યાં બેસીને ધ્યાન ધરવું હોય તો ધરી શકે. પોતે ઉપર સૂતા હોય તો બહારથી ચાલ્યા જતા કોઇને દેખાય નહિ. અંદર આવેલાને પણ દેખાય નહિ. પણ આવી રચનાનો વિશેષ આશય તો એ હતો કે આ પહાડ અને જંગલના પ્રદેશમાં હિંસક માનવભક્ષી જાનવરો ઘણાં હતાં. એટલે ખુલ્લી ગુફામાં રાત્રે જાનવર અંદર આવે તો પણ એને કશું દેખાય નહિ અને તે ઉપર ચડી શકે નહિ. કેટલીક ગુફાઓમાં એક બાજુ ઓટલા જેવી બેઠક છે કે જે સૂવા માટે ઉપયોગમાં લઈ શકાય એવી છે. એ પથ્થરની પથારીમાં એક છેડે મસ્તક ટેકવવા માટે પથ્થર સહેજ ઊંચો કરવામાં આવ્યો છે. કેટલાક મુનિઓ એમાં સૂતા સૂતા ધ્યાન ધરતા. આવી ગુફા જોઈ અમને પણ ધ્યાન ધરવાનું મન થયું. અમે એના પર શવાસન મુદ્રામાં સૂઇને થોડીક મિનિટ ધ્યાન ધર્યું. કેટલીક ગુફાઓમાં પ્રવેશદ્વાર પાસે બેય બાજુના ખૂણામાં મશાલ સળગાવવા માટે વ્યવસ્થા કરાયેલી જોવા મળી. એ જમાનામાં ઘી કે તેલના દીવા હતા અને વધુ પ્રકાશ જોઇએ તો મશાલી હતી. જાહેર ક્ષેત્રોમાં કે કાર્યક્રમોમાં રાતને વખતે મશાલ વપરાતી. આ બધી ગુફાઓમાં રહેનારા માટે બહારના ભાગમાં પાણીની વ્યવસ્થા ટાંકા દ્વારા કરવામાં આવી છે. પહાડ પર પડેલા વરસાદનું પાણી એ ટાંકામાં ઝર્યા કરે. પાણીના નિકાલ માટે નીક પણ બનાવવામાં આવી છે. કેટલીક ગુફાઓની બહાર થયેલા શિલ્પકામમાં ભાલાવાળા ચોકીદારો છે. કેટલાકમાં અહિંસા, ક્ષમા, શાન્તિ વગેરેનાં દૃશ્યો Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉદયગિરિ–ખંડગિરિ ૧ ૧ છે. ક્યાંક રાણી હરણનો શિકાર કરવાની ના પાડે છે એવું દૃશ્ય છે. એક પેનલમાં હાથી સ્ત્રીઓને પાણી ભરવા દેતો નથી, આથી કેટલીક સ્ત્રીઓ હાથીને મારવા માટે શસ્ત્ર ઉગામે છે તો બીજી સ્ત્રીઓ એમને અટકાવે છે. એકમાં વિદ્યાધર માળા લઇને આવ્યો છે. એક વિદ્યાધરના હાથમાં ફૂલ છે. આવી બધી પેનલોમાં અહિંસા, દયા, ક્ષમા, શાન્તિ વગેરેના ભાવો છે. કલિંગાધિપતિ મહારાજ ખારવેલના ગુરુ ભગવંત તરીકે શ્રી સુપ્રતિબદ્ધસૂરિજીનું નામ સાંપડે છે. એમના પ્રભાવથી મહારાજા ખારવેલના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. કુમારગિરિ ઉપર તેઓ ગુરુ મહારાજના વ્યાખ્યાનમાં એક શ્રાવક તરીકે સામે શ્રોતાગણમાં બેસતા. ઉદયગિરિ ઉપર બીજા આચાર્યો વગેરે પણ પધારતા. જુદી જુદી ગુફાઓ જોઇને છેલ્લે અમે હાથીગુફા પાસે આવ્યા. આ ગુફા અંદરથી ઘણી વિશાળ છે. એવું અનુમાન કરાય છે કે તે પહેલાં કુદરતી ગુફા હશે અને પછીથી તે અંદરથી ખોદીને મોટી કરવામાં આવી હશે. ગુફામાં અંદર કોઈ વિશિષ્ટ રચના નથી, પણ એનું મહત્ત્વ વિશાળ પ્રવેશદ્વારની ઉપર કોતરેલા શિલાલેખને કારણે છે. આખું લખાણ બ્રાહ્મી લિપિમાં છે. એમાં આરંભમાં જ શ્રીવત્સ અને સ્વસ્તિક પછી નવકાર મંત્રનાં બે પદ છે. એ જોવાની વર્ષોની મારી ભાવના સફળ થઈ એથી અનહદ આનંદ અનુભવ્યો. ભાવથી એ બે પદને વંદન કર્યા. એ બે પદ બરાબર વાંચી શકાય એટલા માટે અર્ધમાગધી ભાષા અને બ્રાહ્મી લિપિના એ અક્ષરો અગાઉથી મેં સમજી લીધા હતા. એ બે પદ બ્રાહ્મી લિપિમાં આ પ્રમાણે છે : ન સ ફિ ધ ) Page #21 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ [કોઇકને પ્રશ્ન થાય કે અહીં નવકારમંત્રના બીજા પદમાં ‘નમો સિદ્ધાણં'ને બદલે ‘નમો સવ (સવ્વ) સિધાણું' કેમ છે ? એનો ઉત્તર એ છે કે એક સાથે ઘણાંને માટે નમસ્કારનાં જુદાં જુદાં પદ હોય તો છેલ્લા પદમાં ‘સર્વ' આવે કે જેથી ઉપરના બધાં પદમાં ‘સર્વ’ અભિપ્રેત છે એમ મનાય. નવકારમંત્રના પાંચ પદમાં છેલ્લા પાંચમા પદમાં નમો લોએ સવ્વ સાહૂણં છે. એનો અર્થ એ કે ઉપરના ચારે પદમાં ‘સવ્વ’ શબ્દ અભિપ્રેત છે. અહીં ફક્ત બે પદ હોવાથી બીજા પદમાં સવ (સર્વ) શબ્દ છે.] શિલાલેખમાં નવકારમંત્રનાં આ બે પદ આશરે ૨૩૦૦ વર્ષ પહેલાં કંડારવામાં આવેલાં છે. આ એક સપ્રમાણ નિર્વિવાદ સત્ય છે. જૈનોના એક સંપ્રદાયમાં વર્ષો સુધી એવી એક માન્યતા પ્રચલિત રહી હતી કે નવકારમંત્ર અનાદિ નથી, પણ એમના એક સમર્થ આચાર્ય મહારાજે હજારેક વર્ષ પહેલાં એની રચના કરી હતી. આ માન્યતા હજુ પણ રૂઢિચુસ્ત સમાજમાં પ્રચલિત છે. પરંતુ વિદ્વાનોએ જ્યારે જાણ્યું કે બે હજાર વર્ષ પહેલાં નવકારમંત્રનાં પહેલાં બે પદ ઉદયગિરિની જૈન ગુફામાં કોતરવામાં આવ્યાં છે ત્યારથી તેઓએ પોતાની પરંપરાગત માન્યતા છોડી દીધી છે. ૧૨ ઉદયગિરિની ગુફાઓ જોઈ, ‘આજ સફળ દિન માહો' એ પંક્તિનું ગુંજન કરતા કરતા અમે નીચે આવ્યા. બીજે દિવસે સવારે અમે ખંડિંગરિની ગુફાઓ અને મંદિરો જોવા ગયા. ત્યાં ગુફાઓ પ્રાચીન છે અને મંદિરો ઉત્તરકાલીન છે. ખંગિરિ એનું નામ સૂચવે છે તે પ્રમાણે એના શિખર પર બંધાયેલાં મંદિરો ખંડિત કે નષ્ટ થઈ ગયાં હતાં. એમાં ત્રણસો વર્ષ પહેલાં બંધાયેલું મંદર પણ જર્જરિત થતાં એનો જીર્ણોદ્વાર થઈ રહ્યો છે. જેટલું ગુફાઓનું આયુષ્ય હોય એટલું મંદિરોનું હોય નહિ. ઠંડી, ગરમી, વરસાદ ઉપરાંત ધરતીકંપોની અસર બાંધેલાં મંદિરો ૫૨ થયા વગર Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉદયગિરિ-ખંડગિરિ રહે નહિ. આ ટેકરી પર જે ગુફાઓ છે એમાં કોતરાયેલી તીર્થંકરોની નગ્ન મૂર્તિઓ પરથી સ્પષ્ટ છે કે આ દિગંબર તીર્થ છે. જો કે મહારાજા ખારવેલના વખતમાં શ્વેતામ્બર અને દિગંબર એવા ભેદ થયા હોય એવો સંભવ નથી. ૧૩ મહારાજા ખારવેલે મગધ ઉપર ચડાઈ કરી, વિજય મેળવી પોતાની જે જિનપ્રતિમા પાછી મેળવી અને એની પ્રતિષ્ઠા તે કાળે આ ખંડગિરિ ઉપર વિશાળ જિનમંદિર બાંધીને કરવામાં આવી હશે એમ મનાય છે. કેટલાંક ધર્મસ્થળોમાં બને છે તેમ અન્ય ધર્મના લોકો એના પર અતિક્રમણ કરતા હોય છે. અહીં ખંડિંગરિમાં પણ એ પ્રમાણે બન્યું છે. અહીં બારાભુજાજી ગુફા તથા નવમુનિ ગુફામાં એ પ્રમાણે થયું છે. એમાં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનની ખડ્ગાસનમાં દિગંબર પ્રતિમા છે. એના પર રંગ લગાડી, વસ્ત્ર પહેરાવી એમની હિંદુ દેવ તરીકે પૂજા થવા લાગી છે. તેવી જ રીતે ચક્રેશ્વરી માતા તથા અજિતા માતાને કાળો રંગ લગાડી, વસ્ત્ર પહેરાવી દુર્ગા માતા અને કાલી માતા તરીકે પૂજા ચાલુ થઈ છે. પૂજારીઓ માટે એ આવકનું સાધન થઈ ગયું છે. વળી ગુફાની બહારના આંગણામાં શંકર ભગવાનની એક નાની દેરી બાંધવામાં આવી છે અને ત્યાં પૂજા-આરતી થવા લાગ્યાં છે. આથી એટલો ભાગ તે હિંદુ તીર્થ છે એવી ભ્રામક માન્યતા પ્રચલિત કરાઈ રહી છે. પરંતુ એ જ ગુફામાં બાકીમાં બધા ભાગમાં તીર્થંકરોની અને શાસનદેવીની મૂર્તિઓ દીવાલમાં કંડારેલી જોઈ શકાય છે. દિગંબર સમાજ હવે સાવચેત થઈ ગયો છે અને ખંગિરિ ઉપરનાં બાકીનાં મંદિરોની આસપાસ કોટ કે જાળી કરીને તાળાં મારી દેવાયાં છે. વળી જીર્ણોદ્વાર પણ ચાલુ થઈ ગયો છે. એક મંદિરમાં એના મોટી જાળી જેવા દરવાજે ચોકીદારે અંદરથી તાળું માર્યું હતું. અંદર એક દિગંબર મુનિ ભગવંત બેઠા હતા અને બે માણસો એમની દોરવણી પ્રમાણે ચિત્રસજાવટનું કામ કરતા Page #23 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ હતા. મુખ્ય ભગવાનનાં દર્શન કરવા હોય તો અંદર જવું પડે. મંદિરના દરવાજા આગળ જેમ જેમ પ્રવાસીઓ આવતા જાય તેમ ચોકીદાર ના પાડતો જાય. મારા મિત્રે કહ્યું આપણને દર્શન કરવા નહિ મળે. ‘અમે જૈન છીએ.’ એમ કહ્યું તો પણ ચોકીદારે ના પાડી. એટલે મેં બૂમ પાડી મુનિ મહારાજને કહ્યું, ‘નમોસ્તુ મહારાજ.' એ સાંભળતાં મહારાજે ચોકીદારને કહ્યું, ‘અરે ખોલ દો ભાઈ, એ અપનેવાલે હૈ.' તરત દરવાજો ખૂલ્યો અને અમે અંદર ગયાં. ચોકીપહેરો કડક રાખવાનું મહારાજશ્રીએ કારણ સમજાવ્યું. અમને ચંદ્રપ્રભુનાં અને મહારાજીશ્રીનાં દર્શન કરવાનો લાભ મળ્યો. ૧૪ ખંડિગિરનાં મંદિરો અને ગુફાઓ નિહાળી અમે ત્યાં એક સ્થળે આરામ કરવા બેઠાં. ઉદયગિરિ અને ખંગિરિમાં સૌથી મહત્ત્વનું અંગ તે શિલાલેખ છે. એમાં કલિંગ ચક્રવર્તી મહારાજા ખારવેલ માટે મહામેઘવાહન, ક્ષેમરાજા, ભિક્ષુરાજા અને ધર્મરાજા જેવાં વિશેષણો વપરાયાં છે એ ઉપ૨થી એમની તેજસ્વી બહુમુખી પ્રતિભાનો પરિચય મળી રહે છે. વળી એમને અપ્રતિહત સેના–બલના અધિકારી અને શાસન ચક્રધારક કહેવામાં આવ્યા છે. પોતે શાસન-સમ્રાટ હોવા છતાં એક સદાચારી શ્રાવક તરીકે જ એમણે પોતાની જાતને રજૂ કરી છે. મહારાજા ખારવેલના જીવનની દુઃખદ ઘટના એ છે કે એમનો સ્વર્ગવાસ ભરયુવાનીમાં ૩૮-૪૦ વર્ષ જેટલી નાની વયે થયો હતો. જાણે મધ્યાહ્ને સૂર્યાસ્ત ! એમના સ્વર્ગવાસનો નિશ્ચિત સમય હજુ સુધી જાણવા મળ્યો નથી, પણ તેઓ વધુ જીવ્યા નથી એમ ઇતિહાસકારો કહે છે. રાજ્યારોહણ પછી પંદરેક વર્ષનો જે સમય એમને મળ્યો એમાં તેમણે રાજ્યક્ષેત્રે, સમાજક્ષેત્રે અને ધર્મક્ષેત્રે કેટલું બધું ભગીરથ કાર્ય કરી લીધું હતું ! નાની વયમાં આટલી બધી સિદ્ધિઓ મેળવી એ પરથી તેઓ કેટલા પ્રતાપી, પરાક્રમી, Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉદયગિરિ-ખંડગિરિ દયાળુ અને ધર્મશ્રદ્ધાવાળા હશે ! ભારતના ઇતિહાસમાં એમનું નામ સુવર્ણાક્ષરે લખાવું જોઇએ. શિલાલેખમાં મહારાજા ખારવેલનો ઉલ્લેખ ભિક્ષુરાજ, ધર્મરાજ તરીકે થયેલો છે. એમ મનાય છે કે એમણે રાજ્યશાસનનું મહત્ત્વનું કાર્ય કરી લીધા પછી ભિક્ષુ-સાધુ તરીકેનું જીવન સ્વીકારી લીધું હશે અને એમણે ભિક્ષ તરીકે દેહ છોડ્યો હશે. ઉદયગિરિ અને ખંડિંગરિની અમારી મુલાકાત એક યાદગાર મુલાકાત બની ગઈ. ભારતના ભવ્ય ભૂતકાળને નજર સમક્ષ તાદેશ કરવાનો એક અનેરો અવસર સાંપડ્યો અને ધન્યતા અનુભવી. [કલિંગ રાજ્ય અને મહારાજા ખારવેલ વિશે હવે ઇતિહાસના કેટલાક ગ્રંથોમાં સારી માહિતી સાંપડે છે. હિંદીમાં શ્રી કાશીપ્રસાદ જાયસ્વાલે સારી મહેનત કરીને ખારવેલ વિશે લેખ લખ્યો છે, જે હિંદીમાં કેટલાક પાઠ્યપુસ્તકોમાં પણ લેવાયો છે. ગુજરાતીમાં ઇ. સ. ૧૯૩૮માં શ્રી સુશીલ (ભીમજી હરજીવન) નામના લેખકે ‘કલિંગનું યુદ્ધ અને મહામેઘવાહન મહારાજા ખારવેલ' નામનું પુસ્તક લખ્યું છે. તાજેતરમાં પ. પૂ. શ્રી પૂર્ણચંદ્રસૂરિજીએ ‘ખારવેલ’ નામનું પુસ્તક વાર્તારૂપે રસિક શૈલીએ લખ્યું છે.] ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા પ.પૂ. સ્વ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ વૈશાખ વદ ૧૧ ને દિવસે જેમની સ્વર્ગારોહણ તિથિ ઉજવાય છે એ પ. પૂ. સ્વ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા એવા એક મહાન જૈનાચાર્ય હતા, જેમના ત્રણસોથી અધિક શિષ્ય-પ્રશિષ્ય આજે પણ વિચરે છે. વસ્તુતઃ ૫. પૂ. સ્વ. પ્રેમસૂરિદાદા આખી સદી પર છવાઈ ગયા હતા. એમના જીવનની વિગતો જ્યારે જાણીએ છીએ ત્યારે ઉચ્ચતમ કોટિના એક મહાન જૈન પ્રભાવક આચાર્ય ભગવંત કેવા હોય એની વિશિષ્ટ ઝાંખી થાય છે. પોતાના પ્રથમ પટ્ટશિષ્ય સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. સ્વ. વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા ૫. ન્યૂ .241. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસ શ્રી ચંદ્રશેખરજી મહારાજ વગેરે સંખ્યાબંધ ધુરંધર શિષ્યોને અને બીજા અનેક નામાંકિત પ્રશિષ્યોને ઘડવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એના ઉપરથી એ સૌના ગુરુ ભગવંતની પોતાની સંયમ પ્રતિભા કેટલી ઉજ્જવળ અને આકર્ષક હશે તેની પ્રતીતિ થાય છે. પ.પૂ. પ્રેમસૂરિદાદાના ઘનિષ્ઠ સંપર્કમાં આવનારને દીક્ષા લેવાના ભાવ થયા વગર રહે નહિ એવું સંયમી, વાત્સલ્યપૂર્ણ એમનું જીવન હતું. તત્ત્વજ્ઞાનના વિષયમાં શિષ્યોની કોઈ પણ શંકાનું તરત નિવારણ કરી શકે એવું અગાધ એમનું શાસ્ત્રજ્ઞાન હતું. કર્મસિદ્ધાન્તના વિષયમાં એમના જેટલી જાણકારી અને કંઠસ્થ વિગતો ત્યારે કોઈની પાસે નહોતી. શિષ્યો, પ્રશિષ્યો અને સંઘની વ્યવસ્થા કરવામાં તેઓ અત્યંત નિપુણ હતા. એટલે જ એમના માટે સિદ્ધાન્તમહોદધિ, ચારિત્રચૂડામણિ, સંઘકૌશલ્યાધાર, વાત્સલ્યવારિધિ, કૃપાસાગર, સાક્ષાત્ સંયમમૂર્તિ, પરમતારક, સૂરિપુરંદર ઇત્યાદિ યથાર્થ વિશેષણો એમના શિષ્યોએ પ્રયોજેલાં છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા પૂ. આચાર્ય મહારાજ વિશે સંસ્મરણ લેખો કે છૂટક સ્મરણો એમના ઘણા શિષ્યોએ લખ્યાં છે અને પોતાના આ ગુરુ મહારાજની વાત નીકળતાં ગદગદિત થઈ જાય છે. પૂ. શ્રી વીરરત્નવિજયજી મહારાજે સંભારણાં સૂરિ પ્રેમનાં'ના નામથી દળદાર સ્મૃતિગ્રંથ પ્રગટ કર્યો છે જેમાં પૂ. મહારાજ શ્રી પ્રેમસૂરીશ્વરજીનું સવિસ્તર જીવનચરિત્ર છે અને અનેક મહાત્માઓ અને ગૃહસ્થોએ આપેલી શ્રદ્ધાંજલિ છે. તદુપરાંત પૂ. શ્રી જગન્ચંદ્ર વિજયજી મહારાજે પદ્યમાં “ગુરુગુણ અમૃતવેલી રાસ” નામની રાસકૃતિ લખી જે વિવેચનસહિત પ્રકાશિત થયેલી છે. આ બંને ગ્રંથો વાંચતાં પૂ. મહારાજશ્રીના ઉજ્જવળ જીવન અને સંગીન શાસનકાર્યનો સરસ પરિચય થાય છે. ગુરુ ભગવંત હોય તો આવા હોવા જોઇએ એવી એક હૃદયંગમ છાપ ચિત્તમાં અંકિત થાય છે. પ.પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજે “પ્રેમમધુરી વાણી તારી” નામના લેખમાં પૂ. મહારાજશ્રીના હૃદયમાંથી સમયે સમયે નીકળેલા ઉગારો ટપકાવી લીધા છે. પૂ. શ્રી ત્રિલોચનસૂરિ મહારાજે પૂ. મહારાજશ્રીના અઢાર મુખ્ય ગુણોની છણાવટ કરીને એના પ્રેરક પ્રસંગો ટાંક્યા છે. પૂજ્ય મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૪૦ના ફાગણ સુદ ૧૪ની અડધી રાતે (એટલે પૂનમની વહેલી સવારે) એમના મોસાળમાં રાજસ્થાનમાં નાદિયા ગામમાં થયો હતો. એમનાં માતાનું નામ કંકુબાઈ અને પિતાનું નામ ભગવાનજીભાઈ હતું. ભગવાનજીભાઇનું વતન પિંડવાડા. બાળકને લઇને માતા પિંડવાડા આવ્યાં. ફોઇએ બાળકનું નામ પ્રેમચંદ પાડ્યું. પ્રેમચંદ સાતેક વરસના થયા ત્યાં સુધી પિંડવાડામાં એમનો ઉછેર થયો. પરંતુ ત્યાર પછી એમના પિતાશ્રી વ્યવસાય અર્થે ગુજરાતના સૂરત જિલ્લામાં વ્યારા ગામે આવ્યા. એ દિવસોમાં કેટલાયે રાજસ્થાની Page #27 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ભાઈઓ એકબીજાના સહારે ખાનદેશ કે મધ્ય પ્રદેશમાં આવીને કાપડ, ધીરધાર કે અન્ય પ્રકારનો વેપાર કરતા. એ રીતે ભગવાનજીભાઈ અને કંકુબાઈ પોતાના પુત્ર પ્રેમચંદને લઇને વ્યારામાં આવીને વસ્યા હતાં. પ્રેમચંદ શાળાનો અભ્યાસ વ્યારામાં કર્યો અને અનુક્રમે કિશોરાવસ્થામાં આવ્યા. કિશોર પ્રેમચંદ સવારે દેરાસરે દર્શન-પૂજા કરવા જતા. કોઈ મુનિ મહારાજ ગામમાં પધાર્યા હોય અને એમનું વ્યાખ્યાન હોય તો વ્યાખ્યાનમાં બેસતા અને પછીનો સમય પિતાશ્રી સાથે દુકાને બેસતા. એમનામાં પૂર્વજન્મના કોઈ ઊંડા સંસ્કાર હશે કે જેથી એમને ધર્મની અને સાધુ ભગવંતોની વાતોમાં રસ પડતો હતો. એક દિવસ દુકાને કોઈ સંન્યાસી-બાવો ભિક્ષા માગવા આવેલો. તે પ્રેમચંદ સામે ટીકી ટીકીને જોતો હતો. ત્યારે પિતાજી ભગવાનજીભાઇએ પ્રશ્ન કરતાં બાવાએ કહ્યું હતું કે આ છોકરાની મુખાકૃતિ પરથી લાગે છે કે તમારો પુત્ર કોઈ મોટો માણસ થશે; પ્રાયઃ ત્યાગી મહાત્મા થશે. બાવાની એ આગાહી સાંભળ્યા પછી કિશોર પ્રેમચંદ ત્યાગ-વેરાગ્યની વિચારધારાએ વારંવાર ચડી જતા. વ્યારા જેવા નાના ગામમાં એક વખત એક મુનિભગવંત પધારેલા અને શત્રુંજય તીર્થની કોઈ પર્વતિથિ નિમિત્તે એ તીર્થનો મહિમા વ્યાખ્યાનમાં વર્ણવેલો. ત્યારથી પ્રેમચંદને શત્રુંજયની યાત્રાની તાલાવેલી લાગેલી. એમણે ત્યાં જવા માટે પિતાજીને વારંવાર કહેલું, પણ કિશોરવયના પ્રેમચંદને એકલા મોકલવા તેઓ તૈયાર નહોતા. એ દિવસોમાં ટ્રેનની સગવડ ઓછી હતી. આખા દિવસમાં એક ટ્રેન આવે ને જાય. વળી બે-ત્રણ સ્ટેશને ગાડી બદલવાની. વ્યારાથી પાલિતાણા પહોંચતાં બે દિવસ લાગી જાય, સાદી ટપાલ સિવાય બીજો કોઈ સંપર્ક નહિ. રેલ્વે રિઝર્વેશનની પ્રથા નહિ. મુસાફરો એટલા ઓછા કે જરૂર પણ નહિ. એટલે પાછા ફરવાની તારીખ નિશ્ચિત Page #28 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીશાદાતા ૧૦ નહિ. વળી જાત્રા એટલે બે-ચાર દિવસ વધુ પણ લાગી જાય. ભગવાનજીભાઈએ એક વખત કોઈ સંગાથ જોઈને પ્રેમચંદને પાલિતાણા મોકલ્યા. એક ધર્મશાળામાં ઊતરીને પ્રેમચંદે સિદ્ધાચલની યાત્રા જિંદગીમાં પહેલીવાર કરી અને આ મહાતીર્થથી એકદમ પ્રભાવિત થઈ ગયા. અઠ્ઠમ કરીને જાત્રા થાય તો વિશેષ લાભ થાય છે એવો એનો મહિમા જાણીને અઠ્ઠમ સાથે જાત્રા કરી. ડુંગર પર ચડતાં-ઊતરતાં સાધુ-સાધ્વીનાં દર્શન કરીને તેમણે કૃતાર્થતા અનુભવી. દરમિયાન પોતાને એક મુનિ મહારાજનો સંપર્ક થયો. એમનું નામ સિદ્ધિમુનિ હતું. એમની પાસેથી પ્રેમચંદને ઘણું જાણવા મળ્યું. પાલિતાણાના આ પરિચયથી પ્રેમચંદને એમની પાસે દીક્ષા લેવાના ભાવ થયા. પરંતુ મહારાજે કહ્યું કે પોતાનો એવો અભ્યાસ નથી, પણ જો દીક્ષા લેવી હોય તો ઘોઘામાં બિરાજમાન પ.પૂ. શ્રી વીરવિજયજી મહારાજ (પૂજાની સુપ્રસિદ્ધ ઢાળોના રચયિતા શ્રી વીરવિજયજી તે જુદા) અને એમના શિષ્ય પૂ. શ્રી દાનવિજયજી છે. દીક્ષા લેવી હોય તો એમની પાસે લેવી જોઈએ. પ્રેમચંદ પાલિતાણાથી ઘોઘા ગયા. ત્યાં પહોંચી બંને મુનિ ભગવંતોને મળી પોતાની દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી મુનિ ભગવંતોએ પ્રેમચંદને પહેલાં સ્વાધ્યાય કરવા અને સાથે રહેવા કહ્યું જેથી એની યોગ્યતાનો પોતાને ખ્યાલ આવે. થોડા દિવસના રહેવાથી જ પ્રેમચંદમાં સ્વાધ્યાય, તપ, વિનય, વૈયાવચ્ચ વગેરેના ઉત્તમ ગુણો પ્રગટ થવા લાગ્યા. ત્યારે પંદર વર્ષની એમની ઉંમર હતી. પરંતુ આ બાજુ પ્રેમચંદનાં માતાપિતાને ચિંતા થઈ કે શત્રુંજયની જાત્રા કરવા નીકળેલા પ્રેમચંદને આટલા બધા દિવસ કેમ લાગ્યા? ભગવાનજીભાઈ તપાસ કરવા પાલિતાણા આવ્યા અને ત્યાંથી ખબર મળ્યા એટલે ઘોઘા આવ્યા. તેઓ પ્રેમચંદને પાછા વ્યારા લઈ ગયા. પરંતુ પ્રેમચંદના દિલમાં દીક્ષા લેવાનું બીજ હવે બરાબર વવાઈ ગયું Page #29 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ હતું. વ્યારામાં પ્રેમચંદ ઘર અને દુકાન સંભાળતા, પરંતુ એમાં એમનો જીવ લાગતો નહોતો. ઘર છોડીને ભાગી નીકળવાની તેઓ તક શોધતા હતા. એમ કરતાં કરતાં લગભગ બે વર્ષનો સમય વીતી ગયો. એક દિવસ એવું થયું કે ઘરનાં બધાંને કોઈ સગાનું મૃત્યુ થતાં પ્રસંગવશાત્ બહારગામ જવાનું થયું. પ્રેમચંદ એકલા જ ઘરે હતા. એમને લાગ્યું કે ઘર છોડીને જવાની આ એક સારી તક છે. સૂરતથી પાલિતાણા ટ્રેનમાં કેવી રીતે જવાય એનો તો અનુભવ એમને હતો. હવે સવાલ રહ્યો વ્યારાથી સૂરત જવાનો. એમાં વાર ન લાગવી જોઈએ. એટલે મન મક્કમ કરીને ગામમાં કોઈને ખબર પડે તે પહેલાં વહેલી સવારે તેઓ નીકળી ગયા અને આખો દિવસ પગે ચાલીને, સાંજ સુધીમાં ૪૫ કિલોમીટરનું અંતર કાપીને તેઓ સૂરત પહોંચી ગયા. ત્યાંથી ટ્રેન પકડી બીજા બે દિવસમાં પાલિતાણા પણ પહોંચી ગયા. સદ્ભાગ્યે પૂ. વીરવિજયજી અને પૂ. દાનવિજયજી ત્યારે પાલિતાણામાં જ બિરાજમાન હતા. પ્રેમચંદની દીક્ષા માટેની ઉકિટ લગની અને યોગ્યતા પારખીને બંને મુનિવરોએ સત્તર વર્ષના આ યુવાનને દીક્ષા આપવાનો નિર્ણય કર્યો. એ પ્રમાણે વિ.સ. ૧૯૫૭ના કારતક વદ ૬ના રોજ સિદ્ધગિરિની શીતલ છાયામાં પ્રેમચંદને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ “પ્રેમવિજય' રાખવામાં આવ્યું. એમને પૂ. દાનસૂરિજીના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા. દીક્ષા પછી પૂ. પ્રેમવિજયજીએ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી પોતાના ગુરુ મહારાજના કુલ પાંચ શિષ્યો ન થાય ત્યાં સુધી કેરીનો ત્યાગ કરવો. પરંતુ થોડા વરસમાં જ પાંચ શિષ્યો થઈ ગયા. દીક્ષા પછી વિહાર કરીને તેઓ પાટણ પધાર્યા. ત્યાં પ. પૂ. શ્રી આત્મારામજી મહારાજના પટ્ટધર તરીકે શ્રી કમલવિજયજીને Page #30 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૨૧ સ્થાપવામાં આવ્યા અને એમને આચાર્યની પદવી આપવામાં આવી. પાટણથી વિહાર કરી પૂ. શ્રી દાનવિજયજી મહારાજ પોતાના શિષ્ય પૂ. શ્રી પ્રેમવિજયજીને લઈને વડોદરા પધાર્યા. પૂ. શ્રી દાનવિજયજી મહારાજે આગમોનો સંગીન અભ્યાસ કરી લીધો હતો. એમને “સકલાગમ રહસ્યવેદી' કહેવામાં આવતા. એમણે પોતાના શિષ્ય પૂ. મહારાજશ્રીને અહીં સંસ્કૃત ભાષા અને વ્યાકરણ, કાવ્યાદિના ગ્રંથો, ન્યાય અને તર્કના ગ્રંથો, આગમો, પ્રકરણગ્રંથો વગેરેનો સઘન અભ્યાસ કરાવ્યો. દરમિયાન એમણે પોતે પણ ભગવતી સૂત્રના યોગોદ્વહન કર્યા અને એમને ખંભાતના સંઘ ગણિપદ અને પંન્યાસપદ આપ્યું. ત્યારપછી તેઓએ પાલનપુર, ભરુચ, ખંભાત, છાણી વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા. દરમિયાન પૂ. મહારાજશ્રીનો અભ્યાસ પણ ચાલતો જ રહ્યો હતો. અભ્યાસ માટે એમની લગની એટલી તીવ્ર હતી કે છાણીથી વિહાર કરીને તેઓ રોજ સવારે વડોદરા જતા, ત્યાં પંડિતજી પાસે અભ્યાસ કરતા અને ભર તડકામાં પાછા ફરતા. કોઈવાર પંડિતજી ઘરે ન હોય કે એમને અનુકૂળતા ન હોય તો ધક્કો થતો, પરંતુ એથી પૂ. મહારાજશ્રી ક્યારેય અપ્રસન્ન થતા નહિ. પૂજ્ય મહારાજશ્રીએ પોતાના શરીરને હવે એવું કેળવ્યું હતું કે ઉનાળામાં તપેલી જમીન પર તેઓ ઉલ્લાસથી ચાલતા. પગ બળતા હોય તો પણ તેઓ ઉતાવળ કરતા નહિ કે છાંયડો શોધતા નહિ. છાણી અને લીંબડીમાં ચાતુર્માસ કર્યા પછી આચાર્ય ભગવંત પ. પૂ. કમલસૂરિજીએ પ. પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી સાથે પંજાબ બાજુ વિહાર કર્યો અને ત્યાં ઉપરાઉપરી બે ચાતુર્માસ અંબાલામાં . પૂ. મહારાજશ્રીએ પંજાબની ધરતી પર આ પહેલી વાર પદાર્પણ કર્યું હતું અને તે છેલ્લી વારનું હતું. પૂ. મહારાજશ્રી પોતાના ગુરુભગવંત સાથે અંબાલાથી વિહાર કરી ચાતુર્માસ બીકાનેરમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ફરીને વડોદરા પધાર્યા. ત્યાં જ્ઞાનભંડારનું અને વિદ્યાભ્યાસનું કાર્ય કરવાનું હતું. પૂ. મહારાજશ્રીએ વડોદરામાં પોતાનો વિદ્યાભ્યાસ એટલો ગહન કર્યો કે હવે સંસ્કૃત ભાષામાં પણ તેઓ વાર્તાલાપ કરતા હતા. તે વખતે વડોદરાના ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ લાયબ્રેરીના નિયામક શ્રી અનંતકૃષ્ણ અને પૂ. મહારાજશ્રી મળે ત્યારે પરસ્પર સંસ્કૃતમાં વાર્તાલાપ કરતા. પૂ. મહારાજશ્રી ત્યાંની જૈન હસ્તપ્રતો જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા. એમને લાગ્યું કે આ બધા સાહિત્યને સંપાદિત-પ્રકાશિત કરવાનું કામ એક માણસનું નથી. એ માટે દસપંદર મુનિઓને તૈયા૨ ક૨વા જોઇએ. ૨૨ પૂ. મહારાજશ્રી એક વખત લાયબ્રેરીમાં હતા ત્યારે ગાયકવાડ નરેશ શ્રી સયાજીરાવ ત્યાં પધાર્યા. પૂજ્ય મહારાજશ્રી સાથેની વાતચીતથી તેઓ અત્યંત પ્રભાવિત થયા અને ત્યાર પછી તો લક્ષ્મીવિલાસ નામના રાજમહેલમાં પૂ. શ્રી દાનવિજયજી અને પૂ. મહારાજશ્રીનાં પ્રવચનો થયાં. વડોદરા પછી ત્યાં પાસે જ આવેલા દાપરા નામના ગામમાં પૂ. શ્રી દાનવિજયજી મહારાજે પોતાના શિષ્યો સાથે ચાતુર્માસ કર્યું. આપણને આશ્ચર્ય થાય કે આવા નાના ગામડાની પસંદગી તેઓએ ચાતુર્માસ માટે કેમ કરી હશે ! પરંતુ તે સપ્રયોજન હતી. એક તો પૂ. મહારાજશ્રીનો ત્યાં એકાન્તમાં અભ્યાસ સારો થાય અને પાદરાથી આવતા ત્રિભુવન નામના એક દીક્ષાર્થી (ભવિષ્યના પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ) સાથે ગાઢ પરિચય થાય. પાદરાથી ધાર્મિક માસ્તર ઉજમશીભાઈ રજાના દિવસે પોતાના વિદ્યાર્થીઓને લઇને દરાપરા આવતા અને ત્યાં પૂજા ભણાવતા. એમાં ત્રિભુવન નામનો એક તેજસ્વી વિદ્યાર્થી આવતો હતો. સાત વર્ષની ઉંમર સુધીમાં એણે પોતાનાં માતા-પિતા ગુમાવ્યાં હતાં. પિતાનું તો Page #32 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીશાદાતા ૨૩ મુખ પણ જોયું નહોતું. દાદીમા પાસે તે ઊછરતો હતો. પૂ. દાનવિજયજી મહારાજને એનામાં એક મહાન આચાર્યનાં બીજ પડેલાં જણાયાં. કિશોર ત્રિભુવનને ત્યાગ-વૈરાગ્યનો રંગ લાગ્યો હતો, દીક્ષા લેવી હતી, પણ કુટુંબીજનોની સંમતિ મળે એમ નહોતી. એ ઉંમરે વડોદરા રાજ્યમાં દીક્ષા લઈ શકાય એમ નહોતી, કારણ કે ગાયકવાડી રાજ્યમાં બાલ-દીક્ષાનો પ્રતિબંધ હતો. પરંતુ પૂ. શ્રી દાનવિજયજી મહારાજ અને પૂ. શ્રી પ્રેમવિજયજી મહારાજની સંયમમાર્ગ માટે એવી પ્રબળ પ્રેરણા હતી કે આ બધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા માટે વિચાર કરીને તે પ્રમાણે ગાયકવાડી રાજ્યની હદ પૂરી થાય અને બ્રિટિશ રાજ્ય ચાલુ થાય એવા જૈનોનાં ઘર વગરના એકાન્ત ગાંધાર તીર્થમાં પોતાના ચેલા પૂ. શ્રી મંગળવિજયજીને મોકલીને એમના હાથે કોઈપણ જાહેર સમારંભ વગર ગુપ્તપણે દીક્ષા આપવામાં આવી હતી. એમનું નામ મુનિ રામવિજયજી રાખવામાં આવ્યું અને એમને પૂ. શ્રી પ્રેમવિજયજીના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. દીક્ષા પછી તરત ત્યાંથી તેઓ ભરૂચ પધાર્યા અને ત્યાર પછી ચાતુર્માસ માટે પૂજ્ય ગુરુદેવો સાથે શિનોર ગામમાં જોડાઈ ગયા હતા. પૂ. શ્રી દાનવિજયજી મહારાજ પોતાના શિષ્યો સાથે શિનોરથી વિહાર કરીને ભાવનગર પધાર્યા. ત્યાંથી ગુજરાત તરફ વિહાર કરતા તેઓ ડભોઈ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ માટે રોકાયા. તે દરમિયાન પૂ. મહારાજશ્રીએ ભગવતી સૂત્રના યોગો દ્વહન કર્યા અને વિ. સં. ૧૯૭૬ના કારતક વદ ૬ના રોજ એમને ગણિાનું પદ આપવામાં આવ્યું. ડભોઈથી પૂ. મહારાજશ્રી પોતાના તેજસ્વી શિષ્ય વ્યાખ્યાનકાર પૂ. શ્રી રામવિજયજી સાથે અમદાવાદ પધાર્યા. અહીં એક મોટું આંદોલન તેઓએ જણાવ્યું. એ ભદ્રકાળી માતાને ચડાવાતા બકરાના Page #33 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ બિલને અટકાવવાનું હતું. એમાં તેઓને સફળતા મળી અને ‘પ્રેમ’ અને ‘રામ’નાં નામ ઘરે ઘરે ગુંજવા લાગ્યાં હતા. અમદાવાદથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વિહાર કરીને તેઓ કેટલાંક વર્ષે પાછા અમદાવાદ પધાર્યા. અહીં પૂ. મહારાજશ્રીને એમના દીક્ષાના અને ગણિપદના દિવસે જ એટલે કે કારતક વદ ૬ના દિવસે વિ. સં. ૧૯૮૧માં પંન્યાસ પદવી આપવામાં આવી. ૨૪ અમદાવાદમાં પૂ. મહારાજશ્રીએ પોતાના શિષ્ય પ્રખર વ્યાખ્યાનકાર પૂ. શ્રી રામજવિયજી સાથે ત્રણ ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસનાં પ્રવચનોથી કેટલાયે યુવાનોને જેમ દીક્ષાનો રંગ લાગ્યો હતો તેમ એમનાં સ્વજનોમાં દીક્ષાનો વિરોધ જાગ્યો હતો. એમ છતાં પૂ. મહારાજશ્રીનું પુણ્યબળ એટલું મોટું હતું કે ઉગ્ર વિરોધવંટોળમાં પણ તેમને પૂરી સફળતા મળી હતી અને એમનો શિષ્ય સમુદાય મોટો થતો જતો હતો. અમદાવાદથી વિહાર કરી પૂ. મહારાજશ્રીએ ખંભાત અને સૂરતમાં ચાતુર્માસ કર્યા. ત્યાં પણ સંખ્યાબંધ યુવાનોએ દીક્ષા લીધી અને એમના સ્વજનોનો ભારે વિરોધ રહ્યો. ત્યાર પછી વિહાર કરતા કરતા પૂ. મહારાજશ્રી પોતાના ગુરુ ભગવંત અને શિષ્ય સમુદાય સાથે મુંબઈ પધાર્યા. એમના હાથે દીક્ષિત થના૨ની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી. પરંતુ પૂ. મહારાજશ્રીની ભાવના એવી રહેતી કે બધાંને પોતાના શિષ્યો બનાવવાને બદલે પોતાના શિષ્યોના શિષ્યો બનાવવા. મુંબઇમાં વિ. સં. ૧૯૮૭માં મહારાજશ્રીને ઉપાધ્યાયની પદવી અને પૂ. શ્રી રામવિજયજીને પંન્યાસની પદવી આપવામાં આવી. પૂ. મહારાજશ્રીના શિષ્યસમુદાયમાં કેટલાક તો શ્રીમંતાઇનો ત્યાગ કરીને આવ્યા હતા. મુંબઈ પછી અમદાવાદમાં સ્થિરતા થઈ તે દરમિયાન બે વિશિષ્ટ કોટિના યુવાન સગા ભાઈઓ ચાર્ટડ Page #34 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૨૫ એકાઉન્ટન્ટ કાંતિલાલ અને પોપટલાલ પૂ. મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા પછી દીક્ષા લેવાના ભાવવાળા થયા. પૂ. મહારાજશ્રીએ તેઓને દીક્ષા આપી અને તેઓનાં અનુક્રમે નામ રાખવામાં આવ્યાં મુનિ શ્રી ભાનુવિજયજી અને મુનિશ્રી પદ્મવિજયજી. દરમિયાન પોતાની વૃદ્ધાવસ્થા અને વધતી જતી શારીરિક નબળાઈને લક્ષમાં રાખીને પ. પૂ. શ્રી દાનસૂરિ મહારાજે પૂ. મહારાજશ્રીને આચાર્યની પદવી અને પૂ. શ્રી રામવિજયજીને ઉપાધ્યાયની પદવી આપવાનો નિર્ણય કર્યો. ઘણી આનાકાની પછી તેઓએ પોતાના ગુરુભગવંતની આજ્ઞા માથે ચડાવી અને વિ. સં. ૧૯૯૧માં તેઓને રાધનપુરમાં મહોત્સવપૂર્વક એ પદવી આપવામાં આવી. આચાર્યપદે આરૂઢ થતાં જ પૂ. મહારાજશ્રીમાં એક વિશિષ્ટ પ્રકારનું ગાંભીર્ય આવી ગયું. માથે મોટી જવાબદારી આવી. તેઓ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. પણ હવે તેઓ તેમાં વધુ ઊંડા ઊતરવા લાગ્યા. વળી હવે શિષ્યોનો સાથ પણ મળવા લાગ્યો કે જેથી પરિશ્રમભરેલું કામ વહેંચાઈ જાય. પૂ. મહારાજશ્રીએ જ્ઞાનભંડારોની હસ્તપ્રતોનું સંશોધન કરીને “કર્મપ્રકૃતિ', “પંચસંગ્રહ', “નિશીથ ચૂર્ણિ' વગેરે ગ્રંથો સંપાદિત કરીને પ્રગટ કર્યા. તદુપરાંત “સંક્રમણકરણ”, “કર્મસિદ્ધિ', “માર્ગણાધાર' વગેરે ગ્રંથો પણ તૈયાર કર્યા. હવે પૂ. મહારાજશ્રીના જીવનમાં અગાઉ હતી તેથી પણ વધુ ઉગ્ર તપશ્ચર્યા અને ત્યાગને સ્થાન મળવા લાગ્યું. તેઓ સ્વાધ્યાયની સાથે તપને જોડતા અને શિષ્યોને પણ તેમ કરવા પ્રેરણા કરતા. શિષ્યો માટે પંડિતની વ્યવસ્થા પણ કરાવતા. એમના શિષ્યો દિવસમાં દસપંદ૨ કલાક સ્વાધ્યાય કરતા. મહારાજશ્રીએ પહેલાં અમુક સમયમર્યાદા માટે અને પછી જીવન પર્યત મિઠાઈ, સૂકો મેવો, ફળ Page #35 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ વગેરેનો ત્યાગ કર્યો હતો. પછી એક જ વખતની ગોચરી અને તેમાં પણ રોટલી અને દાળ અથવા શાક એમ બે જ દ્રવ્યનો નિયમ લીધો હતો. વિ. સં. ૧૯૯૨માં પૂ. મહારાજશ્રીના ગુરુભગવંત પ. પૂ. શ્રી દાનસૂરીશ્વરજીએ પાટડીમાં દેહ છોડ્યો એ સમાચાર તેઓને માતરમાં મળ્યા ત્યારે ભારે આઘાત લાગ્યો. સતત સાથે વિચરનારનો અંતિમ સમયે જ વિયોગ થયો. હવે સમુદાયની જવાબદારી પોતાને શિરે આવી. ત્યારપછી પૂ. મહારાજશ્રી વિહાર કરતા મુંબઈ પધાર્યા. વિ. સં. ૧૯૯૨માં પૂ. શ્રી રામવિજયજીને આચાર્યની પદવી આપવામાં આવી અને એમનું નામ રાખવામાં આવ્યું વિજય રામચંદ્રસૂરિજી. મુંબઈના ઇતિહાસમાં આ એક મોટી ઘટના હતી. મુંબઈમાં તેઓ એ ત્રણ ચાતુર્માસ કર્યો. ત્યાર પછી પૂ. મહારાજશ્રીએ મહારાષ્ટ્ર બાજુ વિહાર કર્યો અને પૂના, નિપાણી, સાંગલીમાં ચાતુર્માસ કરી તથા આસપાસનાં નગરોમાં વિહાર કરી એ તરફ પણ દીક્ષા, પ્રતિષ્ઠા, ઉપધાન વગેરે શાસન પ્રભાવનાનાં મહત્ત્વનાં કાર્યો કર્યા. કેટલાક અજેન યુવાનોએ પણ જૈન ધર્મ અંગીકાર કર્યો અને કોઈકે તો એમની પાસે દીક્ષા પણ લીધી. જીવોને પ્રતિબોધ પમાડી સંયમમાર્ગે વાળવાની તેમનામાં વિશિષ્ટ લબ્ધિ હતી. મહારાષ્ટ્રમાંથી પાછા મુંબઈ પધાર્યા ત્યારે મુંબઇમાં એમણે વિ. સં. ૧૯૯૮માં જે ઉપધાન તપ કરાવ્યાં તેમાં ઘણાં શ્રાવક-શ્રાવિકા જોડાયાં હતાં. એની માળના પ્રસંગે જે ત્રણ માઈલ લાંબી શાનદાર શોભાયાત્રા નીકળી હતી (આ લખનારે નજરે જોઈ હતી) તે અભૂતપૂર્વ હતી. ત્યાર પછી આજ દિવસ સુધીમાં એવી શોભાયાત્રા નીકળી નથી. મુંબઈ પછી પૂ. મહારાજશ્રીએ ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, Page #36 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા | ૨૭ રાજકોટ, જૂનાગઢ-ગિરનાર, માંગરોળ, નાર (ચરોતર) વગેરે સ્થળે વિચરી પિંડવાડામાં ચાતુર્માસ કર્યું. પૂ. મહારાજશ્રીના સેંસારી પિતા શ્રી ભગવાનજીભાઈ પણ પિંડવાડામાં હતા અને પોતાના પુત્રનો આધ્યાત્મિક ઉત્કર્ષ જોઇને અને ધર્મપ્રભાવનાના એમનાં કાર્યો નિહાળીને પરમ હર્ષ અને સંતોષ અનુભવ્યો હતો. રાજસ્થાનમાં પણ દીક્ષા, પદવી, યાત્રા-સંઘ ઇત્યાદિની પ્રવૃત્તિઓ પણ જોશભેર ચાલી હતી. પિંડવાડામાં મહારાજશ્રીના સંસારી ભાણેજે પણ દીક્ષા લીધી હતી અને એમનું નામ પૂ. શ્રી વીરરત્નવિજયજી રાખવામાં આવ્યું હતું. પૂ. મહારાજશ્રીના મુખ્ય શિષ્યો પૂ. શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ અને પૂ. શ્રી ભાનુવિજયજી મહારાજ પણ હવે સ્વતંત્ર વિહાર કરવા લાગ્યા હતા અને તેઓ પણ કેટલાયે દીક્ષાર્થીઓને લાવીને પૂ. મહારાજશ્રી પાસે દીક્ષા અપાવતા હતા. પૂ. શ્રી ભાનુવિજયજી તો પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી શિબિરો યોજતા હતા અને દીક્ષાર્થીઓને દીક્ષા લેતાં પહેલાં અને દીક્ષા લીધા પછી સંગીન અભ્યાસ કરાવતા. આ રીતે શિષ્યો દ્વારા પ્રશિષ્યોની દીક્ષાની સંખ્યા વધતી ચાલી. મહારાષ્ટ્રમાં પૂ. મહારાજશ્રી બીજી વાર પધાર્યા ત્યારે જુદે જુદે સ્થળે મળીને એક જ દિવસે ચાલીસ જેટલી દીક્ષા થઈ હતી. જાણે કે દીક્ષાનો જુવાળ ન આવ્યો હોય ! પૂ. મહારાજશ્રીના પ્રભાવક વ્યક્તિત્વથી અને મધુર વત્સલ હિતકારી વાણીથી કેટલાક શ્રીમંતોનું પણ હૃદયપરિવર્તન થયું હતું. મુંબઇમાં શેઠ જીવતલાલ પ્રતાપસીના નાના ભાઈ કાન્તિલાલ અને એમનાં પત્ની સુભદ્રાબહેનના પુત્ર મેટ્રિક પાસ થયા પછી કોલેજમાં ન જતાં ધર્મના રંગે એવા રંગાઈ ગયા હતા કે એમણે પૂ. મહારાજશ્રીના હસ્તે મુંબઈમાં દીક્ષા લીધી અને એમનું નામ રાખવામાં આવ્યું મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી. Page #37 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પૂ. મહારાજશ્રી પિંડવાડા, પાટણ, અમદાવાદ વગેરે સ્થળે ચાતુર્માસ કરી, રાજસ્થાન અને ગુજરાતમાં વિવિધ સ્થળે વિચારીને અમદાવાદ પધાર્યા. જીવનનાં આ પાછલાં વર્ષોમાં એમને હૃદયરોગ ચાલુ થયો હતો અને કેટલીક વાર છાતીમાં ભારે દુઃખાવો થતો. એમ છતાં તેઓ આહાર વગેરેની બાબતમાં સાધ્વાચારને લક્ષમાં રાખી પૂરી સાવધાની રાખતા. આ વિહાર દરમિયાન તેઓ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ઉત્સવો યોજાતા. અમદાવાદમાં હવે ગ્રંથપ્રકાશનનો મહોત્સવ થયો. પૂ. મહારાજશ્રીની ભલામણથી પૂ. શ્રી ભાનુવિજયજીએ સંસ્કૃત ભાષાવ્યાકરણ, પ્રાકૃત ભાષા-વ્યાકરણ, ન્યાયશાસ્ત્રમાં જે શિષ્યોને તૈયાર કર્યા તેમાં પૂ. શ્રી જયઘોષવિજયજી, પૂ. શ્રી ધર્માનંદવિજયજી, પૂ. શ્રી ગુણરત્ન વિજયજી, પૂ. શ્રી વીરશેખરવિજયજી એવા સજ્જ થઈ ગયા હતા કે તેઓને પૂ. મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ કર્મ સિદ્ધાન્ત અંગે ગ્રંથો તૈયાર કરવાનું કાર્ય સોંપી શકાય. અમદાવાદમાં બે મહાકાય ગ્રંથો તૈયાર થયા. “ખવગસેઢી' (ક્ષપકશ્રેણી) અને ઠિઈબંધો' (સ્થિતિબં:). આ બંને ગ્રંથોને હાથી પર અંબાડી મૂકી ગૌરવયુક્ત મોટી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પૂ. મહારાજશ્રીનું વિ. સં. ૨૦૨૩નું અંતિમ ચાતુર્માસ ખંભાતમાં થયું. એમની તબિયત અસ્વસ્થ રહેતી હતી. એટલે ચોમાસું ઊતરતાં એમના શિષ્યો પૂ. શ્રી રામચંદ્રસૂરિ, પૂ. શ્રી ભાનુવિજયજી, પૂ. શ્રી યશોદેવસૂરિ, પૂ. શ્રી ચંદ્રશેખર વિજયજી વગેરે ખંભાત આવી પહોંચ્યા. પરંતુ ચૈત્ર મહિનો થતાં દરેકને પોતપોતાના ચાતુર્માસ માટે તથા અન્ય કાર્યો માટે પૂ. મહારાજશ્રીએ વિહાર કરાવ્યો. પરંતુ થોડા દિવસમાં જ પૂ. મહારાજશ્રીની વધુ બગડેલી તબિયતના સમાચાર મળતાં પૂ. શ્રી રામચંદ્રસૂરિજી તરત પાછા ખંભાત પધાર્યા. પૂ. મહારાજશ્રી સાથે ત્રણ દાયકા કરતાં અધિક સમયથી સાથે Page #38 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૨૯ રહેનાર, પૂ. શ્રી ભાનુવિજયજી, સંજોગવશાત્ પાછા ફરી શક્યા નહિ. પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજી તથા અન્ય કેટલાક મહાત્માઓ પણ આવી ન શક્યા. ખંભાતમાં ઉપચાર ચાલતા હતા, પરંતુ હૃદયરોગ વધુ ઉગ્ર બન્યો હતો. પૂ. મહારાજશ્રી સમજી ગયા હતા કે આ હવે એમના અંતિમ દિવસો છે. એમને એક હૉલમાંથી બીજા ઓરડામાં લઈ જવામાં આવ્યા ત્યારે એમણે કહ્યું, “ભાઈ, મારે હલ નહિ હવે તો ઘર બદલવાનું છે.” વેશાખ વદ ૧૧ ને રાત્રે ૧૦-૩૦ કલાકે એમણે સમાધિપૂર્વક, નવકારમંત્રની ધૂન સાંભળતાં દેહ છોડ્યો. એમના સ્વર્ગવાસના સમાચાર તરત ચારે બાજુ પ્રસરી ગયા અને એમના અનેક ભક્તો ખંભાત આવી પહોંચ્યા. બીજે દિવસે સવારે એમના પ્રથમ અને પટ્ટધર શિષ્ય પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીએ બધી વિધિ કરી અને બપોરે વિજય મુહૂર્તે એમની પાલખી નીકળી. એ પ્રસંગે હજારો માણસો એમાં જોડાયા હતા. (પૂ. મહારાજશ્રીના શિષ્યો અને અગ્રગણ્ય શ્રાવક ભક્તો એટલા બા હતા કે તે દરેકનાં વ્યક્તિગત નામ લખવાનું શક્ય નથી.). પૂજ્ય મહારાજશ્રીના કાળધર્મથી જૈન શાસને આ યુગના એક મહાન, તેજસ્વી પ્રભાવક આચાર્ય ભગવંત ગુમાવ્યા છે. પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીએ એમને અંજલિ આપતાં લખ્યું છે કે “નમ્રતા વિના વિનયગુણ, જાતને ભૂલ્યા વિના વૈયાવચ્ચ ગુણ, તકલીફ ભોગવવાના નિર્ણય વિના સંયમપાલન ગુણ, સ્વાદને માર્યા વિના તપ ગુણ અને અંતર્મુખ બન્યા વિના સ્વાધ્યાય ગુણ આવે નહિ. આ મહાપુરુષ સંયમ સ્વીકાર્યા બાદ સંયમના પાયાના ગુણો એવા વિનય, વૈયાવચ્ચ, તપ, સંયમ અને સ્વાધ્યાયને જીવનના પ્રાણસમા બનાવી દીધાં હતાં. આ મહાપુરુષ જીવનમાં જે રીતે આગળ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ વધ્યા તે અમે નજરે જોયું છે. તે રીતે આગળ વધવામાં આ પાંચ ગુણોનો મહાપ્રતાપ છે.” પ. પૂ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજીએ લખ્યું છે, “સિદ્ધાન્ત મહોદધિ સંધકોશલ્યાધાર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા પણ વર્તમાન યુગની એક અનન્ય બ્રહ્મમૂર્તિ હતા. વિકાસમાન યુવાનીમાં જ સંસારત્યાગ કરવા છતાં વિરાટ સંયમકાળમાં ક્યારેય તેઓશ્રીના આત્માને અબ્રહ્મનું કલંક સ્પર્શી શક્યું નહોતું.' પ. પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજીએ લખ્યું છે, “વાત્સલ્યમૂર્તિ ભગવાન શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા ! ત્રણસો ને પચાસ મુનિઓ-બાળકોની મા !..કઠોરતમ સંયમપંથને પણ સુંવાળો બનાવી આપવાની અનુપમ સિદ્ધિ આ “મા”એ પ્રાપ્ત કરી હતી. સંયમધર આત્માઓના સર્વ પ્રદેશે એમણે વાત્સલ્યભાવનાં અમીછાંટણાં કરી દીધાં હતાં. વાત્સલ્ય લઈને એમણે સાધુઓને રોજ ૧૪ થી ૧૮ કલાકનો સ્વાધ્યાય કરતા કરી દીધા હતા.' પૂજ્ય મહારાજશ્રીના ૮૪ વર્ષના આયુષ્યમાં વર્ષનો દીલાપર્યાય હતો. દીક્ષાપર્યાય દરમિયાન તેમણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળે વિહાર કર્યો હતો અને ઘણે સ્થળે ચાતુર્માસ કર્યા હતાં. આ ચાતુર્માસમાં તેમણે સૌથી વધુ ચાતુર્માસ અમદાવાદ અને મુંબઈ કર્યા હતાં. તદુપરાંત પાટણ, ખંભાત, વડોદરા, પિંડવાડા વગેરે નગરોમાં એમણે એક થી વધુ ચાતુર્માસ કર્યા હતા. બીજી બાજુ એમણે દરાપરા, વટાદરા, શિનોર જેવાં નાનાં ગામડાંઓમાં પણ ચાતુર્માસ કર્યા હતાં. એમના જીવનકાળ દરમિયાન દીક્ષા, અંજનશલાકા-પ્રતિષ્ઠા, યાત્રાસંઘ, ઉપધાનતપ વગેરેના અનેક મહોત્સવો થયા હતા. વસ્તુતઃ તેઓ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં ઉલ્લાસ અને ઉત્સવનું વાતાવરણ સર્જાઈ Page #40 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા જતું. પૂ. મહારાજશ્રીના જીવનના પ્રેરક, પ્રબોધક, પ્રકાશક અનેક પ્રસંગો નોંધાયા છે. એમાંથી કેટલાંક અહીં આપણે જોઇશું. પૂ. મહારાજશ્રીના જીવનમાં કોઈ બાહ્ય ઠાઠમાઠ નહિ, મોટાઈ નહિ, સીધું સાદું સરળ જીવન, કોઈ ચીજવસ્તુનો પરિગ્રહ નહિ, નામનાની કોઈ ખેવના નહિ, હંમેશાં તેઓ પ્રસન્ન રહેતા. આત્મશ્લાધા નહિ અને અહંકારનાં વચનો નહિ, તદ્દન નિઃસ્પૃહ અને સંતોષી વૃત્તિવાળા તેઓ હતા. આથી એમના સંપર્કમાં આવનાર એમના ચારિત્રની સુવાસથી આકર્ષાતા. પૂ. મહારાજશ્રી વસ્ત્ર વગેરેનો ઓછામાં ઓછો પરિગ્રહ રાખતા. તેઓ વિહારમાં હોય ત્યારે પહેરેલાં કપડાં સિવાય કશું રાખે નહિ. તેમના વિટીયામાં એક ચોલપટ્ટો પણ રાખ્યો ન હોય. એક વખત એમના ગુરુદેવ પૂ. દાનસૂરિજીએ કહ્યું, “પ્રેમવિજય, વિહારમાં તારે એક ચોલપટ્ટો સાથે રાખવો જોઇએ. પહેરેલો ચોલપટ્ટો ઓચિંતો કોઈ વાર ફાટી જાય તો શું કરે ?' પૂ. મહારાજશ્રીએ કહ્યું, “ગુરુદેવ ! આપની કૃપાથી એવું નહિ જાય. અને થશે તો બધું ગોઠવાઈ જશે.” એક વાર ખરેખર એવું બન્યું કે વિહારમાં તેઓ હતા ત્યારે એક ગામમાં મુકામ કર્યો હતો. મહારાજશ્રી ગોચરી વહોરીને આવ્યા અને જર્જરિત થયેલો ચોલપટ્ટો ફાટી ગયો. બીજો ચોલપટ્ટો હતો નહિ. પૂ. દાનસૂરિએ કહ્યું, “પ્રેમવિજય ! મેં કહ્યું હતું કે એક વધારાનો ચોલપટ્ટો રાખ. જો ફાટી ગયો ને ? હવે તું શું કરીશ ?” પૂ. મહારાજશ્રી ઉત્તર આપે તેટલામાં તો ઉપાશ્રયમાં એક શ્રાવક દાખલ થયા. એમના હાથમાં કાપડનો તાકો હતો. એમણે કહ્યું, “ગુરુ મહારાજ આપને વહોરાવવા માટે આ લઈ આવ્યો છું.” પૂ. શ્રી દાનવિજયજીએ પૂ. મહારાજશ્રી સામે જોઈને કહ્યું, “પ્રેમવિજય ! તારી શ્રદ્ધા ગજબની છે !' Page #41 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પૂ. મહારાજશ્રીએ વિનયથી કહ્યું, “આપની કૃપાનું એ પરિણામ છે.” - પૂ. મહારાજશ્રીએ મિઠાઈ, મેવા, ફળ વગેરેનો દીક્ષા પછી થોડાં વર્ષોમાં ત્યાગ કર્યો હતો. કેરીની તો એમણે આજીવન બાધા લીધી હતી. તેઓ ઘણુંખરું એકાસણાં જ કરતા. ગોચરી વાપરતી વખતે એ માટે દસ-બાર મિનિટથી વધુ સમય આપતા નહિ. જરાક જેટલું વાપરીને તરત ઊભા થઈ જતા. કેટલાંયે ચાતુર્માસમાં આહારમાં તેઓ ફક્ત બે જ વાનગી વાપરતા. દાળ અને રોટલી અથવા શાક અને રોટલી. તેઓ કહેતાઃ “દાળ અને રોટી, બીજી વાત ખોટી.” મહારાજશ્રી અંડિલ (ઠલ્લે) માટે વાડામાં જવાનું પસંદ કરતા નહિ, પણ ગામને પાદરે, ખુલ્લામાં યોગ્ય ભૂમિમાં જવાનું રાખતા. એ માટે બે-ત્રણ કિલોમિટર ચાલવું પડે તો કચવાટ વગર ચાલતા. તેઓ ઘણુંખરું બપોરે સ્પંડિલ જવાનું રાખતા. જ્યારે રસ્તો બહુ તપી ગયો હોય ત્યારે પણ શાંતિથી કશી પણ ફરિયાદ કર્યા વિના ચાલતા જતા. શારીરિક સહિષ્ણુતા એમનામાં ગજબની હતી. અમદાવાદમાં હોય તો ઉનાળામાં ભર બપોરે ઉઘાડા પગે સાબરમતીના કિનારે સ્પંડિલ જતા, તેમ છતાં એમના ચહેરા પર પ્રસન્નતા રહેતી. જેવી શારીરિક સહિષ્ણુતા એમનામાં હતી તેવી જ માનસિક સહિષ્ણુતા હતી. કદાચ કોઈ સાધુ કે શ્રાવક ગમે તેમ બોલી જાય તો પણ તેઓ સમતાભાવ રાખતા. ગમે તેવા વ્યવહારમાં તેઓ સામી પ્રતિક્રિયા કરતા નહિ. એક વખત પાલિતાણામાં શ્રાવિકાશ્રમના દેરાસરમાં મહારાજશ્રીના હસ્તે પ્રતિષ્ઠા હતી ત્યારે અમદાવાદથી ૬૦ ઠાણા સાથે તેમનો વિહાર નક્કી થયો. એ દિવસોમાં વિહાર ઘણો કઠિન હતો. આટલા બધા ઠાણા હોય અને રસ્તામાં ગોચરી વગેરેની તથા Page #42 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૩૩ અન્ય જરૂરિયાતની વ્યવસ્થા બરાબર ન હોય. એટલે અમદાવાદના સંઘના શ્રેષ્ઠીઓએ મહારાજશ્રી સાથે એક ગાડું મોકલવાનું નક્કી કર્યું કે જેથી જરૂર પ્રમાણે ઉપયોગ થઈ શકે. મહારાજશ્રીને આ વાતની ખબર પડી. એમણે તરત શ્રેષ્ઠીઓને બોલાવીને કહ્યું, “અમારે વિહારમાં સાથે ગાડું ન જોઈએ. અમને અગવડ ઘણી પડશે, પણ તે અમે વેઠી લઈશું,' એટલે વિહારમાં સાથે ગાડું લઈ જવાનું માંડી વાળવું પડ્યું હતું. પૂ. મહારાજશ્રી પોતે ઘડિયાળ ન રાખે અને પોતાના સાધુઓને પણ રાખવા દેતા નહિ. તેઓ કહેતા કે સાધુઓને મહાવરાથી કાળની ખબર પડવી જોઈએ. એક વખત પૂનામાં તેઓ બિરાજમાન હતા ત્યારે એમણે કેટલાક સાધુઓને અન્યત્ર વિહાર કરવાની આજ્ઞા આપી હતી. એ સાધુઓ સવારના પાંચેક વાગ્યા હશે એમ ધારીને કેડ બાંધીને તૈયાર થઈ ગયા. મહારાજશ્રીએ ત્યારે તેઓને કહ્યું: “હજુ વાર છે. અત્યારે રાતના માંડ બે વાગ્યા હશે.” પૂ. મહારાજશ્રી સાધુઓને સવારે ચાર-પાંચ વાગે અંધારામાં વિહાર કરવા દેતા નહિ. ગમે તેટલો લાંબો વિહાર હોય, વૃદ્ધ સાધુઓને વાર લાગે, તો પણ વિહાર માટે રજા આપે નહિ. અન્ય સંપ્રદાયના કેટલાક સાધુઓ સાથે ફાનસ લઈને અને માણસો રાખીને વિહાર કરે. પરંતુ મહારાજશ્રી એ રીતે અંધારામાં ફાનસ સાથે વિહાર કરવા દેતા નહિ. વળી સાધુઓ કેટલીકવાર પોતાની વસ્તુઓ ઊંચકવા માટે વિહારમાં સાથે માણસ રાખે. આચાર્ય મહારાજશ્રીની કડક સૂચના રહેતી કે પોતાના શરીર પર ઊંચકાય એટલી જ ઉપાધિ (ઉપકરણો વગેરે) રાખવી. પોતાની ઉપાધિ ગૃહસ્થો પાસે કે ભાડૂતી માણસો પાસે ઊંચકાવવી નહિ. આથી એમ બોલાતું કે, “પ્રેમસૂરિ મહારાજ ન રાખવા દે માણસ કે ન રાખવા દે ફાનસ.” પૂ. મહારાજશ્રી બ્રહ્મચર્યવ્રતના અખંડ ઉપાસક હતા. મન, વચન, Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪. સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ કાયાથી વિશુદ્ધ પરિપાલન એમણે જીવનપર્યત કર્યું હતું. એટલા માટે તેઓ વિજાતીય સંપર્કથી દૂર રહેતા. તેઓ શિષ્યોને પણ એ રીતે સતત સલાહ આપતા રહેતા અને તેમની દેખરેખ રાખતા. એક વખત પાટણમાં પંચાસરા દેરાસર પાસે એક શિષ્ય એક મોટી ઉંમરનાં બહેન સાથે વાતો કરવા ઊભા રહ્યા. પૂ.મહારાજશ્રીએ એમને એ વિશે પૂછ્યું તો શિષ્ય કહ્યું કે “એ તો મારા સંસારી માતુશ્રી હતાં એટલે વાત કરવા ઊભો રહ્યો હતો.' પૂ. મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, તારી વાત સાચી, પણ તું સંસારી માતુશ્રી સાથે વાત કરતો હતો એ ફક્ત તું જાણે અને માતુશ્રી જાણે. પરંતુ જતા આવતા લોકો તો એમ જ જાણે ને કે પ્રેમસૂરિના ચેલા રસ્તામાં સ્ત્રીઓ સાથે વાતો કરે છે. એટલે આપણે સાધુઓથી આવી રીતે રસ્તામાં વાત કરવા ઊભા રહેવાય નહિ.” કોઈ શિષ્યને એનાં સંસારી સગાસંબંધીઓ મળવા આવ્યાં હોય અને એમની સાથે વાતચીત કરવી હોય તો પૂ.મહારાજશ્રીની રજા લેવી પડતી. એમાં પણ તેઓ એકાંતમાં કોઈને મળવા દેતા નહિ. સ્થો સાથે અને તેમાં પણ વિજાતીય વ્યક્તિ સાથે પોતાના ચેલાઓને પરિચય વધારવા દેતા નહિ. એક વખત પાલિતાણામાં પૂ. શ્રી ભાનુવિજયજી મહારાજ પોતાનાં સંસારી બહેન સાથે વાત કરવા રસ્તામાં ઊભા રહ્યા, તો પૂ. મહારાજશ્રીએ એમના જેવા મુખ્ય મોટા શિષ્યને પણ ઠપકો આપ્યો હતો. પોતાના શિષ્યોની સંયમની આરાધના બરાબર દઢ રહે એ માટે ઉપાશ્રયમાં તેમના સૂવાની-સંથારો કરવાની પદ્ધતિ પણ પોતે અનોખી અપનાવેલી. બે યુવાન સાધુના સંથારા વચ્ચે એક વૃદ્ધ સાધુનો સંથારો રખાવતા. વળી પોતે રાતના બાર વાગે અને બે ત્રણ વાગે જાગીને બધાના સંથારા જોઈ આવતા. Page #44 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૩૫ પહેલાં સંયમ, પછી વિદ્વતા” એ એમનો મુદ્રાલેખ હતો. કોઈ મુનિમાં વિદ્વતા ઓછી હશે, ગાથાઓ ઓછી કંઠસ્થ રહેતી હશે તો ચાલશે, પણ ચારિત્રમાં શિથિલતા નહિ ચાલે. તેઓ વારંવાર પોતાના મુનિઓને સંબોધીને ઉગાર કાઢતા, “મુનિઓ ! મોહરાજાના સુભટો વિવિધ રૂપ કરીને આપણને મહાત કરવા તૈયાર જ હોય છે. માટે પળેપળ સાવધાન રહેજો. બ્રહ્મચર્ય વ્રત સર્વ વ્રતોમાં શિરમોર છે. એના પાલનમાં જે હિંમત હારી જાય તેના બીજા વ્રતોની કશી કિંમત રહેતી નથી.' પૂ. મહારાજશ્રી યુવાન વયના હતા ત્યારે સરસ વ્યાખ્યાન આપતા. એક દિવસ એક યુવાન શ્રાવિકાએ કહ્યું કે “મહારાજશ્રી! આપનું વ્યાખ્યાન બહુ સરસ હતું. એ અંગે મારે કેટલુંક પૂછવું છે તો આપની પાસે ક્યારે આવું?' એ શ્રાવિકાની આવી વાત સાંભળતાં જ પૂ. મહારાજશ્રી સાવધ થઈ ગયા. એમને થયું કે આ રીતે વ્યાખ્યાનના નિમિત્તે સ્ત્રીઓનો સંસર્ગ વધી જાય, એટલે એમણે શક્ય હોય ત્યાં પોતે વ્યાખ્યાન આપવાનું માંડી વાળ્યું. પછી તો એમના પટ્ટધર શિષ્ય પ.પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી સાથે હોય અને તેઓ વ્યાખ્યાન આપતા. ઉત્તરાવસ્થામાં એમની સાથેના બીજા શિષ્યો એ જવાબદારી ઉપાડી લેતા. આવા અનુભવના આધારે પૂ. મહારાજશ્રીએ પછી તો સાધ્વીજીઓ અને શ્રાવિકાઓને પાઠ ન આપવો, ભણાવવાં નહિ એવો અભિગ્રહ જીવનપર્યત ધારણ કરેલો. આમ છતાં કોઈ સાધ્વીજીને ખરેખર કંઈ સંશય હોય, કર્મ સિદ્ધાન્ત વિશે કંઈ જાણવું હોય તો પોતાના સમર્થ શિષ્યોને પોતાની સાથે બેસાડતા અને એમની પાસે સાધ્વીજીઓને ઉત્તર અપાવતા. એક વખત પૂ. મહારાજશ્રી પર એક પત્ર આવ્યો હતો. સુખશાતા પૂછવા અંગેનો સામાન્ય પત્ર હતો, પણ છેલ્લે લખ્યું હતું કે જયલક્ષ્મીની વંદના'. પત્ર વાંચતા પૂ. મહારાજશ્રી વિચારમાં પડી Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ગયા. આ જયલક્ષ્મી કોણ ? અને મને શા માટે પત્ર લખે ? મારે કોઈ મહિલાઓ-શ્રાવિકા કે સાધ્વી સાથે પત્રવ્યવહાર હોતો નથી, તો પછી આ પત્ર શા માટે આવ્યો?' તપાસ કરતાં જાણવા મળ્યું કે ‘જયલક્ષ્મી' એટલે મહારાજશ્રીના પોતાના જ બે ચેલા જયવિજયજી અને લક્ષ્મીવિજયજી. તેઓએ સંયુક્ત નામે પત્ર લખ્યો હતો માટે ‘જયલક્ષ્મી’ લખ્યું હતું. પરંતુ મહારાજશ્રીને એ ગમ્યું નહિ. એમણે એ શિષ્યોને ઠપકો આપ્યો અને આવી રીતે સંયુક્ત નામે કોઈને પણ પત્ર ન લખવા માટે આજ્ઞા કરી હતી. મહારાજશ્રી ભક્તો વગેરે સાથે ટપાલ-વ્યવહાર બહુ ઓછો રાખતા. વિજાતીય વ્યક્તિ સાથે તો બિલકુલ નહિ. પોતાના શિષ્યો પણ એવો વ્યવહાર ન રાખે એ માટે તેઓ ચીવટ રાખતા. રોજેરોજ આવેલી બધી ટપાલ પોતે જોઈ જતા. શિષ્યો ઉપર આવેલી ટપાલ પણ પોતે ખોલીને વાંચતા. પોતે પૂનામાં હતા ત્યારે એક દિવસ એક પત્ર વાંચીને પૂ. મહારાજશ્રીએ પૂ. ભાનુવિજયજીની ખબર લઈ નાખી કે તમારે કોઈ શ્રાવિકાનો આવો પત્ર આવે જ કેમ ? પૂ.શ્રી ભાનુવિજયજી પણ વિમાસણમાં પડી ગયા. પત્ર વાંચીને કહ્યું કે પોતે એવી કોઈ શ્રાવિકાને ઓળખતા નથી. પછી એમણે પૂ. મહારાજશ્રી પાસે કવર જોવા માગ્યું. તે વાંચતા જ વાત સમજાઈ ગઈ. જૂલર ગામના સરનામે લખાયેલો પત્ર ભૂલમાં નામસામ્યને કારણે પૂના આવી ગયો. જૂલરમાં એ સમયે બીજા એક ભાનુવિજય મહારાજ બિરાજમાન હતા, એમના માટે એ પત્ર હતો. પૂ. મહારાજશ્રી પોતાને માટે ખાસ બનાવેલી ઉદ્દિષ્ટ પ્રકારની ગોચરી વહોરતા નહિ. એવી દોષિત-આધાકર્મી ગોચરીને બદલે તેમનો આગ્રહ શાસ્ત્રાજ્ઞાનુસાર નિર્દોષ ગોચરી વહોરવાનો રહેતો. પોતે વિહારમાં હોય અને આગળ પોતાને માટે રસોડાં ચાલતાં Page #46 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૩૭ હોય એવું ક્યારેય બનવા દેતા નહિ. તેઓ જૈનોના ઘરેથી સાધુને માટે ખાસ બનાવેલી વાનગી વહોરતા નહિ, પરંતુ જરૂર પડે તો અજૈન ઘરોમાંથી નિર્દોષ ગોચરી વહોરતા. તેઓ પોતાના શિષ્યોને પણ એ પ્રમાણએ સૂચના આપતા. એક વખત મહારાજશ્રી રાધનપુર તરફ વિહાર કરી રહ્યા હતા. રસ્તામાં એક ગૃહસ્થ શ્રાવકો માટે રસોડું ચાલુ કર્યું હતું. પરંતુ મહારાજશ્રીએ ત્યાંથી વહોર્યું નહિ. એમની સૂચનાનુસાર એમને માટે લુખ્ખા ખાખરા અને ગોળ એક મુનિ મહારાજ વહોરી લાવ્યા. એ વખતે એક વૃદ્ધ મુનિએ કહ્યું, “મને ભૂખ બહુ લાગી છે. અશક્તિ લાગે છે. લુખ્ખા ખાખરા મને નહિ ફાવે. એથી મને પિત્ત થાય છે, માટે મને રસોડે ગોચરી વહોરવાની રજા આપો.” મહારાજશ્રીએ તરત એમને રજા આપી. તેઓ તૈયાર થઈને નીકળતા હતા ત્યાં જોયું કે પોતાના ગુરુ મહારાજ તો ખાખરા વાપરીને એકાસણું કરવા બેસી ગયા છે. તેઓ ગોચરી વહેરવા બહાર ગયા ખરા, પણ અડધેથી પાછા આવ્યા અને કહ્યું, “મારે રસોડાની ગોચરી નથી વાપરવી. હું પણ આપની સાથે લુખ્ખા ખાખરા વાપરીશ.” લશ્કરમાં જેમ એક સ્થળેથી કૂચ કરીને દૂરના બીજા કોઈ સ્થળે પહોંચવાનું હોય ત્યારે ત્યાં પહોંચ્યા પછી ઉપરી અધિકારી સૈનિકોની સંખ્યા બરાબર છે કે કોઈ છૂટું પડી ગયું છે તેની ગણતરી કરી લે, તેમ પૂ. મહારાજશ્રી સામાન્ય રીતે ૩૦-૪૦-૫૦ કે ૮૦-૧૦૦ શિષ્યો સાથે વિહાર કરતા. વિહારમાં એમની પણ એ જ પદ્ધતિ હતી કે સંખ્યા ગણી લેવી. જૂના વખતમાં સીધી સડકો ઓછી હતી. ક્યારેક વગડામાંથી કે ખેતરોમાંથી પણ વિહાર થતો. ત્યારે કોઈક વખત એક સાધુ, કોઈક વખત બેપાંચ સાધુ ભૂલા પડતા. તો તેમની શોધ કરવા માટે તરત શ્રાવકોને મોકલતા. ક્યારેક અંધારું થઈ ગયું હોય તો ફાનસ સાથે માણસોને મોકલતા. ભૂલા પડ્યા પછી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ - - - - - અંધારી રાત થઈ ગઈ હોય અને ઝાડ નીચે મુકામ કર્યો હોય એવા સાધુઓની પણ ભાળ મેળવીને ઉપાશ્રયે લઈ આવતા. એકવાર સાધુઓની સંખ્યા એક ઓછી થતી હતી અને ખબર નહોતી પડતી કે કોણ બાકી રહી ગયું છે. ત્યારે એક શિષ્ય ધ્યાન ખેંચેલું કે, મહારાજશ્રી, નીકળતી વખતે સંખ્યામાં અમે આપની પણ ગણના કરી હતી અને અત્યારે આપ પોતાને ગણતા નથી. પોતાની ભૂલ સમજાતાં મહારાજશ્રીના ચહેરા પર નિર્દોષ હાસ્ય પ્રસરી રહ્યું હતું. વિહાર હોય ત્યારે મહારાજશ્રી પોતાના શિષ્યોની પૂરી કાળજી રાખતા. એક વખત પૂ. મહારાજશ્રી ભાવનગરમાં બિરાજમાન હતા ત્યારે બે સાધુઓ ભાવનગર આવી રહ્યા હતા. ઉનાળાના દિવસો હતા અને વિહાર લાંબા હતા. એમાં મુનિ ભક્તિવિજયને વિહારમાં તરસ બહુ લાગી હતી. એથી થાક લાગ્યો હતો અને ચાલવામાં મંદતા આવી ગઈ હતી. એવામાં દૂરથી બે સાધુઓ આવતા દેખાયા. નજીક આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ તો પોતાના જ ગુરુબંધુ છે. તેઓ આમ ક્યાં જતાં હશે એવો પ્રશ્ન થયો. ત્યાં તો તેઓ પાસે આવી પહોંચ્યા. કહ્યું, “ગુરુ મહારાજે અમને પાણી અને છાશ લઈને મોકલ્યા છે. ગુરુ મહારાજે કહ્યું કે “ભક્તિવિજયને વિહારમાં તરસ બહુ લાગે છે માટે તમે પાણી અને છાશ લઈને સામા જાવ.” પાણી મળતાં ભક્તિવિજયને અત્યંત હર્ષ થયો. થાક ઊતરી ગયો. પોતાના ગુરુ મહારાજ કેટલું બધું ધ્યાન રાખે છે એ જાણીને ભાવથી મસ્તક નમી ગયું. પૂ. મહારાજશ્રીને અમદાવાદમાં વિ.સં. ૨૦૧૮ના ચૈત્ર વદ પના રોજ ૧૨૦ મહાત્માઓની હાજરીમાં દસ મુદ્દાનો પટ્ટક જ્ઞાનમંદિરમાં પાટ પરથી વાંચી સંભળાવ્યો હતો. એ વખતે એમના મુખ્ય પટ્ટધર પૂ. આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરિ પણ ઉપસ્થિત હતા. આ પટ્ટક કડક સાધુ-સામાચારી માટે હતો. અને સૌએ તે સહર્ષ સ્વીકાર્યો હતો. Page #48 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૩૯ પૂ. મહારાજશ્રી પોતે હંમેશાં સ્વાધ્યાયરત રહેતા અને પોતાના શિષ્યોને બરાબર સ્વાધ્યાય કરાવતા. દરેક શિષ્યને ન્યાય અને કર્મસિદ્ધાંતનો બરાબર અભ્યાસ હોવો જ જોઈએ એમ તેઓ માનતા. શિષ્યોને અભ્યાસ દરમિયાન કોઈ શ્રાવકો ખલેલ ન પહોંચાડે તેની પૂરી કાળજી રાખતા. શિષ્યોને અભ્યાસ માટે વારંવાર પ્રેરણા કરતા. કોઈ વખતે કોઈ મુનિને પૂ. મહારાજશ્રી કહે, “તું સંસ્કૃત ભાષાવ્યાકરણની બે બુક પૂરી ન કરે ત્યાં સુધી મારે દૂધ બંધ છે.” આ સાંભળતાં જ મુનિરાજને ચાનક ચડે અને અભ્યાસ ઓછામાં ઓછા સમયમાં પૂરો કરે. કોઈકને વાત્સલ્યથી કહે કે, “આજે પાંચ શ્લોક કંઠસ્થ કરીને મને સંભળાવે નહિ તો મારે આજે ગોચરી વાપરવાનું બંધ છે.” કોઈકને ક્યારેક કહે, “તું તત્ત્વાર્થસૂત્રનો પૂરો અભ્યાસ ન કરે ત્યાં સુધી મારે ફળ બંધ છે. એક વખત ગોચરી વાપરતી વેળાએ એક મુનિ મહારાજે એકદમ ભક્તિભાવમાં આવી જઈને પૂ. મહારાજશ્રીના પાતરામાં મીઠાઈનો ટુકડો મૂકી દીધો. હવે વાપર્યા વગર છૂટકો નહોતો. તે વખતે પૂ. મહારાજશ્રીએ કહ્યું, જુઓ હું તમારાં પ્રેમભક્તિને વશ થઈ અત્યારે મીઠાઈ વાપરું છું, પરંતુ હવેથી જ્યાં સુધી ભાનુવિજય, પદ્મવિજય, ચંદ્રશેખર, મિત્રાનંદ વગેરે આગમોનો અભ્યાસ પૂરો ન કરે ત્યાં સુધી મારે મીઠાઈ બંધ.” આમ, પોતે વાત્સલ્યપૂર્વક વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરીને શિષ્યોને વિદ્યાભ્યાસ માટે પ્રેરણા આપતા. પૂ. મહારાજશ્રી શિષ્યોને સ્વાધ્યાય માટે પ્રેરણા કરવાના આશયથી પોતે અમુક વસ્તુનો ત્યાગ કરવાની વાત કરતા એ એમના વ્યક્તિત્વનું એક પાસું હતું, પણ પોતે એ માટે સામેથી દ્રવ્ય વાપરવાની વાત કરે એ એમના વ્યક્તિત્વનું બીજું પાસું હતું. મહારાજશ્રી સામાન્ય રીતે એકાસણાં કરતા. પરંતુ એક વખત એમણે પોતાના શિષ્યો શ્રી ધર્માનંદવિજયજી અને શ્રી હેમચંદ્રવિજયજી સમક્ષ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પ્રસ્તાવ મૂક્યો કે “જો તમે બંને ૩૦ હજાર ગ્લો કપ્રમાણ “કમ્મપયડી'ની ટીકા દસ દિવસમાં બરાબર સમજીને પૂરેપૂરી વાંચો તો પછી હું તમારી સાથે દસ દિવસ સવારે નવકારશી કરીશ.' નવકારશી કરાવીને પોતાના ગુરુ મહારાજની ભક્તિ કરવાની આ તો સુંદર તક હતી. એટલે તેઓ બંનેએ ગુરુદેવની દરખાસ્ત મંજૂર રાખી અને કમ્મપયડીની ટીકા વાંચવા લાગી ગયા. રોજના સરેરાશ ત્રણ હજાર શ્લોક થાય. બરાબર દસમા દિવસે સાંજે તેઓએ સ્વાધ્યાય પૂરો કર્યો અને ગુરુ ભગવંતને નવકારશી કરાવવાનો લાભ મેળવ્યો હતો. પૂ. મહારાજશ્રીમાં લઘુતા ઘણી હતી. તેમનું પિંડવાડામાં જ્યારે કર્મસાહિત્યનું લેખનકાર્ય ચાલતું હતું ત્યારે તેમની ઈચ્છા કર્મસિદ્ધાન્ત અંગે દિગંબર માન્યતાઓને પણ વિચારી-સમાવી લેવાની હતી. એ માટે કોઈ દિગંબર પંડિત સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ. એ માટે જે યોગ્ય મહેનતાણું હોય તે આપવું જોઈએ. તપાસ કરાવતાં એક સમર્થ દિગંબર પંડિત પિંડવાડા આવીને રહેવા માટે તૈયાર થયા. પરંતુ એમણે શરત મૂકી કે પોતાને ગાયનું દૂધ, ગાયનું ઘી, ઘંટીનો લોટ, કૂવાનું પાણી વગેરે જોઈશે. એમની એ શરત સ્વીકારવામાં આવી. પરંતુ એમણે એવી શરત મૂકી કે “હું તમારા આચાર્ય મહારાજને વંદન નહિ કરું.” પૂ. મહારાજશ્રીએ એ શરત પણ મંજૂર રાખી. એટલે એ પંડિત પિંડવાડા આવ્યા અને કર્મસિદ્ધાન્ત અંગે દિગંબર મત સમજાવવા લાગ્યા. પહેલે બીજે દિવસે તો એમણે મહારાજશ્રીને વંદન કર્યા નહિ, પણ મહારાજશ્રીની સરળતા, નિરાભિમાનતા, નિસ્પૃહતા, પ્રેમ, વાત્સલ્ય, તપત્યાગ અને વિશેષ તો કર્મસિદ્ધાન્તની જાણકારી જોઈને સહજ રીતે જ પંડિત પૂ. મહારાજશ્રીએ ના કહી છતાં રોજરોજ વંદન કરવાનું ચાલુ કરી દીધું અને કહેવા લાગ્યા કે “સમસ્ત જૈન સાધુસમાજમાં આવા મહાત્મા Page #50 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા : મેં કદી જોયા નથી.' ગ્લાનસેવા એ પૂ.મહારાજશ્રીની એક સ્વભાવગત લાક્ષણિકતા હતી. પોતાનાથી વય કે પદમાં મોટા હોય કે નાના હોય, સ્વ સમુદાયના હોય કે અન્ય સમુદાયના, તેઓ જાતે તેમની સેવામાં લાગી જતા. ક્યારેક પોતાના સાધુઓને મોકલે. એક વખત બધા જ મુનિઓ બહાર ગયા હતા અને ઉપાશ્રયમાં પૂ. મહારાજશ્રી અને તાવમાં સૂતેલા એક બાલમુનિ હતા. એ બાલમુનિ લઘુનીતિ કરે તો પૂ. મહારાજશ્રી પોતે એ પરઠવી આવતા. ભગવાન મહાવીર સ્વામીનું વચન ને રિલાdi પડિલેવફસે માં પડિલેવરૂ(જે ગ્લાનની સેવા કરે છે તે મારી જ સેવા કરે છે.) એમના હૃદયમાં કોતરાઈ ગયેલું હતું. પાલિતાણામાં પૂ. મહારાજશ્રી પોતે બિરાજમાન હતા ત્યારે એક શિષ્યનું સ્વાચ્ય એકદમ બગડી ગયું. પરિસ્થિતિ ગંભીર બની ગઈ. અંતિમ ઘડી ગણાવા લાગી. પૂ. મહારાજશ્રી એ શિષ્ય પાસે બેસીને આખી રાત નવકાર સંભળાવતા, એમનું માથું દબાવતા તથા એમના પગે સૂંઠ ઘસી આપતા હતા. આખી રાતનો ઉજાગરો થયો, પણ સવાર થતાં શિષ્યને સારું લાગવા માંડ્યું અને ક્રમે ક્રમે તબિયત બરાબર થઈ ગઈ, જાણે મૃત્યુના મુખમાંથી ગુરુ મહારાજે પાછો બોલાવી લીધો હતો. એક વખત પૂ. મહારાજશ્રી પોતાના શિષ્યો સાથે ઉગ્ર વિહાર કરીને બીજે સ્થળે પધાર્યા. ત્યાં પહોંચીને બધા શિષ્યો પોતપોતાના . કાર્યમાં લાગી ગયા, પણ એક નવદીક્ષિત પ્રશિષ્ય સૂઈ ગયા હતા. પૂ. મહારાજશ્રીએ એ જોયું કે તરત એની પાસે જઈને વહાલથી પૂછ્યું, “કેમ સૂઈ ગયા છો. શિષ્ય કહ્યું, “કમર બહુ દુઃખવા આવી છે.” “એમ? લાવ, હું દબાવી દઉં.” શિષ્યની ઘણી આનાકાની છતાં Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ મહારાજશ્રીએ એની કમર પર ઊભા રહીને એવી હળવી રીતે દબાવી આપી કે એ શિષ્યનો દુખાવો તરત મટી ગયો હતો. પોતે મોટા આચાર્ય છે એવી સભાનતા તેઓ ક્યારેય રાખતા નહિ. મહારાજશ્રીમાં વાત્સલ્યભાવ પણ ઘણો હતો. એક બાલમુનિ પિંડવાડાના હતા. એક વખત પૂ. મહારાજશ્રી સાથે તેઓ બધા પિંડવાડા પધાર્યા ત્યારે બાલમુનિના સંસારી સ્વજનો એ એમને ગોચરીમાં એક પિપરમિન્ટ વહોરાવી. બાલમુનિને એવો ભાવ થયો કે પિપરમિન્ટ પોતે વાપરે એને બદલે ગુરુ મહારાજ વાપરે તો પોતાને વધુ આનંદ થશે. એમણે ગોચરી વખતે પૂ. મહારાજશ્રીને એ પિપરમિન્ટ આપી. મહારાજશ્રીએ કહ્યું, “ભાઈ, આવી વસ્તુઓ તો તમારા જેવા બાલમુનિ માટે હોય. અમે તો બુઢા થયા. પરંતુ બાલમુનિનો આગ્રહ એટલો બધો હતો કે મહારાજશ્રી ના ન કહી શક્યા. બાલમુનિએ પિપરમિન્ટ મહારાજશ્રીના મોંમાં ધરી કે પૂ. મહારાજશ્રીએ તરત એ પેટમાં ઉતારી દીધી. બાલમુનિએ અફસોસ વ્યક્ત કરતાં બોલ્યાં, “અરે સાહેબ! આમ કેમ કર્યું ?' મહારાજશ્રીએ કહ્યું, “આ ગોળી જો મોંમાં રાખીને ચૂસીએ તો સ્વાદ આવે અને રાગનો ભાવ થાય. રાગ સંસારમાં રખડાવે એટલે આવી વસ્તુ હું ક્યારેય વાપરતો નથી, પણ તારો પ્રેમ અને ભાવ એટલો બધો હતો કે હું ના ન પાડી શક્યો. એટલે મેં આ રસ્તો કાઢ્યો.” એક વખત એક મુનિ મહારાજની વર્ધમાન તપની આયંબિલની ઓળી ચાલતી હતી. એમાં એમની તબિયત એકદમ બગડી ગઈ. બીજા શિષ્યોએ પારણું કરવાનો આગ્રહ કર્યો, પણ તેમ ન કરવા માટે મુનિ મહારાજ મક્કમ હતા. પણ એથી તો અશક્તિ ઘણી બધી વધી ગઈ. પૂ. મહારાજશ્રીને ખબર પડી એટલે તેઓ એમની પાસે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૩ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા આવ્યા અને કહ્યું. “જો, આજે મારી ગોચરી-દાળ અને રોટલી એ બે જ દ્રવ્ય તું મારે માટે વહોરી લાવે તો જ મારે ગોચરી વાપરવી છે. પણ શરત એટલી કે તારે મારી સાથે ગોચરી વાપરવી પડશે.” આથી એ મુનિ મહારાજ માટે દ્વિઘા ઊભી થઈ. ગોચરી વહોરી લાવે તો પારણું કરવું પડે અને ન વહોરી લાવે તો ગુરુ મહારાજને ઉપવાસ થાય.” એટલે તરત તેઓ પાત્રા લઈને ગયા અને ગોચરી વહોરી લાવીને પૂ.મહારાજશ્રીના હસ્તે પારણું કર્યું. વિ.સં.૨૦૨૩નું ચાતુર્માસ ખંભાત કરવાનો નિર્ણય પૂ. મહારાજશ્રીએ, ખંભાતના સંઘની વિનંતીને માન્ય રાખીને કર્યો. ત્યારે તેઓ અખાત્રીજના પારણા પ્રસંગે પાલિતાણા હતા. ત્યાંથી વિહાર કરીને તેઓ ખંભાત પધાર્યા. એ દિવસોમાં નાદુરસ્ત તબિયતને કારણે પૂ. મહારાજશ્રીથી લાંબો વિહાર થતો નહોતો. વળી ભાડૂતી ડોડીવાળાની ડોળીમાં એમને બેસવું નહોતું. પરંતુ મહારાજશ્રીના શિષ્યોનો ભક્તિભાવ એટલો બધો હતો કે તેઓ પોતાને ખભે ઊંચકીને પૂ.મહારાજશ્રીને જ્યાં જવું હોય ત્યાં લઈ જવા તૈયાર હતા. એ માટે ચાર ખભે દડા લઈ શકાય એવી ઝૂલતી ઝોળી (સ્ટ્રેચર જેવી) ખાસ બનાવવામાં આવી હતી. એમાં પૂ. મહારાજશ્રીને બેસાડીને લઈ જવામાં આવતા. ત્યારે પૂ. શ્રી ભાનવિજયજી મહારાજ (પછી પૂ. ભુવનભાનુસૂરિ), પૂ. શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ, પૂ. શ્રી હિમાંશવિજયજી મહારાજ, પૂ. શ્રી મલયવિજયજી મહારાજ વગેરેને પોતાના ગુરુદેવને ઝૂલતી ડોળીમાં ઊંચકીને ચાલતા જોવા એ પણ એક અનેરું દશ્ય હતું. પૂ. મહારાજશ્રી વચનસિદ્ધ હતા. એમના મુખમાંથી જે પ્રમાણે નીકળતું, અચૂક એ પ્રમાણે થતું. એથી જ જ્યારે તેઓ વ્રત માટે પચ્ચખાણ લેવાનું કહેતા ત્યારે પચ્ચખાણ લેનાર વ્યક્તિ પોતે લીધેલું વ્રત બહુ સારી રીતે ઉલ્લાસપૂર્વક પાળી શકતી. આથી જ એમની Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પાસે પચ્ચખાણ લેવા માટે પડાપડી થતી. એક વખત પૂ. મહારાજશ્રી અમદાવાદથી ખંભાત પધાર્યા હતા. તે વખતે ખંભાતના સંઘે પૂ. મહારાજશ્રીને ચાતુર્માસ માટે રોકાઈ જવા બહુ વિનંતી કરી પણ પૂ. મહારાજશ્રીએ ચાતુર્માસ અમદાવાદમાં કરવાનો નિર્ણય કર્યો હતો એટલે ખંભાતનો સંઘ અત્યંત નિરાશ થઈ ગયો. છેવટે કોઈ મોટા આચાર્યને મોકલશે એમ કહ્યું. પછી પૂ. મહારાજશ્રીએ એમના એક સમર્થ શિષ્ય પૂ. શ્રી હેમચંદ્રસૂરિજીને ખંભાતમાં ચાતુર્માસ માટે જવા કહ્યું. પરંતુ પૂ. હેમચંદ્રસૂરિજીએ ખંભાતમાં ત્રણ ચાતુર્માસ કર્યા હતાં. એટલે એમણે પૂ. મહારાજશ્રીને કહ્યું, “ગુરુદેવ, મેં ખંભાતમાં ત્રણ ચાતુર્માસ કર્યા. હવે તરત ચોથું કરવાની ઈચ્છા નથી.” પૂ. મહારાજશ્રીએ કહ્યું, “તમારી ભલે ઈચ્છા ન હોય, પણ તમારે ખંભાતમાં જ ચાતુર્માસ કરવાનું છે. તમે પાંચ છો તે દસ થઈને પાછા આવશો.” અને ખરેખર એમ જ થયું. ગુરુ ભગવંતની આજ્ઞા થઈ એટલે પછી વિચારવાનું જ શું ? પૂ. હેમચંદ્રસૂરિજીએ ચોથું ચાતુર્માસ ખંભાતમાં જ કર્યું. એમનાં વૈરાગ્યગર્ભિત વ્યાખ્યાનોનો એટલો બધો પ્રભાવ પડ્યો કે પાંચ યુવાનો એમની પાસે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. ખરેખર, પૂ. મહારાજશ્રીએ જેવી વાણી ભાખી હતી તેવું જ થયું. પૂ. મહારાજશ્રીના ચમત્કારિક અનુભવ ઘણાંને થયા છે. કેટલાકે પોતાના એવા અનુભવો વિશે લખ્યું પણ છે. મહારાજશ્રીના આશીર્વાદથી કોઇને શ્લોકો યાદ રહેવા લાગ્યા હોય, એમના નામનો જાપ કરવાથી કોઈના ઉપસર્ગો દૂર થઈ ગયા હતા, ભૂલા પડેલા કોઇકને રસ્તો જડી ગયો હતો, કોઇનો તાવ ઊતરી ગયો હતો, કોઈનો માનસિક રોગ કે ક્ષયરોગ મટી ગયો હતો, કોઈનો કામાગ્નિ Page #54 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા શાંત થઈ ગયો હતો, ક્યારેક વાવાઝોડું શાન્ત થઈ ગયું હતું, ક્યારેક કરડકણા કૂતરા શાન્ત થઈ ગયા હતા. ક્યારેક વ્યંતરીઓનો ઉપદ્રવ શાન્ત થઈ ગયો હતો. પૂ. મહારાજશ્રીના કેટલાક શિષ્યોએ શાસ્ત્રના નિયમાનુસાર નાની વયમાં દીક્ષા લીધી હતી. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ એનું જવલંત દૃષ્ટાન્ત છે. એવી રીતે બીજા પણ કેટલાયે મુનિઓએ બાલ્ય વયની દીક્ષાને દીપાવી છે. પૂ. મહારાજશ્રી પોતે પણ બાલ્યવયમાં યોગ્ય વ્યક્તિને દીક્ષા આપવામાં માનતા હતા. પરંતુ બાલદીક્ષાનો વિરોધ વખતોવખત થયા કર્યો છે. વિ. સં. ૨૦૧૦માં તે સમયના (ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના) મુંબઈ રાજ્યની વિધાનસભામાં બાલદીક્ષા પર પ્રતિબંધ લાવવા માટે એક ધારો રજૂ કરવામાં આવ્યો હતો. એ જો મંજૂર થાય તો કોઇને પણ મુંબઈ રાજ્યમાં નાની વયમાં દીક્ષા આપવામાં આવે તો કાયદેસર એ સજાપાત્ર ગુનો થાય. આથી પૂ. મહારાજશ્રીને લાગ્યું કે આ ધારો પાસ થવો ન જોઇએ. એમને અંતરમાં શ્રદ્ધા હતી કે પોતાનું તપ જો સાચું હશે તો ધારો પાસ નહિ થાય. એ વખતે મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી મોરારજી દેસાઈ હતા. તેઓ પોતે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. ત્યારે પૂ. મહારાજશ્રીએ પોતાના તેજસ્વી બાલમુનિઓને બોલાવીને શ્રી મોરારજી દેસાઈ સાથે વાતચીત કરવા કહ્યું હતું. એમની સાથે વાતચીતથી, એમના જ્ઞાનથી શ્રી મોરારજી દેસાઈ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા હતા. એટલે એમણે પોતે જ એ ધારાને વિધાનસભ્યમાંથી પાછો ખેંચાવી લીધો હતો. એક વખત મહારાજશ્રી પાલિતાણાથી સિહોર થઈને વલ્લભીપુર તરફ વિહાર કરી રહ્યા હતા. સાથે પૂ. મિત્રાનંદસૂરિજી હતા. રસ્તામાં પૂ. મહારાજશ્રીની મુહપત્તિ ખોવાઈ ગઈ. પૂ. મિત્રાનંદસૂરિજી બે માઈલ સુધી તપાસ કરી આવ્યા પણ મુહપત્તિ મળી નહિ. તે વખતે Page #55 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પૂ.મહારાજશ્રીએ કહ્યું કે ‘મારી મુહપત્તિ કોઈ દિવસ ખોવાઈ જતી નથી. એ ન જડી એમાં કોઈક અશુભ સંકેત લાગે છે. કોઈ માઠા સમાચાર આવશે.' તેઓ બીજી મુહપત્તિ લઈને વિહાર કરતા વલ્લભીપુર પહોંચ્યા. સાંજે બે માઠા સમાચાર આવ્યા. એક તે પૂ. શ્રી ન્યાયવિજયજી મહારાજ (ત્રિપુટીવાળા) કાળધર્મ પામ્યા હતા અને બીજા તે ભારતના નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અવસાન પામ્યા હતા. ૪૬ પૂ. મહારાજશ્રીને યુવાન વયે ફરતા વાનો રોગ લાગુ પડ્યો હતો અને તે જીવનના અંત સુધી રહ્યો હતો. એ વાની જ્યારે પીડા થાય ત્યારે તે અસહ્ય બની જતી. કેટલીયે વાર પૂ. મહારાજશ્રી આખી રાત જાગતા બેઠા હોય. શરીરમાં ભારે દુ:ખાવો હોય છતાં સમતાપૂર્વક તેઓ સહન કરી લેતા અને પ્રસન્ન રહેતા. તેઓ કહેતા કે આ ફરતો વા તો મારો ભાઈબંધ છે. એ જ્યારે આવે છે ત્યારે રાતના ઉજાગરા કરાવે છે અને શરીરમાં જાણે શૂળ ભોંકાતી હોય એવી પીડા કરીને મારા કર્મોનો નાશ કરે છે. એ તો મારો ઉપકારી ભાઈબંધ છે. આવો ભાઈબંધ દુનિયામાં મળે નહિ.' પૂ. મહારાજશ્રીની નાની નાની વાતોમાં પણ જાગૃતિ ઘણી રહેતી. જીવદયા, રસત્યાગ વગેરે તો એમની રગેરગમાં વણાઈ ગયાં હતાં. પૂ. મહારાજશ્રીને મોટી ઉંમરે પ્રોસ્ટેટની વ્યાધિ થઈ હતી. એથી પેશાબ કરવામાં એમને ઘણી તકલીફ પડતી હતી. અમદાવાદમાં એક ગૃહસ્થે આવીને કહ્યું, ‘મહારાજજી, મને પણ પ્રોસ્ટેટની વ્યાધિ છે, પણ હું એ માટે કેસુડાંનો ઉપયોગ કરું છું. એથી મને ઘણી રાહત થઈ ગઈ છે. આપ પણ કેસુડાંનો ઉપયોગ કરો. હું લાવી આપીશ.' પૂ. મહારાજશ્રીએ કહ્યું, ‘ભાઈ, મારી આ વેદના એ તો મારા પૂર્વકર્મનો ઉદય છે. કેસુડાં તો લીલી વનસ્પતિ છે. એકેન્દ્રિય જીવ છે. એના પ્રાણનો નાશ કરીને મારી વેદના શાન્ત કરવાના વિચારે જ મને Page #56 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૪૭ કમકમા આવે છે. મારે એવો ઉપચાર નથી કરવો. આપણને ધર્મની સાચી શ્રદ્ધા મળી છે, તો પછી અધર્મનું, પાપનું આચરણ શા માટે કરવું ? હું તો સમતાભાવે વેદના સહન કરી લઈશ.” જીવનના પાછલાં વર્ષોમાં જ્યારે એમની તબિયત નરમગરમ રહેતી હતી ત્યારે એક વૈદે ઉપચાર તરીકે એમને મમરા ખાવાનું સૂચવ્યું હતું. એથી એમને સારું લાગતું હતું. પણ એક દિવસ એમણે શિષ્યોને સૂચના આપી દીધી કે ગોચરમાં મમરા વહોરી ન લાવે, કારણ કે મમરા ખાવામાં પોતાને સ્વાદ આવવા લાગ્યો છે. શરીર સારું કરવા માટે જતાં સ્વાદેન્દ્રિયને સંતોષવા તેઓ ઈચ્છતા નહોતા. પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત થયું હતું તો પણ ક્રિયામાં તેઓ અપ્રમત્ત રહેતા. તેમણે એવો એક અભિગ્રહ ધારણ કર્યો હતો કે ગોચરી વાપરતી વખતે એંઠા મોંઢે ક્યારેય કશું બોલવું નહિ. ભૂલથી બોલાઈ જાય અને પછી જ્યારે પણ યાદ આવે ત્યારે તરત વીસ ખમાસમણાં દેવાં. વૃદ્ધાવસ્થામાં, જીવનના છેલ્લાં વર્ષોમાં શરીર જ્યારે અશક્ત થઈ ગયું હતું ત્યારે એક દિવસ ગોચરી વાપર્યા પછી બધા સાધુઓ પોતપોતાના અધ્યયનમાં લીન થઈ ગયા હતા, ત્યાં અચાનક મહારાજશ્રી હાથમાં રજોહરણ લઈ ઊભા થઈ ખમાસમણાં આપવા લાગ્યા. બીજા મુનિઓએ પૂછ્યું તો કહ્યું, “હમણાં મારાથી ભૂલથી એંઠા મોંઢે બોલાઈ ગયું એટલે મારા અભિગ્રહ મુજબ વીસ ખમાસમણાં આપું છું.” પોતાના હાથ નીચે ના સાધુઓને પંચાચારના પાલનમાં પ્રોત્સાહિત કરવા માટે પૂ. મહારાજશ્રીએ પોતાના વડીલ શિષ્ય સાધુઓને શિખામણ આપતાં કહ્યું હતું કે જો વડીલોએ સારા શિષ્યો તૈયાર કરવા હોય તો તેઓએ કેટલીક વાતનો બરાબર ખ્યાલ રાખવો જોઇએ. વડીલોએ આશ્રિતોને ખાનપાનની બાબતમાં વારંવાર ટોકવા ન જોઇએ. વળી વડીલોએ પોતાનું જીવન પ્રેરક ઉદાહરણરૂપ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ બનાવવું જોઇએ. એ માટે તપ, ત્યાગ અને સ્વાધ્યાયમય પોતાનું જીવન હોવું જોઇએ. તદુપરાંત વડીલોએ પોતાના આશ્રિતોના શરીરની પૂરી કાળજી રાખવી જોઇએ અને તેમને બહુ વાત્સલ્ય આપવું જોઇએ. વાત્સલ્યથી વશ થયેલો શિષ્ય વડીલોની સૂચના પ્રમાણે બધું કરવા તૈયાર થઈ જશે. તેઓ નવદીક્ષિતને કેટલીક વાર સલાહ આપતા કે સાધુજીવનમાં સંયમના માર્ગે ઝડપથી આગળ વધવું હોય તો ત્રણ કક્કાને તિલાંજલિ આપજો. એ ત્રણ કક્કા તે કારશી, કાળિયો અને કાળું પાણી. કારશી એટલે નવકારશી. જેઓને નવકારશીની ટેવ પડી જાય છે તેનામાં પ્રમાદ આવી જાય છે. બને તો ફક્ત એક ટંક કે બે ટંક ગોચરી વાપરવી. જરૂર પડે તો પોરસી કરવી, પણ નવકારશી ન કરવી. કાળિયો એટલે કષાયો. રિસાઈ જવું, મોંઢું ચડાવવું, અભિમાન કરવું, ક્રોધ કરવો વગેરે અને કાળું પાણી એટલે ચા. એક વખત ચાની ટેવ પડી ગઈ પછી એના સમયે ચા વગર માથું દુઃખશે. માટે ભૂલે ચૂકે ચાનું વ્યસન ન થવા દેતા. પૂજ્ય મહારાજશ્રી પોતાના શિષ્યોને વય, કક્ષા, શક્તિ અને પ્રકૃતિ અનુસાર શિખામણ આપતા. તેઓ કહેતા કે સંયમ અને સ્વાધ્યાયમાં સતત આગળ વધવાનું લક્ષ્ય રાખવું, એમાં એકલીનતા રાખવી, ને ત્રુટિ દેખાય તે તરત સુધારી લેવી. એમાં પ્રમાદ ન કરવો. વૈયાવચ્ચ અને ભક્તિ કરવાં. એ બધાં નિર્જરાનાં અંગ છે; સંજ્ઞાઓ અનાદિની છે, એ જોર કરે પણ આપણે તેની સામે જોર વાપરવું, અનુકૂળતા-પ્રતિકૂળતામાં મધ્યસ્થ રહેવું, નવકારશી કરવી પડે તો પણ એનું વ્યસન ન થવા દેવું, કોઈના પણ પ્રત્યે વિચારીને બોલવું, જેમ તેમ બોલી ન નાખવું, વડીલો સમક્ષ બે હાથ જોડીને જ વાત કરવી, પોતાની ભૂલ થાય તો તરત “મિચ્છામિ દુક્કડ' આપવો, ગુરુમહારાજ કહે તે “તહરિ' કરવું. Page #58 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા ૪ કોઈ પણ અશુભ વિચાર મનમાં આવી ગયો હોય તો સંયમની રક્ષા માટે તરત શુદ્ધિ કરી લેવી જોઇએ. વિષય-કષાયો આત્માને અનાદિ કાળથી લાગેલા છે. ઉપશમ-શ્રેણિગત મુનિને પણ તે પછાડે છે. તે નિગોદમાં પણ પાડે છે. માટે વિષય-કષાયની નિવૃત્તિ હૈયાથી નહિ કરો તો ઘણું નુકસાન થશે. આપણને સૌને વધુ પજવે છે દેહની મૂર્છા. શરીર તો આપણું પડોશી છે. પડોશીને સોય લાગે તે વખતે આપણે ચીસ પાડીએ છીએ ? તેવી જ રીતે શરીરૂપી પડોશીને સોય વાગે તો આપણને કંઈ થવું ન જોઇએ. માટે વાસનાઓના ઉદયને આપણે નિષ્ફળ નહિ કરીએ તો સંસારમાં બહુ ભટકવું પડશે. મહારાજશ્રીએ પોતાના શિષ્યોને સંયમ, સ્વાધ્યાય, વિનય ઈત્યાદિમાં એવી રીતે કેળવ્યા હતા કે તેઓ કોઈ મોટા ઉપાશ્રયમાં હોય અને એમની સાથે ૮૦-૧૦૦ સાધુ હોય તો પણ જરા પણ અવાજ કે ઘોંઘાટ સંભળાય નહિ. બધા પોતપોતાના સ્વાધ્યાયમાં, કે ધર્મચર્ચામાં કે લેખનકાર્ય વગેરેમાં મગ્ન હોય. ઉપાશ્રય નાનો હોય તો પણ સાધુઓને સંકડાશ નડતી નહિ. પૂ. મહારાજશ્રી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારના પાલનમાં અત્યંત ઉત્સાહી અને અપ્રમત્ત રહેતા. પોતાનાથી સૂત્રવિરુદ્ધ કંઈ બોલાય નહિ, ઉત્સૂત્ર પ્રરૂપણા ન થાય તે માટે સતત સાવધ રહેતા. ‘કમ્મપયડી'ના લેખનમાં એક નજીવી ક્ષતિ, પાછળથી એક હસ્તપ્રત મળતાં જણાઈ હતી તો વ્યાખ્યાનમાં અને છાપામાં જાહેર નિવેદન છપાવીને ક્ષમા માગી લીધી હતી. પૂ. મહારાજશ્રી બ્રહ્મચર્યનું નવવાડપૂર્વક વિશુદ્ધ પાલન કરતા, નિદોષ આહાર લેતા, સમિતિ અને ગુપ્તિનું ચુસ્ત પાલન કરતા. ગમે તેટલો લાંબો વિહાર કરીને આવ્યા હોય, થાક્યા હોય તો પણ પોતાની આવશ્યક ક્રિયાઓ ઊભા ઊભા જ કરતા; Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ તેઓ બહિરાત્મભાવ છોડીને અંતરાત્મભાવમાં રહેતા. પૂ. મહારાજશ્રી સંયમ, સરળતા, ત્યાગ, વૈરાગ્ય, બહુશ્રુતતા, વાત્સલ્ય, નિઃસ્પૃહતા, ઉદારતા, તપશ્ચર્યા, વિનય, વૈયાવચ્ચ, ગુણાનુરાગ, સહિષ્ણુતા, અપ્રમત્તતા, પાપભીરુતા, શાસનરાગ, કાર્યદક્ષતા, ઉપશમ, નિર્દભતા, ધીરતા, વીરતા, ગંભીરતા, સમયજ્ઞતા, ઉગ્ર વિહાર, અલ્પ ઉપધિ, રસના ઉપર વિજય, નિત્ય એકાસણાં, ગ્લાન પ્રત્યે ખૂબ કાળજી વગેરે અનેક ગુણોના ભંડાર હતા. ત્રણસોથી અધિક શિષ્યોનું પ્રેમભર્યું નેતૃત્વ જેમણે પ્રાપ્ત કર્યું હોય એ મહાત્મા કેવા અદ્ભુત હોય ! જેન ધર્મ અને સાધુ ભગવંતોના આચાર વિશે જેમને ખબર ન હોય તેઓ તો પૂ. મહારાજશ્રીના જીવનની કેટલીક વાતો માને નહિ અને કેટલીક વાતોથી આશ્ચર્યચક્તિ થઈ જાય. ધન્ય છે આ સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા પ. પૂ. વિજયપ્રેમસૂરીશ્વરજીને ! પ.પૂ. શ્રી પ્રેમસૂરિ દાદાને બહુમાનપૂર્વક કોટિશઃ વંદન! Page #60 -------------------------------------------------------------------------- ________________ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया। – ભગવાન મહાવીર [જ જાણે કે “હું મરીશ નહિ' તે જ સુખશીલતા ઈચ્છી શક્] આ દુનિયામાં કોણ એવો છે કે જે એમ કહી શકે કે “હું ક્યારેય મરવાનો નથી ?' આપણી નજર સમક્ષ કેટલીયે વાર એવી ઘટના બને છે કે માણસ જીવતો-જાગતો, હરતો-ફરતો, બોલતો-ચાલતો હોય અને મૃત્યુ પામતાં તત્ક્ષણ એનો દેહ નિચેટ બની જાય છે. પછી તે હાલી ચાલી શકતો નથી, અરે એક આંગળી પણ તે ઊંચી કરી શકતો નથી. એના નિષ્માણ દેહને વધુ વખત રાખી શકાતો નથી. એની અંત્યેષ્ટિ ક્રિયા કરવી જ પડે છે. શબનો નિકાલ કર્યા વગર છૂટકો નથી. કાળચક્ર સતત ફરતું રહે છે અને યમરાજા પોતાની લીલા સર્વત્ર પ્રસરાવતા રહે છે. રોજ છાપામાં મરણ નોંધ વાંચીએ છીએ. કોઈ ગ્રામનગર એવું નથી કે જે એમ કહે કે અમારે ત્યાં ક્યારેય કોઈ મર્યું નથી. કોઈક કુટુંબમાં પચાસ-સાઠ વર્ષ સુધી કોઈનું અવસાન ન થયું હોય એમ બને, પણ કોઈ ક્યારેય મૃત્યુ પામ્યું નથી એમ તો ન જ કહી શકે. એટલા માટે તો ભગવાન બુદ્ધ કિસા ગૌતમીને કહ્યું હતું કે જે કુટુંબમાં ક્યારેય કોઈ મૃત્યુ ન પામ્યું હોય એવા ઘરેથી રાઈના દાણા લઈ આવે તો એ વડે તારા મૃત્યુ પામેલા દીકરાને જીવતો કરી આપું.” ભોળી કિસા ગીતમી ઘેર ઘેર એ માટે કરી હતી અને નિરાશ થઈ ભગવાન બુદ્ધ પાસે આવી ત્યારે ભગવાને સમજાવ્યું હતું કે “મૃત્યુ તો દરેકનું આવે જ છે.” આ સંસારમાં કોઈ અમરપટો લખાવીને આવ્યું નથી. જે જગ્યું તે જાય એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. જૈન ધર્મ પ્રમાણે સર્વોચ્ચ દેવગતિ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે અને કોઈ વાતે દુઃખ હોતું નથી, તો પણ તેમનું આયુષ્ય પૂર્ણ થાય છે. મોડો કે વહેલો, સર્વ સંસારી જીવોના આયુષ્યનો Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ અંત આવે જ છે. આપણા પોતાના જ જીવનકાળ દરમિયાન કેટકેટલા પરિચિત જનોને વિદાય લેતા આપણે જોઇએ છીએ ! આપણે કેટલાયની સ્મશાનયાત્રામાં જઈ આવ્યા છીએ ! દુનિયામાં કોઈ ગ્રામનગર એવું નથી કે જ્યાં સ્મશાન-કબ્રસ્તાન ન હોય અને કોઈ સ્મશાન એવું નથી કે જે ૨જા ઉ૫૨ કે હડતાલ પ૨ ઊતર્યું હોય. એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ‘ઈષુકારીય’ નામના અધ્યયનમાં કહ્યું છે કે કોઈ એવું નથી કે જે એમ કહી શકે કે ‘હું ક્યારેય મરીશ નહિ.’ ઉત્તરાધ્યયન સૂત્રના આ ‘ઈષુકારીય’ નામના ચૌદમા અધ્યયનમાં સંયમના પંથને વરેલા છ પુણ્યશાળી જીવોની કથાને વણી લેવામાં આવી છે. પ્રાચીન કાળમાં ઇયુકાર નામનો રાજા હતો. એના નામ પરથી એની નગરીનું નામ પડ્યું હતું ઇબુકારનગર. છ જીવો દેવગતિમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યગતિમાં અવતર્યા હતા. પૂર્વના ઋણાનુબંધ અનુસાર તેઓ છએ ઇષુકારનગરમાં જન્મ્યા હતા. એમાંથી ચાર બ્રાહ્મણકુળમાં અને બે ક્ષત્રિયકુળમાં રાજારાણી તરીકે જન્મ્યા હતા. બ્રાહ્મણકુળમાં જન્મેલા એક તે પુરોહિત હતા. બીજો જીવ તે એમની પત્ની યશા હતી. બીજા બે જીવો તે એમના બે દીકરાઓ હતા. મોટા થતાં આ બંને કુમારોને એક વખત એક યોગી મહાત્માનાં દર્શન થયાં. દર્શન થતાં જ બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વ ભવનું જ્ઞાન થતાં જ બંને કુમારોને જન્મ, જરા અને મૃત્યુવાળા સંસારથી વિરક્ત થઈને દીક્ષા લેવાના ભાવ થયા. એથી ઘરે આવીને તેઓએ પિતાજી આગળ પોતાની ઈચ્છા દર્શાવી. પિતા પુરોહિતે કહ્યું કે ‘તમે બંને પહેલાં વેદાભ્યાસ કરો, બ્રાહ્મણોને જમાડો, ગૃહસ્થાશ્રમમાં દાખલ થાવ, ભોગ ભોગવો અને પછી દીક્ષા લેજો.' પરંતુ પિતાની આ વાત પુત્રોએ સ્વીકારી નહિ. પોતે શા માટે Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૩ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया। સ્વીકારતા નથી તે પણ સમજાવ્યું. પિતાએ વિવિધ દલીલો સાથે પુત્રોને દીક્ષા ન લેવા માટે કહ્યું, પરંતુ પુત્રો તે પ્રત્યેક વાતનો બરાબર પ્રત્યુત્તર વાળતા હતા. પુત્રોએ કહ્યું છેઃ પિતાજી, આ લોક મૃત્યુથી પીડાઈ રહ્યો છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલો છે તથા રાત્રિદિવસરૂપી ચક્ર આયુષ્યને ક્ષીણ કરી રહ્યું છે. વળી : जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ। अहम्मं कुणमाणस्स अफला जंति राइजो । જેિ જે રાત્રિઓ વીતે છે તે પાછી નથી આવતી. જે માણસ અધર્મ કરે છે તેની રાત્રિઓ નિષ્ફળ થાય છે.] जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ । धम्मं च कुणमाणस्स सफला जंति राइओ ।। જે જે રાત્રિઓ વીતે છે તે પાછી નથી આવતી. પરંતુ જે માણસ ધર્મ કરે છે તેની રાત્રિઓ સફળ થાય છે.] પિતાએ પુત્રોને કહ્યું, “તમારી વાત સાચી છે, પરંતુ પહેલાં આપણે બધાં ગૃહસ્થાશ્રમનું પાલન કરી લઈએ, પછી વ્રતો અંગીકાર કરીશું અને પછી છેવટે દીક્ષા લઈ ભિક્ષાથી સંયમજીવનનો નિર્વાહ કરીશું.' ત્યારે પુત્રોએ પિતાને સમજાવ્યું કે મૃત્યુ ક્યારે આવવાનું છે તેની કોને ખબર છે ? પુત્રોએ કહ્યું: जस्सत्थि मच्चुणा सक्खं, जस्स वऽत्थि पलायणं । जो जाणे ण मरिस्सामि, सो हु कंखे सुहेसिया ।। (અર્થાત્ જેની મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટીને ભાગી શકતો હોય, પલાયન થઈ શકતો હોય અને જે એમ જાણે કે પોતે ક્યારેય મરવાનો નથી તે ભલે સુખશીલતાની ઈચ્છા રાખે.. પુત્રોના સમજાવ્યાથી માતા-પિતાએ તેઓને દીક્ષા લેવા સંમતિ આપી. એટલું જ નહિ પુત્રોની પ્રેરણાથી તેઓ પણ દીક્ષા લેવા તૈયાર Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ થયા આમ, કુટુંબના ચાર સભ્યોએ ગૃહત્યાગ કરી સંયમના માર્ગે વિચરણ કર્યું. પ્રાચીન કાળમાં એવી પ્રથા હતી કે જે ધનસંપત્તિનો કોઈ સીધો વારસદાર ન હોય તે ધનસંપત્તિ રાજ્યને મળે. પુરોહિતના સમગ્ર પરિવારે દીક્ષા લીધી એટલે એમની ધનસંપત્તિના કોઈ સીધા વારસદાર રહ્યા નહિ. ત્યારે રાજાની ઈચ્છા એ સંપત્તિ મેળવી લેવાની થઈ. તે સમયે રાણીએ એમને અટકાવ્યા અને સંસારની અસારતા સમજાવી. છેવટે રાજા અને રાણી પણ દીક્ષા લેવા તૈયાર થયા. આમ, પૂર્વ ભવના છએ જીવોએ એક બીજાને પ્રતિબોધ પમાડી, દીક્ષા લઈ સંયમમાર્ગનો સ્વીકાર કરી, ઉગ્ર તપશ્ચર્યા કરી, ઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન પામીને નિર્વાણ પામ્યા એટલે કે મોક્ષગતિ પ્રાપ્ત કરી. આ અધ્યયનમાં મૃત્યુની અનિવાર્યતા સમજાવવામાં આવી છે. ગમે તેવો સમર્થ, લાગવગ કે પીઠબળવાળો બળવાન માણસ, મોટું સૈન્ય ધરાવનાર, અનેકને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર માણસ પણ પોતાના મૃત્યુ આગળ લાચાર થઈ જાય છે. એનું કશું જ ચાલતું નથી. એ એને અટકાવી કે પાછું ઠેલી શકતો નથી. બળવાન અને સમર્થ પીઠબળવાળા અભિમન્યુ માટે કહેવાયું છેઃ मातुलो यस्य गोविंद: पिता यस्य धनंजयः । अभिमन्यु रणे शेते, कालोऽयं दुरतिक्रमः ।। કૃષ્ણ જેના મામા હતા અને અર્જુન જેના પિતા હતા એવો અભિમન્યુ પણ રણભૂમિમાં સૂઈ ગયો (મૃત્યુ પામ્યો), કારણ કે કાળ દુરતિક્રમ છે. અર્થાત્ મૃત્યુ અનિવાર્ય છે. ચોત્રીસ અતિશય ધરાવનાર તીર્થંકર પરમાત્મા પણ પોતાનું આયુષ્ય એક ક્ષણ પણ લંબાવી શકતા નથી. તો પછી ઈન્દ્રો, ચક્રવર્તીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો, ગણધરો, સમર્થ આચાર્યો, રાજાઓ, મંત્રીઓ વગેરેની તો વાત જ શી કરવી ? કહ્યું છેઃ WWW.jainelibrary.org Page #64 -------------------------------------------------------------------------- ________________ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया । રાજા, રાણા, છત્રપતિ, હાથિયનકે અસવાર, સબકો જાના એક દિન, અપની અપની બાર. ‘વૈરાગ્યશતક'માં કહ્યું છેઃ सर्वभक्षी कृतान्तोऽयं सत्यं लोके निगद्यते । रामदेवादयो धीराः सर्वे क्वाप्यन्यथा गताः ॥ [ આ યમરાજા સર્વનું ભક્ષણ કરનારા છે એવું લોકોમાં જે કહેવાય છે તે સત્ય છે. જો એમ ન હોય તો રામદેવ (ભગવાન રામચંદ્ર) વગેરે બધા ધીરપુરુષો ક્યાં ગયા ? ] હિન્દુ ધર્મમાં કહ્યું છે કે કેવા કેવા પરમ પુરુષો પણ આ ધરતી પરથી ચાલ્યા ગયા છે ! ૫૫ मांधाता भरत: शीवो दशरथो लक्ष्मीधरो रावणः कर्ण: कंसरिपुर्बलो भृगुपतिर्भीमः परेऽप्युन्नताः । मृत्यु जेतुमलं न यं नृपतयः कस्तं परो जेष्यते, भग्नौ यो न महातरुर्द्विपवरैस्तं किं शशो भंक्ष्यति ।। [માંધાતા, ભરત, શીવ, દશરથ, લક્ષ્મીધ૨, રાવણ, કર્ણ, કૃષ્ણ, બલભદ્ર, ભૃગુપતિ (પરશુરામ), ભીમ અને બીજા ઉત્તમ નૃપતિઓ મૃત્યુને જીતી ન શક્યા, તેને બીજા કોણ જીતી શકશે ? જે મોટું વૃક્ષ શ્રેષ્ઠ હાથીઓથી ન ભાંગ્યું તેને સસલું શું ભાંગી શકશે ?] મૃત્યુથી છટકવા માટે માણસ ગુફામાં કે ભોંયરામાં પેસી જાય, સમુદ્રને તળિયે બેસી જાય કે વિમાનમાં આકાશમાં ઊડી જાય, જાડામાં જાડું બખ્તર પહેરી લે તો પણ મૃત્યુ જીવને છટકવા દેતું નથી. મૃત્યુને કોઈ છેતરી શકતું નથી કે હાથતાળી દઈને ભાગી શકતું નથી. એક કાલ્પનિક દૃષ્ટાન્ત આપવામાં આવે છે કે એક શિલ્પી એટલો બધો હોંશિયાર હતો કે ગમે તે વ્યક્તિની એવી આબેહૂબ શિલ્પાકૃતિ તૈયાર કરી શકતો કે જે જોઇને માણસ ભુલાવામાં પડી જાય કે આ સાચો અસલી માણસ છે કે નકલી છે. એક વખત એણે અરીસામાં પોતાનું મુખ જોઇને પોતાની જ Page #65 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ મુખાકૃતિનું એવું સરસ શિલ્પ બનાવ્યું કે મળવા આવેલા ભ્રમમાં પડી ગયા. એથી શિલ્પીને તુક્કો સૂક્યો કે “હવે તો હું યમરાજાને પણ છેતરી શકું.” એણે પોતાની દસબાર મુખાકૃતિઓ બનાવી અને ઘરમાં જુદી જુદી જગ્યાએ એવી રીતે ગોઠવી દીધી કે જેથી માત્ર મોંઢું જ દેખાય. પછી જ્યારે યમદેવતા આવ્યા ત્યારે પોતે પણ એક ટેબલની પાછળ માત્ર મોંઢું દેખાય એ રીતે ગોઠવાઈ ગયો. યમદેવતા વિચારમાં પડી ગયા કે આમાં સાચો શિલ્પી કોણ ? એકને બદલે બીજાને તો લઈ જઈ શકાય નહિ. છેવટે યમદેવતાએ યુક્તિ કરી. એમણે પહેલાં શિલ્પીના ભારોભાર વખાણ કરતા કહ્યું કે જિંદગીમાં આવું આબેહૂબ ક્યારેય જોયું નથી. યમદેવતાના મુખે પ્રશંસા સાંભળી શિલ્પી મનમાં રાજી થયો. પોતાની કલા માટે, યમદેવતાને પણ પોતે છેતરી શકે છે એ માટે ગર્વ થયો. ત્યાં યમદેવતાએ કહ્યું, “શિલ્પીએ આટલી બધી સરસ કારીગરી કરી છે, પરંતુ માત્ર એક નાની ભૂલ રહી ગઈ છે. એ સાંભળી શિલ્પીથી રહેવાયું નહિ. પોતાની કલામાં કોઈ ખામી કાઢી શકે ? તરત એ બોલ્યો, “કઈ ભૂલ છે ?' યમદેવતાએ કહ્યું, “બસ તું આ બોલ્યો એ જ તારી ભૂલ. તું પકડાઈ ગયો. તું આખી દુનિયાને છેતરી શકે, પરંતુ મને-યમદેવતાને છેતરી ન શકે. જગતના ઇતિહાસમાં આજ દિવસ સુધી એવી કોઈ ઘટના બની નથી અને બનશે પણ નહિ.” આમ યમરાજાના પંજામાંથી કોઈ છટકી શકતું નથી. કોઈના પ્રાણ જલદી ન નીકળતા હોય તો એમ લાગે અને લોકો બોલે પણ ખરા કે એ યમદેવતાને હંફાવે છે. પરંતુ વસ્તુતઃ યમદેવતા તેને હંફાવતા હોય છે. મૃત્યુ જેમ અનિવાર્ય છે તેમ અનિશ્ચિત પણ છે. અકસ્માતોમાં મૃત્યુ થાય છે કે માણસ આત્મઘાત કરે છે તેમાં મૃત્યુ વહેલું આવેલું દેખાય છે એ તો સાચું, પરંતુ બધાંનું મૃત્યુ થયાનુસાર થાય છે એવું પણ નથી. કોઈ બાલ્યકાળમાં, કોઈક યોવનમાં તો કોઈક Page #66 -------------------------------------------------------------------------- ________________ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया । વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામે છે. “વિષ્ણુપુરાણ'માં કહ્યું છેઃ जातमात्रश्च म्रियते बालभावेऽथ यौवने। मध्यमं वा वय: प्राप्य वार्धक वा धुवा मृति: ॥ [કોઈ જન્મ પામીને તરત મૃત્યુ પામે છે, કોઈ બાળપણમાં અને કોઈ યોવનમાં મૃત્યુ પામે છે, કોઈ મધ્યમ વય પામીને અથવા કોઈ વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામે છે. પરંતુ મૃત્યુ દરેકનું નિશ્ચિત છે.]. જીવની પોતાના દેહ સાથે એવી એકત્વબુદ્ધિ થઈ જાય છે અને એનો એવી રીતે જીવનવ્યવહાર ચાલે છે કે જાણે મૃત્યુ ક્યારેય આવવાનું નથી. પરંતુ મૃત્યુ સામેથી દેખાય, પોતે હવે થોડા દિવસના જ મહેમાન છે એમ સ્પષ્ટ ભાસે ત્યારે ભલભલા માણસો ઘૂજી જાય છે. એટલે જ સાત પ્રકારના જે ભય બતાવવામાં આવ્યા છે તેમાં મોટામાં મોટો ભય મૃત્યુનો છે. કહ્યું છે : મરજીસમ નર્થીિ ભર્યા એટલે જ મનુષ્યો, પશુપક્ષીઓ વગેરે બધા જ જીવો જીવ બચાવવા ભાગે છે. મૃત્યુ સુનિશ્ચિતપણે આવવાનું જ છે અને એક દિવસ પોતે આ દુનિયામાં નહિ હોય એમ જાણવા છતાં એકંદરે માણસને પોતાના મૃત્યુની વાત સતાવતી નથી. જાણે કે પોતાનું ક્યારે મૃત્યુ થવાનું નથી એમ સમજીને તે પોતાનો બધો વ્યવહાર કરતો રહે છે. સામાન્ય માણસને જીવનના આરંભનાં વર્ષોમાં પોતાના મૃત્યુનો ડર બહુ રહેતો નથી. જિંદગી સુખચેનથી જીવવાનાં સ્વપ્નાં તે સેવે છે. માણસ અનેકને મરતા, યમાલયમાં દાખલ થતાં-નિત્યં યાન્તિ યમનિ-જુએ છે છતાં પોતાનો વારો આવવાનો નથી એમ વર્તે છે, એ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે એમ “યક્ષપ્રશ્નોત્તરમાં બતાવ્યું છે. મૃત્યુ આવે ત્યારે એક ક્ષણ માત્રમાં પોતાનાં ઘરબાર, ચીજવસ્તુઓ, સંબંધીઓ, સ્વજનો બધાંની સાથે સંબંધ પૂરો થઈ જાય છે. જિંદગીભર સંઘરેલી, જીવની જેમ સાચવેલી પોતાની અત્યંત પ્રિય ચીજ વસ્તુઓ પોતાની રહેતી નથી. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ માણસે માલમિલકત, રિદ્ધિસિદ્ધિ, સગાંસંબંધીઓ, યશકીર્તિ, માનસન્માન, લબ્ધિઓ ઈત્યાદિ સર્વ અહીં જ મૂકીને જવાનું છે. માણસ જન્મથી જ બધી વાતે અત્યંત સુખી હોય તો પણ બધું સુખ મૂકીને એણે ચાલી નીકળવું પડે છે. મૃત્યુ કોઇની પણ વાટ જોવામાં માનતું નથી. મૃત્યુ ગરીબ-તવંગર, નાના-મોટા, સુખી-દુઃખી એવો કોઈ ભેદ રાખતું નથી. મૃત્યુથી ભૌતિક સુખનો જ અંત આવે છે એવું નથી, દુઃખો, કષ્ટો વગેરેનો પણ અંત આવે છે. ક્યારેક તો મૃત્યુ દુઃખમાંથી છૂટકારારૂપ નીવડે છે. લોકો બોલે છે, “બિચારા છૂટ્યા, સારું થયું. બહુ રિબાતા હતા.” જીવને જો મૃત્યુનું સ્વરૂપ સમજાય તો કષ્ટ કે ઘોર દુઃખોમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન થતાં નથી, સમતા રહે છે અને પાપના ભારે અનુબંધો પડતા નથી. મૃત્યુના વિચારો થતાં સુખમાં પણ માણસ છકી જતો નથી. તે સમભાવ રાખે છે અને પોતાના પુણ્યોદયનો સાર્થક ઉપયોગ કરી લે છે. તેની સુખ પ્રત્યેની આસક્તિ છૂટી જાય છે. મૃત્યુને શાપરૂપ ગણવું કે આશીર્વાદરૂપ ? વ્યવહારદષ્ટિએ, સંસારપ્રિય જીવોને મૃત્યુ શાપરૂપ લાગે છે. નિશ્ચયદૃષ્ટિએ, તત્ત્વદૃષ્ટિ ધરાવનારા અધ્યાત્મસાધકોને મૃત્યુ આશીર્વાદરૂપ લાગે છે. મૃત્યુ બધાંનો અંત આણે છે, પરંતુ મૃત્યુનું પોતાનું મૃત્યુ ક્યારેય નથી. મૃત્યુ શાશ્વત છે, એટલું જ નહિ, જોવાની દૃષ્ટિ હોય તો મૃત્યુ મંગળકારી છે. મૃત્યુ છે તો અનેક જીવોની પારમાર્થિક દૃષ્ટિ ખૂલે છે. એટલે જ જ્ઞાની મહાત્માઓને મૃત્યુનો ડર હોતો નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છેઃ न संतसंति मरणंते शीलवंता बहुस्सुया। [શીલવંત અને બહુશ્રુત મહાત્માઓ મૃત્યુના સમયે ભયભીત થતા નથી.]. મૃત્યુનું સ્વરૂપ સમજાતાં જીવનને એવી રીતે સુધારી લેવું જોઈએ Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૯ जो जाणे न मरिस्सामि, सो ह कंखे सुहेसिया। કે જેથી મૃત્યુની પરંપરા આપણો માટે અલ્પકાળની બની જાય અને મોક્ષગતિનું શાશ્વત સુખ ઓછા ભાવોમાં પામી શકાય. એટલે જ જ્ઞાની મહાત્માઓ એવા મૃત્યુને ઈચ્છે છે કે જે પછી બીજું મૃત્યુ હોતું નથી. મોક્ષ થતાં એમને માટે મૃત્યુનો પણ અંત આવી જાય જો મૃત્યુ નિશ્ચિત જ છે અને મોડું વહેલું ગમે ત્યારે આવવાનું છે એટલું સમજાય તો માણસે પોતે જે કર્તવ્ય, ધર્મકાર્ય ઈત્યાદિ કરવાનું છે તે વેળાસર કરી લેવું જોઇએ. કેટલાક લોકોની ટેવ જ એવી હોય છે કે “પછીથી કરીશું, શી ઉતાવળ છે ?–પરંતુ આવા લોકો જ ઊંઘતા ઝડપાઈ જાય છે. ઉભટસાગરમાં કહેવાયું છે કેઃ करिष्यामि करिष्यामि करिष्यामीति चिन्तया । मरिष्यामि मरिष्यामि मरिष्यामीति विस्मृतम् ।। [હું ભવિષ્યમાં કરીશ, કરીશ, કરીશ' એવા વિચારમાં અને વિચારમાં “હું મરી જઈશ, મરી જઈશ, મરી જઈશ'-એ વાત માણસ ભૂલી જાય છે.]. અલ્પ વયમાં મૃત્યુ પામનારાઓ પણ પોતાના જીવનને સુધારી ગયા હોય, તે જ ભવે મોક્ષ પામ્યા હોય એવાં પ્રાચીન દૃષ્ટાન્તો પણ છે. એવું અકાળ મૃત્યુ ન હોય અને સામાન્ય સરેરાશ જીવન મળે તો પણ સમ્યગ્દર્શનાદિ માટે તો પૂરતું છે એમાં સંશય નથી. એટલા માટે જ માણસે જાગૃતિપૂર્વક, સમજણપૂર્વક પોતાના જીવનનું આયોજન એવી રીતે કરવું જોઇએ કે જેથી પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં વસવસો કરવાનો વખત આવે નહિ. મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છેઃ श्व: कार्यमद्य कुर्वीत पूर्वाह्ने चापराह्निकम् । न हि प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतम् ।। [આવતી કાલે કરવાનું કાર્ય આજે કરી લેવું જોઇએ અને બપોર Page #69 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પછી કરવા ધારેલું કાર્ય સવારના કરી લેવું જોઇએ, કારણ કે એનું (જીવનું) કાર્ય થયું છે કે નથી થયું એની પ્રતીક્ષા મૃત્યુ કરતું નથી. મૃત્યુની વિચારણાએ માણસને નિરાશાવાદી ન બનાવી દેવો જોઈએ. પરંતુ કરવા જેવાં બધાં ઉત્તમ કાર્યો વેળાસર કરી લેવાની પ્રેરણારૂપ એ વિચારણા હોવી જોઈએ જેથી ગમે તે ક્ષણે મૃત્યુ આવે, પોતે તો તૈયાર જ છે એમ ઉલ્લાસપૂર્વક એને લાગવું જોઈએ. વાચક ઉમાસ્વાતિ મહારાજે એટલે જ કહ્યું છેઃ सग्चिततपोधनानां नित्यं व्रतनियमसंयमरतानाम् । उत्सवभूतं मन्ये मरणमनपराधवृत्तीनाम् ॥ જેમણે તારૂપી ધન એકત્ર કર્યું છે, જેઓ નિરંતર વ્રત, નિયમ અને સંયમમાં ઓતપ્રોત હોય, જેઓની વૃત્તિ એટલે કે આજીવિકા નિરપરાધ એટલે કે નિર્દોષ હોય છે એવા મહાત્માઓનું મરણ ઉત્સવરૂપ છે એમ હું માનું છું.] | હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં કહ્યું છે કે મૃત્યુ આપણી બાજુમાં આવીને કાયમનું બેઠેલું છે. એ તકની રાહ જોઈ રહ્યું છે. માટે સમયસર ધર્મસંચય કરી લેવો જોઇએ. નિત્યં નિહિતો મૃત્યુ, ર્તવ્ય ધર્મસંવય: સ્ટેશન આવતાં પહેલાં જેને આપણો બેગ બિસ્તરા સાથે તૈયાર રહીએ છીએ એવી રીતે મૃત્યરૂપી સ્ટેશન આવતાં પહેલાં આપણે સજ્જ રહેવું જોઇએ. 3, , Page #70 -------------------------------------------------------------------------- ________________ હેરી પૉટર ૨૧મી જૂન એટલે ટૂંકામાં ટૂંકી રાત્રિ અને લાંબામાં લાંબો દિવસ. એ દિવસે પાશ્ચાત્ય જગતમાં એક યાદગાર ઘટના બની તે “હેરી પૉટર' નામની નવલકથાનો પાંચમો ભાગ– હેરી પોટર એન્ડ ધ ઓર્ડર ઓફ ધ ફિનિક્સ' પ્રકાશિત થયો. નવલકથાઓ તો ઘણી પ્રકાશિત થાય છે, પણ આ નવલકથાની વાત જુદી છે. વર્તમાન સમયની, સાહિત્ય જગતની આ એક વિક્રમરૂપ ઘટના છે. એણે વિશ્વના, વિશેષતઃ પાશ્ચાત્ય જગતના સાહિત્યરસિકોને આશ્ચર્યમુગ્ધ કરી દીધા છે. બ્રિટનના સ્કોટલેન્ડનાં વતની લેખિકા શ્રીમતી જોઆન કેથલીન રોલિંગની નવલકથા “હેરી પૉટર'ના ફક્ત આ પાંચમા ભાગની લગભગ પંચાસી લાખથી એક કરોડ જેટલી નકલ થોડા દિવસમાં જ વેચાઈ ગઈ છે. હજુ સુધી આટલી બધી નકલ કોઈ એક ગ્રંથની આટલા ટૂંકા સમયમાં વેચાઈ નથી. બ્રિટન, અમેરિકા અને બીજા કેટલાક દેશોમાં તો ટપાલ ખાતા તરફથી એના વિતરણ માટે ખાસ જુદો સ્ટાફ રોકીને એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી કે અગાઉથી ઓર્ડર નોંધાવનાર દરેક ગ્રાહકને પ્રકાશનના પહેલા દિવસે જ ઘરે બેઠાં એની નકલ મળી જાય. લાખો બાળકોએ ઘરમાં નકલ આવતાંની સાથે તરત જ પેકેટ ખોલીને લગભગ નવસો પાનાંની નવલકથા વાંચવાનું ચાલુ કરી દીધું હતું. અને ખાવાપીવાનું, ઊંઘવાનું ભૂલીને નવલકથા સાયંત વાંચીને પૂરી કરી હતી. અમેરિકામાં રહેતાં મારા પૌત્ર અર્ચિત (ઉ.વ.૧૨) અને પૌત્રી અચિરા (ઉ.વ.૧૦) એ પણ “હેરી પૉટર’ આવતાંની સાથે પૂરી વાંચી લીધી હતી. એની જેમ બીજા અનેક બાળકોએ અમેરિકામાં આ નવલકથા એટલી જ ઝડપથી વાંચી લીધી છે. બાળકો ઉપરાંત મોટી ઉંમરના અનેક લોકોએ પણ આ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ નવલકથાનું વાંચન કરી લીધું છે. કોઈ પણ પુસ્તકની એક અઠવાડિયામાં લગભગ એક કરોડ જેટલી નકલો ખપી જવી એ જેવી તેવી વાત નથી. પાશ્ચાત્ય દેશોમાં લોકો શક્તિસંપન્ન છે અને પોતાનું પુસ્તક વસાવીને વાંચવાની વૃત્તિવાળા છે. એટલે ત્યાં સારાં પુસ્તકોનો ઉપાડ ઘણો મોટો રહે છે. વળી દુનિયામાં અંગ્રેજી વાંચવાવાળા લોકોનું પ્રમાણ ઘણું મોટું છે. એટલે જ આ વિક્રમ વેચાણ શક્ય બન્યું છે. ઈંગ્લેંડ કરતાં પણ વધુ નકલો અમેરિકામાં ઊપડી ગઈ છે. ત્યાં બાળકોવાળાં બહુ ઓછાં એવાં ઘરો હશે કે જેમણે આ નવલકથા ન ખરીદી હોય. જે ઘરમાં બે-ત્રણ સંતાનો હોય એવા કેટલાક લોકોએ તો દરેક સંતાન માટે જુદી જુદી નકલ ખરીદી છે કે જેથી વાંચવા માટે ઘરમાં ઝઘડા ન થાય. તેમ કરવું તેઓને પોસાય છે. આવા સમૃદ્ધ દેશોમાં પણ કેટલીયે નકલો પ્રેસમાંથી કે ગોડાઉનમાંથી ચોરીછૂપીથી ઉપાડી જવાઈ છે અને કેટલાક ઘરોમાં પહોંચાડી દેવાઈ છે. ‘હેરી પોટર’ એ એક અનાથ પણ દૈવી જાદુઈ શક્તિ ધરાવનાર બાળકના વિકાસની ચમત્કૃતિ ભરેલી ઘટનાઓથી સભર નવલકથા છે. લેખિકાએ સાત ભાગમાં એ લખવાનું આયોજન કર્યું છે. અગાઉ ‘સોર્સરર્સ સ્ટોન', 'ચેમ્બર ઓફ સિક્રેટ્સ', 'પ્રિઝનર ઓફ અઝકબાન’ અને ‘ગોબ્લેટ ઓફ ફાયર' એ ચાર ભાગ પ્રકાશિત થઈ ગયા છે. અત્યાર સુધીમાં આ ચારે ભાગની મળીને દોઢ કરોડ કરતાં વધુ નકલો વેચાઈ ગઈ છે. આ વેચાણે લેખિકાને અસાધારણ ખ્યાતિ અપાવી છે અને અણધારી મબલખ કમાણી કરાવી આપી છે. ‘હેરી પોટર’ અદ્ભુતરસિક નવલકથા છે. એમાં જાદુઈ લાગે એવા ચમત્કારોની વાતો આવે છે. સાહિત્યમાં શૃંગાર, વીર અને કરુણ એ મુખ્ય રસ ગણાય છે, પણ બાળકોને શૃંગાર અને કરુણમાં Page #72 -------------------------------------------------------------------------- ________________ હૅરી પૉટર ૬૩ એટલી મજા નથી પડતી. બાળકો અને બાળજીવોને ગમતો પ્રિય રસ તે અદ્ભુત રસ છે. (આપણા મધ્યકાલીન કથાકારોમાં શામળ ભટ્ટની વાર્તાઓ અદ્ભુતરસિક છે. એટલે જ એનો શ્રોતાવર્ગ બહોળો રહેતો.) દુનિયાનાં ઘણાં બાળકો આ નવલકથા વાંચવાને ઉત્સુક હોય છે એનું બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે હેરીના પાત્રમાં તેઓ પોતાની જાતને નિહાળે છે. તેઓ હેરી સાથે એકરૂપ થઇને આ નવલકથા વાંચે છે. પ્રત્યેક બાળકને પોતાના વિચારો, સ્વપ્નાંઓ, આકાંક્ષાઓ, સમસ્યાઓ વગેરે હોય છે અને એનો ઉકેલ કે તાળો તેઓને આ નવલકથામાંથી મળી રહે છે. હેરી પોટર એક અનાથ બાળક છે. એનાં માતા-પિતાને વોલ્ડેમોર્ટ નામના એક માણસે મેલી વિદ્યાથી મારી નાખ્યાં હતાં. તે વખતે નાનો હેરી બચી ગયો હતો, પણ એના માથામાં ઘા રહી ગયો હતો. બીજાના આશ્રયે ઊછરેલા હેરીમાં કેટલીક દૈવી ચમત્કારિક શક્તિઓ છે. એ મોટો થતાં એવા છાત્રાલયમાં દાખલ થાય છે કે જ્યાં દેવી શક્તિવાળા અસાધારણ તેજસ્વી વિદ્યાર્થી રહેતા અને ભણતા હોય. હેરી પોતાના અભ્યાસક્રમમાં દર વર્ષે આગળ વધતો જાય છે અને એને અવનવા ચમત્કારિક અનુભવો થતા જાય છે. શાળાના મિત્રો, શિક્ષકો વગેરેના અનુભવો સાથે હેરીના પાત્રનું આલેખન એવું સરસ થયું છે કે વિદ્યાર્થીઓને હેરી પોતાનો પરિચિત લાગે છે. ‘હેરી પોટર'માં લેખિકાની લેખનશૈલી એટલી રસિક, રોચક અને માર્મિક છે અને હેરી ઉપરાંત એના મિત્રો, શિક્ષકો, વડીલો વગેરેનું પાત્રાલેખન પણ એટલું સરસ થયું છે કે બાળકોને એ ગમી જાય અને એમાંથી પ્રેરક બોધ મળે એવું છે. આ નવલકથામાં જાદુઈ પથ્થ૨, ત્રણ માથાવાળો રાક્ષસી કૂતરો, ઇચ્છાનું પ્રતિબિમ્બ પાડનાર Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ અરીસો, વિસ્મૃતિ દર્શાવનાર લખોટો, ઊડતાં ઝાડુ, વિશ્વાસઘાત કરનાર માણસો પાસે આવે તો તરત સંકેત કરનાર ભમરડો વગેરે વિવિધ પ્રકારની ચમત્કારિક વાતો બાળકોનો રસ સાદ્યંત જાળવી રાખે છે. પાશ્ચાત્ય દેશોમાં કોઈ એક ઘટનાનું બાળકોને જ્યારે ઘેલું લાગે છે ત્યારે એનો પ્રસાર ચારે બાજુ ઝડપથી થાય છે. ‘હેરી પોટર’ નવલકથાનો બાહ્ય પ્રભાવ પણ બાળકો ઉપર પડ્યો છે. હેરી પોટર જે જાતનાં જાડા કાચનાં કાળી ગોળ ફ્રેમવાળાં ચશ્માં પહેરે છે એવાં ચશ્મા કંપનીઓ બનાવવા માંડી છે અને ઘણાં બાળકો એવાં ચશ્મા ૫હે૨વા લાગ્યા છે. હેરી પોટર બ્રાન્ડના ટી શર્ટ, રમકડાં વગેરે પ્રચલિત થયાં છે. એવા જ પ્રકારની પાર્ટીઓ ગોઠવાય છે. કોઈક બાળક તો હેરી પોટર જેવાં કપડાં પહેરી રાતને વખતે દાદરા નીચે સૂઈ જાય છે. ટી.વી, વગેરેને લીધે ઘટતી જતી વાંચનપ્રવૃત્તિના આ સમયમાં આ નવલકથાએ અનેક બાળકોને વાંચતાં કરી દીધાં છે. ‘હૅરી પૉટર'ના પાત્રના સર્જને શ્રીમતી રોલિંગના જીવનમાં અસાધારણ, આશ્ચર્યચકિત કરે એવો ભાગ્યપલટો આણ્યો છે. શ્રીમતી રોલિંગ સાધારણ આર્થિક સ્થિતિનાં મહિલા હતાં. સ્કોટલેન્ડનાં હોવાથી કરકસરનો ગુણ એમનામાં પહેલેથી હતો. વાંચનનાં તેઓ શોખીન હતાં. પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા પછી પોતાની પુત્રી જેસિકાને ઉછેરતાં ઉછેરતાં ફાજલ મળેલા સમયમાં એમણે ઘરમાં આ નવલકથા લખવાનું ચાલુ કર્યું. સરકાર તરફથી આર્થિક સહાય (Welfare) એમને મળતી હતી. પરંતુ સાત ભાગમાં લખવા ધારેલી નવલકથાના પહેલા ભાગે એમને અસાધારણ સફળતા અપાવી અને તેઓ ધનાઢ્ય બની ગયાં. ત્યારપછી ૩૭ વર્ષની વયે એમણે પોતાનાથી છ વર્ષ નાના મુરે નામના યુવાન સાથે લગ્ન કર્યા અને એમને એક દીકરો થયો. Page #74 -------------------------------------------------------------------------- ________________ હેરી પૉટર હેરી પોટર'ના બીજા-ત્રીજા ભાગ પછીથી એમની કીર્તિ ચોમેર પ્રસરી અને પુસ્તકની રોયલ્ટીમાંથી તેઓ અણધાર્યું કમાતાં ગયાં અને પાંચમા ભાગના પ્રકાશનથી તો એમણે ગ્રંથને ચાણનો વિશ્વવિક્રમ તોડ્યો. એક દાયકામાં જ શ્રીમતી રોલિંગ એટલું બધું ધન કમાયાં કે આ નવલકથાના પાંચમા ભાગના પ્રકાશન પછી તો એક અંદાજ પ્રમાણે તેઓ બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ કરતાં પણ વધુ શ્રીમંત બની ગયાં છે. અઢળક ધન કમાતાં એમણે પોતાના વતન એડિનબર્ગમાં, લંડનમાં અને બીજે કેટલેક સ્થળે મોટાં રજવાડી ઘરો ખરીદી લીધાં છે. ઘરનું રાચરચીલું, મોટરગાડી, વસ્ત્રપરિધાન એ બધું સારામાં સારું અને મોંઘામાં મોંઘું એમણે વસાવી લીધું છે. અલબત્ત શ્રીમતી રોલિંગ કહે છે કે પોતે પ્રસિદ્ધિ કે પૈસા માટે લખ્યું નથી. પોતાને તો જેન ઓસ્ટીન જેવી એક સારી લેખિકા થવું હતું. પરંતુ ઈચ્છા હોય કે ન હોય, પૈસો અને પ્રસિદ્ધિ એમનાં ચરણોમાં આવીને બેસી ગયાં છે. અતિપ્રસિદ્ધિ મહાપુરુષોને, મહાત્માઓને ઘણીવાર અકળાવે છે. એમનું જીવન સહજ અને સરળ હેતું નથી. ભક્તો-ચાહકોની ભીડ આરંભમાં ગમી જાય છે, અભિમાન પોષાય છે, પણ પછી એજ એમના જીવનને કંઈક અંશે મર્યાદિત બનાવી દે છે. રસ્તામાં એકલા ચાલતા નીકળવું તેમને માટે મુશ્કેલ બની જાય છે. એમ કરવા ગયા તો એમને જોવા માટે, હસ્તાક્ષર માટે પડાપડી થાય છે. ધક્કાજક્કીમાં પોતે પડી જાય, ઈજા થાય, ક્યારેક તો હોસ્પિટલમાં જવું પડે એવા પ્રસંગો બને છે. સિનેમાના પ્રખ્યાત અભિનેતાઓ-અભિનેત્રીઓ રસ્તામાં એકલાં જઈ શકતાં નથી. કોઈ દુકાને ખરીદી કરવા ઊભા રહી શકતાં નથી. એમના જીવનમાં ઘરબહાર ચાલતા જવાની મર્યાદા આવી જાય છે. એશિયાના દેશોમાં મહાપુરુષોને જોવાની ઘેલછા હોય છે એટલી પાશ્ચાત્ય દેશોમાં નથી. તો પણ એક વખત પ્રખ્યાત થયા પછી ચાહક Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ વર્ગ, પત્રકા૨ો વગેરે વીંટળાઈ વળે છે. પછી સમુદ્રકિનારે કે બગીચામાં ફરવા જઈ શકાતું નથી. બસમાં, લોકલ ટ્રેનમાં, મેટ્રોમાં એકલા મુસાફરી કરવાનો આનંદ માણી શકાતો નથી. શ્રીમતી રોલિંગની પણ હવે એજ દશા થઈ છે. એમને પોતાનું શાંત અંગત જીવન જીવવું છે, પણ ઢગલાબંધ આવતી ટપાલો, ફેક્સ, ઈ-મેઈલ, ટેલિફોન આ બધાંનો ત્રાસ ચાલુ થઈ ગયો છે. ‘હેરી પોટર’નો પહેલો ભાગ ૩૦૦ પાનાંનો હતો, પરંતુ એની લોકપ્રિયતા વધતાં બીજો ભાગ લગભગ સાડા ત્રણસો પાનાંનો થયો. ત્રીજો સાડા ચારસો પાનાનો, ચોથો સાડા સાતસો પાનાંનો અને આ પાંચમો ભાગ નવસો પાનાંનો થયો. લેખિકાને પણ લખવાનો ઉત્સાહ વધ્યો છે એ વધતી જતી આ પૃષ્ઠસંખ્યા જોતાં પણ જણાય છે. હવે પછીના બે ભાગ પણ એ જ રીતે દળદાર બનશે એવી અપેક્ષા છે. શ્રેણીબદ્ધ નવલકથા લખનાર લોકપ્રિય લેખકની આ ખાસિયત હોય છે. પ્રથમ ભાગ પછી શ્રીમતી રોલિંગે પ્રકાશકો સાથે જે કરાર કર્યા હતા તેમાં નવલકથા લખવાની સમયમર્યાદા પણ રાખવામાં આવી હતી. એથી એમને સમયના બોજા હેઠળ લખવું પડ્યું છે, ઉતાવળ કરવી પડી હોય એવું બન્યું છે. એથી જ એમણે પાંચમા ભાગ વખતે પ્રકાશકોને જણાવી દીધું છે કે હવે પછીના ભાગ તેઓ સમયમર્યાદાના બંધન વગર લખશે. લોકપ્રિય થઈ ગયેલા લેખકોને પછી પ્રકાશકોના તકાદાને કારણે સરસ લખવાને બદલે ઘસડતા થઈ જવું પડે છે. લોકપ્રિયતાનું આ એક મોટું ભયસ્થાન છે. ‘હેરી પોટર’ નવલકથાની સર્વત્ર પ્રશંસા જ થઈ છે એવું નથી. કેટલાક વિવેચકો એમ માને છે કે આવું સાહિત્ય તત્કાલીન અતિપ્રસિદ્ધિને વરે છે, પણ પછી એ એટલું જ ઝડપથી ભુલાઈ જાય છે. અડધી પ્રસિદ્ધિ તો પ્રકાશકોની, દુકાનદારોની કરામતથી અને Page #76 -------------------------------------------------------------------------- ________________ હેરી પૉટર કૃત્રિમ વંટોળથી વધે છે. આ નવલકથામાં બાલભોગ્ય અંશોનું પ્રમાણ ઘણું છે. એટલે વિદગ્ધ વાચકો અને વિવેચકો એનાથી એટલા આકર્ષાશે નહિ. એક શિક્ષિકાએ કહ્યું કે હેરી પોટર'માં મને જરાય રસ નથી પડતો, પણ મારા બધા વિદ્યાર્થીઓએ એ નવલકથા વાંચી લીધી હોય એટલે તેમની સાથે વાતચીત કરવા માટે મારે ફરજિયાત એ વાંચી જવી પડે છે. એક પાદરીએ કહ્યું કે હેરી પોટર'થી બાળકોમાં ડાકણવિદ્યામાં અંધશ્રદ્ધા જન્મશે. આ અભિપ્રાયની સામે બચાવ પણ થયો છે. પાશ્ચાત્ય સાહિત્યજગતમાં “બેસ્ટ સેલર'નો મહિમા ઘણો છે. કોઈ પણ ગ્રંથમાં કંઈક સત્ત્વ હોય તો જ તે વધુ વેચાય. આમ છતાં પાશ્ચાત્ય સાહિત્ય-વિવેચકો જ કહે છે કે “બેસ્ટ સેલર' એટલે “બેસ્ટ' જ એવું નથી. આ તત્કાલીન ઘટના છે. જે પુસ્તક ત્રીજી, ચોથી પેઢીએ પણ હોંશથી વંચાતું હોય તો એ પુસ્તકની ગુણવત્તા વધારે. હેરી પોટરે તત્કાલીન સામર્થ્ય બતાવ્યું છે. જ્યારે એ કાલગ્રસ્ત થઈ જાય તે કોણ કહી શકે ? Page #77 -------------------------------------------------------------------------- ________________ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ સાધુચરિત પ્રોફેસર, શેક્સપિયરનાં નાટકો અને આંગ્લ સાહિત્યના પ્રખર અભ્યાસી અને મર્મજ્ઞ વિવેચક, ગાંધીસાહિત્યના પણ ઊંડા અભ્યાસી, તેજસ્વી લેખક, સંપાદક પ્રો. ચીમનભાઈ નારણદાસ પટેલ (ચીના. પટેલ)નું ૮૬ વર્ષની વયે અમદાવાદમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ અવસાન થયું. તેઓ જીવનનાં પાછલાં વર્ષોમાં એટલા બધા ગાંધીજીમય થઈ ગયા હતા કે જાણે કે પોતાના અવસાન માટે ગાંધીજીના સ્વર્ગારોહણની તારીખની રાહ જોતા ન હોય! અને ૩૦મી જાન્યુઆરી આવતાં એમણે સંકલ્પપૂર્વક દેહ છોડ્યો હોય એમ લાગે છે. - સ્વ. ચી. ના. પટેલ (ત્યારે સી. એન. પટેલ)નું નામ મેં વર્ષો પહેલાં સાંભળ્યું હતું. ઈ. સ. ૧૯૫૫-૫૬ના વર્ષમાં હું મુંબઈની ઝેવિયર્સ કોલેજ તરફથી અમદાવાદમાં નવી થતી ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે એક વર્ષ માટે સેવા આપવા ગયો હતો ત્યારે મારું રહેવાનું અમારા એક વડીલના ઘરે ગોઠવાયું હતું. એમનાં દીકરી વસુબહેન (હાલ એડવોકેટ) ત્યારે ગુજરાત કોલેજમાં એમ.એ.નો અભ્યાસ કરી રહ્યાં હતાં. એમના સહાધ્યાયી મિત્ર શ્રી વિનોદભાઈ ત્રિવેદી પણ અમને મળવા આવતા. તે વખતે પટેલ સાહેબ એમને ઇંગ્લિશ ભાષા-સાહિત્ય વિશે ભણાવતા. વસુબહેન અને વિનોદભાઈ હંમેશાં પ્રો. ફિરોઝ દાવરસાહેબનાં વ્યાખ્યાનો ઉપરાંત પટેલ સાહેબનાં વ્યાખ્યાનોની પણ ભારોભાર પ્રશંસા કરતા. ત્યારે પટેલ સાહેબ પ્રો. સી. એન. પટેલ તરીકે વધુ જાણીતા હતા. પટેલ સાહેબનું નામ ત્યારે મેં પહેલી વાર સાંભળેલું અને મળવાનું નહોતું થયું તો પણ એમના પ્રત્યે ઘણો આદરભાવ થયો હતો. જ્યારે તેઓ ગુજરાત કોલેજમાં ઇંગ્લિશ ભાષા-સાહિત્યનો વિષય ભણાવતા ત્યારે તેઓ વિદ્યાર્થીઓ સાથે કે અન્ય અધ્યાપકો સાથે અંગ્રેજીમાં જ વાતચીત કરતા. તેઓ ઇંગ્લિશ ભાષા પોતાની Page #78 -------------------------------------------------------------------------- ________________ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ ૬૯ માતૃભાષાની જેમ બોલતા. એમના ઉચ્ચારો સ્પષ્ટ અને શુદ્ધ રહેતા. કોઈ સુશિક્ષિત અંગ્રેજ શિષ્ટ ઇંગ્લિશ ભાષા બોલે તેવી રીતે તેઓ બોલતા. ઈંગ્લિશ ઉપર એમનું પ્રભુત્વ ઘણું સારું હતું. વળી આરંભના દિવસોમાં તો તેઓ ગુજરાતી બોલવામાં ૨ખે ને ભૂલ થશે એવા ભયથી ગુજરાતી બોલવાનું ટાળતા. પરંતુ ગુજરાત કૉલેજ છોડી તેઓ અમદાવાદની એક કૉલેજમાં આચાર્ય તરીકે જોડાયા ત્યારથી એમણે ગુજરાતીમાં બોલવાનું, ગુજરાતીમાં વ્યાખ્યાનો આપવાનું અને પછીથી તો ગુજરાતીમાં લખવાનું પણ ચાલુ કર્યું. પ્રો. ચી. ના. પટેલનો જન્મ અસારવા-અમદાવાદમાં ૨૩મી ડિસેમ્બર ૧૯૧૮માં થયો હતો. ત્યારે અસારવા અમદાવાદનું પરું, એક જુદું નાનું ગામ હતું. એમની કડવા પાટીદારની જ્ઞાતિના રિવાજ પ્રમાણે ચાર વર્ષની બાળવયે એમનું લગ્ન થયું હતું. પટેલ સાહેબ ભણવામાં હોંશિયાર અને ઘણા આગળ વધ્યા હતા. એમણે પોતે લખ્યું છે કે ‘દુનિયાની દૃષ્ટિએ મારું લગ્ન કજોડું ગણાય એવું હતું. મારી અને પત્નીની વચ્ચે શરીર, સ્વભાવ અને શિક્ષણ એ ત્રણે બાબતો અંગે મોટું અંતર હતું.' આવા સંજોગોમાં એમનાં સ્વજનો અને મિત્રોનો આગ્રહ હતો કે એમણે બીજાં લગ્ન કરી લેવાં જોઇએ. એ જમાનામાં એક પત્નીનો કાયદો નહોતો અને એક ઉ૫૨ બીજી પત્ની કરવાની બાબત ટીકાપાત્ર ગણાતી નહિ. એમ છતાં પટેલ સાહેબે ગાંધીજી, વિવેકાનંદ વગેરેના વિચારોના પ્રભાવના બળે બીજાં લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તેમણે પોતાના લગ્નજીવનમાં સ્થિરતા અનુભવી હતી. એમણે લખ્યું છે કે ‘અમારું લગ્ન કોડું કહેવાય, પણ શરૂઆતથી જ અમારા હૃદયમાં એકબીજા માટે પ્રેમનાં ઝરણાં ફૂટ્યાં હતાં.' નાનપણથી જ પટેલ સાહેબને જાતજાતની વસ્તુઓ જોવાજાણવાનો અને શીખવાનો રસ હતો. નાની વયમાં તેઓ તરતાં અને સાઇકલ ચલાવતાં શીખ્યા હતા. વળી તેમને ટેનિસ રમવાનું Page #79 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ગમતું, શાસ્ત્રીય સંગીતનો એમણે શોખ કેળવ્યો હતો અને એ જમાનામાં રોજ રાત્રે રેડિયો પર એક કલાક શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ આવતો તે તેઓ નિયમિત સાંભળતા. તેમણે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી એવાં અનેક ચલચિત્રો જોયાં હતાં. ‘શંકરાભરણ' નામનું તેલુગુ ચલચિત્ર એમણે છ વાર જોયું હતું. પટેલ સાહેબની વિદ્યાર્થી અને અધ્યાપક તરીકે કારકિર્દી ઘણી તેજસ્વી હતી. એમના પિતા મામલતદાર તરીકે જ્યારે અંકલેશ્વરમાં હતા ત્યારે ત્યાંની હાઈસ્કૂલમાંથી તેઓ મેટ્રિકમાં પ્રથમ નંબરે આવ્યા હતા અને શાળા તરફથી એમના બહુમાન માટે મેળાવડો થયો હતો. મેટ્રિક પછી તેઓ અમદાવાદ વધુ અભ્યાસ માટે આવ્યા હતા. ૧૯૪૦માં બી.એ.માં તેઓ ઈંગ્લિશ અને સંસ્કૃતનો વિષય લઈ દ્વિતીય વર્ગમાં આવ્યા હતા. પણ એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં આવ્યા હતા. પરંતુ આર્થિક સંકડામણને લીધે તેમને પુરુષાર્થ ઘણો કરવો પડ્યો હતો. અધ્યાપક તરીકે કામ કરતાં પહેલાં તેઓ ટ્યૂશનો કરતા અને બીજાં પ્રકીર્ણ કામો પણ કરતા. કરકસરથી ઘર ચલાવવામાં એમનાં પત્ની સવિતાબહેનનો પણ સારો સહકાર મળતો રહ્યો હતો. સવિતાબહેન ભલ, ભોળાં, કોમળ હ્રદયનાં સદાય હસમુમાં હતાં. આર્થિક તકલીફ રહ્યા કરતી હતી છતાં એમણે ક્યારેય લાચારી અનુભવી નથી. પટેલ સાહેબે એમ.એ. થયા પછી પ્રારંભમાં ગુજરાત કૉલેજમાં ઇંગ્લિશ વિષયના અધ્યાપક તરીકે ઘણાં વર્ષ સુધી કાર્ય કર્યું હતું. ત્યાર પછી એક કૉલેજમાં આચાર્ય તરીકે, ત્યાર પછી સરદાર પટેલ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે અને ત્યાર પછી દિલ્હીની‘કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી'માં અનુવાદક અને સંપાદક તરીકે કાર્ય કર્યું હતું. નિવૃત્ત થયા પછી તેમણે અમદાવાદમાં આવીને શેષ જીવન સ્વાધ્યાય-લેખન વગેરેમાં પસાર કર્યું હતું. ઠેઠ બાલ્યકાળથી પટેલ સાહેબની તબિયત સારી રહેતી નહોતી. વારંવાર તાવ, હરસ, આંતરડાનો ક્ષય વગેરે બીમારીઓને કારણે 90 Page #80 -------------------------------------------------------------------------- ________________ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ તેઓ કેટલીયે વા૨ હોસ્પિટલમાં જઈ આવ્યા હતા, પરંતુ તેમનું મનોબળ અદ્ભુત હતું અને જીવન જીવવામાં તેમનો રસ સક્રિય હતો. તેઓ સતત વાંચનમાં, અધ્યયનમાં અને લેખનકાર્યમાં જીવનના અંત સુધી પરોવાયેલા રહ્યા હતા. તેમનો જીવનરસ ક્યારેય સૂકાયો ન હતો. ‘મારી વિસ્મયકથા'માં એમણે લખ્યું છે, ‘વૃદ્ધાવસ્થાની નિર્બળતામાં હું પ્રમાણમાં માનસિક સ્વસ્થતા ભોગવું છું તેનું કારણ મારામાં સંકલ્પબળની વિશેષતા છે એવું નથી પણ મારામાં બાળકસ્વભાવનું એક સારું લક્ષણ રહ્યું છે. હું બાળક જેવો છું અને ઘરડો થયો તો પણ એવો જ રહ્યો છું. બાળક પોતાના રસની વસ્તુને આગ્રહપૂર્વક વળગી રહેતું નથી. એક રમકડું ન મળે કે ખોવાઈ જાય કે ભાંગી જાય તો થોડીવાર રડે, પણ પછી બીજું મળે એટલે પહેલું ભૂલી જાય. મારા સ્વભાવમાં પણ એવું કંઈક છે. સમયના પ્રવાહની સાથે મારામાં નવા રસ જાગ્રત થતા રહ્યા છે અને આજ સુધી એ ચાલુ છે.’ ૭૧ પોતાની તબિયત અને મૃત્યુ માટેની તૈયારી વિશે ૧૯૮૫માં ‘પ્રબુદ્ધ જીવન'માં એમણે લખ્યું હતું, ‘માર એક ડૉક્ટર વડીલે મને ૧૯૬૦માં કહ્યું હતું કે ‘ચીમનભાઈ, તમારા શરીરના ઘડિયાળની ચાવી ઊતરી ગઈ છે. હવે તમે જેટલું જીવો તેટલી ઇશ્વરની કૃપા.' એ કૃપા પચીસ વર્ષ ચાલી અને હજુ કંઈક ચાલશે એમ લાગે છે. મારા જીવનનો અંત જ્યારે આવે ત્યારે હું તૈયાર થઇને બેઠો છું.' ૧૯૮૫માં એમ લખ્યા પછી ઠેઠ ૨૦૦૪ના જાન્યુઆરી સુધી તેઓ આવી નાદુરસ્ત તબિયત છતાં જીવી શક્યા એ બતાવે છે કે એમની જિજીવિષા કેટલી પ્રબળ હતી. હજુ થોડા વખત પહેલાં જ એમનો પત્ર મને મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે આખો દિવસ અશક્તિ રહે છે, પરંતુ ‘સાંજના પાંચ-છ વાગ્યા પછી હું સ્વસ્થતા અનુભવું છું.' અમારા વડીલ ડૉ. અનામી સાહેબ દ્વારા અને પ્રો. જયંતભાઈ કોઠારી Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ દ્વારા પટેલ સાહેબનો પ્રત્યક્ષ પરિચય મને થયો હતો. ૧૯૮૨-૮૩માં એમણે “પ્રબુદ્ધ જીવન'માં લેખો લખવાનું ચાલુ કર્યું ત્યાર પછી અમારી વચ્ચે નિયમિત પત્રવ્યવહાર ચાલ્યા કર્યો અને એકબીજાના ઘરે જવા આવવાનો સંબંધ વધ્યો હતો. તેઓ પત્રવ્યવહારમાં નિયમિત હતા. સ્વ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની જેમ તેઓ પણ પોસ્ટકાર્ડનો જથ્થો પાસે રાખતા અને તરત મુદ્દાસર ટૂંકા પત્રો લખતા. પ્રબુદ્ધ જીવન'માં લેખમાળા સ્વરૂપે કશું છપાતું નથી. વધુમાં વધુ ત્રણ અંકમાં લેખ પૂરો થવો જોઈએ. પરંતુ પટેલ સાહેબે જ્યારે પોતાની આત્મકથા લખવાનો પ્રસ્તાવ મારી આગળ રજૂ કર્યો ત્યારે “પ્રબુદ્ધ જીવનમાં અપવાદરૂપે એ પ્રગટ કરવાનો નિર્ણય કર્યો હતો. લગભગ સવા વર્ષ સુધી એમની આ આત્મકથા છપાઈ હતી. આ આત્મકથામાં એમણે પોતાના શૈશવ-યોવનકાળનાં, અધ્યાપન-કાળનાં સંસ્મરણો આલેખ્યાં છે. એમાં એવાં તાદશ ચિત્રો રજૂ થયાં છે કે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીએ આ આત્મકથા “મારી વિસ્મયકથા'ના નામથી પોતાના પ્રકાશન તરીકે પ્રગટ કરી હતી. વળી મારી સાથેની આત્મીયતાને કારણે “મારી વિસ્મયકથા” નામની એમની આ આત્મકથા ગ્રંથ સ્વરૂપે પ્રગટ થઈ ત્યારે એ ગ્રંથ પટેલ સાહેબે મને અર્પણ કર્યો હતો. એકવડું શરીર અને નાજુક તબિયતને કારણે છેલ્લાં વર્ષોમાં તેઓ પ્રવાસ કરતા નહિ. આમ પણ એકંદરે તેમણે બહુ ઓછો પ્રવાસ કર્યો છે. ઠેઠ બાલ્યકાળથી તેમની તબિયત સારી રહેતી નહિ. પરંતુ એક વખત શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી વ્યાખ્યાનો આપવા માટે અમે નિમંત્રણ આપ્યું ત્યારે મારા આગ્રહને વશ થઈ એમણે તે સ્વીકાર્યું, પણ તેમાં સમયની, આવવા-જવાની, ખાનપાનની એમ ઘણી બધી વાતોની સ્પષ્ટતા અને શરત કર્યા પછી તે સ્વીકાર્યું હતું. પહેલો અનુભવ એમને અનુકૂળ લાગ્યો એટલે બીજીત્રીજી વાર પણ એમણે વ્યાખ્યાનો માટે અમારું નિમંત્રણ સ્વીાર્યું હતું. Page #82 -------------------------------------------------------------------------- ________________ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ એક વાર તેઓ મુંબઈમાં અમારે ઘરે આવ્યા ત્યારે ઘરમાં સિતાર, હાર્મોનિયમ, તબલાં જોઇને એમણે પ્રશ્ન કર્યો કે સંગીતનો કોને શોખ છે? મેં કહ્યું મારો પુત્ર અમિતાભ (ઉ.વ.૧૪) અને પુત્રી શૈલજા (ઉ.વ.૧૬) માટે સંગીતના શિક્ષક રાખ્યા છે. શિક્ષક બંનેને ગીતો ગાતાં અને જુદાં જુદાં રાગ વિશે શીખવે છે તથા અમિતાભને તબલાં તથા શૈલજાને સિતાર વગાડતાં શીખવ્યું છે. એમણે શૈલજાને સિતાર વગાડવાનું કહ્યું. શૈલજાએ સિતાર સંભળાવી એથી એમણે પોતાની પ્રસન્નતા દર્શાવી હતી અને પોતાના સંગીતના શોખની વાતો કરી હતી. પટેલ સાહેબને કેટલાંક વર્ષોથી આંતરડાની તકલીફ હતી. એ અંગે તેઓ સાવધાન થઈ ગયા હતા. ખાનપાનમાં તેઓ કોઇના આગ્રહને વશ થતા નહિ. એક વાર તેઓ અમારે ઘરે પધાર્યા હતા ત્યારે ચા પીવા માટે અમે આગ્રહ કર્યો. છેવટે એમણે કહ્યું કે ‘ચા હું તો જ પીઉં, જો તમારા રસોડામાં જઇને મારાં પત્ની જાતે ચા બનાવે તો.’ અમે એમની એ દરખાસ્ત સ્વીકારી. એમનાં પત્નીએ ચા બનાવી તે એમણે પીધી હતી. પટેલ સાહેબને પાણી બરાબર ઉકાળીને પછી નીચે ઉતારીને એમાં અમુક જ પ્રમાણમાં ચાની પત્તી નાખવામાં આવે અને એમાં નહિ જેવું દૂધ હોય તો એવી ચા જ માફક આવતી હતી. એમનાં પત્ની એ પ્રમાણે બનાવતાં. 26 પટેલ સાહેબને અધ્યાપનકાળ દરમિયાન શેક્સપિયરનાં કોઇપણ બે નાટકો દર વર્ષે બી.એ. કે એમ.એ.ના વિદ્યાર્થીઓને ભણાવવાનાં આવતાં. આથી શેક્સપિયરનાં નાટકો એ જીવનભર એમનો અત્યંત પ્રિય વિષય રહેલો. શેક્સપિયરની સેંકડો પંક્તિઓ એમને કંઠસ્થ હતી. અમદાવાદમાં અને અન્યત્ર કેટલીક સંસ્થાના ઉપક્રમે એમણે એ વિષય પર વ્યાખ્યાનો પણ આપેલાં. તદુપરાંત ‘ટ્રેજેડી, જીવનમાં અને સાહિત્યમાં' એ વિષય એમણે આપેલાં વ્યાખ્યાનો ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ થયેલાં છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ શેક્સપિય૨ ઉપરાંત શૈલી, કિટ્સ, વર્ડઝવર્થ, ટેનિસન, બ્રાઉનિંગ, રોબર્ટ બર્ન્સ વગેરે આંગ્લ કવિઓની કવિતા કૉલેજના વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય વર્ષો સુધી એમણે કર્યું હતું. એટલે એ કવિઓની અનેક પંક્તિઓ પણ એમને કંઠસ્થ હતી. વાતચીતમાં પ્રસંગ અનુસાર જ્યારે તેઓ આવી પંક્તિઓ ટાંકતા ત્યારે એમની સ્મૃતિ અને બહુશ્રુતતા માટે આદર ઊપજતો. સંસ્કૃત ભાષામાં લખાયેલું વાલ્મીકિનું રામાયણ એ પટેલ સાહેબના સ્વાધ્યાય-પરિશીલનનો એક મહત્ત્વનો ગ્રંથ જીવનભર રહ્યો હતો. એનો એમણે ગુજરાતીમાં ગદ્યસંક્ષેપ કર્યો હતો અને એ ગ્રંથસ્વરૂપે પ્રગટ થયો હતો. એ વિશે પોતાને જે કંઈ મૌલિક ચિંતન વ્યક્ત કરવા જેવું લાગ્યું તે એમણે આ ગ્રંથમાં વ્યક્ત કર્યું છે. પટેલ સાહેબનું એક સૌથી વધુ યાદગાર અને મૂલ્યવાન કાર્ય તે`Collected works of Mahatma Gandhi' છે. પટેલ સાહેબે આ શ્રેણીના નેવુ જેટલા ગ્રંથોમાં ગાંધીજીના લખાણોના અનુવાદ અને સંપાદનનું કાર્ય કર્યું છે. એ કાર્ય ક૨વા માટે તેઓ કુટુંબને અમદાવાદમાં રાખીને એકલા દિલ્હી જઇને રહ્યા હતા અને હાથે રસોઈ કરીને જમતા. પરંતુ એથી એમની તબિયત બગડતી ગઈ અને લોહીની ઊલટી થતી. એટલે ચાર વર્ષ દિલ્હી રહી તેઓ અમદાવાદ પાછા ફર્યા. અમદાવાદમાં રહીને કામ ક૨વાની સરકાર તરફથી એમને પરવાનગી આપવામાં આવી. આમ ૧૯૬૧થી ૧૯૮૫ સુધી અને ત્યાર પછી પણ દિવસ-રાત પરિશ્રમ કરીને ગાંધીજીનાં સર્વ લખાણોનું વ્યવસ્થિત રીતે, કાલાનુક્રમે એમણે સંપાદન કર્યું છે, અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે અને સાથે સાથે પોતાની સંપાદકીય નોંધો પણ લખી છે. આ ભગીરથ કાર્ય કરવાને નિમિત્તે તેઓ ગાંધીજીના જીવન અને કવન વિશે એટલા બધાં ઓતપ્રોત થઈ ગયા હતા અને એટલા જ માહિતગાર થયા હતા કે કયા વિષય પર ગાંધીજીએ ક્યાં, ક્યારે અને શું કહ્યું છે તે ચોક્કસાઈપૂર્વક કહી ૭૪ Page #84 -------------------------------------------------------------------------- ________________ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ ૭૫ શકતા. ગાંધીજીના જીવનની કોઈ ઘટના વિશે કે ગાંધીજીના વક્તવ્ય વિશે જ્યારે કંઈ પણ વિવાદ થાય ત્યારે એમાં પટેલ સાહેબનો અભિપ્રાય અંતિમ અને નિર્ણાયક બની રહેતો. ગાંધીજીના પુત્ર હરિલાલ વિશે જ્યારે વિવાદ થયો ત્યારે પટેલ સાહેબે આધાર સાથે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. ગાંધીજીનાં લખાણો વિશે વર્ષો સુધી કાર્ય કરવાને કારણે તેઓ જાણે ગાંધીજીમય થઈ ગયા હતા. એ અંગે એમણે લખ્યું છે, “મને આંતરડાનો ક્ષય થયો ત્યારે ડોક્ટરે મને રમૂજમાં કહ્યું હતું, “પટેલ, તમને ગાંધી વાઈરસનો રોગ લાગુ પડ્યો છે, (એટલે કે ગાંધીજીના વિચારોનો ચેપ લાગુ પડ્યો છે.) ગાંધીજીની જેમ આ ખવાય અને આ ન ખવાય એમ કરી તમે તમારું શરીર બગાડ્યું છે.' ડૉક્ટરનું નિદાન ખરું હતું. પણ પૂરું નહિ.” પણ બીજા એક અર્થમાં મને ખરેખર ગાંધી વાઇસરનો રોગ લાગુ પડ્યો છે. એની એક નિશાની એ છે કે મારા દરેક લેખમાં કંઈ ને કંઈ સંદર્ભમાં ગાંધીજીનો ઉલ્લેખ આવવાનો. મને એ ચેપ ન લાગ્યો હોત તો મારું જીવન કઈ દિશામાં વળ્યું હોત અને કેવું વેડફાઈ ગયું હોત એની હું કલ્પના નથી કરી શકતો.” ઇંગ્લિશ ભાષાનું લેખનકાર્ય કરવું એ એમને માટે સહજ હતું. 27251 Moral and Social Thinking in Modern Gujarat 414-11 ગ્રંથ લખ્યો છે જે ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) એ પ્રગટ કર્યો છે. તદુપરાંત Mahatma Gandhi in his Gujarati Writings નામનો ગ્રંથ દિલ્હીની સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યો છે. પટેલ સાહેબનું ચિંતન અત્યંત વિશદ હતું. વર્ષોથી ઉત્તમ સાહિત્યના પરિશીલનથી એમની દૃષ્ટિ અત્યંત માર્મિક તથા ઝીણી ઝીણી ભેદરેખાઓ દર્શાવવા જેવી સૂક્ષ્મ બની હતી. વાલ્મીકિ રામાયણ વિશેનાં તેમનાં અવલોકનો અને અભિપ્રાયોમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે. વળી ગુજરાતી સાહિત્યમાં તેમનું અવલોકન બહુ સૂક્ષ્મ રહેતું. એક વખતે મારા ઘરે ચર્ચા થતી હતી ત્યારે એમણે વિધાન કરેલું કે Page #85 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ઉમાશંકર જોષીની “વિશ્વશાન્તિ' નામની સુપ્રસિદ્ધ કવિતા એ બુદ્ધિની નીપજ છે, હૃદયની નહિ.” પટેલ સાહેબ “નવનીત-સમર્પણ'માં આવતી “પાસપોર્ટની પાંખે' નામની મારી પ્રવાસ–લેખમાળા નિયમિત વાંચતાં અને પોતાનો આનંદ પત્રમાં વ્યક્ત કરતા. એટલે જ “પાસપોર્ટની પાંખે'નો બીજો ભાગ-ઉત્તરાલેખન જ્યારે પ્રગટ થયો ત્યારે એમણે એમાં “મૃતિની પાંખે' નામની પ્રસ્તાવના લખી આપી હતી. પટેલ સાહેબના જીવનમાં અત્યંત સાદાઈ હતી અને જીવનના છેલ્લાં વર્ષોમાં તો તે વધુ જોવા મળતી હતી. છેલ્લે ત્રણેક વખત હું અમદાવાદમાં એમને મળવા એમના નીલકંઠ પાર્કના ઘરે ગયો હતો ત્યારે તેઓ ઘરમાં ઉઘાડા શરીરે માત્ર ખાદીની અડધી ચડ્ડી પહેરીને બેઠા હોય. એ ચડ્ડી પણ ધોબીની ધેયેલી, સફેદ બાસ્તા જેવી ઇસ્ત્રીવાળી ચડ્ડી નહિ, એક ગાંધીવાદીને શોભે એવી હાથે ધોયેલી સાધારણ ચડી. શિયાળો હોય તો જરૂર પૂરતાં ગરમ કપડાં તેઓ પહેરતાં, પરંતુ એમનાં વસ્ત્રોમાં કશી ટાપટીપ નહિ. તેઓ સહજ રીતે રહેતા. કોઈ મળવા આવ્યું હોય તો પણ તેઓ અડધી ચડ્ડી પહેરીને બેસતાં સંકોચ અનુભવતા નહિ. વસ્તુતઃ રાનૌપચારિતા, સાદાઈ, અલ્પપરિગ્રહ, ત્યાગ, વૈરાગ્ય વગેરે તેમના જીવનમાં બરાબર વણાઈ ગયેલાં હતાં. ગાંધીજીનો એમના જીવન ઉપર ઘણો બધો પ્રભાવ પડ્યો હતો. થોડા વખત પહેલાં એમનાં પત્નીના અવસાન વખતે હું એમને મળવા ગયો ત્યારે પણ તેઓ અડધી ચડ્ડી પહેરીને બેઠા હતા અને એવા જ સ્વસ્થ હતા. એમનાં સંતાનો અને તેમાં એમની વિશેષતઃ પુત્રી દીનાબહેન એમનું ઘણું ધ્યાન રાખતાં. પટેલ સાહેબ રોજ રેડિયો પર ત્રણચાર કલાક શાસ્ત્રીય સંગીત સાંભળતાં. પરંતુ પત્નીના અવસાન પછી રેડિયો ન સાંભળવાની એમણે પ્રતિજ્ઞા લીધી હતી. અત્યંત પ્રવૃત્તિશીલ અને સક્રિય જીવન જીવનાર શ્રી પટેલ સાહેબે વાનપ્રસ્થાશ્રમમાં નિવૃત્ત જીવન જીવવાનું ચાલુ કર્યું ત્યારે એમણે Page #86 -------------------------------------------------------------------------- ________________ સાધુચરિત સ્વ. ચી. ન. પટેલ ૭૭ લખેલું કે “હું મારા આંતરજીવનની દિશા બદલવાનો પ્રયત્ન કરી રહ્યો છું. વળગણો, અધ્યાસો અને માથા ઉપરનો ભાર ઓછો કરતો જાઉં છું. છાપાં વાંચવાનાં બંધ કર્યા છે. મનને ગમે તે જ વાંચું છું. નવું જ્ઞાન મેળવવાની દૃષ્ટિએ કંઈ વાંચતો નથી અને અગાઉથી વિચાર કરીને તૈયારી કરવી પડે એવું બોલવાનું કે લખવાનું કોઈ આમંત્રણ ન સ્વીકારવાનો સંકલ્પ કર્યો છે.” પટેલ સાહેબની શૈક્ષણિક અને સાહિત્યિક સિદ્ધિઓની વખતોવખત કદર થતી રહી હતી. કોલેજકાળમાં તેમને પારિતોષિકો અને શિષ્યવૃત્તિઓ સાંપડ્યાં હતાં. અધ્યાપનક્ષેત્રે એમણે કરેલા શ્રેષ્ઠ પ્રદાન માટે ગુજરાત સરકારનો એવોર્ડ મળ્યો હતો. સાહિત્ય માટે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો અને ૧૯૮૩માં સાહિત્ય પરિષદના અધિવેશનમાં તેમને વિવેચન વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અધ્યયન અને અધ્યાપનને કારણે પટેલ સાહેબમાં શિસ્તપાલન, સમયપાલન, કાર્યવ્યવસ્થા, વહીવટી સૂઝ, ચોક્કસાઈ વગેરે બ્રિટિશ નાગરિકમાં હોય એવાં ગુણો ખીલ્યા હતા. (આ ગુણો ભારતીય નાગરિકમાં ન હોય એવું નથી. પણ વર્તમાન સમયમાં સરકારી તંત્રમાં જે શિથિલતા, પ્રમાદ, ભ્રષ્ટાચાર, ગેરશિસ્ત વગેરે જોવા મળે છે એ સંદર્ભમાં બ્રિટિશ ગુણોની વાત છે.) પટેલ સાહેબે આઝાદી પહેલાંના ત્રીસેક વર્ષ બ્રિટિશ શાસન નિહાળેલું અને એમના ગ્રેજ્યુએટ પિતાશ્રી સરકારી નોકરીમાં હતા અને મામલતદાર અને આસિસ્ટન્ટ કલેક્ટરના પદ સુધી પહોંચ્યા હતા. એટલે ગુલામ અને સ્વતંત્ર એમ બંને ભારતમાં જીવવાનો પટેલ સાહેબને જે લાભ મળ્યો એથી બંનેની ઉત્તમ ખાસિયતો તેમના જીવનમાં જોવા મળતી હતી. પટેલ સાહેબના અવાજમાં મૃદુતાનો અને વાત્સલ્યભાવનો એક વિશિષ્ટ લહેકો હતો. તેઓ વાત કરે તો એટલી પ્રસન્નતાપૂર્વક કરે કે એમના હાવભાવ પરથી પણ તે આપણને સમજાય. Page #87 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ બાળપણમાં પટેલ સાહેબને ઘરમાં ‘બબુ' કહીને બોલાવતાં, ત્યારપછી પટેલ સાહેબ પહેલાં સી. એન. પટેલ, પછી ચીમનભાઈ પટેલ અને પછી ચી. ના. પટેલ તરીકે ઓળખાયા. પટેલ સાહેબે બહુ નિખાલસપણે કહ્યું છે કે પોતાનું નામ ચીમનભાઈ પટેલ, પરંતુ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની સામે એક વખત આંદોલન ચાલ્યું હતું અને પ્રજામાં તેઓ અપ્રિય થઈ ગયા હતા એટલે તે વખતે નામસામ્ય ન રહે એ આશયથી એમણે પોતાનું નામ ‘ચીમનભાઈ પટેલ' લખવાને બદલે ‘ચી. ના. પટેલ' લખવાનું ચાલુ કરી દીધું હતું. ત્યારથી આ નામ જ રૂઢ થઈ ગયું. કેટલાક તો એમને માટે ‘પટેલ’ શબ્દ ન ઉચ્ચારતાં માત્ર ‘ચી. ના.' જ ઉચ્ચારતા. જીવનના પૂર્વાર્ધમાં અંગ્રેજી પ્રમાણે ‘સી. એન.’ તરીકે જેમ તેઓ જાણીતા હતા તેમ ઉત્તરાર્ધમાં ચી. ના. તરીકે જાણીતા રહ્યા હતા. સી.એન.માંથી ચી.ના કરવાનું સૂચન શ્રી મહેન્દ્ર મેઘાણીએ કરેલું. જેમ નામમાં તેમ પહેરવેશ, દેખાવ વગેરેમાં પટેલ સાહેબમાં પરિવર્તન આવતું ગયું હતું. સ્કૂલમાં હતા ત્યાં સુધી ખમીસ અને અડધી ચડ્ડી પહેરતા. કૉલેજમાં શર્ટ પેન્ટ પહેરતા. અધ્યાપક થયા ત્યારે સૂટ પહેરતા. પછી ખાદીનાં લાંબો ડગલો અને ધોતિયું અને ગાંધીટોપી પહેરતા, પછી પહેરણ, પાયજામો, ટોપી અને બંડી પહેરતા. છેલ્લાં વર્ષોમાં એમણે મૂછદાઢી ઉગાડેલાં એટલે કોઈ ઋષિમુનિ જેવા લાગતા. આમ પણ તેઓ ભારતીય પરંપરાના મનીષી હતા. ૭૮ સાધુચરિત પ્રો. ચી. ના. પટેલના અવસાનથી ગાંધીયુગની અને ગાંધીજીની ભાવનાને ચરિતાર્થ કરતી એક તેજસ્વી, નિષ્ઠાવાન પ્રતિભા વિલીન થઈ ગઈ. ગાંધીજી વિશે સ્વાનુભવની વાતો કરનારા આવા મહાનુભાવો હવે ક્યારે મળશે ? પ્રભુ એમના આત્માને શાંતિ આપો ! એમના પુણ્યાત્માને નત મસ્તકે વંદન ! Page #88 -------------------------------------------------------------------------- ________________ अदीणमणसो चरे । – ભગવાન મહાવીર [અદીનભાવથી વિચરવું] ભગવાન મહાવીરે સાધુઓ માટે, સંયમી માટે બાવીસ પ્રકારના પરીષહ બતાવ્યા છે. પરીષહ અને ઉપસર્ગ એમ બે શબ્દો સાથે બોલાય છે. ઉપસર્ગ ભયંકર હોય છે. ક્યારેક તું મારણાત્તિક એટલે કે મૃત્યુમાં પરિણામનાર હોય છે. પરીષહ ઉપસર્ગ કરતાં હળવા હોય છે. એમાં કષ્ટ સહન કરવાની વાત છે. એમાં તાત્કાલિક મૃત્યુનું કોઈ જોખમ હોતું નથી. સુધા, તૃષ્ણા, ટાઢ, તાપ, ડાંસમચ્છર, રોગ, માનાપમાન વગેરે પરીષહો સહન કરવાની ટેવ સાધુએ પાડવી જોઈએ. એ સહન કરતી વખતે સાધુએ મનમાં દીનતા, લાચારી, મજબૂરીનો ભાવ ન લાવવો જોઈએ, કારણ કે સાધુએ પરીષહો સ્વેચ્છાએ સ્વીકારેલા હોય છે. આવાં કષ્ટો વખતે સાધુના ચિત્તમાં પ્રસન્નતા હોવી જોઈએ. એ પ્રસન્નતા એમના ચહેરા પર પણ દેખાવી જોઈએ. જેમ સાધુ માટે તેમ શ્રાવક માટે પણ કહી શકાય. શ્રાવકે પણ કષ્ટો સ્વેચ્છાએ પ્રસન્નતાપૂર્વક સહન કરતાં શીખવું જોઈએ. ઉત્તરાધ્યયનસૂત્રના “પરીષહ' નામના બીજા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીએ સાધુને ભલામણ કરતાં કહ્યું છેઃ काली पव्वंग संकासे, किसे धमणिसंतए । मायण्णे असण-पाणस्स अदीणमणसो चरे ।। શરીર કુશ એટલે દુબળું-પાતળું થઈ ગયું હોય, આખા શરીરની નસો દેખાતી હોય, ધમણની માફક શ્વાસોચ્છવાસ ચાલતા હોય, અંગો કાગડાની જાંઘ જેવાં થઈ ગયાં હોય છતાં આહાર પાણીની મર્યાદાને જાણવાવાળો સાધુ મનમાં દીનતાનો ભાવ ન લાવે, અદીનભાવથી વિચરે. . Page #89 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ કોઈ માણસે તપશ્ચર્યા કરી હોય ત્યારે પોતે આહારનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો હોય છે. એટલે પોતાને ખાવાનું મળી શકે એમ હોવા છતાં ખાવું નથી એ ભાવ રહે છે. એમાં પ્રસન્નતા ટકાવી રાખવી જોઈએ. એ અઘરી નથી. પરંતુ તપશ્ચર્યા ન કરી હોય અને કકડીને ભૂખ લાગી હોય, શરીર અશક્ત થઈ ગયું હોય તે વખતે ખાવાનું ન મળે તો દીનતાનો ભાવ આવે. ત્યારે ભૂખથી માણસ પરાભવ પામે છે અને ખાવાનું મળે તો પોતે રાજી રાજી થઈ જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં આહારપાણી ન મળે તો પણ સંયમી સાધકોએ પ્રસન્નતા રાખવી જોઈએ. દીનતા ન બતાવવી જોઈએ. કેટલાક તો એવા અજાચક વ્રતધારી હોય છે કે જેઓ પોતાની જરૂરિયાતની વસ્તુ માટે સામેથી ન કહે, ન માંગે, પણ પ્રેમથી ચલાવી લે. ८० સાધુ ભગવંતોને પોતાના સત્ત્વની કસોટી કરે એવી એક વાત તે ગોચરી વહોરવાની છે. કોઈ ઘરે વહોરવા જાય અને કશું વહોર્યા વગર પાછા ફરવું પડે ત્યારે પોતાના ચિત્તની દશાને તપાસી જોવા જેવી છે. જે ગ્રામનગરમાં ઘણાં ઘરો હોય ત્યાં તો મનમાં એમ થાય કે એક નહિ તો બીજે ઘરેથી ગોચરી વહોરવાની મળી રહેશે. પણ જ્યાં નાના ગામમાં કે મોટા શહેરના અમુક વિસ્તારમાં ઓછાં ઘર હોય ત્યારે સૂઝતો આહાર ન મળે તો મનમાં દીનતા ન આવવા દેવી જોઈએ. વળી જ્યાં ગોચરી વહો૨વા જાય અને આદરસત્કાર ન મળે અથવા ઘરના સભ્યોનો ગોચરી વહોરાવવા માટે કોઈ ઉત્સાહ ન જોવા મળે ત્યારે પોતાના મનના ભાવ ન બગડવા જોઈએ. સંયમી શ્રમણો માટે અહીં ભૂખ અને આહારની વાત કરવામાં આવી છે. શ્રમણો ઉપરાંત શ્રાવકોના, તમામ મનુષ્યોના જીવનમાં દીનતાના પ્રસંગો આવે છે. માત્ર આહાર જ નહિ, બીજી અનેક બાબતો માણસને દીન બનાવી દે છે. ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ માણસ પાસે દીન વચનો ઉચ્ચાવરાવે છે. એટલા માટે જ Page #90 -------------------------------------------------------------------------- ________________ अदीणमणसो चरे । ૮૧ કહેવાયું છે કે ન માલિiા પાર્થ ! માણસે દીનતાનો વિચાર ન કરવો જોઈએ, મનમાં એવો ભાવ ન લાવવો જોઈએ. દીનતા છોડીને આધ્યાત્મિક સંપત્તિવાન થવાનું ધ્યેય જેઓ રાખે છે તેઓના જીવનમાં ત્યાગ, વૈરાગ્ય આવ્યા વિના રહેતાં નથી. જેટલી વસ્તુઓના મોજશોખ હોય એટલી તે મેળવવા માટેની ઝંખના રહે. તે માટે કમાવાનો પુરુષાર્થ કરવાની પરાધીનતા રહે અને પરાધીનતા એટલે દીનતા. એટલે જ જેન મુનિઓ પાસે ઓછામાં ઓછાં ઉપકરણો, જીવનનિર્વાહ માટેનાં બાહ્ય સાધનો ઓછામાં ઓછાં હોય છે. બાહ્ય ચીજવસ્તુઓ માટે તેઓને કોઈની ગરજ ભોગવવાની રહે નહિ. દિગંબર મહાત્માઓને આહારપાણી સિવાય બીજી કશી આવશ્યકતા નહિ એટલે પરાધીનતા નહિ. માણસ દીન બને છે ત્યારે કેટલાક લોકો એની દયા ખાય છે. પોતાના પ્રત્યે કોઈ સહાનુભૂતિ બતાવે, કોઈ દયા ખાય તો માણસને હિંમત આવે છે. અંદરથી કંઈક બળ મળે છે. કોઈ દયા બતાવે, પોતાની તકલીફ દૂર કરે તો માણસને ગમે છે. પણ પછી કેટલાકને એવી દયા-સહાનુભૂતિ મેળવવાની ટેવ પડી જાય છે. એટલે એવા માણસોને પોતાનાં દુઃખનાં રોદણાં રડવાનું ગમે છે. પછી તો દુઃખ કે કંઈ કષ્ટ હોય કે ન હોય તો પણ તેઓને રોદણાં રડ્યા. વગર ચેન નથી પડતું. કલ્પિત કષ્ટોનો આશ્રય લેવાય છે. કાયર અને નિઃસર્વ માણસોને તો પોતાની સાચી કે કૃત્રિમ દીનતા લાભકારક લાગે છે. માણસને લાચાર બનાવી દેનારી બીજી એક મહત્ત્વની ઘટના તે ગંભીર બીમારી છે. ગમે તેવો સશક્ત અને મગરૂબીવાળો માણસ, વડના વાંદરા ઉતારે એવો હોય તો પણ અસાધ્ય, ગંભીર રોગ આવે ત્યારે અસહાય, દીન બની જાય છે. એના અવાજમાં એની દીનતા વરતાય છે. ક્યારેક તો પોતે ન ઇચ્છે તો પણ એનાં નયનોમાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ આર્દ્રતા ઉભરાય છે. કેટલાય એવા સમર્થ માણસો હોય છે કે જેઓ કહેતા હોય કે પોતાને મૃત્યુનો જરાય ડર નથી. પોતે એને માટે તૈયાર બેઠા છે. પરંતુ એવા માણસો જ્યારે કેન્સરમાં અથવા એવા કોઈ ગંભીર રોગમાં સપડાયા હોય અને જાણી લીધું હોય કે હવે પ્રોતે થોડા દિવસના જ મહેમાન છે, ત્યારે વાતવાતમાં તેઓ રડી પડતા હોય છે. માણસ ખૂન, ચોરી, વ્યભિચાર, ખોટા દસ્તાવેજ, દાણચોરી વગેરે કોઈક અપકૃત્ય કરે અને પકડાઈ જાય ત્યારે તે અત્યંત દીન બને છે. તેનો ચહેરો મ્લાન બની જાય છે. લોકોને ત્યારે તે મોંઢું બતાવી શકતો નથી. પોતાની અપકીર્તિથી તે ઝાંખો પડી જાય છે. એથી કોઈકને માનસિક રોગ થાય છે. કોઇકને આપધાત કરવાનું મન થાય છે, કેટલાક ખરેખર આપઘાત કરી બેસે છે. દીનતાનાં આ પરિણામ છે. દીનતા પણ બધાંની એક સરખી હોતી નથી. કોઈકની સામાન્ય, તો કોઈકની તીવ્રતર, તીવ્રતમ હોય છે. કેટલાકને દીનતા આરંભમાં કહે છે, પણ પછી ગમે છે અને કેટલાકને દીનતાની ટેવ પડી જાય છે, એમના જીવનમાં એ ઘર કરી બેસે છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે ‘મા વૃત્તિ ટીન વર્ષેઃ ।' દીન વચન બોલો નહિ. સકારણ કે અકારણ દીન વચન બોલવું નહિ. ક્યારેક અતિશય લાચાર બનેલા માણસથી દીન વચન બોલાઈ જાય છે. ‘મારે માથે તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે;’ ‘અમે તો સાવ પાયમાલ થઈ ગયા;’ ‘આ દુનિયામાં અમારું કોઈ નથી;' ‘અમે અનાથ થઈ ગયા;’ ‘અમે ક્યાં હતા અને આજે ક્યાં આવી પડ્યા ?’ ‘અમે તો રસ્તા પરના થઈ ગયા’; ‘મારે દેવું એટલું થઈ ગયું છે કે મરવાનું મન થઈ જાય છે;' ‘મેં ધારેલું નહિ કે મારી સાથે આવો Page #92 -------------------------------------------------------------------------- ________________ अदीणमणसो चरे । દગો રમાશે ! હવે તો આપઘાત સિવાય છૂટકો નથી.' ઇત્યાદિ દીનતાનાં વચનો વખતોવખત સાંભળવા મળે છે. પરંતુ એવાં નિરાશાવાદી વચનથી કંઈ ઉકેલ આવતો નથી. ૮૩ માણસે સરળતા, લઘુતા, વિનમ્રતા, સહિષ્ણુતા વગેરે ગુણો જીવનમાં કેળવવા જોઇએ કે જેથી દીનતા ન આવે, પરંતુ એનું પરિણામ એવું ન આવવું જોઇએ કે જેથી પોતાનામાં લઘુતાગ્રંથિ જન્મે, અથવા તો દીનતા-હીનતાનો ભાવ જ રહ્યા કરે અને સત્ત્વહીન બની જવાય. વસ્તુતઃ સરળતા, લઘુતાદિ સદ્ગુણોથી પોતાનું સત્ત્વ વધુ ખીલવું જોઇએ. બીજી બાજુ સરળતા, લઘુતા વગેરે પોતાના ગુણો માટે માણસે એટલા બધા સભાન પણ ન રહેવું જોઇએ કે જેથી એ સદ્ગુણો માટે અભિમાન પ્રગટે અને પરિણામે એ ગુણો પણ ચાલ્યા જાય. માણસને દીનતાનો પણ અહંકાર થાય છે. સોક્રેટિસ વિશે એક કિંવદન્તિ છે કે એમનો એક મિત્ર કાણા-કાણાવાળો ઝભ્ભો પહેરીને નીકળતો. સોક્રેટિસે આવો ઝભ્ભો પહેરવાનું કારણ પૂછ્યું તો એણે કહ્યું કે ‘મારી લઘુતા, દીનતા બતાવવા માટે હું આવો ઝભ્ભો પહેરું છું.’ સોક્રેટિસે કહ્યું કે ‘ભાઈ, તને કાણાવાળો ઝભ્ભો પહેરેલો જોઇને લોકોને પહેલાં એમ લાગે કે તું કેટલો બધો ગરીબ-દીન છે, પરંતુ પછીથી તારા વર્તન પરથી લોકોને સમજાય છે કે હકીકતમાં તો તારા ઝભ્ભાના પ્રત્યેક કાણામાંથી દીનતા માટેનું તારું અભિમાન ડોકિયું કર્યા કરે છે.' દીનતા જાય તો સમતા આવવી જોઇએ, મિથ્યાભિમાન નહિ. પરંતુ ભૂખે મરતો દીન માણસ જ્યારે તવંગર બને છે ત્યારે સંપત્તિ માટેનું એનું અભિમાન છલકે છે. પોતાના દુઃખના દિવસોની સ્મૃતિ બીજા દીનદુઃખી પ્રત્યેની સહાનુભૂતિમાં પરિણમવી જોઇએ, નહિ કે એમને સતાવવામાં. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ મનુષ્ય દીન, નિર્ધન, મજબૂર નથી એ દર્શાવવા એક પ્રસંગ કહેવાય છે. એક વખત એક મહાત્મા એક ગરીબ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે એમની નજર એક મકાનના ઓટલા પર એક સશક્ત, બેકાર અને નિષ્ક્રિય બેઠેલા યુવાન પર ગઈ. એમણે યુવાનને આમ બેસી રહેવાનું કારણ પૂછ્યું. યુવાને કહ્યું કે પોતાની પાસે પૈસા નથી, એટલે બેસી રહ્યો છે. મહાત્માએ એને કહ્યું કે “ભાઈ, તું નિર્ધન નથી, ધનવાન છે.” યુવાને કહ્યું: “મહારાજ, મારી મજાક ન કરો.” મહાત્માએ કહ્યું કે “ભાઈ, મજાક નથી કરતો, સાચી વાત કહું છું. મને કહે કે કોઈ માણસ એક આંખે અથવા બેય આંખે આંધળો હોય અને એને નવી આંખ બેસાડવા ઓપરેશન કરાવવું છે તો કેટલું ખર્ચ થાય ? પંદર, પચીસ હજાર રૂપિયા થાય ને ? તારી બંને આંખ સાજી છે તો એની કિંમત પચીસ હજાર જેટલી ન મૂકી શકાય ? બહેરો માણસ કાને ઓપરેશન કરાવે તો કેટલું ખર્ચ થાય ? તારા બંને કાન સાજા છે. એની કિંમત મૂક. એ રીતે તારે જો બે હાથ ન હોત કે બે પગ ન હોત તો શું થાત ? આમ આખા શરીરની કિંમત મૂકે તો સહેજે દોઢ-બે કરોડ રૂપિયા જેટલી થાય. તું જાતને નિર્ધન માને છે, પણ વસ્તુતઃ તો તું કોટ્યાધિપતિ છે. માટે તું તારી નિર્ધનતાની, દીનતાની વાત છોડી દઇને બહાર જા, પહેલાં કંઈક શારીરિક મજૂરીનું કામ શોધી લે અને એમ કરતાં તું આગળ વધશે.” યુવાને મહાત્માની શિખામણ માની અને એનું જીવન સુધરી ગયું. દીનતાની સાથે ભય રહેલો છે. સદાચારી હંમેશાં નિર્ભય હોય છે. સદાચારી બનવા માટે માણસે સંતોષી બનવું પડે. લોભાદિ વૃત્તિઓ, તીવ્ર કામનાઓ, મોટી અપેક્ષાઓ માણસને સદાચારમાંથી ચલિત થવા લલચાવે છે. સંતોષી એક દિવસમાં નથી થવાતું. એનો સતત મહાવરો રાખવો જોઇએ. વળી કસોટી આવે ત્યારે જ પોતાના Page #94 -------------------------------------------------------------------------- ________________ अदीणमणसो चरे । સંતોષીપણાની ખબર પડે છે. અદીન રહેવું એટલે કે પોતાના સત્ત્વની ખુમારીથી રહેવું. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ માણસે પોતાની પ્રતિભા, ચિત્તની પ્રસન્નતા ઝાંખી ન થવા દેવી જોઇએ. જ્યારે જીવનમાં વિપરીતતા, પ્રતિકૂળતા આવે ત્યારે લાચાર ન બનતાં, સંસારમાં જે કંઈ બને છે તે પોતપોતાનાં શુભાશુભ કર્માનુસાર બને છે એવી દૃષ્ટિ કેળવી સાંત્વન, સમાધાન મેળવવું જોઇએ અને પોતાનાં અશુભ કર્મોના ક્ષયોપશમ માટે પ્રબળ પુરુષાર્થ કરવા પગલું ઉપાડવું જોઇએ. જ્યાં સાચી સમજણ છે, તત્ત્વદૃષ્ટિ છે ત્યાં દીનતા હોતી નથી, ટકતી નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી જીવને સંસારમાં ક્યાંય દીનતા દર્શાવવા જેવું રહેતું નથી. જીવ એટલા ઊંચા આત્મભાવમાં આવી જાય છે કે બાહ્ય પ્રતિકૂળતાઓનું એની પાસે કશું ચાલતું નથી. એટલા માટે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી શાન્તિનાથ ભગવાનના જાણીતા સ્તવન ‘હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં' માં કહ્યું છેઃ ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ ! તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવકે રસ આગે; આવત નહિ કોઉ માનમેં. ૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજનું આ જન્મશતાબ્દી વર્ષ છે. છેલ્લા સૈકામાં થઈ ગયેલા જૈન સાધુ મહાત્માઓમાં આ એક એવા સાધુ મહાત્મા છે કે જેમણે સંપ્રદાયની બહાર નીકળીને ધર્મદષ્ટિએ સમાજરચનાના પ્રયોગો કર્યા હતા. પ.પૂ. શ્રી સંતબાલજી મહારાજે જૈનોના સ્થાનકવાસી સંપ્રદાયમાં એક જૈન મુનિ તરીકે દીક્ષા લીધી હતી, પણ પછીનાં વર્ષોમાં પોતાની અંતઃસ્કુરણાને કારણે કેટલાક ક્રાન્તિકારી વિચારો ધરાવવાને લીધે તથા મહાત્મા ગાંધીજીના પ્રબળ પ્રભાવ હેઠળ આવીને એમણે લોકકલ્યાણની અને નીતિમય રાજકારણની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. એમણે પોતે કોઇને જૈન મુનિદીક્ષા આપીને પોતાના શિષ્ય બનાવ્યા નહોતા, પણ સંખ્યાબંધ જૈન-જૈનેતર ભાઈબહેનોને તૈયાર કરીને સમાજસેવા અને લોકકલ્યાણની પ્રવૃત્તિની દીક્ષા આપી હતી. મહારાજશ્રીનું નામ પહેલવહેલું મેં સાંભળ્યું હતું પંદરેક વર્ષની વયે, ૧૯૪૨માં. બીજા વિશ્વયુદ્ધના એ દિવસોમાં મુંબઈમાંથી ઘણાં કુટુંબો પોતાના વતનમાં સ્થળાંતર કરી ગયાં હતાં. અમે પણ અમારા વતન પાદરા (જિ. વડોદરા)માં જઈને રહ્યાં હતાં. એ વખતે શાળામાં રજાના દિવસો હતા. ત્યાં વતનમાં એક દિવસ મારા મોટાકાકાએ મને પોતાના કબાટનાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવીને, નામ-નંબર પ્રમાણે ચોપડો બનાવવાનું કામ સોંપ્યું હતું. એક દિવસ હું પુસ્તક ગોઠવતો હતો તેવામાં એક પુસ્તક મારા હાથમાંથી લઈ કાકાએ મને કહ્યું, “આ કોનું પુસ્તક છે, ખબર છે?' “ના.” મેં કહ્યું. “આ સંતબાલનું પુસ્તક છે. એમનાં વ્યાખ્યાનોનો સંગ્રહ છે. તેઓ ક્રાન્તિકારી સાધુ છે. રાત્રે જાહેર સભામાં ફાનસ રાખી ઊભા Page #96 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ઊભા વ્યાખ્યાન આપે છે.” સામાન્ય રીતે જૈન સાધુ દિવસે ઉપાશ્રયમાં પાટ ઉપર બેઠાં બેઠાં વ્યાખ્યાન આપે. ફાનસ રાખી શકે નહિ. એટલે એક જૈન સાધુનું આ પ્રકારનું આચરણ મારામાં જિજ્ઞાસા જન્માવે એવું હતું. આ રીતે સંતબાલજી મહારાજના નામનો મને પહેલો પરિચય થયો હતો. પછીથી એમના જીવન વિશે વાંચવા મળ્યું હતું. ત્યારપછી એમનું પ્રત્યક્ષ દર્શન ત્યારે થયું હતું કે જ્યારે તેઓ અમારે ઘરે વહોરવા પધાર્યા હતા. તેઓ ત્યારે આહારમાં ફક્ત બે જ વાનગી વાપરતા-દૂધ અને રોટલી. મહારાજશ્રી સાથે વિશેષ પરિચય એમના સ્થિરવાસ પછી થયો હતો. સંતબાલજી મહારાજનો જન્મ શ્રાવણ સુદ પૂર્ણિમા વિ. સં. ૧૯૬૦ (તા.૨૬મી ઑગસ્ટ ૧૯૦૪)માં સૌરાષ્ટ્રમાં મોરબી પાસે ટોળ નામના પાંચસો માણસની વસતીવાળા નાનકડા ગામડામાં થયો હતો. એમનું નામ શિવલાલ રાખવામાં આવ્યું હતું. એમને એક નાની બહેન હતી જેનું નામ મણિ હતું. શિવલાલના પિતાનું નામ નાગજીભાઈ અને માતાનું નામ મોતીબહેન હતું. તેમની આર્થિક સ્થિતિ તદ્દન સાધારણ હતી. ટોળ ગામમાં કંઈ કમાણી ન હતી એટલે તેઓ પાસેના વાંકાનેર શહેરમાં રહેવા ગયા. પરંતુ સંજોગવશાત્ ત્યાંથી પાછા ફરવું પડ્યું હતું. ત્યાર પછી કુટુંબના નિભાવ માટે મોતીબહેન મીઠાઈ બનાવી આપતા અને નાગજીભાઈ તે લઈને વાંકાનેર જતા અને રસ્તામાં ઊભા રહી મીઠાઈ વેચતા; એ લેનાર ઘણુંખરું નાનાં બાળકો રહેતાં. અપૂરતું પોષણ, નહિ જેવી આવક અને વધુ પડતો પરિશ્રમ–આ બધાંને કારણે નાગજીભાઈનું અકાળે અવસાન થયું હતું. તે વખતે નિર્ધનતા એટલી બધી હતી કે મૃતદેહના મુખમાં મૂકવા માટે બેઆની જેટલી રકમ પણ મોતીબહેન પાસે નહોતી. પરંતુ એમણે એ કોઈને જણાવા દીધું નહોતું. Page #97 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ છ વર્ષની ઉંમરે શિવલાલે શાળાનો અભ્યાસ ચાલુ કર્યો. બે માઈલ દૂર અરણી-ટીંબા નામના ગામે તેઓ ગામના બીજા છોકરાઓ સાથે ચાલીને ભણવા જતા. બે વર્ષ પછી તેમણે મોસાળ બાલંભામાં અભ્યાસ ચાલુ કર્યો. એમના મામા મણિભાઈ બાલંભાની શાળામાં શિક્ષક હતા. અહીં શિવલાલે ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યો. દરમિયાન મામા બાલંભા છોડી મુંબઈ જઈને નોકરી કરવા લાગ્યા. શિવલાલને પણ ત્યાં જવાનું મન થયું, કારણ કે હવે કિંઈક કમાઈને દળણાં દળતી માતાને મદદ કરવી જોઈએ. ત્યારે એમની ઉમર તેર-ચૌદ વર્ષની હતી. મુંબઈ જઈ કિશોર શિવલાલે અનાજની, કાપડની, ઈમારતી લાકડાની એમ જુદી જુદી જાતની દુકાને નોકરી કરી. એમાં ધીમે ધીમે સારા પગારની નોકરી મળતી ગઈ. તેઓ રકમ બચાવી વતનમાં માતાને મોકલાવતા. એથી માતાને રાહત થવા લાગી હતી. ઈ.સ. ૧૯૨૦ની આસપાસ દેશની સ્વતંત્રતા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલુ થયું હતું. મુંબઈમાં મહાત્મા ગાંધીજી, લોકમાન્ય તિલક વગેરેનાં ભાષણો સાંભળવા શિવલાલ ફાજલ સમયમાં જતા. ' વળી સ્થાનકમાં પધારેલા સાધુ મહાત્માઓનાં વ્યાખ્યાન સાંભળવા માટે પણ જતા. મુંબઈમાં કિશોર શિવલાલને વાંચવામાં તથા વ્યાખ્યાનો સાંભળવામાં રસ પડતો ગયો. એ દિવસોમાં એક રાજસ્થાની મુનિશ્રી સોભાગ્યમલજી મુંબઈ પધાર્યા હતા. શિવલાલને એમનાં વૈરાગ્યપ્રેરક વ્યાખ્યાનો એટલા બધાં ગમ્યાં કે તેમણે એમની પાસે દીક્ષા લેવાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ સૌભાગ્યમલજી વિહાર કરીને ગયા એટલે એ વાત આગળ વધી નહિ. : દરમિયાન માતા મોતીબહેને પોતાની તબિયત સારી રહેતી ન હોવાથી શિવલાલને પૂછ્યા વગર એમની સગાઈ વાંકાનેરની એફ Page #98 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ કન્યા સાથે કરી નાખી. એ વખતે શિવલાલની ઉંમર ૧૫-૧૬ વર્ષની હતી અને કન્યાની ઉમર એથી પણ નાની હતી. એટલે તરત લગ્નની કોઈ શક્યતા નહોતી. જો સરખી વયની કન્યા હોત તો શિવલાલ કદાચ દામ્પત્યજીવનમાં ઘસડાઈ ગયા હોત કારણ કે મહારાજશ્રીએ પોતે જ લખ્યું છે તેમ “પરિણીત થવાનો મને અમુક કાળે તો શોખ લાગેલો.” મુનિશ્રી સૌભાગ્યમલજીના વિહાર પછી કવિવર્ય પૂ. મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ મુંબઈ પધાર્યા. શિવલાલે ઘાટકોપરમાં એમનાં વ્યાખ્યાનોમાં જવાનું અને એમના અંગત સંપર્કમાં આવવાનું શરૂ કર્યું. તેઓ પૂ.નાનચંદ્રજી મહારાજથી અત્યંત પ્રભાવિત થયા અને એમની પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. તેઓ લખે છે, જ્યારથી આ મહામુનિને જોયેલા ત્યારથી તેમના પ્રત્યે અગમ્ય અને અદમ્ય આકર્ષણ જાગેલું. એમના મુખારવિંદને જોવું એ જાણે જીવનનો અલભ્ય લહાવો લાગે. એમના લલાટને જોઈએ કે એમની હસુ હસુ કરતી આંખોને જોઈએ! જાણે બુદ્ધ સમોવડા તેમના કાનને જોઈએ કે લહેકા કરતા અભિનયને જોઈએ! બસ એકવાર જેણે એમને જોયા અને સાંભળ્યા તેને એમની પાસેથી ઊઠવાનું મન જ ન થાય. ખાધાપીધા વિના જાણે એમની પાસે બેસી રહીએ.” શિવલાલના દીક્ષા લેવાના વિચાર ચાલતા હતા તે દરમિયાન વતનમાં એમની માતાની માંદગી ચાલુ થઈ હતી. એમની સારવાર કરાવવા માટે તેઓ માતાને મુંબઈ લઈ આવ્યા. પેટનું ઓપરેશન કરાવ્યું. પણ તબિયત ખાસ સુધરી નહિ. તેમને વતનમાં પાછાં લઈ જવામાં આવ્યાં. થોડા વખતમાં માતાનું અવસાન થયું. તરત શિવલાલ વતનમાં ગયા. એ વખતે એક બાજુ સગાંઓએ આગ્રહ રાખ્યો કે કન્યા મોટી થઈ છે એટલે હવે લગ્ન કરી લેવાં જોઈએ. બીજી બાજુ મુંબઈમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પારસી માલિકે પગાર વધારી આપવાનો તાર કર્યો અને ત્રીજી બાજુ દીક્ષા લેવા માટેના ભાવ વધતા હતા. છેવટે એમણે દીક્ષાને મહત્ત્વ આપ્યું. મુંબઈ આવીને એમણે પૂ.નાનચંદ્રજી મહારાજ પાસે દીક્ષા લેવાની વાત કરી. પરંતુ નાનચંદ્રજી મહારાજે કહ્યું કે દીક્ષા લેતાં પહેલાં બધાંની સંમતિ મેળવવી જરૂરી છે. એટલે શિવલાલ પાછા વતનમાં ગયાં. વૃદ્ધ માતામહીને સમજાવ્યાં. પોતાની વાગ્દત્તા દિવાળીબહેનના ઘરે ગયા. પોતે તેને હવે બહેન તરીકે ગણશે એમ સમજાવી તેમની સંમતિ લઈ, ભાઈ તરીકે તેમને ચુંદડી ઓઢાડી. દીક્ષા લેતાં પહેલાં શિવલાલ પોતાના બાળપણના એક મિત્ર અમૃતલાલની પણ ક્ષમા માગી આવ્યા. બાળપણમાં શિવલાલ અને અમૃતલાલ વચ્ચે કોની ખોપરી વધુ મજબૂત છે એ વિશે વાદવિવાદ થયો હતો. છેવટે તેઓએ નક્કી કર્યું કે બંનેએ માટીની કુલડી લઈને એકબીજાના મસ્તક પર મારવી. જેને મારેલી કુલડી ફૂટે નહિ તેની ખોપરી વધુ મજબૂત. પરંતુ એમ કરવામાં શિવલાલે જોરથી કુલડી મારી ત્યારે અમૃતલાલનું માથું ભાંગ્યું. લોહી નીકળ્યું. તરત માથા ઉપર માટી લગાવી દેવામાં આવી. થોડા દિવસમાં મટી ગયું, પણ ખોપરીમાં ઘાની નિશાની રહી ગઈ હતી. એ વાતને વર્ષો થઈ ગયાં હતાં. પણ દીક્ષા પહેલાં અમૃતલાલની ક્ષમા માગી લેવી જોઇએ એમ શિવલાલને લાગ્યું. પરંતુ શિવલાલ જ્યારે અમૃતલાલની ક્ષમા માગવા ગયા ત્યારે અમૃતલાલને બહુ આશ્ચર્ય થયું. પછી તો બંને મિત્રો ખડખડાટ હસી પડ્યા. ત્યારપછી શિવલાલ મુંબઈ આવ્યા. હવે પ્રશ્ન હતો મુનિશ્રી સૌભાગ્યમલજીની સંમતિ લેવાનો, કારણ કે પોતે એમને દીક્ષા લેવાનું વચન આપ્યું હતું. શિવલાલે એમને પત્ર લખ્યો તો જવાબમાં મુનિશ્રી સૌભાગ્યમલજીએ ઉદારતાપૂર્વક તરત સંમતિનો પત્ર લખ્યો. આમ બધાંની સંમતિ મળતાં દીક્ષા લેવાના સંજોગો સાનુકૂળ થયા. Page #100 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૯૧ તે સમયે શ્રી નાનચંદ્રજી મહારાજ મુંબઈથી વિહાર કરી સૌરાષ્ટ્રમાં વિચરતા હતા. શિવલાલ લીંબડીમાં જઈને ગુરુદેવને મળ્યા અને બધી વાત કરી. હવે દીક્ષા આપવાનું ગુરુદેવે સ્વીકાર્યું. પણ તે પહેલાં દીક્ષાર્થી તરીકે કેટલોક સમય અભ્યાસ કરવાની જરૂર હતી. તે મુજબ શિવલાલ દોઢેક વર્ષ સુધી ગુરુદેવ સાથે રહીને અભ્યાસ કરતા રહ્યા. ત્યારપછી મહારાજશ્રી વાંકાનેર પધાર્યા. દરમિયાન દીક્ષાનું મુહૂર્ત કાઢવામાં આવ્યું અને તે પ્રમાણે સંવત ૧૯૮૫ના પોષ સુદ ૮નો દિવસ નક્કી થયો. દીક્ષા વાંકાનેરમાં આપવાનું વિચારાયું. ચાતુર્માસ પૂર્ણ થતાં ગુરુદેવ વિહાર કરી મોરબી પધાર્યા. તે વખતે વાંકાનેરના સંઘનું દીક્ષા મહોત્સવ માટે લેખિત નિમંત્રણ પણ આવી ગયું. પરંતુ મોરબીમાં એક ઘટના બની જેથી દીક્ષા મોરબીમાં આપવાનું ઠરાવાયું. ગુરુદેવ શ્રી નાનચંદ્ર મહારાજ વીસ વર્ષે મોરબી પધાર્યા હતા. એમનાં વ્યાખ્યાનો સાંભળવા અનેક લોકો ઉમટવા લાગ્યા. વ્યાખ્યાનોની વાત એટલી પ્રસરી કે મોરબીના ઠાકોર લખધીરજી પોતે પણ વ્યાખ્યાનમાં પધાર્યા. વ્યાખ્યાનથી તેઓ અત્યંત પ્રભાવિત થયા. વ્યાખ્યાન પછી વંદન કરવા તેઓ ગુરુદેવ પાસે આવ્યા. તે વખતે શિવલાલ ત્યાં હતા. વાત નીકળી અને ગુરુદેવે કહ્યું કે એ દીક્ષાર્થી છે. ટોળના વતની છે અને વાંકાનેરમાં દીક્ષા આપવાની છે. ઠાકોરે કહ્યું, “વાંકાનેરને બદલે આપણા મોરબીમાં આપોને!' ગુરુદેવે કહ્યું “અહીં દીક્ષા આપવાની મનાઈ છે.” બન્યું હતું એવું કે ઘણાં વર્ષો પહેલાં લખધીરજીના પિતાશ્રી વાઘજી ઠાકોરે, કોઈક મુનિનો પ્રશ્ન ઉપસ્થિત થતાં અને વિવાદ થતાં મોરબી રાજ્યમાં જૈન દીક્ષા ઉપર કાયમનો પ્રતિબંધ મૂકી દીધો હતો. લખધીરજીએ કહ્યું, “એ પ્રતિબંધ હું ઉઠાવી લઉં છું. શિવલાલ અમારા પ્રજાજન છે. એમની દીક્ષા અમારા રાજ્યમાં થવી જોઈએ.” એ વખતે ઘણા બધા માણસો બેઠા હતા. સભા જેવું થયું હતું. એટલે તક Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ જોઈને ગુરુદેવે શિવલાલને કંઈક વક્તવ્ય રજૂ કરવા કહ્યું. શિવલાલ વૈરાગ્ય ઉપર થોડી મિનિટ બોલ્યા. એથી બધા બહુ પ્રભાવિત થયા. પછી દીક્ષા સંઘ તરફથી તેમ જ રાજ્ય તરફથી આપવાનો ઠરાવ થયો. આમ થતાં નગરમાં ઉત્સાહની ભરતી આવી ગઈ. મહારાજશ્રીના પોતાના જ શબ્દોમાં આ પ્રસંગ વિશે જોઈએ: દીક્ષા પહેલાના દિવસોમાં ઘેર ઘેર ભોજન નિમંત્રણ, પગલાં પડાવવાં અને બક્ષિસો આપવી, એ બધું ભુલાય તેમ નથી. લોકોએ બેવડા ઉત્સાહે દીક્ષા અપાવી. ગુરુદેવે દીક્ષિત નામ “સૌભાગ્યચંદ્ર મુનિ' રાખ્યું. તેઓ મને “શુભચંદ્ર મુનિ' પણ કહેતા. શ્રમણ દીક્ષા મોરબીમાં ન થાય એનું મોરબી સંઘને અત્યાર સુધી દુઃખ હતું. પણ સત્તા આગળ શાણપણ ચાલતું ન હતું. આખરે સત્તા પર શાણપણ સહિતનું શ્રમણપણું જીતી ગયું. “ગુરુદેવ નાનચંદ્રજી મહારાજની જય'ના ધ્વનિથી મોરબીનું વાયુમંડળ ગુંજી ઊઠ્યું.” દીક્ષા લીધા પછી અને મોરબીમાં ચાતુર્માસ કર્યા પછી ગુરુદેવે અન્ય મુનિઓ સાથે કચ્છ તરફ વિહાર કર્યો. એ દિવસોમાં રણ ઊતરવાનું ઘણું કડિન હતું. ભોમિયા ન હોય તો ભૂલા પડાય. એમાં વળી ત્યારે વરસાદ પડ્યો હતો. એટલે કાદવ કાદવ થઈ ગયો હતો. મુનિ સૌભાગ્યચંદ્રની કચ્છની આ પહેલી મુલાકાત હતી. કચ્છમાં ધોતિયાને બદલે ચોરણો પહેરેલા, ખેતી કરતા શ્રાવકોને જોઈ મહારાજશ્રીને આશ્ચર્ય થયું હતું. કચ્છમાં વાગડ પછી માંડવી, કોડાય, અબડાસા તાલુકો, ભુજ, અંજાર વગેરે સ્થળે તેઓ વિચર્યા. ત્યારપછી ત્યાં તેઓએ એક ચાતુર્માસ રામાણીઓમાં અને એક બીદડામાં કર્યું. અહીં મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીએ આગમોનો તથા ન્યાયનો અભ્યાસ કર્યો અને શતાવધાની મુનિશ્રી રત્નચંદ્રજી પાસેથી અવધાનો શીખ્યા. કચ્છમાં ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ ઘણાં વર્ષો પછી પધાર્યા હતા. એટલે એમનાં વ્યાખ્યાનો ઉપાશ્રયને બદલે બહાર મંડપ બાંધીને Page #102 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૯૩ ગોઠવાતાં, કારણ કે ભીડ ઘણી રહેતી. આ સમય દરમિયાન કેટલાક શ્રેષ્ઠિઓ અજમેરમાં સ્થાનકવાસી જૈન કોન્ફરન્સનું અખિલ ભારતીય અધિવેશન યોજવાની તૈયારીઓ કરી રહ્યા હતા. એમાં શ્રી નાનચંદ્રજી મહારાજ અને એમના યુવાન શિષ્ય શ્રી સૌભાગ્યચંદ્રજી મહારાજને પણ નિમંત્રણ મળ્યું હતું. કચ્છથી વિહાર કરી તેઓ આબુ થઈને રાજસ્થાનમાં આવ્યા. આબુના પહાડમાં તેઓ સુપ્રસિદ્ધ શ્રી શાન્તિસૂરિને મળ્યા. અને તેમની લઘુતાથી, વિનયથી, નિર્દોષ હાસ્યથી અને સાધનાથી બહુ પ્રભાવિત થયા હતા. મહારાજશ્રીના મુખમાંથી પંક્તિઓ સરી પડીઃ એક યોગી વસે છે અલબેલો, આબુના પહાડમાં; જ્ઞાન-ધ્યાન રસે રસઘેલો, આબુના પહાડમાં. અજમેરમાં મોટી સંખ્યામાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો, શ્રાવિકાઓ વગેરે પધાર્યા હતાં. કવિ નાનાલાલ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી વગેરે પણ પધાર્યા હતા. તે વખતે સ્થાનકવાસીઓમાં શ્રી જવાહરલાલજીનો અને શ્રી મુન્નાલાલજીનો એમ બે પક્ષ પડી ગયા હતા. પરંતુ કંઈ સમાધાન થયું નહિ. આ સંમેલનમાં સૌભાગ્યચંદ્ર મુનિએ અવધાનના પ્રયોગો કરી બતાવ્યા હતા અને એમને “ભારતરત્ન'નું બિરુદ આપવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આગ્રાના શ્રેષ્ઠીઓએ ગુરુદેવને હવે પછીનું ચાતુર્માસ આગ્રામાં કરવા માટે આગ્રહભર્યું નિમંત્રણ આપ્યું એટલે સંમેલન પછી તેઓ આગ્રા પહોંચ્યા. અહીં પણ ગુરુદેવનાં પ્રવચનો અને મહારાજશ્રીના અવધાનના પ્રયોગો નોંધપાત્ર રહ્યાં હતાં. આગ્રાથી વિહાર કરી ગુરુદેવ પોતાના મુનિવરો સાથે વિહાર કરતા કરતા, રણથંભોર, હમીરગઢ, ઉજ્જૈન, ઇંદોર, રતલામ, ભોયણીજી વગેરે સ્થળે વિહાર કરતા કરતા અમદાવાદ પધાર્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. આ લાંબા વિહારમાં દેશદર્શનનો, અને હિંદુ, For Private & F Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે ધર્મના મહાત્માઓને મળવાનો સારો અનુભવ થયો. એથી દૃષ્ટિ વિશાળ થઈ. અનેક નામાંકિત મહાનુભાવોનો પરિચય થયો. દરમિયાન મહારાજશ્રીએ ઉત્તરાધ્યયનસૂત્રનો અનુવાદ, ટીકા સાથે તૈયાર કર્યો તે પ્રકાશિત થયો. એ ગ્રંથ એટલો સરસ થયો હતો કે એક દિવસ અમદાવાદમાં એક ભાઈ રવિશંકર મહારાજને લઇને આવ્યા. મહારાજે મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીને કહ્યું, “ગુજરાતીમાં ઉત્તરાધ્યયન ભાષ્ય વાંચીને અમૃત પીધા જેવો આનંદ થયો.” મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી મૌન અને ધ્યાનનો સારો અભ્યાસ કરતા રહેતા. વળી તેમની લેખનપ્રવૃત્તિ પણ સારી ચાલતી હતી. ગુરુદેવ પોતાના શિષ્યો સાથે વિહાર કરીને મુંબઈ પધાર્યા. મુંબઈમાં ચીંચપોકલીમાં મહારાજશ્રી જે સાધના કરતા હતા એમાં તેમનો મોનનો અભ્યાસ દિવસે દિવસે વધતો જતો હતો. એમાં એક વખત એમને અંતઃકરણમાં તીવ્ર ફુરણા થઈ કે એક વર્ષ કોઈ સ્થળે એકાંતમાં રહીને કાષ્ઠ મૌનની સાધના કરવી. એમણે એ વિશે ગુરુદેવને વાત કરી. ગુરુદેવ વિચારમાં પડી ગયા, કારણ કે જેને સાધુથી કોઈ પણ સ્થળે આટલો બધો સમય સળંગ રહી શકાય નહિ. વળી સાવ એકલા પણ રહી ન શકાય. ગુરુદેવે સ્પષ્ટ કહ્યું, “તું મારી સાથે રહીને સાધના કર, નહિ તો સમાજમાં ગેરસમજ ઊભી થશે.” મહારાજશ્રી પોતાની મૌન સાધના વિશે દ્વિધામાં હતા. ત્યાં એમણે મક્કમ નિર્ણય કર્યો અને તે માટે તેઓ નર્મદા કિનારે રણાપુર ગામે પહોંચ્યા. ત્યાં એક કુટિરમાં રહી તેઓ એક વર્ષ મૌનસાધના કરવા ઇચ્છતા હતા. એમણે ત્યાં કાષ્ઠમીન ચાલુ કર્યું. આ મૌનમાં તેઓ કોઇની સાથે આંખ પણ મેળવતા નહિ. રણાપુરના એકાંતવાસમાં અને તેથી પણ પહેલાં મહારાજશ્રીને વિવિધ પ્રકારની અનુભૂતિ થતી. તેમાં સૌથી મહત્ત્વની તે એમની Page #104 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૯૫ વિચારધારાને અનુરૂપ હતી. એમને સતત એમ લાગતું કે સમગ્ર વિશ્વ ઉપર નિયંત્રણ કરનાર કોઈ શક્તિ છે. એને કુદરત કહો, પ્રકૃતિ કહો કે ધરતી માતા કહો. કુદરતમાં એમની શ્રદ્ધા અને નિષ્ઠા વધતાં ગયાં. એક દિવસ તેઓ આંખો બંધ કરીને બેઠા હતા ત્યારે દિવ્ય પ્રકાશનું દર્શન થયું. આ દિવ્ય શક્તિ તે માતૃશક્તિ. એમણે એ માટે ‘ૐ મૈયા’નો જાપ ચાલુ કર્યો. આ મંત્રની એમની સાધના અનોખી અને ઊંડી હતી. એમને કેટલાક સંસ્કાર પોતાની માતા પાસેથી મળ્યા હતા. એટલે સ્ત્રીશક્તિમાં એમને માતાનાં દર્શન થતાં. તેઓ પ્રકૃતિમાતાથી એટલા બધા અભિભૂત થઈ ગયા હતા કે અજાણ્યાને એમનું વલણ-વર્તન ધૂની લાગે. એમણે પોતે લખ્યું છે, ‘ૐૐ મૈયા’નો જાપ હું પહેલેથી જપતો. આરંભમાં માત્ર કલ્પના જ હતી. પણ પછી એને સ્થૂળ રૂપ અપાયું. આ ધરતીને મેં માતા તરીકે સ્વીકારી. આપણા સૌના પગ ધરતીને અડેલા હોય છે. એટલે આખી માનવજાતનો ધરતી સાથે સંપર્ક હોય છે. એટલે મારી માનવજાત સાથે એકતા અનુભવવાના પ્રતીક તરીકે હું ધરતીને ચુંબન કરતો. આમ ૐૐ મૈયાના જાપને સ્થૂળ સ્વરૂપ મળ્યું. ત્યાર પછી એ વિધિમાં ફેરફાર થયો અને આંગળીથી માત્ર ધૂલિસ્પર્શ કરતો અને હૃદય સાથે ચાંપી, બે આંખે સ્પર્શ કરી હાથને બ્રહ્મરંધ્ર સુધી લઈ જતો.’ આ રીતે તેઓ આખા જગત સાથે વાત્સલ્યનો ભાવ અનુભવતા. એટલે જ ‘વાત્સલ્ય’, ‘વિશ્વવાત્સલ્ય’ જેવા શબ્દો એમના જીવનમાં વણાઈ ગયા હતા. શાસ્ત્રાભ્યાસ અને મૌન એકાંતવાસ દરમિયાન ચિંતનમનનને કારણે તેમના કેટલાક વિચારો સ્થાનકવાસી પરંપરા કરતાં જુદા થવા લાગ્યા હતા, જેમ કે તેઓ માનતા કે ચોવીસ કલાક મોંઢે મુહપત્તિ બાંધવાનું ફરજિયાત ન હોવું જોઇએ. તદુપરાંત સાધુઓએ પણ વડીલ સાધ્વીઓને વંદન કરવાં જોઇએ. કેશલોચ ફરજિયાત ન Page #105 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ હોવો જોઇએ. જેમને માટે એ અત્યંત પીડાકારક હોય તેમને અસ્ત્રોથી મુંડન કરાવવાની છૂટ આપવી જોઇએ. તથા સાધુઓ એ સમાજસેવાના કાર્યમાં જોડાવું જોઇએ. ધર્મદષ્ટિએ સમાજરચના હોવી જોઇએ. પોતાના વિચારો સમાજ આગળ મૂકવા માટે એમણે એક નિવેદન તૈયાર કર્યું. ગુરુદેવે કહ્યું, “તું નિવેદન બહાર પાડી નકામો ઉહાપોહ ન કર. મુહપત્તિ ન બાંધે તે તો ન ચાલે. અને સાધ્વી વંદન પણ ઠીક ન ગણાય. બાકીનું બધું ભલે તું કર.” પરંતુ મહારાજશ્રીએ કહ્યું, હું જે કંઈ કરું તે માટે સમાજ સામે મૂકવું જોઇએ. નહિ તો હું કાયર ગણાઉં.' આમ, પોતાના અંતરને અનુસરીને મહારાજશ્રીએ મુંબઈમાં માટુંગાની સ્થાનકવાસી વાડીમાં જાહેર સભામાં પોતાનું નિવેદન વાંચ્યું. આ નિવેદને સમાજમાં મોટો પ્રભાઘાત જન્માવ્યો. મહારાજશ્રીએ લખ્યું છે, “મારા જાહેર નિવેદનથી આખાયે જેને સમાજમાં મોટો ખળભળાટ મચી ગયો. લોંકાશાહ લેખમાળા વખતે જે સ્થાનકવાસી સમાજે મને વધાવેલો, તેણે જ હવે ઉપાશ્રયોમાંથી જાકારો દેવા માંડ્યો, કારણ કે નિસર્ગમયાન, ગુરુદેવે કહ્યુંલું ધ્યેય વ્યાપક વિશાળ માનવસમાજમાં મૂર્તિમંત કરવાનું ઈષ્ટ લાગ્યું હતું.' મનોમંથનના આ દિવસોમાં મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીએ પોતાનું નામ બદલીને “સંતબાલ' એવું પ્રચલિત કરી દીધું. ત્યારથી તે જીવનના અંતપર્યત તેઓ “સંતબાલજી' તરીકે જ જાણીતા રહ્યા. એમનું દીક્ષાનામ ભુલાઈ ગયું. તેમના રૂપાંતરની આ એક બાહ્ય પ્રક્રિયા હતી. ગુરુદેવ જ્યારે મુંબઇમાં બિરાજમાન હતા ત્યારે મહાત્મા ગાંધીજી પણ મુંબઇમાં હતા. તેઓ જુહુમાં એક બંગલામાં ઊતર્યા હતા. ત્યારે મહારાજશ્રી ગાંધીજીને મળવા જુહુ ગયા હતા. ત્યાં તેઓને એક સાથે કેટલા બધા લોકપ્રિય લોકનેતાઓને મળવાનું થયું ! Page #106 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૯૭ સરદાર પટેલ, નહેરુ, સુભાષ બોઝ, મૌલાના અબુલ કલામ, સરોજિની નાયડુ, મીરાંબહેન, મહાદેવભાઈ વગેરે ઘણા બધા ત્યાં ઉપસ્થિત હતા. કોઇની સાથે વાત કરવાની તક મળી નહિ, પણ આટલા બધાંને સાથે જોવાની તક મળી એથી પણ ઘણો જ આનંદ થયો. મહારાજશ્રી મહાત્મા ગાંધીજીથી અત્યંત પ્રભાવિત થયા હતા. એ જમાનામાં ગાંધીજીનાં દર્શન કરવા એ પણ જીવનની ધન્યતા હતી. આ દર્શને ગુરુદેવમાં અને મહારાજશ્રીમાં લોકકલ્યાણની ભાવનાનાં બીજ રોપ્યાં. પરંતુ ગુરુદેવ પોતાની સાંપ્રદાયિક મર્યાદામાં રહીને તે કરવા માગતા હતા. ગુરુદેવ કવિ હતા. એમણે એ દિવસોમાં ગાંધીજી માટે કાવ્યપંક્તિઓ રચી હતીઃ જગતને બોધ દેવાને, જરૂરી વાત કહેવાને; લઇ સંદેશ પ્રભુજીનો, અવનિમાં ગાંધીજી આવ્યા. મુંબઇથી ગુરુદેવ, મહારાજશ્રી અને અન્ય શિષ્યો સાથે ગુજરાત તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે સુરત જિલ્લામાં હરિપુરા ગામે કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. આ એક ઐતિહાસિક અધિવેશન બન્યું હતું. ગુરુદેવ, મહારાજશ્રી વગેરે એ સંમેલનમાં પહોંચ્યા. આ પ્રસંગ વિશે મહારાજશ્રીએ લખ્યું છે, “હરિપુરા મહાસભામાં ગુરુદેવ પધાર્યા, હું પણ ગયો. ત્યાં અમને બંનેને ગાંધીજીનું પ્રત્યક્ષીકરણ થયું. ગાંધીજીના રચનાત્મક કાર્યકરો જોવા મળ્યા. ગાંધીજીના મજૂર સંગઠનના આગેવાનો પણ જોવા મળ્યા. ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભાનો અનોખો તાદાભ્ય-તાટધ્ધ ભરેલો સંબંધ નીરખવા મળ્યો. મારી ત્યાંની સગવડ શ્રી રવિશંકર મહારાજે કરેલી. હું થોડું રોકાયો. ગુરુદેવ ત્યાંથી વિહાર કરી ધરમપુર ચાતુર્માસ માટે પહોંચ્યા.” મહારાજશ્રીએ ત્યાર પછી એક ચાતુર્માસ અમદાવાદ બાવળા પાસે વાઘજીપુરમાં તેમના માટે બનાવેલી એક કુટિરમાં રહીને કર્યું. Page #107 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ત્યાર પછી તેઓ ગુરુદેવને મળવા ઇચ્છતા હતા. તે વખતે શ્રી નાનચંદ્રજી મહારાજ નર્મદા કિનારાના પ્રદેશ, ચાણોદ બાજુ વિચરી રહ્યા હતા. મહારાજશ્રી વાઘજીપુરાના ચાતુર્માસ પછી ગુરુદેવને મળવા ગુજરાત બાજુ આવ્યા અને મળ્યા. મહારાજશ્રીએ ગુરુદેવને પ્રશ્ન કર્યો કે મારે હવે શું કરવું ?' ૯૮ . ગુરુદેવે કહ્યું, ‘જો મારી સાથે રહેવું હોય તો ખુશીથી રહે, તો જાહે૨ નિવેદન પાછું ખેંચી લેવું પડશે. મૈયાની સ્ફુરણાને ગૌણ અને સમાજ તથા ગુરુની આજ્ઞાને મુખ્ય ગણવી જોઇએ.’ બંને વચ્ચે લાંબી વાટાઘાટ ચાલી. મહારાજશ્રી તરત નિર્ણય ન લઈ શક્યા. મનોમંથન કરતા તેઓ વિહાર કરી વડોદરા પધાર્યા. મહારાજશ્રીને હવે સ્પષ્ટ સમજાઈ ગયું કે ગુરુદેવ પોતાની પાસે રાખશે નહિ અને સ્થાનકવાસી સમાજ સ્થાનકમાં ઉતારો આપશે નહિ. એટલે હવે વિહાર વગેરે અંગે પોતાનો સ્વતંત્ર માર્ગ લેવો પડશે. મહારાજશ્રી પોતાના ગુરુદેવથી છૂટા પડ્યા હતા. આ ઘટનાથી ગુરુદેવને પણ ઘણું સહન કરવું પડ્યું. હવે મહારાજશ્રીએ પોતાની કેડી પોતે જ કંડારવાની હતી. મહારાજશ્રીમાં ધ્યેયનિષ્ઠા, શાસ્ત્રાભ્યાસ, વકતૃત્વશક્તિ, વિચારશક્તિ, લેખનશક્તિ, કવિત્વશક્તિ, બાહ્યાચારની શુદ્ધિ ઈત્યાદિ ગુણલક્ષણો ન હોત તો અલ્પ સમયમાં જ તેઓ ઉપેક્ષિત થઈ ગયા હોત. કેટલાયે એકલવિહારી સામાન્ય સાધુઓને એવી દશા ભોગવવી પડે છે. પરંતુ યુવાન મહારાજશ્રીનો ખાદીધારી ઊંચો દેહ, વેધક નયનો, પ્રતિભાવંત મુખમુદ્રા વગેરેને કારણે જૈન-જૈનેતર યુવાવર્ગ એમના તરફ ખેંચાવા લાગ્યો. આઝાદી પૂર્વેના એ દિવસોમાં માહોલ જ એ પ્રકારનો હતો. એટલે સંપ્રદાય બહાર મહારાજશ્રીની બહુ કદર થવા લાગી. અલબત્ત એક જૈન સાધુ તરીકે મહારાજશ્રીએ પોતાનું સ્વાશ્રયી Page #108 -------------------------------------------------------------------------- ________________ ૫.૫. વ. શ્રી સંતબાલજી મહારાજ ૯૯ જીવન છોડ્યું નહોતું. તેઓ પાદવિહાર કરતા, જાતે ગોચરી વહોરી લાવતા અને ગોચરી વાપર્યા પછીથી જાતે જ પાત્રો સાફ કરી નાખતા. તેઓ પોતાનાં વસ્ત્રો પોતે જ ધોતા. સાધુ તરીકેની બીજી કેટલીક આવશ્યક ક્રિયાઓ કરતા. એમના વિચારો સાંપ્રદાયિક પરંપરાથી ભિન્ન હતા, પરંતુ તેમનામાં ચારિત્રની શિથિલતા નહોતી. સ્ત્રી, ધન, માલમિલકત ઈત્યાદિથી તેઓ પર હતા. મહારાજશ્રીએ ઘણાં વર્ષ સુધી મસ્તકે ખાદીનું શ્વેત વસ્ત્ર બાંધતા. એ વસ્ત્ર બાંધવાની એમની રીત અનોખી હતી. તેઓ ચોરસ ટુકડાની ત્રિકોણ ટોપી જેવી રચના કરતા અને માથે પાછળ બે છેડા ખોંસી દેતા. આ ટોપીથી શિયાળામાં અને ઉનાળામાં મસ્તકને રક્ષણ મળતું. સીવ્યા વગરની આ ટોપીને કારણે જ મહારાજશ્રીનો દેખાવ અનોખો લાગતો. તેઓ બધાથી જુદા પડી આવતા. સંપ્રદાયમાં પોતે હતા એ વર્ષો દરમિયાન એમનો મોટો ચાહકવર્ગ ઊભો થયો હતો. વળી ધર્મનિષ્ઠ સમાજરચના અને લોકકલ્યાણની પ્રવૃત્તિઓને કારણે તેઓ રવિશંકર મહારાજ, જુગતરામ દવે, કાકા કાલેલકર, નાનાભાઈ ભટ્ટ, ઉછરંગરાય ઢેબર વગેરે કેટલાયે મહાનુભાવોના અંગત ગાઢ પરિચયમાં આવ્યા હતા. મહારાજશ્રીએ વાઘજીપુરાના ચાતુર્માસ વખતે જોયું કે એ વિસ્તાર ઘણો પછાત છે. આજીવિકાનાં સાધનો નહિ જેવાં છે. લોકો વ્યસની છે. દુરાચાર પ્રવર્તે છે. એટલે એમણે પોતાની સમાજકલ્યાણની પ્રવૃત્તિ માટે આ વિસ્તાર પસંદ કર્યો. વિરમગામથી આગળ સાણંદ, ધોળકા, ધંધુકા વગેરે ગામોમાં તેઓ વિચર્યા અને લોકોની પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ મેળવ્યો. આ બાજુનો અમુક વિસ્તાર ચુંવાળ તરીકે, અમુક ભાલ તરીકે, અમુક નળકાંઠા તરીકે ઓળખાય છે. નળકાંઠામાં તળાવો છે, પરંતુ ભાલમાં પાણીનો ત્રાસ હતો એટલે એ પ્રદેશ “નપાણિયો' કહેવાતો. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ મહારાજશ્રીએ “ભાલ-નળકાંઠા પ્રયોગ' તથા “નળકાંઠાનું નિદર્શન' નામની પુસ્તિકામાં આ પ્રદેશનો વાસ્તવિક ચિતાર આપ્યો છે. મોડાસર ગામમાં તેમને ડાહ્યાભાઈ મલાતજવાળા મળ્યા. તેઓએ મહારાજશ્રીને નળકાંઠા આવવા કહ્યું. બીજા એક ભાઈ છગનભાઈ દેસાઈ એમને માણકોલ લઈ ગયા. આ પ્રદેશમાં સ્ત્રીઓને ઉપાડી જવાના, વેર લેવા માટે બીજાની ઘાસની ગંજીઓ બાળવાના વગેરે ઘણા બનાવો બનતા. વેપારીઓ ગરીબ વર્ગનું શોષણ કરતા. પાણીની ઘણી તકલીફ એટલે નપાણિયા વિસ્તાર તરીકે આ પ્રદેશ ઓળખાતો. માણસો નદીના કોરા પટમાં વીરડા ગાળે અને છાલિયાથી પાણી ભરે. પોતાના વીરડામાંથી કોઈ પાણી ન લઈ જાય એટલા માટે એના ઉપર ખાટલો ઢાળી આખી રાત સૂઈને રખોપું કરતા. આ બાજુ દારૂ, શિકાર, માંસાહાર વ્યાપક પ્રમાણમાં હતાં. મહારાજશ્રીએ પહેલાં બધાંને નિર્વ્યસની બનાવવાની ઝુંબેશ ઉપાડી. ચા ન પીવાની તેઓ પ્રતિજ્ઞા લેવડાવતા. આઝાદીની લડતના એ દિવસોમાં ચાનો વિરોધ ઘણો થતો. (કોફી ત્યારે હજુ પ્રચલિત થઈ નહોતી.) રવિશંકર મહારાજ કહેતા કે ભાલ-નળકાંઠાના લોકો સંતબાલજીને ત્યારે “સાવાળા' (ચાવાળા) મહારાજ તરીકે ઓળખતા. વળી મહારાજશ્રીએ માણકોલ ગામે સાત હજાર કોળી પટેલોનું સંમેલન ભરીને તેઓને પોતાનું બંધારણ ઘડી આપ્યું હતું. અને તેઓને “લોકપાલ પટેલ” એવું સંસ્કારી નામ આપ્યું હતું. મહારાજશ્રી વિહાર કરતા હોય ત્યારે કેટલાંયે ગામોમાં બે કુટુંબો વચ્ચે, શ્રેષ્ઠીઓ વચ્ચે, મિત્રો વચ્ચે દુશ્મનાવટ થઈ હોય તો તેવા પ્રશ્નોનું નિરાકરણ બંને પક્ષને પ્રેમથી સમજાવીને કરી આપતા. મહારાજશ્રીએ પોતાનાં જીવનનાં ઉત્તમ વર્ષો આ ભાલ-નળકાંઠા પ્રદેશને સુધારવામાં આપ્યાં હતાં. એનું પરિણામ પણ સારું આવ્યું હતું. આ વિસ્તારમાં લોકોના, વિશેષતઃ ખેડૂતોના ઉત્કર્ષ માટે Page #110 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૧૦૧ એમણે ઘણું કાર્ય કર્યું અને વિવિધ હેતુઓ માટે એમની પ્રેરણાથી વિવિધ સંસ્થાઓ સ્થપાઈ. મહારાજશ્રીએ ભાલનળકાંઠાના પ્રદેશને પોતાના પ્રયોગનું કેન્દ્ર બનાવ્યું. એ માટે ગુંદીમાં આશ્રમ સ્થપાયો. આજે તો હવે અસ્પૃશ્યતા, ઢેડભંગી વગેરેને અડવાની વાત ભારતમાંથી લગભગ નિર્મળ થઈ છે. પરંતુ આઝાદી પહેલાનાં યુગમાં તો અસ્પૃશ્યતા ગામે ગામ જોવા મળતી. ભંગીવાસ જુદા હોય અને લોકો ગ ગંદકીભર્યું અપમાનિત અને પરોપજીવી જીવન જીવતા હતા. એ સમયે મહાત્મા ગાંધીજીએ સમગ્ર ભારતમાં અસ્પૃશ્યતા-નિવારણની મોટી ઝુંબેશ ઉપાડી હતી. ગાંધીજીએ ઢેડભંગી માટે “હરિજન” શબ્દ પ્રચલિત કર્યો હતો. ગાંધીજીને અનુસરીને મહારાજશ્રીએ પણ પોતાના જનહિતના કાર્યોમાં અસ્પૃશ્યતા નિવારણને સ્થાન આપ્યું હતું. તેઓ જ્યાં જાય ત્યાં હરિજનો માટેના વિસ્તારમાં આંટો મારી આવતા. ઢેડ-ભંગી માટે મહારાજશ્રી “ઋષિ' શબ્દ પ્રયોજતા. સાણંદમાં એમણે “ઋષિ બાલમંદિરની સ્થાપના કરાવી હતી. હરિજનોના વિસ્તારમાં એક ચક્કર લગાવીને એકાદ ઘરેથી ગોચરી પણ વહોરતા. એ જમાનામાં રૂઢિચુસ્ત સમાજમાં આવું કાર્ય ભારે સાહસિક ગણાતું. એટલે ક્યારેક મહારાજશ્રી પર લોકો ધૂળ ઉડાડતા, હુરિયો બોલાવતા, અપમાનિત કરતા, પરંતુ મહારાજશ્રી એવું કરનાર પ્રત્યે ક્ષમાભાવ રાખી હરિજન વિસ્તારમાં જવાના પોતાના નિર્ણયને મક્કમતાથી વળગી રહેતા. ક્યારેક હરિજનીની દુર્દશા જોઈને એમની આંખમાં આંસુ આવતાં. ક્યારેક એ માટે તે ઓ ઉપવાસ કરતા, ક્યારેક સાંજની પ્રાર્થનાસભામાં તેઓ તે વિશે પોતાના વિચારો અને અનુભવો રજૂ કરતા. એક વખત એક ગામમાં મહારાજશ્રી એક બાંકડા પર બેસી જાહેર Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પ્રવચન આપી રહ્યા હતા. એવામાં બાંકડાનો માલિક ત્યાં આવી પહોંચ્યો. એણે મહારાજશ્રીને પોતાના બાંકડા પરથી ઊઠી જવા કહ્યું તો જરા પણ આનાકાની વગર મહારાજશ્રી ઊઠી ગયા અને બાકીનું ભાષણ ઊભા ઊભા પૂરું કર્યું હતું. એક વખત મહારાજશ્રી ભાલપ્રદેશમાં કોઠ ગામમાં ચાતુર્માસ રહ્યા હતા. રોજ વ્યાખ્યાન તથા રાતની પ્રાર્થનાસભામાં જૈનો કરતાં અજૈન વધુ આવતા. તે બધા ઉપર મહારાજશ્રીનો ખૂબ પ્રભાવ પડ્યો હતો. કેટલાક તો મહારાજશ્રીને દેવપુરુષ ગણતા. પ્રાર્થનાસભામાં અમુક દિવસે મહારાજશ્રી વાર્તા કહેતા. એટલે એમના વ્યાખ્યાનમાં બાળકો પણ આવતા. ચાતુર્માસના દિવસોમાં છેલ્લે દિવાળી, બેસતું વર્ષ અને કાર્તિકી પૂર્ણિમા પણ આવે. જ્યારે બેસતું નવું વર્ષ હતું ત્યારે એક માજી સવારે પાંચેક વાગે ઘરેથી આરતી સળગાવીને મહારાજશ્રીના ઉતા પાસે આવ્યાં. માજીએ બૂમ પાડી, “મહારાજશ્રી બહાર આવો. આજે સપરમો દિવસ છે. અમારે તમારી આરતી ઉતારવી છે.' મહારાજશ્રી બહાર ન આવ્યા, પણ ઉચ્ચ સ્વરે એમને આગ્રહપૂર્વક સમજાવ્યું કે “માજી ! જૈન સાધુની આરતી ન ઉતારાય. માણસની આરતી ન ઉતારાય. મંદિરમાં ભગવાનની આરતી ઉતારાય.” મહારાજશ્રી રાત પડી ગયા પછી બહેનોને મળતા નહિ અને મુહપત્તિ ઉતાર્યા પછી બોલતા નહિ. માજી છેવટે માની ગયાં. એમને મહારાજશ્રીમાં શ્રદ્ધા એટલા માટે થઈ ગયેલી કેમ કે તેઓ પોતાના માંદા દીકરાને મહારાજશ્રીનાં દર્શન કરાવવા લઈ આવેલા અને મહારાજશ્રીએ કહ્યું કે “એને સારું થઈ જશે.” અને બીજે જ દિવસે એને સારું થઈ ગયેલું. એક વખત ગુજરાતની ધારાસભાની ચૂંટણીમાં ધંધુકામાંથી મહારાજશ્રીના ભક્ત શ્રી ગુલામ રસુલ કુરેશી કોંગ્રેસના ઉમેદવાર Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૧૦૩ તરીકે ઊભા હતા. એક ગામમાં રાત્રિ સભામાં મહારાજશ્રીએ શ્રી કુરેશીને મત આપવા માટે ભાષણ કર્યું. તે વખતે સભામાં ધાંધલ મચી ગઈ. કોઈક યુવાનો બોલ્યા, “સાધુનાં લૂગડાં ઉતારીને કોંગ્રેસની સેવા કરો.” એ વખતે મહારાજશ્રીથી આક્રોશમાં બોલાઈ જવાયું, આ લૂગડાં શું છે તે પહેલાં જાણો, પછી ઉતારવાની વાત કરો. એ વિશે જાણવું હોય કે ચર્ચા કરવી હોય તો મને ઉતારે મળો.' સભા પૂરી થઈ. મહારાજશ્રી ઉતારે આવ્યા. પણ ચર્ચા કરવા કોઈ આવ્યું નહિ. એ દિવસે મહારાજશ્રી અડધી રાત સુધી પોતાની પાટ પર ધ્યાનમાં બેસી રહ્યા. સાધુ તરીકે પોતે ક્રોધ કર્યો એ બદલ પશ્ચાત્તાપ કર્યો. પેલા યુવાનોની મનોમન ક્ષમા માગી અને ક્ષમા આપી. પેલા યુવાનોને પણ પશ્ચાત્તાપ થયો. તેઓ ઉતારે માફી માગવા આવ્યા ત્યારે મહારાજશ્રીએ એમને કહ્યું, “સભામાંથી પાછા આવીને મેં તો મનોમન તમારી માફી માગી લીધી છે અને તમને માફી આપી દીધી છે.” એક વખત મહારાજશ્રીનું ચાતુર્માસ ધોળકામાં હતું ત્યારે બૃહદ મુંબઈ રાજ્યનું વિભાજન અને મહાગુજરાતની રચના માટે આંદોલન શરૂ થયું હતું. પરંતુ મહારાજશ્રી ત્યારે બૃહદ મુંબઈ રાજ્ય ચાલુ રાખવાના હિમાયતી હતા અને એ અંગે નિવેદનો પ્રગટ કરતા હતા જે વર્તમાનપત્રોમાં પણ છપાતાં હતાં. આથી કેટલાંક સ્થાપિત હિતો તરફથી મહારાજશ્રી વિરુદ્ધ પ્રચાર થતો અને પત્રિકાઓ પણ છપાતી. એમાં એક પત્રિકા અશિષ્ટ ભાષામાં છપાઈ હતી. ધોળકાના સ્ટેશને કોઈક ફેરિયો મહારાજશ્રી માટેનું એનું અશિષ્ટ મથાળું બોલીને આ પત્રિકા વેચતો હતો. એથી ઉશ્કેરાઈને કોઈ ખેડૂતે પેલા ફેરિયાને માર માર્યો. આ વાતની મહારાજશ્રીને ખબર પડી ત્યારે ફેરિયાને માર પડ્યો એ બદલ તેમને બહુ દુઃખ થયું. તેઓ આવી નિંદાથી પર હતા. આ ઘટનાથી તેમના મનમાં રોષ-આક્રોશની કોઈ પ્રતિક્રિયા Page #113 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ થઈ નહિ. એમણે ગુંદી આશ્રમમાં લેખિત સંદેશો મોકલાવ્યો કે કોઈએ આવી અશિષ્ટ પત્રિકા માટે ઉશ્કેરાવું નહિ. એમના હ્રદયમાં માત્ર આજીવિકા ખાતર પત્રિકા વેચનાર ફેરિયા પ્રત્યે અનુકંપા જ હતી. ૧૦૪ મહારાજશ્રીએ લોકકલ્યાણનું ઘણું કાર્ય કર્યું. એમની પ્રેરણાથી સાણંદ, શિયાળ, ગુંદી, મુંબઈ, અમદાવાદ, રાણપુર, રામપુરા–ભંકોડા, ઇન્દોર વગેરે સ્થળે પ્રાયોગિક સંઘ, માતૃસમાજ ઉદ્યોગગૃહ, ઔષધાલય, છાત્રાલય, ખેડૂતમંડળ વગેરે વીસ જેટલી સંસ્થાઓ સ્થપાઈ હતી તેમાંની કેટલીક આજે પણ કાર્યરત છે. મહારાજશ્રીના એક મુખ્ય અંતેવાસી તે શ્રી મણિભાઈ પટેલ. તેઓ મિયાંગામ-કરજણના વેપારી હતા. ઈ.સ. ૧૯૪૩માં મહારાજશ્રીનું પ્રવચન એમણે કરજણમાં સાંભળ્યું. એથી તેઓ એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે પછીથી તેઓ મહારાજશ્રી જ્યાં હોય ત્યાં એમનાં પ્રવચનો સાંભળવા જતા. સાણંદના ચાતુર્માસથી તેઓ માતાપિતાની રજા લઈ, આજીવન બ્રહ્મચારી તરીકે મહારાજશ્રી સાથે જોડાઈ ગયા અને વિહારમાં પણ તેમની સાથે જ રહ્યા. તેઓ મહારાજશ્રીના વિહાર, મુકામ, વ્યાખ્યાન, વિચાર-ગોષ્ઠી વગેરેની રોજેરોજની નોંધ રાખવા લાગ્યા. એમણે લખેલી એ રોજનિશિ ‘સાધુતાની પગદંડી'ના નામથી છ ભાગમાં પ્રકાશિત થઈ છે. સ્વ. શ્રી મણિભાઈ સંતબાલજી સાથે ઈ.સ. ૧૯૪૪માં જોડાયા તે પછી મહારાજશ્રીના કાળધર્મના સમય સુધી સાથે જ રહ્યા હતા. એમણે મહારાજશ્રી સાથે સતત ૨૬ ચાતુર્માસ ગાળ્યાં. એમણે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ, દિલ્હી, પંજાબ એમ ઘણા પ્રદેશોમાં વિહાર કર્યો. એમણે લગભગ સાડા ત્રણ હજાર ગામોનો સંપર્ક થયો અને આશરે તેર હજાર માઈલનો વિહાર કર્યો હતો. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૫.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૧૦૫ એમાં અનેકવિધ અનુભવો થયા હતા. ઘણે ઠેકાણે ગોચરી-પાણીની ઉતારા માટે રહેઠાણની ઘણી તકલીફો પડી હતી. પરંતુ તેઓએ પોતાના નિયમોમાં બાંધછોડ કરી નહોતી. મણિભાઈ પટેલની જેમ મહારાજશ્રી સાથે જીવનપર્યત રહેનાર બીજા અંતેવાસી તે “સંતશિશુ” મીરાંબહેન. (તેઓ અમારા પાદરાનાં વતની અને એમનું જન્મનામ મૂળીબહેન હતું) ખાદીધારી, નિયમિત કાંતનાર, બુલંદ મધુર સ્વરે ભજનો લલકારનાર મીરાંબહેનને મહારાજશ્રીનો સારો આશ્રય મળી ગયો. મીરાંબહેન મહારાજશ્રીને પોતાની મા તરીકે ઓળખાવે અને મહારાજશ્રીના ગુરુદેવ એમની હિંમત જોઈને મીરાંબહેનને બદલે “મીરુભાઈ' કહીને બોલાવે. આટલી સ્વજન જેટલી આત્મીયતા તેઓ વચ્ચે થઈ હતી. મણિભાઈની જેમ મીરાંબહેને મહારાજશ્રી સાથે ઘણા પ્રદેશોમાં ફરીને એમની સરભરા કરી છે અને “સંતબાલ મારી માનામની પુસ્તિકામાં પોતાના યાદગાર પ્રસંગો લખ્યા છે. મણિભાઈ અને મીરાંબહેન ઉપરાંત છોટુભાઈ મહેતા, કાશીબહેન, અંબુભાઈ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, લલિતાબહેન, ચચંલબહેન, ટી.જી. શાહ, મનુભાઈ પંડિત, ગુલામ રસુલ કુરેશી, શ્રી જ્ઞાનચંદ્રજી, વીરચંદભાઈ ઘેલાણી, મણિબહેન પટેલ, પ્રભાબહેન અજમેરા, વનિતાબહેન વગેરે વગેરે કેટલા બધાએ મહારાજશ્રી પાસે સમાજસેવાની દીક્ષા લીધી હતી. તેઓમાંના કેટલાકે પોતાના અનુભવો વર્ણવ્યા છે. મહારાજશ્રીએ ગામે ગામ ફરી, સભાઓ યોજી તથા વ્યક્તિગત સંપર્ક કરી લોકોને સુધાર્યા હતા. નળ સરોવરના વિસ્તારમાં પક્ષીઓ ઘણાં આવે અને અંગ્રેજો ના સમયથી ખુદ અંગ્રે જો, રાજા-મહારાજાઓ અને બીજા અનેક શિકાર-શોખીનો આ વિસ્તારમાં પક્ષીઓનો શિકાર કરતા. સ્થાનિક લોકો પૈસા મળે એ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ લાલચે શિકારીઓને મદદ કરતા. મહારાજશ્રીએ ગામડે ગામડે ફરીને લોકોને સમજાવ્યા કે પક્ષીઓનો શિકાર ન થવો જોઇએ. કોઇએ શિકારીઓને મદદ ન કરવી અને શિકારીઓને સમજાવીને અટકાવવા જોઇએ. મહારાજશ્રીએ આ વિષયમાં જાગૃતિ લાવીને લોકોને બહુ દઢ મનોબળવાળા બનાવ્યા હતા. વળી એ કોમનું સદાચાર અંગે બંધારણ પણ ઘડી આપ્યું હતું. આનું પરિણામ કેટલું સારું આવ્યું તે મહારાજશ્રીએ પોતે જ વર્ણવેલા એક પ્રસંગ પરથી જણાશે. એક વખત અમદાવાદના એક વયોવૃદ્ધ પારસી ગૃહસ્થ પોતાની મોટરકારમાં આ બાજુ પક્ષીઓનો શિકાર કરવા આવ્યા. પરંતુ કેટલાક જુવાનિયાઓએ એમની મોટર અટકાવી. એટલે પારસી બુઢાએ હાથમાં બંદૂક લઈ તેઓને ગોળીએ વીંધવાનો ડર બતાવ્યો. પણ યુવાનો ડર્યા નહિ અને આઘા ગયા નહિ. ત્યાં તો ગામલોકોને ખબર પડી અને ઘણા માણસો ભેગા થઈ ગયા. તેઓ બધાએ જુવાનિયાઓનો પક્ષ લીધો. પારસી બુઢા વિચારમાં પડી ગયા કે આ તો આખું ગામ બદલાઈ ગયું છે. જે લોકો શિકારમાં સાથ આપવા પડાપડી કરતા હતા તેઓ હવે શિકારનો વિરોધ કરી રહ્યા છે. લોકો સાથેની વાતચીતમાં તેમને મહારાજશ્રીએ આ બધી સદાચારની પ્રવૃત્તિ કર્યાનું જાણ્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, તેમનું હૃદય પીગળ્યું. પોતે શિકાર ન કરવાનો સંકલ્પ કર્યો અને પોતાની પાસે જે કંઈ રકમ હતી તે ગામના લોકોને આપી દીધી અને એનો ઉપયોગ ઢોરોનો પાણી પીવાનો હવાડો બાંધવા માટે ખરચવાનું કહ્યું. એક વખત અમદાવાદના ગોરા અંગ્રેજ કલેક્ટર પોતાના સાથીદારો સાથે પક્ષીનો શિકાર કરવા આવ્યા. ગામના લોકોને ખબર પડી. મહારાજશ્રી પણ ત્યાં જ હતા. મહારાજશ્રીએ એ કલેક્ટરને બહુ સમજાવ્યા પણ તે માન્યા નહિ. એવામાં એક ગ્રામજન Page #116 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ કલેક્ટરની આડો આવીને ઊભો રહ્યો અને કહ્યું, ‘પહેલાં મને મારો, પછી પક્ષીઓને’ એટલે તે કલેક્ટરે બંદૂક મૂકી દીધી. પણ કલેક્ટરના સાથીદારોએ આઘાપાછા જઈ શિકાર માટે ગોળીઓ છોડી. એના ધડ ધડ અવાજો સંભળાતા હતા. પણ સૌના આશ્ચર્ય વચ્ચે એક પણ પક્ષી પડ્યું નહિ. એટલે ઝંખવાણા થઈ કલેક્ટર પોતાના સાથીઓ સાથે પાછા વળ્યા. ૧૦૭ પ્રજામાં જ્યારે અન્યાય થાય, સમજાવવા છતાં દુરાચાર અટકે નહિ ત્યારે મહારાજશ્રી વિશુદ્ધિકરણ માટે ગાંધીજીની જેમ પોતાના અંતરાત્માને અનુસરી ઉપવાસનું શસ્ત્ર અજમાવતા. એક વખત મહારાજશ્રીનો મુકામ એક ગામમાં હતો ત્યારે એક દિવસ સાયલાના લાલજી મહારાજના પંથના કેટલાક સાધુઓ અન્નક્ષેત્રના સદાવ્રત માટે ઘોડા ઉપર ત્યાં આવ્યા હતા. તેઓએ પોતાના ઘોડા ખુલ્લી જગ્યામાં બાંધ્યા હતા. રાતને વખતે એક ચોર એક સારા ઘોડાને ઉપાડી ગયો. બીજે દિવસે સવારે ખબર પડી કે એક ઘોડાની ચોરી થઈ છે. ગામમાં તપાસ કરી પણ ક્યાંયથી ઘોડો મળ્યો નહિ. એ સાધુઓએ મહારાજશ્રીને વાત કરી. સાંજે મહારાજશ્રીએ પ્રાર્થનાસભામાં જાહેર કર્યું કે જ્યાં સુધી ઘોડો મળશે નહિ ત્યાં સુધી પોતે ઉપવાસ કરશે. આથી ગામના લોકોમાં દોડાદોડ થઈ ગઈ. ઘોડો નહિ મળે તો પોતાના ગામની આબરૂ જશે. રાતને વખતે મહારાજશ્રી ઉતારાના મકાનની ખુલ્લી ઓસરીમાં સૂઈ ગયા હતા. અડધી રાતે એક માણસ મહારાજશ્રી પાસે આવ્યો. પોતે ઘોડાની ચોરી કરી તે કબૂલ કરીને મહારાજશ્રી પાસે વ્રત લીધું કે હવેથી પોતે ઢોરચોરી નહિ કરે. સાધુઓને પોતાને ઘોડો મળતાં હર્ષ થયો અને સંતબાલજી મહારાજશ્રીના ઊંચા ચારિત્રથી અને આવી સેવાથી તેઓ પ્રભાવિત થયા હતા. ચોરી કરનારે ચોરી કબૂલ કરી હોય અને ચોરી ન કરવા માટે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ મહારાજશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી હોય એવા તો કેટલાયે પ્રસંગો નોંધાયા છે. મીરાંબહેને એક પ્રસંગ નોંધ્યો છે. એક વખત મહારાજશ્રી કલકત્તામાં હતા ત્યારે સવારે કોઈ એક ભાઈને સાથે લઈને ગોચરી વહોરવા નીકળ્યા. ગોચરી વહોરીને તેઓ ઉતારે પાછા ફરતા હતા ત્યાં તો તેમને થાક લાગવા માંડ્યો. ઉતારે જેમતેમ પહોંચ્યા અને ગોચરીની ઝોળી મૂકીને તેઓ પાટ પર સૂઈ ગયા. તેઓ જાણે બેભાન જેવા થઈ ગયા. તરત મીરાંબહેન ડોક્ટરને બોલાવી આવ્યાં. ડોક્ટરે તપાસીને કહ્યું, “હમણાં અહીં આવો રોગચાળો ચાલે છે. ઈંજેક્શન લેશે એટલે એક-બે દિવસમાં સારું થઈ જશે. ગભરાવાની જરૂર નથી.” જાગૃતિ આવતાં મહારાજશ્રીએ મીરાબહેનને કહ્યું, “હું જે ગોચરી લાવ્યો છું તે બહાર સરખી જગ્યા જોઇને, ખાડો કરીને એમાં પરઠવી દો.” મીરાંબહેને કહ્યું, “ખાવાનું છે, તો જમીનમાં દાટી દેવા કરતાં ગાય કે કૂતરાને ખવડાવીએ તો શું ખોટું ?' મહારાજશ્રીએ કહ્યું, “જૈન સાધુનો એ આચાર નથી. મળેલ ભિક્ષાત્રનું દાન કરવાનો અમને અધિકાર નથી. કોઈ એમ કરે તો એમાંથી આગળ જતાં ઘણા અનર્થ થાય. ગૃહસ્થો ગોચરી વહોરાવતા બંધ થાય.” એ ગોચરી ભૂમિમાં ભંડારી દેવામાં આવી. ત્રણેક દિવસ પછી મહારાજશ્રી સ્વસ્થ થયા. આહાર લેતા થયા. શરીરમાં શક્તિ આવી. ત્યાર પછી તરત મહારાજશ્રીએ પોતાને ગોચરી ભંડારી દેવી પડી એ નિમિત્તે પ્રાયશ્ચિત્ત તરીકે ત્રણ દિવસના ઉપવાસ કર્યા હતા. સંત પરમ હિતકારી’માં શ્રી મનુભાઈ પંડિતે ઘણા પ્રસંગો નોંધ્યા છે. એક વખત પૂ. મહારાજથી સૂરત જિલ્લામાં વિહાર કરી રહ્યા Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૧૦૯ હતા. વેડછીના શ્રી જુગતરામભાઈ દવેને મળવાની એમને ઇચ્છા હતી. તેઓ મઢી ગામમાં પધાર્યા ત્યારે જુગતરામભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા. એમણે મહારાજશ્રી સાથેની વાતચીતમાં એ પણ કહ્યું કે આ બાજુના આદિવાસી લોકો દારૂ છોડતા નથી. ઘરે ખરાબ ગોળનો દારૂ બનાવે છે. વળી વેપારીઓ પણ ખરાબ ગોળનો વેપાર કરીને સારું કમાય છે. વ્યસનમુક્તિ એ મહારાજશ્રીની પ્રવૃત્તિઓમાંની એક પ્રિય પ્રવૃત્તિ હતી. એમણે સમગ્ર પરિસ્થિતિ બરાબર સમજી લીધી. રાત્રે પ્રાર્થનાસભામાં એમણે પોતાના વક્તવ્યમાં જુગતરામભાઇની ચિંતા વ્યક્ત કરી. એમણે ધર્મ અને નીતિની સમજ પાડી. મહાજનનો ધર્મ સમજાવ્યો. એમનું વક્તવ્ય અત્યંત પ્રેરક હતું. એની શ્રોતાઓ ઉપર ભારે અસર પડી. એક પછી એક વેપારીએ ઊભા થઈ ખરાબ ગોળ ન વેચવાની ત્યાં જ પ્રતિજ્ઞા લીધી. એમાં એક પારસી સજ્જન પણ હતા. આમ મઢીમાં જે પરિણામ આવ્યું તેથી પ્રેરાઇને મહારાજશ્રીએ ઠેઠ ખાનદેશ સુધીના વિહારમાં એક મહિના સુધી રોજ રાત્રે પ્રાર્થનાસભામાં મઘનિષેધનો સારો પ્રચાર કર્યો અને એનું ઘણું જ સારું પરિણામ આવ્યું. કેટલાયે આદિવાસીઓએ આજીવન દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લીધી હતી. શિયાળાના દિવસોમાં એક વખત મહારાજશ્રીને રાતની પ્રાર્થનાસભા પછી એક માણસે ગામને પાદર આવવા વિનંતી કરી. મહારાજશ્રી ગયા. કોળી પગીની જાતના કેટલાક લોકો ત્યાં બેઠા હતા. એમાં એક ગામના મુખીના જ બે બળદ ચોર્યા હતા. ચોરનાર કાળુ એના બાપ કરતાં પણ જબરો અને માથાભારે હતો. પરંતુ મહારાજશ્રીએ એને માથે હાથ મૂકી, આશીર્વાદ આપી એને અને એના સોબતીઓને ઢોરચોરી વગેરે ગુના ન કરવા અને મુખીના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ બળદ પાછા મૂકી આવવા અને ખેતી તરફ વળવા સમજાવ્યું હતું. આ રીતે ગુનાહિત માનસવાળા નીચલા થરના લોકોને પણ મહારાજશ્રી પ્રેમથી સુધારતા હતા. મહારાજશ્રી સૂરતના રસ્તે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે વેડછીમાં જુગતરામભાઇને મળીને આગળ વધતાં વ્યારા, સોનગઢ વગેરે આદિવાસી ગામોમાંથી તેઓ પસાર થયા હતા ત્યારે આદિવાસીઓ એમનું સ્વાગત કરવા આવતા. જંગલમાં જંગલ મંડળ દ્વારા લાકડાં કાપનાર આદિવાસીઓનું મુખ્ય શસ્ત્ર તે કુહાડી. આ જંગલ વિસ્તારમાં જ્યારે જ્યારે મહારાજશ્રી પસાર થતા ત્યારે ઠેર ઠેર આદિવાસીઓ એમનું સ્વાગત કરવા રસ્તાની બેય બાજુ હારબંધ ઊભા રહી જતા. તે વખતે તેઓ પોતાની કુહાડીને ચકચકિત કરીને લાવતા અને સ્વાગત વખતે ખભા પાસે હાથ રાખી કુહાડી ઊંચી રાખતા. સેંકડો કુહાડીઓ સાથેનું આવા સ્વાગતનું દશ્ય વિરલ હતું. જીવનની ઉત્તરાવસ્થામાં રૂઢિચુસ્ત સમાજમાં મહારાજશ્રી માટે પહેલાં જેટલો વિરોધ હતો તેટલો રહ્યો નહોતો. એમના કાર્યથી સમાજ પ્રભાવિત થયો હતો. પછી કેટલાંયે નગરોમાં સંઘ મહારાજશ્રીને પોતાના ઉપાશ્રયમાં પધારવા અને વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરવા લાગ્યા હતા. મહારાજશ્રી વિશ્વ વાત્સલ્યમાં વખતોવખત વિનોબાજી માટે આદરભાવપૂર્વક લખતા અને એમની પ્રવૃત્તિઓની ભારે અનુમોદના કરતા. વિનોબાજીએ ભૂદાનની જે ઝુંબેશ ઉપાડી હતી તેમાં ગુજરાતમાં સંતબાલજીએ મહત્ત્વનું કાર્ય કર્યું હતું. સમગ્ર ગુજરાતનો જમીનનો લક્ષ્યાંક પૂરો નહોતો થતો તો મહારાજશ્રીએ એ માટે ઉપવાસની જાહેરાત કરી અને ઉપવાસ શરૂ થાય તે પહેલાં લક્ષ્યાંક પૂરો થઈ ગયો હતો. વિનોબાજીએ ૧૯૭૯માં ગોવધબંધી લાવવા • ઇ. Page #120 -------------------------------------------------------------------------- ________________ પ.પુ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૧૧૧ માટે જ્યારે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. એ વખતે મહારાજશ્રીએ વિચાર્યું કે વિનોબાજીના ઉપવાસ અટકાવવા હોય તો એની સામે કંઈક આત્મિકબળ હોવું ઘટે. મહારાજશ્રીએ પોતે વિનોબાજીના ઉપવાસ ચાલુ થાય તે પહેલાં એકવીસ દિવસના ઉપવાસની જાહેરાત કરી. વિનોબાજી અને સંતબાલજી ક્યારેય એકબીજાને મળ્યા નહોતા, છતાં વિનોબાજી પ્રત્યેના અને એમના સેવાકાર્ય પ્રત્યેના આદરભાવ સહિત મહારાજશ્રીએ એકવીસ દિવસના ઉપવાસ કર્યા હતા. એમના જીવનની આ મોટામાં મોટી તપશ્ચર્યા હતી. પરંતુ એનું એવું સરસ પરિ.મ આવ્યું કે સરકાર અને અન્ય નેતાઓની ખાતરીથી વિનોબાજીએ આમરણાંત ઉપવાસ કરવાનું બંધ કર્યું. મહારાજશ્રીને પણ એથી અત્યંત હર્ષોલ્લાસ થયો. મહારાજશ્રીના ઉપવાસની બહુ કદર થઈ. શ્રી વિનોબાજીનાં અંતેવાસી શ્રી નિર્મળાબહેન દેશપાંડેએ લખ્યું હતું. પૂજ્ય વિનોબાજી કે પ્રતિ આપકી જો અપાર આત્મીયતા હૈ વહ ઇતિહાસ મેં અદ્વિતીય માની જાયગી.” મહારાજશ્રીએ ઇ. સ. ૧૯૬૮નું ચાતુર્માસ થાણા જિલ્લામાં તારાપોર પાસે ચિંચણમાં. એટલે કે ચીંચણીમાં ક્યું. તે વખતે સમુદ્રકિનારે આવેલું શાંત, રમણીય અને વાડીઓનાં વૃક્ષોથી ભરચક, ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ સમું આ સ્થળ સ્થિરવાસ માટે એમને ગમી ગયું. ૧૯૬૯નું ચાતુર્માસ પાસેના વાણગામમાં કર્યું. પરંતુ ચાલીસ વર્ષના સતત વિહાર પછી એમનું શરીર થાક્યું હતું. તેઓ સ્થિરવાસ કરવા ઇચ્છતા હતા. મુંબઇના પ્રાયોગિક સંઘે ચીંચણીમાં બંગલો, અન્ય મકાનો, કૂવો, કંપાઉન્ડની ભીંત અને વિવિધ પ્રકારના વૃક્ષો તથા ખેતીલાયક જમીન સાથેની એક વાડી પસંદ કરી. ૧૯૭૦થી મહારાજશ્રીએ ત્યાં સ્થિરવાસ કર્યો. એનું Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ નામ રાખ્યું ‘મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર.' મહારાજશ્રીની ભાવના એને એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે વિકસાવવાની હતી. પરંતુ એમનું એ સ્વપ્ન સાકાર થયું નહિ. " મહારાજશ્રીમાં વિચારશક્તિ, લેખનશક્તિ, કવિતાશક્તિ, શાસ્ત્રાભ્યાસ ઇત્યાદિ હતાં. એમણે ઉત્તરાધ્યયનસૂત્ર, દસવૈકાલિક સૂત્ર અને આચારાંગ સૂત્રનો સમર્થ અનુવાદ કર્યો છે. ‘અપૂર્વ અવસર'નું સુંદર વિવેચન કર્યું છે. ધર્મપ્રાણ લોંકાશાહ, જૈન દૃષ્ટિએ ગીતાદર્શન' વગેરે ગ્રંથો લખ્યાં છે. ચીંચણીમાં ૧૯૮૨ સુધીના આ સ્થિરવાસ દરમિયાન એમણે ‘વિશ્વવાત્સલ્ય’ સામયિક ચલાવવા ઉપરાંત, ‘તત્ત્વાર્થસૂત્ર'નું ગુજરાતી ભાષાન્તર, ‘વિશ્વવત્સલ મહાવીર' જેવું દીર્ઘકાવ્ય ઇત્યાદિનું લેખનકાર્ય કર્યું હતું. એમણે પચાસથી અધિક નાનામોટા ગ્રંથોની રચના કરી છે. આ કેન્દ્રમાં વિવિધ પ્રકારની વિચારગોષ્ઠીઓ થતી, પ્રવચનો થતાં, પ્રાર્થનાસભાઓ યોજાતી. સમગ્ર ભારતમાંથી નામાંકિત વ્યક્તિઓ મહારાજશ્રીને મળવા આવતી. મહારાજશ્રી રાજકારણમાં, કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં પણ રસ લેતા અને ‘વિશ્વવાત્સલ્ય'માં પોતાના વિચારો દર્શાવતા. પરંતુ કોંગ્રેસ જ્યારથી ગાંધીવાદી વિચારોથી દૂર જતી ગઈ ત્યારથી કોંગ્રેસ સાથેનો એમનો લગાવ ઓછો થતો ગયો. એમણે ‘ગ્રામકોંગ્રેસ’ નામની જુદી પ્રવૃત્તિ ચાલુ કરી હતી. ૧૯૭૧માં પહેલી વાર અમે ચીંચણી ગયા ત્યારનો અમારો અનુભવ લાક્ષણિક હતો. અમે બે ગાડીમાં પરિવારના દસેક સભ્યો મુંબઇથી ગયા હતા. મારા પિતાશ્રી પણ સાથે આવ્યા હતા. ઉનાળાના દિવસો હતા. રસ્તાઓ એવા ખરાબ કે સાતેક કલાકે ચીંચણી પહોંચાય. ત્યારે કેન્દ્રમાં મહારાજશ્રી અને મણિભાઈ બે જ જણ હતા. મીરાંબહેન બહારગામ કથામાં ગયા હતાં. બંગલાના હૉલમાં Page #122 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૧૧૩ અમારો ઉતારો હતો. અડધી રાત સુધી મચ્છરને લીધે જાગરણ થયું અને પછી ચાલુ થયું વાવાઝોડું અને વીજળીના કડાકા. જોરદાર વાછટો હોલમાં પણ આવી અને ગાદલાં ભીંજાઈ ગયાં. સવારે ઊઠ્યા ત્યારે નવકારશી વખતે કહેવામાં આવ્યું કે કેન્દ્રમાં બે ટંક જમવાની વ્યવસ્થા થશે. નવકારશીની વ્યવસ્થા નથી અને કેન્દ્રમાં ચા-કોફી પીવાની મનાઈ છે. મહારાજશ્રી પોતે પોતાના આચારપાલન પ્રમાણે ગામમાંથી ગોચરી વહોરી લાવે છે. અમારે માટે મણિભાઈ ગામમાંથી દૂધ લઈ આવ્યા. ભોજનની વ્યવસ્થા માટે પણ ગામમાંથી બે બહેનોને બોલાવી લાવ્યા. બહારના મહેમાનો માટે એટલું વ્યવસ્થાતંત્ર હજુ તૈયાર થયું નહોતું. (હવે બધી જ વ્યવસ્થા છે અને ચાકોફીની પણ છૂટ છે.). બે દિવસના અમારા રોકાણ દરમિયાન મહારાજશ્રી સાથે ઘણી વાતો અને તત્ત્વચર્ચા થઈ. પણ વિશેષ આનંદ તો મારા પિતાશ્રીના મુખે સ્તવનો સાંભળવાનો મહારાજશ્રીને થયો હતો. બીજી એક વખત પણ ચીંચણી જવાનું થયું ત્યારે મહારાજશ્રીએ તરત જૂની વાત યાદ કરીને મારા પિતાશ્રીને સ્તવનો સંભળાવવાનું કહ્યું હતું. પિતાશ્રીને આશરે દોઢસો જેટલાં સ્તવન કંઠસ્થ હતાં અને મધુર રાગે ભાવપૂર્વક ગાતા. પછીથી જ્યારે મુંબઇથી સુરત, વડોદરા કે અમદાવાદ મોટરરસ્તે જ્યારે જવાનું થતું ત્યારે થોડાક કલાક માટે પણ ચીંચણીમાં અમારો મુકામ રહેતો. મહારાજશ્રી જે કંઈ લખ્યું હોય કે લખાતું હોય તે અચૂક બતાવતા. અમારી સાથે મારા પિતાશ્રી હોય તો મહારાજશ્રી એમને એક બે સ્તવનો સંભળાવવા માટે અવશ્ય કહેતા. ઇ. સ. ૧૯૭૭ની આસપાસ એક વખત ચીંચણી જવાનું થયું ત્યારે મહારાજશ્રી ભગવાન મહાવીર વિશે પોતે લખેલું એક દીર્ઘકાવ્ય મઠારતા હતા. પછી તો જેમ જેમ કાવ્ય મઠારાતું ગયું તેમ તેમ હું Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ જ્યારે ચીંચણી જાઉં ત્યારે તેઓ મને બતાવતા. તેઓ તો સમર્થ કવિ હતા, તેમ છતાં છંદ, શબ્દરચના વગેરેની દૃષ્ટિએ નિખાલસ અભિપ્રાય આપવાનું મને કહેતા. કાવ્યનું શીર્ષક એમણે રાખ્યું હતું. વિશ્વવત્સલ મહાવીર'. આખું કાવ્ય જ્યારે લખાઈ ગયું ત્યારે એમણે મારી આગળ પ્રસ્તાવ મૂક્યો, “રમણભાઈ, આની પ્રસ્તાવના હવે તમે લખી આપો.” મેં કહ્યું, “મહારાજશ્રી, મારો એ અધિકાર નહિ. બીજા કોઈ પાસે લખાવો.' મહારાજશ્રીએ કહ્યું, “અમારા બધાનો અભિપ્રાય એવો છે કે પ્રસ્તાવના તમારી પાસે જ લખાવવી.' એમના વાત્સલ્યભર્યા આગ્રહને વશ થઈ છેવટે પ્રસ્તાવના લખવાનું મેં સ્વીકાર્યું. ગ્રંથના ફર્મા જેમ જેમ છપાતા જતા તેમ તેમ શ્રી વીરચંદભાઈ ઘેલાણી સાથે તેઓ મને મોકલાવતા. બધા ફર્મા છપાઈ ગયા ત્યારે આ દીર્ઘકાવ્યનો અભ્યાસ કરીને પ્રસ્તાવના લખી આપી, જે એમણે પુસ્તકમાં છાપી હતી. (આ પ્રસ્તાવના પ્રબુદ્ધ જીવનમાં પણ છપાઈ હતી અને મારા ગ્રંથ સાંપ્રત સહચિંતન-ભાગ-૩માં પણ છપાઈ છે.) ચીંચણીમાં સ્થિરવાસ કર્યા પછી, એ વાડીમાં મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવાની મહારાજશ્રીની ભાવના હતી. એમાં શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધી, મુનિશ્રી નાનચંદ્રજી અને જવાહરલાલ નહેરુ એ ચારનાં નામથી યુનિવર્સિટીની કક્ષાના ચાર વિભાગ શરૂ કરવાની અને એમાં એ પ્રમાણે શિક્ષણ આપવાની તેમની ઈચ્છા હતી. એ વિશે બધી વિગતો લખીને એક પુસ્તિકા પ્રગટ કરવામાં આવી હતી અને એ અંગે એક બોર્ડ ઉપર લખાણ પણ મૂકવામાં આવ્યું હતું. મે એ બોર્ડની બધી વિગતો વાંચ્યા પછી એક વખત મહારાજશ્રી સાથે નિખાલસ ચર્ચા કરી હતી. મેં કહ્યું કે હું યુનિવર્સિટીમાં ભણાવું છું. યુનિવર્સિટી કક્ષાના વિભાગો કરવા, પગારદાર પ્રાધ્યાપકો Page #124 -------------------------------------------------------------------------- ________________ ૫.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૧ ૧૫ રોકવા, વહીવટીતંત્ર ઊભું કરવું, તે માટે વર્ગો અને મકાનો બાંધવા-આ બધી લાખો કરોડો રૂપિયાની વાત છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની નહિ, રાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ સંસ્થા પણ ઊભી કરવા માટે ઘણું બધું કાર્ય કરવું પડે. જો એને સરકારી માન્યતા ન મળે તો એવું શિક્ષણ લેવા માટે ખાસ કોઈ આવશે નહિ. વળી આપે ગુરુભક્તિથી પ્રેરાઇને પૂ. નાનચંદ્રજી મહારાજનું નામ રાખ્યું છે, પરંતુ જૈનોના ચારે ફિરકામાં એ સર્વોચ્ચ નથી, તો આંતરરાષ્ટ્રીય સ્તરે તો કેવી રીતે હોય ? હરિભદ્રસૂરિ, કુંદકુંદાચાર્ય કે હેમચંદ્રાચાર્યનું નામ વધુ શોભે. તદુપરાંત જવાહરલાલ નહેરુનું નામ આઝાદી પહેલાં જેવું માનભર્યું હતું તેવું આજે રહ્યું નથી. આજકાલ છાપાંઓમાં જવાહરલાલજી વિશે કેટલી બધી ટીકાઓ આવે છે. રાજેન્દ્રપ્રસાદ, વિનોબાજી, રવિશંકર મહારાજ કે એવી કોઈ મોટી વ્યક્તિનું નામ રાખો તો કેમ ? મહારાજશ્રીએ મારી નિખાલસ વાત સાંભળી એટલી જ નિખાલસતાથી કહ્યું કે આ આશ્રમ (કેન્દ્રોની સ્થાપના કરી ત્યારે ઉત્કટ ભાવનાથી આ બધું આયોજન મેં વિચાર્યું હતું, પણ જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એની વાસ્તવિકતાનો મને વધુ ખ્યાલ આવતો જાય છે. હું હવે એ માટે ઉદાસીન છું. મેં એક બીજ વાવ્યું. હવે એ અંકુરિત થવાનું હશે તો થશે !” ૧૯૭૯માં મહારાજશ્રીએ વિનોબાજીના ગોવધબંધીના ઉપવાસ અટકાવવા માટે પોતે એકવીસ દિવસના ઉપવાસ કર્યા. પરંતુ ત્યાર પછી એમનું વજન ઘટ્યું અને તબિયત પણ અસ્વસ્થ રહેવા લાગી. વળી ૧૯૮૨ના ફેબ્રુઆરીમાં ફરીથી એમણે ત્રણ દિવસના ઉપવાસ કર્યા. આથી તેમના શરીરમાં ઘણી અશક્તિ આવી ગઈ. થોડા દિવસ પછી બીજી માર્ચ એમના પર લકવાનો હુમલો થયો. તેમને એબ્યુલન્સમાં મુંબઇમાં હરકીશનદાસ હૉસ્પિટલમાં લઈ આવવામાં Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ આવ્યા. થોડા દિવસ તબિયત સુધરતી લાગી. હું હોસ્પિટલમાં એમની ખબર જોવા, વંદન કરવા જતો. ત્યારે તેઓ બોલી શકતા નહિ પણ ઓળખી શકતા અને સમજી શકતા. એમની સ્મૃતિ સારી હતી. પણ પછી સ્વાથ્યમાં વળાંક આવ્યો. તા. ૨૬મી માર્ચ ૧૯૮૨ના રોજ સવારે ૧૦-૫૫ કલાકે એમણે દેહ છોડી દીધો. એમના મૃતદેહને એબ્યુલન્સમાં ચીંચણી લાવવામાં આવ્યો. ત્યાં આશ્રમમાં થોડા કલાક દર્શનાર્થે રાખવામાં આવ્યો અને પછી સમુદ્ર તટે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. એમની પાલખી મીરાંબહેન, કાશીબહેન વગેરે ચાર કુંવારી (પણ હવે વયોવૃદ્ધ) બહેનોએ ઉપાડી હતી અને અગ્નિસંસ્કાર એમના જીવનભરના અંતેવાસી શ્રી મણિભાઈએ કર્યા હતા. આ જગ્યા મહારાષ્ટ્ર સરકારે આશ્રમને ભેટ આપી છે અને ત્યાં મહારાજશ્રીની સમાધિ આરસમાં રચવામાં આવી છે. એમના ઉપર પોતાના ગુરુદેવનો તેમજ મહારાજશ્રીનો એમ બે પ્રિય મંત્ર ૐ હ્રીં અરિહંત નમઃ | અને ૐ મૈયા શરણમ્ મમ કોતરવામાં આવ્યા છે. મહારાજશ્રીનો જન્મ તા. ૨૬-૮-૧૯૦૪માં એટલે કે વિ. સં.૧૯૬૦ના શ્રાવણની પૂર્ણિમાએ થયો હતો. શ્રાવણી પૂર્ણિમા એટલે બળેવનો દિવસ, પર્વનો મોટો દિવસ. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે. આ દિવસે દરિયાખેડુઓ શ્રીફળ વધેરી દૂર દૂર સુધી દરિયો ખેડવા જાય, કારણ કે હવે દરિયામાં વાવાઝોડાનો ભય નહિવત્ હોય. મહારાજશ્રી કાળધર્મ પામ્યા તા. ૨૬-૩-૧૯૮૨ વિ. સં.ના ચૈત્ર સુદ એકમના રોજ. ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો. કેટલાક લોકોનું એ બેસતું વર્ષ. શક સંવત ગુડી પડવાથી ચાલુ થાય. આમ મહારાજશ્રીના જન્મ અને કાળધર્મના એમ બને દિવસો મોટા પર્વના દિવસો રહ્યા છે, Page #126 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ મહારાજશ્રીનો જન્મ શુક્રવારના દિવસે થયો હતો. એમણે દીક્ષા ગ્રહણ કરી એ દિવસ પણ શુક્રવારનો હતો અને તેઓ કાળધર્મ પામ્યા એ દિવસ પણ શુક્રવારનો હતો. આ પણ એક સુંદર યોગાનુયોગ કહેવાય. ૧૧૭ સ્વ. પૂ. શ્રી સંતબાલજી મહારાજ એક મહાન, ક્રાન્તિકારી સાધુ મહાત્મા હતા. અલબત્ત એમની ધર્મક્રાન્તિ વિશે વિભન્ન મત રહેવાના. એમના જીવન વિશે મણિભાઈ પટેલ, મીરાંબહેન, દુલેરાય માટલિયા, નવલભાઈ શાહ, અંબુભાઈ શાહ, મનુભાઈ પંડિત, બળવંતભાઈ ખંડેરિયા, ટી. યુ. મહેતા, ગુણવંત બરવાળિયા વગેરેએ પુસ્તકો લખ્યા છે. જૈન સાધુ તરીકે મહારાજશ્રી ગોચરી, પાદવિહાર વગેરે કેટલાક આચારનું ચુસ્ત પાલન કરતા હતા, પણ બીજા કેટલાક આચારમાં એમણે પોતાના ધ્યેયને અનુલક્ષીને ફેરફારો કર્યા હતા. એમણે નિર્દભ અને નીડ૨૫ણે જાહેર નિવેદન કરીને એ માર્ગ અપનાવ્યો હતો. એટલે એમને સાંપ્રદાયિક ધો૨ણે મૂલવવા કરતાં તત્કાલીન વિશાળ સામાજિક સંદર્ભમાં મૂલવવા જોઇએ. એ વખતે દેશની આઝાદી માટે અને પ્રજાકલ્યાણ માટે સમગ્ર દેશમાં એવો મોટો જુવાળ આવ્યો હતો અને ગાંધીજીના જીવન અને કાર્યનો લોકો ઉપર એટલો મોટો પ્રભાવ પડ્યો હતો કે સંતબાલજી જેવા કેટલાય એમાં ખેંચાય એ સ્વાભાવિક હતું. એ કાળે કેટલા બધા જૈન સાધુઓએ ખાદી ધારણ કરી હતી. જૈનો આત્મધર્મ માટે, આત્મસાધના માટે, મોક્ષપ્રાપ્તિના ધ્યેય અર્થે, ગૃહત્યાગ કરી દીક્ષા લે છે. ગુરુ ભગવંત એ માટે જ વ્રતો ઉચ્ચારાવે છે અને સમાજ પણ એ સમજણ સાથે જ સાધુ-સાધ્વીઓના ભરણ-પોષણની જવાબદારી સહર્ષ વહન કરે છે. આ એક પ્રકારનું વ્યવસ્થિત સંગઠન છે. આ એક ઉચ્ચ પરંપરા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ છે. અઢી હજાર વર્ષથી તે અવિચ્છિન્ન ચાલી આવે છે. તેમાં કોઈ સાધુ કે સાધ્વી સ્વચ્છંદપણે વર્તે તો તે ચલાવી ન લેવાય. એથી પરંપરા તૂટે. લોકોની શ્રદ્ધા ખૂટે. એક વખત તૂટેલી પરંપરાને ફરીથી જીવંત કરવાનું મુશ્કેલ બને છે. (જેમ બૌદ્ધ ધર્મમાં ભારતમાં બન્યું હતું.) બીજી બાજુ જમાને જમાને કોઈક કોઈક મહાત્મા એવા નીકળવાના કે જેઓને આત્મકલ્યાણ કરવા સાથે પોતાની નજર સામેના દુઃખી લોકોનું ભૌતિક કલ્યાણ વધુ મહત્ત્વનું લાગે. લોકોનાં દુઃખદર્દ તેમને માટે અસહ્ય થઈ પડે; કેટલાક લોકકલ્યાણ એ જ આત્મકલ્યાણ છે અથવા લોકકલ્યાણ દ્વારા આત્મકલ્યાણ થાય એવા વિચારો પણ ધરાવે. આ સમગ્ર વિષયને ઘણા દૃષ્ટિકોણથી વિચારી શકાય. વસ્તુતઃ કોઈ સમાજ પોતાની પરંપરાના રક્ષણ માટે અલગ વિચાર ધરાવતી વ્યક્તિને સમુદાયમુક્ત કરે તો તે ખોટું છે એમ ઉતાવળે કહી નહિ શકાય. સમજણપૂર્વક બંનેના પંથ જુદા જુદા રહે એ જ ઇષ્ટ છે. એટલે જ પૂ. સંતબાલજી મહારાજશ્રીને કોઈ એક પૂર્વગ્રહભરી સાંપ્રદાયિક દૃષ્ટિથી જોવાથી એમને બરાબર ન્યાય નહિ આપી શકાય. એમનું જીવન, કાર્ય અને સાહિત્ય એક મહાનિબંધ લખાય એટલું મોટું છે. જેમ સમય પસાર થાય અને સંબંધ ધરાવતી વ્યક્તિઓ ભૂતકાળમાં વિલીન થાય ત્યારે, પાંચ-સાત દાયકા પછીથી કોઈક સમર્થ વ્યક્તિ સમગ્ર ઘટનાને કાળના પરિપ્રેક્ષ્યમાં અને સિદ્ધાન્ત તથા પરંપરાના સંદર્ભમાં તટસ્થતાપૂર્વક વધુ સારી રીતે મૂલવી શકે. પ. પૂ. સંતબાલજી મહારાજ જે પ્રકારનું જીવન જીવ્યા તે અનોખું હતું. એમની જન્મશતાબ્દીના આ અવસરે એમના પુણ્યાત્માને નત મસ્તકે વંદના ! Page #128 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ એકાંતપ્રિય, અલિપ્ત અને અજ્ઞાત રહેવાની ભાવનાવાળા અને જીવનના છેલ્લાં વર્ષોમાં અજ્ઞાતવાસમાં રહેલા વિદ્વાન લેખક અને કવિ, સત્યનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ ગાંધીભક્ત, આજીવન ખાદીધારી પ્રો. ડૉ. તનસુખભાઈ ભટ્ટનું કેટલાક સમય પહેલાં પૂનામાં અવસાન થયું હતું. પોતે દેહ છોડે ત્યારે સ્મશાનયાત્રા માટે માત્ર બે કે ત્રણ વ્યક્તિને કહેવું એવી સૂચના એમણે પોતાની દીકરી ચિ. ક્ષિતિજાને આપી હતી. એમની સૂચનાનુસાર શબવાહિનીમાં એમના મૃતદેહને સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો. અગ્નિસંસ્કાર વખતે ક્ષિતિજ સહિત ફક્ત પાંચ વ્યક્તિ ઉપસ્થિત રહી હતી. ક્ષિતિજાએ અગ્નિસંસ્કાર કર્યા હતા. તનસુખભાઇની ઇચ્છા પ્રમાણે બીજે દિવસે એમનાં અસ્થિ પૂના પાસેની નદીઓ-મૂળા અને મૂઠાના સંગમમાં પધરાવવામાં આવ્યાં હતાં. તનસુખભાઇએ પોતાના અવસાનના સમાચાર જણાવવા માટે પોતાની ડાયરીમાં જે પાંચ-છ નામ લખ્યાં હતાં તેમાં મારું નામ પણ હતું. એ પ્રમાણે બહેન ક્ષિતિજાએ મને પત્ર લખ્યો હતો, પરંતુ પોતાનું સરનામું લખ્યું નહોતું એટલે કેવી રીતે સંપર્ક કરવો તેની મૂંઝવણ હતી. પરંતુ મિત્રો દ્વારા તપાસ કરીને છેવટે ફોનથી ક્ષિતિજાનો પૂના સંપર્ક કર્યો ત્યારે બધી વિગત જાણવા મળી હતી. તનસુખભાઈ એટલે એક એવી વ્યક્તિ કે કિશોરાવસ્થા અને ઊગતી યુવાનીમાં જેમના જીવનનું ઘડતર મહાત્મા ગાંધીજીએ કર્યું હતું. તનસુખભાઈએ લગભગ ૯૩ વર્ષ જેટલું આયુષ્ય ભોગવ્યું, પણ એમના જીવનનો રાહ સીધી સરળ વિકાસ-ગતિએ ચાલ્યો નહિ. જીવનના મધ્યાહ્ન કાળે કેટલાક કટુ અનુભવો થતાં તેઓ અલિપ્ત અને અંતર્મુખ થતા ગયા. અન્યાય કરનારાઓ પ્રત્યે તેઓ આક્રમક બન્યા નહિ, વેર લેવાની વૃત્તિ રાખી નહિ, પણ પોતાની જાતને Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ સંકોચતા ગયા. તેઓ ઉત્તર વયમાં સમાજથી એટલા બધા અલિપ્ત રહેવા લાગ્યા હતા કે પછીથી તો એવી રીતે રહેવું તે એમની જાણે એક ગ્રંથિ બની ગઈ હતી. તનસુખભાઈ અમદાવાદ છોડી મુંબઈ આવ્યા ત્યારથી તે તેઓ ૧૯૯૭માં પોંડીચેરી ગયા ત્યાં સુધી હું એમના સંપર્કમાં રહ્યો હતો. તેઓ પોતાની અંગત વાતો મને કરતા અને કોઈ પ્રશ્ન હોય તો મારી સાથે વિચારવિનિમય કરતા. મહાત્મા ગાંધીજીનાં દૂરથી થોડીક ક્ષણો માટે દર્શન કરવાની તક મળે તો પણ માણસ પોતાને ભાગ્યશાળી માને એવા એ દિવસોમાં જો ગાંધીજીની સાથે સતત સાત-આઠ વર્ષ રહેવા મળ્યું હોય તો એવી વ્યક્તિ તો કેટલી બધી ભાગ્યશાળી ગણાય. તનસુખભાઈ ભટ્ટ એવા ભાગ્યશાળી હતા કે જેમને ગાંધીજી નામ દઇને બોલાવતા, છતાં તનસુખભાઈનાં વાણી-વર્તનમાં ક્યારેય એ વિશે હુંપદનો રણકાર સાંભળવા મળ્યો નથી. તનસુખભાઈ મહાત્મા ગાંધીજી સાથે ૧૯૩૦માં દાંડીયાત્રામાં પણ જોડાયા હતા. તનસુખભાઇએ દાંડીયાત્રા” નામનું કાવ્ય લખ્યું ન હોત તો ૧૯૩૦માં ગાંધીજીએ સાબરમતી આશ્રમ (સત્યાગ્રહ આશ્રમ)માંથી પોતાના સાથીદાર તરીકે જે ૮૦ જેટલી ખડતલ વ્યક્તિઓની પસંદગી કરી હતી તેમાં ઓગણીસ વર્ષના તનસુખભાઈ પણ હતા એની આપણને ખબર હોત કે કેમ એ પ્રશ્ન છે. તનસુખભાઇનો જન્મ ૨૧મી માર્ચ ૧૯૧૧માં સૌરાષ્ટ્રમાં વેકરિયા ગામમાં થયો હતો. એમની માતાનું નામ પાર્વતીબહેન. એમના પિતાનું નામ પ્રાણશંકર ભટ્ટ. પ્રાણશંકર ભટ્ટને ત્રણ પુત્રો હતા–હરિહર, તારાનાથ અને તનસુખ. પ્રાણશંકર પોતે સુશિક્ષિત હતા અને એમણે પોતાના ત્રણ સંતાનોને સારી કેળવણી આપી Page #130 -------------------------------------------------------------------------- ________________ સવ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૨ ૧ હતી. તેઓ આધુનિક વિચારધારાના હતા. એમણે પોતાના એક દીકરાનું નામ બંગાળી રાખ્યું હતું-તારાનાથ. એમણે તનસુખભાઇને થોડો વખત કાશી મોકલ્યા હતા, સંસ્કૃત ભાષા ભણવાને માટે. નવ-દસ વર્ષની ઉંમરે તનસુખભાઈ ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં વિદ્યાર્થી તરીકે જોડાયા હતા. એમના મોટા ભાઈ હરિહર ભટ્ટ પણ ત્યારે ત્યાં શિક્ષક તરીકે કામ કરતા હતા. હરિહર ભટ્ટ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેઓ “એક જ દે ચિનગારી, મહાનલ', એ કાવ્યથી જાણીતા થયા હતા. ૧૯૨૫ પછી તનસુખભાઇએ દક્ષિણામૂર્તિમાં શિક્ષણ લીધું હતું. ત્યાં તેમની કવિત્વશક્તિ ખીલી હતી. ત્યાં કવિ શ્રીધરાણી એમના સમકાલીન મિત્ર હતા. પોતાના કાવ્યસર્જન વિશે તનસુખભાઇએ પોતાના કાવ્યસંગ્રહ “કાવ્યલહરી'ના નિવેદનમાં લખ્યું છેઃ “સત્યાગ્રહ આશ્રમમાં શ્રી નરહરિભાઈ પરીખ, જુગતરામભાઈ દવે તથા સ્વ. ચંદ્રશંકરભાઈ શુકલના વર્ગોમાં જ કવિતા વિશે અભિરુચિ ઉત્પન્ન થઈ હતી. તે દક્ષિણામૂર્તિમાં કાવ્યલેખનમાં પરિણમી.” “કવિતાલેખનના સૂક્ષ્મ સંસ્કારો મારામાં સુષુપ્ત દશામાં પડ્યા હશે. દક્ષિણામૂર્તિ ભવનના કાવ્યોત્તેજક વાતાવરણમાં તે ખીલી નીકળ્યા. સંસ્કાર જેટલું જ મહત્ત્વ વાતાવરણને પણ અપાય છે, એ દૃષ્ટિએ જોતાં મારા સુષુપ્ત સંસ્કારોને આવિર્ભાવ આપીને કાવ્યલેખન કરવાની પ્રેરણાનો સકલ યશ દક્ષિણામૂર્તિ ભવનને જ ઘટે છે.' તનસુખભાઇએ આરંભમાં કેટલુંક લેખનકાર્ય “યાત્રીના ઉપનામથી અને કેટલુંક “સુરેન્દ્ર ભટ્ટાચાર્ય'ના નામથી કર્યું હતું. જો કે પછીના સમયમાં તેઓ પોતાના નામથી જ લખતા રહ્યા હતા. તેમનાં કાવ્યો તે જમાનામાં “કુમાર” અને “પ્રસ્થાન'માં પ્રગટ થતાં. મુક્તકનો કાવ્ય- પ્રકાર એમને વધુ પ્રિય હતો. દૂહા ઉપર એમનું પ્રભુત્વ સવિશેષ હતું. સંસ્કૃત ભાષણ ઉપરના પ્રભુત્વને લીધે એમની FST Private & Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ કવિતામાં સંસ્કૃત શબ્દોનો ઉપયોગ અર્થના ગાંભીર્યમાં વૃદ્ધિ કરે છે અને એમની વાણીને શિષ્ટતા અને રમણીયતા અર્પે છે. આ વર્ષો દરમિયાન તનસુખભાઈએ શાસ્ત્રીય સંગીતનો વ્યવસ્થિત અભ્યાસ કરી લીધો હતો. રાગ-રાગિણીની તેમની જાણકારી સરસ હતી. તેઓ કોઈ વાજિંત્ર વગાડતા નહિ, પણ ગાતા સારું. દક્ષિણામૂર્તિમાં શિક્ષણ લીધા પછી તનસુખભાઈ પાછા સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા હતા. ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીયાત્રાનું વિચાર્યું ત્યારે તનસુખભાઇની ઉંમર ઓગણીસ વર્ષની હતી. તેઓ દાંડીયાત્રામાં જોડાયા અને પછી સત્યાગ્રહની ચળવળમાં ભાગ લીધો. સત્યાગ્રહને પરિણામે તનસુખભાઈએ ત્રણ વખત કારાવાસ સેવ્યો હતો. એક વખત એમની સાથે જેલમાં એમના મોટા ભાઈ હરિહર ભટ્ટ હતા. એક વખત તો પ્રાણશંકર ભટ્ટ અને એમના ત્રણે દીકરાઓ હરિહર, તારાનાથ અને તનસુખભાઈ–એમ ચારેય એક જ વખતે જુદી જુદી જેલમાં હતા. પ્રાણશંકર ભટ્ટ અને એમના કુટુંબે સ્વાતંત્ર્યની લડતમાં કેટલો ભોગ આપ્યો હતો તે આના પરથી જોઈ શકાશે. એને પરિણામે તનસુખભાઇનો શાળાકોલેજનો અભ્યાસ નિયમિત રહ્યો નહોતો. તેઓ ૧૯૩૫માં ચોવીસ વર્ષની વયે મેટ્રિક થયા હતા. પછી તેઓ અભ્યાસ કરવા મુંબઈ આવ્યા હતા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. એમના વખતમાં કોલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ હેમિલ્ટન હતા. કૉલેજમાં તનસુખભાઈ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ ૧૯૪૦માં બી.એ. થયા હતા. દરમિયાન તેઓ અમદાવાદની સુપ્રસિદ્ધ શાળા સી.એન.વિદ્યાવિહારમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ૧૯૪૩માં ગુજરાત વિદ્યાસભામાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય લઈ તેઓ મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. થયા હતા. તેઓ એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં આવ્યા હતા. તે વખતે એમની સાથે ડો. ભોગીલાલ Page #132 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ સાંડેસરા, પ્રો. રામપ્રસાદ શુકલ અને પ્રો. ઉપેન્દ્ર પંડ્યા પણ પ્રથમ વર્ગમાં આવ્યા હતા. વડોદરાના ડૉ. રણજિતભાઈ પટેલ ત્યારે અમદાવાદમાં હતા. તેઓ પણ એમ.એ.ની તૈયારી કરી રહ્યા હતા. તેમને તનસુખભાઇની સાથે ગાઢ મૈત્રી થઈ હતી. એ મૈત્રી ઘણાં વર્ષ સુધી, ૧૯૯૭માં તનસુખભાઈ પોંડીચેરી ગયા ત્યાં સુધી રહી હતી. યુવાન વયે તનસુખભાઈ ક્રિકેટના સારા ખેલાડી હતા. ટેસ્ટ મેચ જોવા તેઓ બેબ્રોર્ન સ્ટેડિયમમાં જતા. પાછલાં વર્ષોમાં ટી.વી. પર મેચ જોવાનું તેઓ ચૂકતા નહિ. તનસુખભાઇએ ત્રીસ વર્ષની વયે ૧૯૪૧માં ‘મેં પાંખો ફફડાવી’ નામની નાનકડી આત્મકથા લખી હતી. એમાં શૈશવકાળનાં સંસ્મરણો આત્મકથનાત્મક શૈલીએ લખાયાં છે. આ આત્મકથા ‘કુમાર’માં ક્રમશઃ પ્રગટ થઈ હતી. એમાં જીવનનાં થોડાંક વર્ષોની જ વાત હોવાથી આત્મકથા નાની બની હતી. એની પ્રસ્તાવના કવિ ઉમાશંકર જોષીએ લખી હતી. ૧૨૩ તનસુખભાઇનાં કાવ્યો મુખ્યત્વે ‘કુમાર' અને ‘પ્રસ્થાન’ માસિકમાં છપાયાં હતાં. એંસી જેટલાં આ કાવ્યોનો સંગ્રહ ‘કાવ્યલહરી’ તૈયાર થયો ત્યારે એની પ્રસ્તાવના એમના વિદ્યાગુરુ પ્રકાંડ વિદ્વાન શ્રી રસિકલાલ પરીખે લખી આપી હતી. આ કાવ્યસંગ્રહમાં મુખ્યત્વે ગેય કાવ્યો છે, છંદોબદ્ધ કાવ્યો ઓછાં છે. આ બધાં કાવ્યોમાં મુક્તકો છે, અંજલિ- કાવ્યો પણ છે. સ્વ. રસિકલાલ પરીખે પ્રસ્તાવનામાં નોંધ્યું છે તેમ ‘કવિ જુવાન છે, પણ ‘કાવ્યલહરી’માં યૌવનને સુલભ અને ગુજરાતી કવિતાને મલકાવી દેતી સ્ત્રીપુરુષના પ્રેમની કવિતા નથી. આ કવિનો સ્થાયીભાવ પરમાત્મરતિનો છે. એક પક્ષે સાધુ સંતોના વહેણમાં તો બીજે પક્ષે ગાંધીયાન દ્વારા તે મૂર્ત થાય છે.’ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ઉત્તરાવસ્થામાં તનસુખભાઈનાં બે નાનાં પુસ્તકો પ્રગટ થયાં હતાં. ૧૯૭૭માં “અતીતના અનુસંધાનમાં' પ્રકાશિત થયેલું. એમાં સુંદર રેખાચિત્રો છે. ૧૯૮૧માં “આશ્રમના આંગણ'માં પ્રકાશિત થયેલું, એમાં સાબરમતી આશ્રમમાં પોતે રહેલા એ સમયનાં સંસ્મરણો છે. ત્યાર પછી “દાંડીયાત્રાખંડકાવ્ય અને ગાંધીજીના જીવન વિશે મહાકાવ્ય “મહાત્માયન” પ્રગટ થયું હતું. આ મહાકાવ્યની જેટલી નોંધ ગુજરાતમાં લેવાવી જોઇએ તેટલી લેવાઈ નથી. સમાજસેવા એ તનસુખભાઈની એક મનગમતી પ્રવૃત્તિ હતી. અમદાવાદમાં હતા ત્યારે તેઓ સમાજસેવાના કાર્યમાં ઘણા સક્રિય રહેતા. તેમણે અમદાવાદની “જ્યોતિસંઘ' નામની સંસ્થામાં ગુલઝારીલાલ નંદા સાથે કેટલોક વખત કામ કર્યું હતું. મુંબઈ આવ્યા પછી તેઓ કેન્સર માટેની એક સામાજિક સંસ્થામાં પોતાનો સમય આપતા.). તનસુખભાઇનું નામ મેં સૌથી પહેલું સાંભળ્યું હતું ૧૯૪૪માં. મેટ્રિક પાસ કરીને હું કોલેજમાં દાખલ થયો ત્યારે મુંબઈ ભણવા આવેલા અમદાવાદની સુપ્રસિદ્ધ શાળા સી.એન. વિદ્યાવિહારના કેટલાક સહાધ્યાયી મિત્રો પોતાના શિક્ષક તનસુખભાઇ ભટ્ટની બહુ પ્રશંસા કરતા. ત્યારે યુવાન તનસુખભાઈ વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. તેઓ ઘણા વિદ્યાર્થીઓને નામથી ઓળખતા અને શાળા છોડી જાય તે પછી પણ તેઓની સાથે પત્રવ્યવહારથી સંપર્ક રાખતા. એ જમાનામાં અમદાવાદના શિક્ષકોમાં તનસુખભાઇનું નામ મોટું હતું. સી.એન.માં ભણાવતાં ભણાવતાં જ એમણે એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી અને તેજસ્વી શિક્ષક હતા. ત્યાર પછી મારે તનસુખભાઇનો અંગત સંપર્ક થયો ૧૯૪૯૫૦માં. ત્યારે હું એમ.એ.માં અભ્યાસ ગુજરાતી વિષય લઇને કરતો હતો. તેઓ અમદાવાદ છોડી મુંબઇની સિદ્ધાર્થ કોલેજમાં ગુજરાતી Page #134 -------------------------------------------------------------------------- ________________ 4. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૨૫ વિષયના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. તેઓ એમ.એ.ના અમારા વર્ગ પણ લેતા. ત્યારે સિદ્ધાર્થ કોલેજને પોતાનું મકાન નહોતું. મરીન લાઇન્સ પર લશ્કરી બેરેકના ખાલી પડેલા ઓરડાઓમાં કામચલાઉ વ્યવસ્થા થયેલી. દર અઠવાડિયે એક વાર અધ્યાપક પોતાની કોલેજમાં એમ.એ.ના વર્ગ લેતા. ત્યારે તનસુખભાઈ ખાદીના કપડાં-રંગીન કોટ અને સફેદ પેન્ટ તથા ખાદીની આછા ચોકલેટી રંગની ટાઈ પહેરતા. ચુસ્ત ગાંધીવાદી હોવાને કારણે કોટ-પેન્ટટાઈ પહેરવાં એમને ગમતાં નહિ, પણ મુંબઈના તે કાળના અધ્યાપકીય જીવનમાં તેમ કરવાની ફરજ પડી હતી. મુંબઇની સિદ્ધાર્થ કૉલેજમાં તેઓ સંસ્કૃત અને ગુજરાતી એમ બે વિષયો ભણાવતા. વર્ગમાં અધ્યાપન કરાવવા માટે તેઓ પૂરા સજ્જ થઇને આવતા. તેઓ સારું ભણાવતા. શરૂઆતમાં વર્ગો મોટા રહેવાને કારણે તેમને ઉચ્ચ સ્વરે બોલવું પડતું, પણ પછી બી.એ.ના ગુજરાતી વિષયના વર્ગોમાં ઓછા વિદ્યાર્થીઓ હોવાને કારણે એવા ઉચ્ચ સ્વરે બોલવાનું રહેતું નહિ. તેમણે કેટલાયે વિદ્યાર્થીઓને ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યમાં રસ લેતા કર્યા હતા. પરંતુ આ વર્ષો દરમિયાન એમની આસપાસ ખટપટ અને તે જ બના વાતાવરણની એમના ચિત્ત ઉપર માઠી અસર થઈ હતી. તનસુખભાઇ અમદાવાદમાં સી.એન. વિદ્યાવિહારમાં શિક્ષક હતા ત્યારથી જ તેઓ અમદાવાદના નામાંકિત કવિઓ-શિક્ષકોના તે જોઢેષના ભોગ બનેલા. તનસુખભાઇને એમના સત્યપ્રિય સ્વભાવને કારણે સહન ઘણું કરવું પડ્યું હતું. પછીથી તો તેઓ મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાં અધ્યાપક તરીકે આવ્યા ત્યારે એ તેજોદ્વેષ મુંબઇમાં અધ્યાપકીય વર્તુળમાં પ્રસર્યો હતો, કારણ કે એમના કરતાં ઉમરમાં નાના અને ઓછી શૈક્ષણિક યોગ્યતાવાળા કેટલાક અધ્યાપકોને ઊંચાં સ્થાન મળી ગયાં હતાં. આ બધાની જાણે-અજાયે Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ તનસુખભાઈના ચિત્ત ઉપર માઠી અસર થઈ હતી. પરિણામે તેઓ બધાથી અળગા, અતડા રહેવા લાગ્યા. તેઓ કોઇની ખુશામત કરવામાં માનતા નહિ. પછી તો એમની પ્રકૃતિ પણ સંરક્ષણાત્મક બની ગઈ. તેઓ સમાજમાં બહુ ભળતા નહિ. કવિ ડૉ. રણજિતભાઈ પટેલ (અનામી) સાથે તનસુખભાઈને સારો સંબંધ રહ્યો હતો અને તેઓ વચ્ચે પત્રવ્યવહાર પણ થતો. અનામી કરતાં તનસુખભાઈ ઉમરમાં થોડા મોટા હતા. અનામી સાહેબે મને લખ્યું હતું કે “ભટ્ટ સાહેબ સારા અધ્યાપક હોવા છતાં પણ કોણ જાણે એમનાં મોટા ભાગનાં સમય-શક્તિ ભાતભાતની ખટપટોનો સામનો કરવામાં ગયાં છે. અમદાવાદમાં સી.એન. વિદ્યાવિહારમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં. ગાંધી આશ્રમના નિવાસને પ્રતાપે આ બધું ઝેર તેઓ જીરવી શક્યા હતા એમ મને લાગે છે.” સિદ્ધાર્થ કોલેજમાં પોતે જોડાયા ત્યારથી તે નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ એ જ કૉલેજમાં ભણાવતા રહ્યા હતા. તેઓ ભણાવતા સારું પણ વિદ્યાર્થીઓ માં બહુ ઓછા ભળતા. નાના વર્ગમાં ભણાવતા હોય ત્યારે હેતુપૂર્વક આંખો મીંચીને બોલતા. સદ્ભાગ્યે અધ્યાપક તરીકે એમની નોકરી સુરક્ષિત હતી અને પત્ની વસંતબહેનની પણ અધ્યાપિકા તરીકેની નોકરીમાં પણ કોઈ પ્રશ્ન નહોતો. એટલે આજીવિકાની દૃષ્ટિએ તેઓ નિશ્ચિત હતા. તેઓને કોઇની ગરજ ભોગવવી પડે એવું નહોતું. એટલે સંબંધો બાંધવાટકાવવાની બાબતમાં તેઓ નિસ્પૃહી, નિરુત્સાહી હતાં. છેલ્લાં વર્ષોમાં તો તેઓ કોઇની સાથે સંપર્ક રાખવા ઉત્સુક નહોતા. પહેલાં અવારનવાર તેઓ મને પત્રો લખતા, અથવા હું એમને ઘરે મળવા જતો. પણ પછીથી મને પણ એમનો સંપર્ક ન રાખવા માટે કહ્યું હતું. અલબત્ત મારા પ્રત્યે એમને સદ્ભાવ ઘણો હતો અને મળવા જાઉં તો પ્રેમથી બધી વાતો કરતા. Page #136 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૨૭ સંસ્કૃત ભાષા ઉપર તેમનું પ્રભુત્વ અસાધારણ હતું. કાલિદાસ વગેરેનાં મહાકાવ્યો ઉપરાંત ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ગીતા ભાગવતપુરાણ એમણે મૂળ સંસ્કૃતમાં વાંચ્યાં હતાં. એક વખત શ્રીકૃષ્ણ વિશે કોઇક ભાઇએ “મુંબઈ સમાચાર”માં ચર્ચાપત્ર લખીને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા ત્યારે “ભગવાન શ્રીકૃષ્ણ' એ નામથી એમણે આઠ લેખ લખ્યા હતા અને તે “મુંબઈ સમાચારમાં છપાયા હતા. તનસુખભાઇએ ઇ. સ. ૧૯૪૯માં “દલપતરામ-એક કાવ્યાભિગમ” નામના વિષય ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં સ્વ. પ્રો. રામનારાયણ પાઠકના માર્ગદર્શન હેઠળ પીએચડી.ની ડિગ્રી માટે શોધ-પ્રબંધ લખવા નામ નોંધાવ્યું હતું. ત્યારે પાઠક સાહેબ એ એક જ ગાઈડ હતા. એ દિવસોમાં પાઠક સાહેબ થોડો વખત મુંબઇમાં રહેતા અને થોડો વખત અમદાવાદમાં રહેતા. એટલે માર્ગદર્શન નિયમિત મળતું નહિ. ત્યાર પછી પાઠક સાહેબને હૃદયરોગની તકલીફ ચાલુ થઈ. એટલે તેઓ માર્ગદર્શન માટે પૂરતો સમય આપી શકતા . નહોતા. આથી શોધપ્રબંધનું કામ મંદગતિએ ચાલતું હતું. ત્યાર પછી પાઠક સાહેબનું ૧૯૫૫માં અવસાન થયું. એટલે શોધપ્રબંધનું કામ વધુ વિલંબમાં પડ્યું. દરમિયાન યુનિવર્સિટીએ પ્રો. મનસુખલાલ ઝવેરીની પીએચ.ડી. માટે માર્ગદર્શક તરીકે નિમણૂંક કરી. તનસુખભાઇને ગાઈડ બદલવાની વિધિ યુનિવર્સિટીમાં કરવી પડી. થિસિસનું બાકીનું કાર્ય પોતાના લગભગ સમવયસ્ક એવા મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું. ૧૯૫૭ના જૂનમાં એ શોધપ્રબંધ યુનિવર્સિટીને સુપ્રત કરવામાં આવ્યો અને એમને પીએચ.ડી.ની ડિગ્રી મળી. . ટાઈપ કરેલાં સાડા સાતસો પાનાંનો આ શો ધપ્રબંધ તનસુખભાઇએ બહુ જહેમત ઉઠાવીને તૈયાર કર્યો હતો જે હજુ અપ્રકાશિત છે. (હાલ આની માત્ર બે જ નકલ છે–એક યુનિવર્સિટીમાં અને બીજી તનસુખભાઇની પોતાની, જે એમણે મુંબઇમાં મીઠીબાઈ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ કોલેજને આપી દીધી હતી.) લગભગ સાડાસાતસો પાનાના આ શોધપ્રબંધમાં દલપતરામના જીવન અને કવનનો બહુ ઊંડાણથી અભ્યાસ થયો છે. કેટકેટલી વિગતો ઉપર નવો પ્રકાશ એમણે પાડ્યો છે. લગભગ પાંચ દાયકા પહેલાં લખાયેલો આ દળદાર મહાનિબંધ નષ્ટ થાય એ પહેલાં કોઇક વ્યક્તિ કે સંસ્થાએ સંપાદિત-સંક્ષિપ્ત કરીને છપાવવા જેવો છે. ૧૯૫૧માં હું મુંબઇની ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યાર પછી તનસુખભાઇને વારંવાર મળવાનું થતું. ૧૯૫૫ પછી તેઓ પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરતા અને અમારી ઝેવિયર્સ કોલેજમાં તેઓ તે માટે આવતા. ટેલિફોન વ્યવહાર ત્યારે આટલો સુલભ નહોતો. કેટલીયે વાર તેઓ આવ્યા હોય અને મનસુખભાઇને વર્ગમાંથી આવતાં વાર લાગે એમ હોય ત્યારે તનસુખભાઇની સાથે હું વાતે વળગતો. આ રીતે અમારો સંબંધ ગાઢ થયો હતો. તનસુખભાઇને પ્રવાસનો ઘણો શોખ હતો. સત્યાગ્રહ આશ્રમમાં રહેનાર અને દાંડીયાત્રામાં ભાગ લેનાર માણસો ચાલવામાં જબરા હોય. તનસુખભાઇને હિમાલયનું અનેરું આકર્ષણ હતું. તેમણે બદ્રી-કેદાર, ગંગોત્રી-જમનોત્રીની પગપાળા યાત્રા પાંચ વાર કરી હતી. તેઓ ભારતમાં અન્ય ઘણે સ્થળે ફર્યા હતા અને રવીન્દ્રનાથના શાંતિ-નિકેતનમાં પણ રહ્યા હતા. તનસુખભાઇએ મોટી ઉંમરે લગ્ન કર્યા હતાં. એમનાં પત્ની સૌરાષ્ટ્રના પત્રકાર, સ્વાતંત્ર્ય સેનાની હરગોવિંદ પંડ્યા (પંડિતજી)ની સુપુત્રી વસંતબહેન ત્યારે એસ.એસ.સી.-મેટ્રિક થયેલાં. પરંતુ તનસુખભાઇએ સંકલ્પ કર્યો કે ઠેઠ એમ.એ. અને પીએચ.ડી. સુધી વસંતબહેનને પહોંચાડવાં. એ માટે એમણે વસંતબહેનને ઘરે અભ્યાસ કરાવવો શરૂ કર્યો. વસંતબહેન મુંબઈની ઇસ્માઇલ યુસુફ કૉલેજમાં Page #138 -------------------------------------------------------------------------- ________________ સવ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૨૯ વિદ્યાર્થિની તરીકે જોડાયાં. એમ કરતાં વસંતબહેન ગુજરાતી વિષય સાથે, બી.એ. અને પછી એમ.એ. થયાં. ત્યાર પછી એમણે પીએચ.ડી.નો અભ્યાસ ચાલુ કર્યો અને પછી પીએચ.ડી. પણ થયાં. વસંતબહેને પણ શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. વળી એમનો કંઠ પણ મધુર હતો. એટલે તેઓ તનસુખભાઈની સાથે બેસીને ગાતા. રેડિયો, ટી.વી. પરના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો પણ તેઓ રસથી સાંભળતાં-જોતાં. વસંતબહેન પીએચ.ડી. થયાં તે પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ગુજરાતી વિષયના લેક્ઝરર તરીકે એમની નિમણૂંક થઈ હતી. સરકારી તંત્રમાં પહેલી નિમણૂંક કામચલાઉ તરીકે કરવામાં આવે છે. પછી એ નિમણૂંક પાકી કરતાં વર્ષો લાગી જાય. ત્યારે ફરી જાહેરખબર અને ફરી ઇન્ટરવ્યુનું ચક્ર ચાલે. વસંતબહેને ત્યાં ત્રણ વર્ષ અધ્યાપન કર્યા પછી, એ લેક્યરચના હોદાની જાહેરખબર અપાઈ એટલે વસંતબહેને અરજી કરી. પછી ઇન્ટરવ્યું ગોઠવાયા. એ વખતે તાજી એમ.એ. થયેલી એક વિદ્યાર્થિનીએ પણ અરજી કરી હતી અને તેની લાગવગ ઘણી હતી. જ્યારે ઈન્ટરવ્યુ લેવાના હતા ત્યારે એ પસંદગી–સમિતિમાં સરકારે મારી પણ નિમણૂંક કરી હતી. ઈન્ટરવ્યુ પૂરા થયા પછી સમિતિના બીજા બે સભ્યોએ આ નવી વિદ્યાર્થિની માટે જોરદાર આગ્રહ કર્યો. મને થયું કે આમાં વસંતબહેનને અન્યાય થશે અને એમની નોકરી જશે. મેં પણ વસંતબહેનના પક્ષે જે મહત્ત્વનાં કારણો હતાં તે આગ્રહપૂર્વક રજૂ કર્યા. સરકારના પ્રતિનિધિએ મારી વાત મંજૂર રાખી અને એ અંગેના નિયમો બતાવ્યા. આથી પેલા બે સભ્યો વધુ બોલી ન શક્યા. પરિણામે વસંતબહેનની નોકરી બચી ગઈ હતી. તેઓ નિવૃત્ત થયાં ત્યાં સુધી એ કોલેજમાં જ ભણાવતાં રહ્યાં હતાં. નિવૃત્તિ પછી થોડા વખતમાં જ લિવરના કેન્સરની બીમારીને કારણે તેઓ અવસાન પામ્યાં હતાં. એમના Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ છેલ્લા દિવસોમાં વિદેશમાં અભ્યાસ કરતી કુ. ક્ષિતિજા પણ માતાની માંદગીના સમાચાર જાણીને ભારત આવી ગઈ હતી. તનસુખભાઈ આખો દિવસ વસંતબહેનની પથારી પાસે શાન્તિથી બેસતા અને પ્રાર્થના કરતા. વસંતબહેને શાન્તિથી દેહ છોડ્યો હતો. તનસુખભાઈની દીકરી કુ. ક્ષિતિજાએ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેણે બ્રિટિશ કાઉન્સિલમાં નોકરી સ્વીકારી હતી. ત્યારપછી તે ટ્રાવેલ કંપનીમાં જોડાઈ હતી. પરંતુ એનું મન અધ્યાત્મમાં લાગી જતાં તેણે નોકરી છોડી દીધી હતી. તે કહેતી કે મારે માટે મારાં માતાપિતા એ જ મારા ગુરુ હતાં. તે કહેતી કે પિતાજીની કેટલીક શિખામણો જીવનભર કામ લાગે એવી છે, જેમ કે ક્યારેય જૂઠું બોલવું નહિ, કોઈની ખુશામત કરવી નહિ, આત્મશ્લાઘા કરવી નહિ, અપેક્ષા રાખવી નહિ, કોઈ વ્યક્તિ કે ધર્મની નિંદા કરવી નહિ, કોઈ રાજદ્વારી પક્ષમાં જોડાવું નહિ અને પોતાના અંતરાત્માને અનુસરવું.” મુંબઇની સિદ્ધાર્થ કોલેજ એટલે મરાઠી બહુમતીવાળી કૉલેજ. એટલે ૧૯૫૯-૬૦માં જ્યારે મુંબઈ રાજ્યના વિભાજન માટેની અને “આમચી મુંબઈ માટેની ચળવળ ચાલેલી ત્યારે કેટલાક મરાઠી વિદ્યાર્થીઓ તનસુખભાઈને ગુજરાતી વિષયના અધ્યાપક હોવાને કારણે પજવતા હતા. તનસુખભાઈએ ક્ષમાભાવથી એ બધું સહન કરી લીધું હતું. પણ પછીથી એ પણ શાન્ત થઈ ગયું હતું. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે મારી નિમણૂંક થઈ અને ૧૯૭૧માં તનસુખભાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા. એ પ્રસંગે ગુજરાતી વિભાગ તરફથી યોજાતા અધ્યાપક મિલનમાં અમે તનસુખભાઈ માટે નિવૃત્તિ-સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. તનસુખભાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે અર્થપ્રાપ્તિ માટે બીજી કોઈ જવાબદારી લીધી નહિ. તેઓ નિવૃત્તિનો WWW.jainelibrary.org - Page #140 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ સમય ઘરમાં જ વાંચન-લેખનમાં પસાર કરતા. હવે એમની પ્રકૃતિ પહેલાં જેવી મિલનસાર રહી નહોતી. બહુ જ ઓછા લોકોને તેઓ મળવા જતા અને બહુ ઓછા લોકો એમને મળવા આવતા. વસંતબહેન વ્યવહારમાં રહેતા. પડોશીઓ સાથે પણ સારો સંબંધ રાખતા. ૧૩૧ નિવૃત્તિ પછી તનસુખભાઈ કેટલીયે વાર પોતાના વિચારોમાં ખોવાઈ જતા. બધા વચ્ચે વાતચીત ચાલતી હોય પણ તનસુખભાઈ એમના વિચારોની દુનિયામાં હોય. એક વખત તનસુખભાઈ મને મુંબઈ યુનિવર્સિટીના પ્રવેશદ્વારમાં જ મળી ગયા. સામાન્ય રીતે અમે ક્યાંય મળીએ તો ત્યાં જ ઊભા ઊભા નિરાંતે વાતો કરીએ. તે દિવસે પણ નિરાંતે વાત કરતા હતા ત્યાં કોઈ એવો વિષય આવ્યો કે તેઓ તરત બોલ્યા, ‘બસ, રમણભાઈ ! હવે હું વધારે વાત નહિ કરી શકું. હું વિચારે ચડી ગયો છું. મને હવે તમારી સાથે વાત કરવામાં મઝા નહિ આવે. માફ કરજો.' એમ કહી એમણે તરત વિદાય લીધી. તનસુખભાઈ દક્ષિણામૂર્તિમાં હતા ત્યારે નાનાભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ, મનુભાઈ પંચોલી (દર્શક), નટવરલાલ બુચ વગેરે મહાનુભાવો સાથે એક જ સંસ્થામાં એમને રહેવાનું મળ્યું હતું. એટલે એ સમયની કેટલીયે ઘટનાઓના તેઓ સાક્ષી હતા. દર્શકે ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથામાં કેટલાંક પાત્રોનું સર્જન અને પ્રસંગોનું આલેખન દક્ષિણામૂર્તિના અનુભવો પરથી કર્યું છે એમ તેઓ કહેતા. અમે કોઈ વાર એમને મળવા જઇએ ત્યારે હાથમાં ‘ઝેર તો પીધાં છે’ નવલકથા લઈ અમુક ફકરા વાંચી એ કઈ ઘટના અને કંઈ વ્યક્તિ પરથી લખાયા છે તે તેઓ બતાવતા. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં એમને મળવા જાઉં ત્યારે તેઓ સાબરમતી આશ્રમનાં સંસ્મરણો વાગોળતા. સ્વામી આનંદ, મહાદેવભાઈ દેસાઈ, ગુલઝારીલાલ નંદા વગેરે પોતાના સમકાલીનોની વાતો કરતા. Page #141 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ તનસુખભાઈ આવા પ્રકાંડ પંડિત અને સમર્થ સર્જક હોવા છતાં તેમનામાં પોતાની સિદ્ધિઓ માટે અહંકાર કે અભિનિવેશ જોવા મળતો નહિ. તેઓ નિવૃત્તિના સમયમાં રોજ સાંજે પાર્લાના સંન્યાસ આશ્રમમાં જઇને બેસતા. જે કંઈ ભજનકીર્તન કે કથાપ્રવચન ચાલતાં હોય તે સાંભળે. હોલમાં પણ તેઓ છેલ્લે એક ખૂણામાં બેસે અને ધ્યાનથી સાંભળે. પોતે કવિ છે, લેખક છે, પ્રોફેસર છે, જાણકાર છે, ગાંધીજી સાથે રહેલા છે એવો દેખાવ એમણે ક્યારેય કર્યો નથી. એક સામાન્ય શ્રોતાજનની જેમ તેઓ બેસતા. કોઇની સાથે હળતાભળતા નહિ. કોઇને પોતાનો પરિચય આપતા નહિ, ઘણુંખરું તો ઘરેથી નીકળી ઘરે આવે ત્યાં સુધી કોઇની સાથે કશું જ બોલ્યા હોય નહિ. અલબત્ત, સંન્યાસ આશ્રમમાં મહામંડલેશ્વર શ્રી મહેશ્વરાનંદજી જો હોય તો ક્યારેક તેઓ એમની સાથે ચર્ચાવિચારણા કરતા. તેઓ કહેતા કે આ રીતે રોજ પોતે ચાલીને જતા અને ચાલીને પાછા આવતા. એમ કરવાથી ચાલવાની કસરત સારી થાય છે અને દોઢ-બે કલાક સારી રીતે પસાર થયા છે. તનસુખભાઇના એક વિદ્યાર્થી શ્રી અજિત સરૈયાએ એક વાત નોંધી છે. દિલ્હીમાં ગાંધીજીની સમાધિ જોઇને પાછા આવ્યા પછી તનસુખભાઇએ એક ચર્ચાપત્રમાં એવો વિચાર દર્શાવ્યો હતો કે આ સમાધિ ઉપર ગાંધીજીની બે ચાખડી કોતરવી જોઇએ. વસ્તુતઃ ગાંધીજીની સમાધિ એ ગાંધીજીના અગ્નિસંસ્કારનું સ્થળ છે. પરંતુ આરસની એ લંબચોરસ આકૃતિ ઉપર રોજ અનેક લોકો ફૂલ ચડાવે છે અને વિદેશી રાજદ્વારી મહેમાનોને પણ ત્યાં ફૂલહાર ચડાવવા લઈ જવામાં આવે છે. પરંતુ બધા લોકો કંઈ લાંબો વિચાર કરતા નથી. સંભવ છે કે એમાંના કેટલાક કદાચ એને ગાંધીજીની કબર સમજતા હોય ! જો આ કબર હોય એવું લાગે તો સો-બસો વર્ષે કોઈ એમ પણ માને કે કબર તો મુસલમાનોની હોય, હિંદુની નહિ, માટે ગાંધીજી મુસલમાન હતા ૧૩૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ 4. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૩૩ એવી ગેરસમજ પણ પ્રચલિત થાય. પરંતુ “હે રામ' શબ્દોની સાથે ચાખડી કોતરેલી હોય, સ્વસ્તિક હોય તો ભવિષ્યમાં આવી કોઈ ગેરસમજ પ્રચલિત ન થાય. ગાંધીજી પ્રત્યેની ભક્તિ તનસુખભાઇના દિલમાં કેટલી બધી હતી તે આના ઉપરથી સમજાશે. તનસુખભાઇ ૧૯૮૩-૮૪ થી “પ્રબુદ્ધ જીવન” માટે અવારનવાર લેખ મોકલતા રહ્યા હતા. એમના લેખ વાંચવામાં અને છાપવામાં મને આનંદ આવતો. વાચકોને પણ એમનું લખાણ ગમતું અને ઘણું જાણવાનું મળતું. કેટલાંક વર્ષ સુધી એ રીતે એમના લેખો છપાયા. પછી એક દિવસ પત્ર આવ્યો કે “મારા લેખો હવેથી છાપશો નહિ.” હું એમને મળવા ગયો. એમણે કહ્યું, “હું હવે લેખો દ્વારા પણ લોકસંપર્કમાં રહેવા ઇચ્છતો નથી.” મેં એમના લેખો પાછા આપ્યા. તેઓ અજ્ઞાતવાસમાં રહેવા ઇચ્છતા હતા. ૧૯૯૦ પછી તેઓ મુંબઈ છોડી બીજે ક્યાંક રહેવાનું વિચારતા હતા. તનસુખભાઈ દીકરી ક્ષિતિજાને કોઈ આધ્યાત્મિક નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવાની ઇચ્છા હતી. પોતે જ્યાં જાય ત્યાં તનસુખભાઈ જવા તૈયાર હતા. અમદાવાદ કે વડોદરામાં રહેવાનો વિચાર કરી જોયેલો પણ ત્યાં એટલી અનુકૂળતા લાગી નહિ. છેવટે પોંડીચેરી જવાનું નક્કી કર્યું, કારણ કે ક્ષિતિજાને શ્રી અરવિંદ અને પોંડિચેરીનું આકર્ષણ ઘણું હતું. ક્ષિતિજ ત્યાં તપાસ કરી આવી. મુંબઈનો ફ્લેટ વેચી દઈ ૧૯૯૭માં તેઓ પોંડીચેરી રહેવા ગયા એ વાતની તેઓએ ખાસ કોઈને જાણ કરી નહોતી. તેઓને ત્યાં થોડો વખત તો સારું લાગ્યું, પણ ગાંધી-વિચારસરણી અને જીવનશેલીવાળા તનસુખભાઈનો શ્રી અરવિંદના પોંડીચેરીમાં બહુ મેળ બેઠો નહિ. વળી ત્યાં તડકો પણ સખત પડતો, જે એમનાથી હવે સહન થતો નહિ. પોંડીચેરીના લોકો કાં તો ફ્રેન્ચ બોલે, કાં તો તામિલ બોલે. હિંદી કે ઇંગ્લિશ બોલનાર તો કોઈક જ નીકળે. એ રીતે પણ તેમને અનુકૂળતા ઓછી લાગતી. આથી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ તેમણે પોંડીચેરી છોડવાનું નક્કી કર્યું. પરંતુ મુંબઈ પાછા ફરવું નહોતું. છેવટે પૂનામાં સ્થિર થવાનું વિચાર્યું. ક્ષિતિજાએ પૂનામાં ઘર લઈ બધી વ્યવસ્થા કરી અને ૧૯૯૯માં તનસુખભાઈને પૂના લઈ આવી. આ રીતે તનસુખભાઇએ પૂનામાં પોતાનું શાન્ત જીવન શરૂ કર્યું. પૂનાના પોતાના નિવાસની ભાગ્યે જ તેમણે કોઇને જાણ કરી હતી. નેવું વર્ષની ઉંમરે તનસુખભાઈ છાપાં નિયમિત વાંચતા. ટી.વી. જોતા. ફરવા જતા. પોતાનું શરીર સાચવતા. પોતાનું કામ બરાબર કરતા. સાબરમતી આશ્રમના વખતથી પડેલી ટેવ પ્રમાણે તેઓ સવારના ચાર વાગે ઊઠી જતા અને પ્રાર્થના કરતા. ત્યાર પછી તેઓ એક કલાક ધ્યાનમાં બેસતાં. ક્યારેક સાંજે, દસ વાગે સૂતાં પહેલાં એક કલાક ધ્યાનમાં બેસતાં. (એમનાં પત્ની વસંતબહેન પણ હયાત હતાં ત્યાં સુધી ધ્યાનમાં જોડાતાં.) નેવુંની ઉંમર પછી તનસુખભાઈ ઢીલા પડ્યા હતા. બહેન ક્ષિતિજાએ પોતાના પિતાની જીવનના અંત સુધી સારી સંભાળ રાખી હતી. તનસુખભાઈ અને કહેતા કે તું મારી દીકરી છે, પણ તે મારી માતાની જેમ સંભાળ રાખી છે.” છેલ્લાં દોઢેક વર્ષથી તનસુખભાઈએ પોતાના દેહની મમતા છોડી દીધી હતી. તેમણે કોઇ પણ પ્રકારની દવા લેવાનું બંધ કરી દીધું હતું. તેઓ કહેતા કે પોતે પોતાનો દેહ હવે કૃષ્ણાર્પણ કરી દીધો છે. એમનું શરીર ધીમે ધીમે ઘસાતું જતું હતું. ગાંધીવાદી તનસુખભાઈ કહેતા કે “આઝાદીની લડતના દિવસોમાં સૌ કોઈ ગાંધીજીને “બાપુ” કહેતા. કોઈ ગાંધીજી' શબ્દ વાપરે તો અમને બહુ ખેંચતું. હવે તો ઘણા મિ.ગાંધી કહે છે. તે અમને હૈયામાં છરી ભોંકાતી હોય એમ કઠે છે.” ગાંધીજીના ગુજરાતમાં ગોધરાકાંડ અને ભયંકર કોમી રમખાણો થયાં ત્યારે તનસુખભાઈનું હૃદય બહુ વ્યથિત થઈ ગયું હતું. ક્યાં ગાંધીજીનું સ્વપ્ન અને ક્યાં વર્તમાન પરિસ્થિતિ ? એ વખતે Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ તનસુખભાઈના હ્રદયમાંથી કાવ્યપંક્તિઓ સરી પડી હતીઃ આ આંખોને શમણાં જોવાની ટેવ પડી; આ ટેવમાંથી ઉગારો હો રાજ ! આ આંખોને શમણાંનો ભાર લાગે છે. ૧૩૫ તનસુખભાઇએ ક્ષિતિજાને કહ્યું હતું કે પોતાના અવસાન પ્રસંગે બહુ માણસો એકત્ર કરવા નહિ અને પોતાના અસ્થિનું વિસર્જન સંગમમાં ક૨વું. ચોથી ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ એમણે મૌન ધારણ કરી લીધું અને અંતર્મુખ બની ગયા. તેમણે ક્ષિતિજાને કહ્યું, ‘બેટા! મને યમદૂતો દેખાય છે, તેઓ મને તેડવા આવ્યા છે. હું હવે જવાનો છું. તું શાન્તિથી રહેજે.' પાંચમી ફેબ્રુઆરીએ એમણે દેહ છોડી દીધો. તનસુખભાઇનું એક મહત્ત્વનું કાવ્ય તે દાંડીયાત્રા છે. તેની રચના ૧૯૪૬માં (સં. ૨૦૦૨-જન્માષ્ટમી) થઈ હતી. ૧૯૫૧માં તે પુસ્તિકા રૂપે પ્રગટ થયું હતું અને ત્યાર પછી ૧૯૫૫માં પોતાના કાવ્યસંગ્રહ ‘કાવ્યલહરી'માં એ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું. આ ખંડકાવ્ય મન્દાક્રાન્તા છંદની ૧૨૫ કડીમાં (૫૦૦ પંક્તિમાં) લખાયું છે. તેનું સવિશેષ મૂલ્ય એ રીતે છે કે તેમાં સત્યાગ્રહ આશ્રમનું શબ્દચિત્ર બહુ સુંદર આપવામાં આવ્યું છે કે જે એક દસ્તાવેજી ચિત્ર જેવું થયું છે. વળી દાંડીયાત્રા કયા કયા પ્રદેશમાંથી–ગામનગરમાંથી પસાર થઈ હતી એનો ક્રમ અને એનું શબ્દચિત્ર આપણને પ્રાપ્ત થયા છે. એક દસ્તાવેજી કાવ્ય તરીકે એની મૂલ્યવત્તા ઘણી છે. ‘દાંડીયાત્રા’ નાની પુસ્તિકા તરીકે પ્રકાશિત થઈ ત્યારે એની પ્રસ્તાવના અનંતરાય રાવળે લખી હતી. એ જ કાવ્ય ‘કાવ્યલહરી'માં છપાયું ત્યારે એ સંગ્રહની પ્રસ્તાવના સ્વ. વિદ્વર્ય રસિકલાલ પરીખે લખી હતી. ‘દાંડીયાત્રા' કાવ્યને તેમણે કાલિદાસના ‘મેઘદૂત'ની યાદ અપાવે એવા કાવ્ય તરીકે ઓળખાવ્યું છે, કારણ કે આ કાવ્યમાં મેઘદૂતની જેમ ‘સાબરમતી આશ્રમ’થી દાંડી સુધીમાં આવતાં Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ સ્થળોનાં વર્ણનો છે. ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા આવ્યા એ ઘટનાના નિરૂપણથી કવિ આ “દાંડીયાત્રા' કાવ્યનો આરંભ કરે છે. રાષ્ટ્રોત્કર્ષે નિજ વપુ ઘસી દૂર અંધારખંડે; રંકો કેરા સ્વજન બનીને, એકદા કો મહાત્મા. ગોરાંગોનો ગરવ હરીને દિવ્ય શસ્ત્ર અમોઘ, આર્યાવર્ત નિજ જનમની ભોમકામાં પધાર્યા. દાંડીયાત્રા દરમિયાન એક સ્થળે નદીના પટમાં ઘૂંટણ સુધીના કાદવમાં ચાલવાનું આવ્યું અને બધાંએ બાપુને ઊંચકીને આગળ ચાલવાનું સૂચન કર્યું તે પ્રસંગનું વર્ણન કરતાં કવિ લખે છેઃ ત્યારે બાપુ ખડખડ હસ્યા, “વાત શી બાળ જેવી, પાયે મારા બળ બહુ હજુ' એમ બોલી વધે છે. ને વૃદ્ધાંગો પ્રબળ વિહરે કર્દમે જાનમગ્ન, અન્યત્રાસે નિજ સુખ લહે કેમ કો દી મહાત્મા ? ધારાસણાના સમુદ્રકિનારે બાપુએ વાંકા વળી ચપટી મીઠું લીધું એ પ્રસંગ વર્ણવતાં કવિ કેવી સરસ કલ્પના કરે છે ! કીધું હૈયે પ્રભુસ્મરણ ને મેદની હર્ષઘોષે, બાપુ ઝૂક્યા લવણકણના શર્કરાખંડ વીણ્યાં; વીયા પુંજો ક્ષિતિતલ થકી શ્રેષ્ઠ સામ્રાજ્ય લૂંટ્યું. કિંવા લૂંટું વિતતસમયે લભ્ય સ્વાતંત્ર્ય મોંઘું. આ પ્રસંગે બધાંએ જે શૌર્ય દાખવ્યું હતું તે વર્ણવતાં કવિ લખે છેઃ ને એ કૂચો લવણ ઢગલે ક્ષેત્ર ધારાસણાને, ફંગોળાયાં સુભટનડાં ને હિણાયાં, પિટાયાં ખેલાયું જ્યાં પ્રતિદિન ખરું યુદ્ધ રે રોમહર્ષ, વીરશ્રીનો પ્રથમ પરચો દાખવ્યો ગુર્જરોએ. આ ઐતિહાસિક ઘટનાને અંતે કવિ બાપુને અંજલિ અર્પતાં કહે છેઃ Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૧૩૭ બાપુ ! દિવ્યા તમ પગલીએ દેશની કૂચ માંડી ! બાપુ ! ન્યારી તમ છબિ અહો દાસ્યમાં દીપદાંડી ! કાવ્યલહરીનાં કાવ્યોમાં સ્વ. તનસુખભાઇની એક તત્ત્વચિંતક તરીકેની પ્રતિભા ઊપસી આવે છે. ઉ.ત. “ઝંખના' કાવ્યમાં ગિરનાર પર ચઢતાં જે સંવેદના થઈ તે વ્યક્ત કરતાં તેઓ લખે છેઃ વાદળ પડદા વિશાળ; પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ એવા રે મારગ અમે સંચર્યા. XXX શાશ્વત સુખમાં તેઓ કહે છેઃ આત્મા મહીં કિન્તુ નિહાળતો નિધિ, જ્યાં શાશ્વતી જ્ઞાનપ્રમોદસંસ્થિતિ, જાણી જીવી જીવનમાર્ગ દાખવી, સંતો મહા એ પદમાં ગયા મળી. જગતથી ન્યારા અને જગતની કોઈ વસ્તુની સ્પૃહા ન રાખનારા તનસુખભાઈ “મનીષા' કાવ્યમાં કહે છેઃ નવ અંતર યાચના હજો, નવ રીઝો ઉર ભોગિદર્શને, જગ નિઃસ્પૃહ ને જલે છલી ઝરણી અંતરની વહો વહો. એક કવિ તરીકે તનસુખભાઇએ સારી સિદ્ધિ મેળવી હતી. છંદોબદ્ધ કાવ્યો અને ગેય રચનાઓ બંનેમાં તેમની શક્તિ સુપેરે આવિષ્કાર પામી હતી. મધ્યવયમાં આસપાસનાં સંજોગોએ જો એમની કવિપ્રતિભા કુંઠિત ન કરી નાખી હોત તો કવિ તરીકે એમણે મોટું નામ કાર્યો હોત. ગાંધીજીના હાથ હેઠળ સંસ્કારસિંચન પામેલી તેજસ્વી વ્યક્તિનો જીવનવિકાસ બાહ્ય દૃષ્ટિએ કેવો વિપરીત અને વિષમ બની ગયો ! અલબત્ત પોતાની અંતર્મુખતાએ તો એમને ધન્ય જ બનાવ્યા હતા. મારા વિદ્યાગુરુ સ્વ. તનસુખભાઈ ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પી છું. Page #147 -------------------------------------------------------------------------- ________________ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे । ભગવાન મહાવીર [જે અતિશય ભોજન-પાણી કરતો નથી તે નિગ્રંથ (સાધુ) છે.] ભગવાન મહાવીર સ્વામીએ ‘આચારાંગસૂત્ર’, ‘ઉત્તરાધ્યયન સૂત્ર’, ‘દસવૈકાલિક સૂત્ર' વગેરેમાં ઠેર ઠેર નિગ્રંથ મુનિ-જૈન સાધુનાં વિવિધ પ્રકારનાં જે લક્ષણો દર્શાવ્યાં છે એમાં એમનાં ભાતપાણી-આહારની પણ વિગતે વિચારણા કરવામાં આવી છે. સમગ્ર સંસારમાં સર્વ જીવોને આહારસંશા અનાદિ કાળથી વળગેલી છે. જીવો પોતાની આ સંજ્ઞાને રસથી પોષે છે અને વિકસાવે છે. જગતમાં નવ્વાણુ ટકાથી વધુ મનુષ્યો પોતાની આ આહારસંજ્ઞાથી રાજી થાય છે. ભોજન માટે ઉત્સવ યોજાય છે. પાકશાસ્ત્ર એ પણ શિક્ષણનો વિષય છે અને સરસ રસોઈ, વાનગીઓ બનાવનારનું બહુમાન થાય છે. દુનિયામાં જેમ જેમ હોટેલ-રેસ્ટોરાંની સંખ્યા વધતી જાય છે તેમ તેમ સારા રસોઇયાની માંગ વધતી જાય છે. દુનિયામાં વિભિન્ન દેશો વચ્ચે વ્યવહાર–વિનિમય જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ કેટલી બધી વાનગીઓનો આંતરરાષ્ટ્રીય પ્રચાર વધતો જાય છે ! એક બાજુ આખી દુનિયા ખોરાક-ભોજનની બાબતમાં નિપુણ બનતી જાય છે ત્યારે બીજી બાજુ દુનિયામાં અડધા ટકા કરતાં પણ ઓછા લોકો આહા૨સંજ્ઞાને તોડવાનો પ્રચંડ પુરુષાર્થ કરતા હોય છે. અનશન, ઉણોદરી, રસત્યાગ વગેરે પ્રકારની તપશ્ચર્યા કરીને આહા૨સંજ્ઞાને તેઓ નિષ્ફળ બનાવે છે. તાવવાળા માંદા માણસને ભોજન અરુચિકર લાગે છે. કોઇ તીવ્ર આઘાત લાગે એવા સમાચાર આવતાં માણસને ખાવાનું ભાવતું નથી. આગ, ધરતીકંપ, બોમ્બમારો જેવી આપત્તિ વખતે માણસ જીવ બચાવવા ખાવાનું Page #148 -------------------------------------------------------------------------- ________________ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे। ૧૩૯ છોડીને ભાગે છે. આ સર્વનો આહારત્યાગ અલ્પકાલીન હોય છે, પરંતુ સાધુ મહાત્માઓ અને તપસ્વી ગૃહસ્થો સ્વેચ્છાએ, સંયમપૂર્વક, કોઇપણ પ્રકારના આઘાત-પ્રત્યાઘાત વિના, હોંશથી, ઉલ્લાસપૂર્વક, ઉચ્ચત્તર ધ્યેયને માટે નિશ્ચિત સમય માટે આહારનો અથવા આહારના રસનો ત્યાગ કરે છે. ગમે તેટલો સ્વાદિષ્ટ આહાર નજર સામે હોય તો પણ તેઓને તે વિકારના ભાજન જેવો, અરુચિકર લાગે છે. જેઓનું લક્ષ્ય ત્યાગવૈરાગ્ય, આત્મજ્ઞાન અને પરંપરાએ કેવળજ્ઞાન, મુક્તિનું છે તેઓ સ્વાદિષ્ટ આહારથી લુબ્ધ થતા નથી. ઉણોદરી વ્રત એ સાધુ ભગવંતોનું લગભગ કાયમનું વ્રત હોવું જોઇએ. સારા આરોગ્યની એક સાદી ચાવી છેઃ “પેટ ન ભરીએ ચારે ખૂણ.' પેટ ભરીને જમવાથી જેટલી રોગોની શક્યતા છે તેટલી ઉણોદરી વ્રતથી નથી. પેટ દબાવીને વધારે પડતું ખાવાથી જેટલા રોગો થાય છે અને જેટલા માણસો મૃત્યુ પામે છે એટલા રોગો કે મૃત્યુ થોડુંક ઓછું ખાવાથી નથી થતાં. આરોગ્યની વાત તો ખરી જ, પણ સંયમની આરાધના માટે, ધર્મક્રિયાઓ માટે ઉણોદરી વ્રત આવશ્યક મનાયું છે. ઉણોદરી વ્રત ઉપરાંત વૃત્તિસંક્ષેપ વ્રત પણ લેવાય છે, જેમાં નિશ્ચિત કરેલી સંખ્યામાં અમુક જ વાનગીઓ લેવાની હોય છે. રસલાલસા ન થાય એ માટે આવાં આવાં વ્રતો છે. જૈન સાધુઓએ (“સાધુ” શબ્દમાં સાધ્વી આવી જાય છે.) સામાન્ય રીતે દિવસમાં એક વખત જ આહારપાણી લેવા જોઇએ. દિગંબર મહાત્માઓ એક જ વખત ઊભા ઊભા આહારદાન સ્વીકારે છે. તેઓ ઠામચોવિહાર કરતા હોય છે. જે યુવાન મુનિઓ સ્વાધ્યાય વગેરે કરતા હોય, જેમનું સ્વાથ્ય બરાબર ન રહેતું હોય અથવા એક વખતના આહારથી ચાલતું ન હોય તેઓ બે વખત આહાર લે છે. સામાન્ય રીતે સાધુઓએ સવારના નવકારશીના સમયનાં ચાપાણી, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ દૂધ ઇત્યાદિ પણ ન લેવાં જોઇએ. જો કે એનો ચુસ્ત આગ્રહ નથી. અલબત્ત, સાધુઓ છૂટે મોંઢે આખો દિવસ કંઈક ને કંઈક ખાતા હોય એવું તો ન જ બનવું જોઈએ. બનતું પણ નથી. કહ્યું છે કે जा य लज्जासमावित्ती एगभत्तं च भोयणं । (સંયમાનુકૂળ જીવન માટે દિવસમાં એક વાર ભોજન હિતકારી છે.) કહેવાય છે કે “સપુરુષના તુચ્છ (અલ્પ) આહાર.” આહાર સંયમની આરાધના માટે છે. એક વખત જીવનની દિશા બદલાય છે, સાધના તરફ લક્ષ જાય છે, આત્મસ્વરૂપની રમણતામાં રસ પડે છે, પછી ભોજનનો રસ અનુક્રમે છૂટી જાય છે. કોઈ સાધુ મહારાજને ડાયેટિંગ કરવાની જરૂર ન હોય. કારણ કે એમનું શરીર જ એવું એકવડું હોય. હૃષ્ટપુષ્ટ, તગડા, ખાધેપીધે ખબરદાર ભોજનના રસિયા એવા સાધુ મહારાજ જૈન ધર્મમાં ન શોભે. એકંદરે એવા જોવા પણ નહિ મળે. (સિવાય કે જન્મથી એવો બાંધો હોય કે એવા પ્રકારનો રોગ થયો હોય.) રાત્રિ દરમ્યાન એટલે કે સૂર્યાસ્તથી બીજા દિવસના સૂર્યોદય સુધી જીવનપર્યત જેઓને ભોજન અને પાણી એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય એવા જૈન સાધુ જેવા સાધુ દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા નહિ મળે. (કોઈ વ્યક્તિગત રૂપે કરે તે જુદી વાત છે.) અનેક શ્રાવકો પણ આવું વ્રત ધરાવતા હોય છે. સાધુઓ જે ગોચરી વહોરી લાવ્યા હોય તે પોતાના વડાને બતાવ્યાં પછી જ વાપરવાની હોય છે. સાધુથી ખાનગીમાં કશું વહોરી લાવીને ખવાય નહિ. સાધુઓએ ગોચરીના બેતાલીસ પ્રકારના દોષો અને માંડલીના પાંચ પ્રકારના દોષોથી મુક્ત રહેવું જોઇએ. ૧૬ પ્રકારના ઉદ્ગમ દોષો, ૧૬ પ્રકારના ઉત્પાદના દોષો, ૧૦ પ્રકારના એષણા દોષો અને પાંચ પ્રકારના માંડલીના દોષોની વિગતે છણાવટ Page #150 -------------------------------------------------------------------------- ________________ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे। ૧૪૧ શ્રી મહાનિશીથસૂત્ર તથા અન્ય શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. મુનિઓને માટે શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે : कारणं वेयण वेयावच्चे इरियाटुए य संजमाए । तह पाणवत्तियाए छटुं पुण धम्मचिंताए । [વેદના, વૈયાવૃત્ય, ઇર્યાસમિતિ, સંયમ, પ્રાણવૃત્તિ અને ધર્મચિંતા એ આહાર માટેનાં છ કારણો છે.] વેદના એટલે સુધા-વેદનીયનો ઉદય હોય અને ભૂખ સહન ન થતી હોય તો આહાર લેવો જોઇએ. સુધાને કારણે અતિશય ભૂખ્યા પેટે ગ્લાન મુનિઓની વૈયાવચ્ચ માટે શક્તિ ન રહેતી હોય, ઇર્યાસમિતિનું પાલન બરાબર ન થતું હોય, સંયમની આરાધના, સ્વાધ્યાય વગેરેમાં ચિત્ત ન ચોંટતું હોય, પ્રાણ તૂટતા હોય એમ લાગતું હોય અથવા શુભ ધર્મચિંતન ન થઈ શકતું હોય તો એ છે કારણોને લીધે અથવા એમાંના મુખ્ય સુધાવેદનીય કર્મના ઉદયને કારણે આહાર લેવાની જરૂર રહેતી હોય તો આહાર લેવો જોઇએ. સાધુઓએ સ્વાદના શોખ માટે આહાર લેવાનો ન હોય. માંડલીના પાંચ દોષોમાં મુખ્ય દોષ તે “સંયોજના દોષ” છે. વિશિષ્ટ રસના આસ્વાદ માટે અમુક વાનગીઓનું પાત્રામાં અથવા મુખમાં સંયોજન અર્થાત્ મિશ્રણ કરવું એ સંયોજના દોષ છે. રસત્યાગને ચુસ્ત રીતે અનુસરનારા મુનિ મહારાજ ભોજનની વાનગીઓ બધી ભેગી કરીને વાપરે છે કે જેથી કોઇપણ એક વાનગીનો જુદો સ્વાદ માણવાનું મન ન થાય. જે વાનગી છૂટી ખાવાની હોય તેને તેઓ ભેળવીને ખાય છે અને જે વાનગી મેળવીને (જેમ કે દાળ-ભાત, ખીચડી-કઢી) ખાવાની હોય તેને તેઓ છૂટી વાપરે છે. ગત શતકના સર્વોચ્ચ દીક્ષાદાતા પ. પૂ. સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ પોતે આહારની બાબતમાં અત્યંત સંયમિત હતા અને Page #151 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પોતાના શિષ્યોને પણ એ રીતે તૈયાર કરેલા. સ્વ. પ્રેમસૂરિદાદાએ પોતાના પચાસથી અધિક વર્ષના દીક્ષા પર્યાયમાં રોજ ઘણુંખરું એક જ વખત ગોચરી વાપરી છે અને ગોચરીમાં પણ ઘણુંખરું તેઓ બે જ વાનગી–દાળ અને રોટી અથવા ક્યારેક શાક અને રોટી વાપરતા. એમનું સૂત્ર હતું. દાળ અને રોટી, બીજી વાત ખોટી. ભોજનમાં ફક્ત દાળ અને રોટી વાપરવાની વાત આવી એટલે ફક્ત દાળ અને રોટી ખાનાર બીજા એક સંન્યાસી મહારાજની વાત યાદ આવે છે. અન્ય ધર્મના કેટલાક સંપ્રદાયોમાં સંન્યાસીઓ ગૃહસ્થના ઘરે જઈ ભોજન કરે એવી પ્રથા હોય છે. એક વખત એક બહેને એક સંન્યાસી મહારાજને પોતાને ત્યાં ભોજન લેવા માટે નિમંત્રણ આપ્યું. સંન્યાસી મહારાજ ખાવાના શોખીન હતા, પણ દેખાવ સાદાઇનો કરતા. જ્યારે બહેને પૂછ્યું, ‘મહારાજ ! આપને માટે શું બનાવું ?’ મહારાજે કહ્યું, ‘અમારે તો બીજું કાંઈ ન જોઇએ. દાળ અને રોટી મળે એટલે બસ.' બહેને કહ્યું, ‘બસ, મહારાજ ! આટલું જ ? બીજું કંઈ નહિ ?' ‘ના. બસ આટલું જ, પણ દાળ સફેદ બનાવો અને રોટી કાળી બનાવજો...બસ, બે જ વાનગી બનાવજો-કાળી રોટી અને ધોળી દાળ.' ૧૪૨ બહેન કશું સમજી નહિ. એ તો મૂંઝાઈ ગઈ. એણે પડોશણને પૂછ્યું. પડોશણે કહ્યું, ‘ધોળી દાળ એટલે દૂધપાક અને કાળી રોટી એટલે માલપુંવા.’ સંન્યાસી મહારાજ આ બે વાનગી જ બરાબર ઝાપટે છે. પછી ત્રીજી વાનગીની જરૂર નહિ. એ બહેને મહારાજને બે જ વાનગીનું સાદું (?) ભોજન કરાવ્યું તો ખરું, પણ પછી બીજી વાર નિમંત્રણ ન આપ્યું. કેટલાક ધર્મોમાં ભોજનનો થાળ એ ગુરુ મહારાજનો સૌથી પ્રિય Page #152 -------------------------------------------------------------------------- ________________ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे। ૧૪૩ વિષય હોય છે. ભાતભાતની વાનગી પોતે આરોગે અને ભક્તોએ પોતાને ધરાવેલા થાળોમાંથી વિવિધ વાનગીઓ ભક્તોને પ્રસાદરૂપે ખવડાવે. કેટલીક વાર તો ભક્તભક્તાણીના મોંઢામાં તેઓ સ્વહસ્તે મૂકે છે. ધાર્મિક આનંદોત્સવ સાથે મિષ્ટ વાનગીઓ સંકળાયેલી છે. ભક્તો-ભક્તાણીઓ ગુરુજીને ખવડાવે અને ઉચ્ચ સ્વરે તાળીઓ સાથે ગાયઃ હસતાં, હસતાં ખાય, ગુરુજી મારા, હસતાં હસતાં ખાય !” મનભાવતી વાનગીઓથી ધરાઇને પેટ ભરવું એ કેટલાક સંપ્રદાયોના ઉત્સવોનું-ગુરુમહિમાનું એક લક્ષણ છે. આવા પંથોમાં ભક્તો જ ગુરુજીને ખવડાવી ખવડાવીને અતિશય હૃષ્ટપુષ્ટ બનાવી દે છે, એટલું જ નહિ, મધુપ્રમેહના રોગનો ભોગ પણ બનાવી દે છે. વળી વારંવાર મિષ્ટાન્ન આરોગવાને કારણે ગુરુજીની વાસનાઓ પણ બહેકવા લાગે છે અને એમાંથી કેટલાક અનર્થો સર્જાય છે. શરીરમાં ગયેલો અન્નનો દાણો એનું કાર્ય કર્યા વગર રહેતો નથી. કેટલાક પ્રકારનું ભોજન તામસી ગણાય છે. એ ખાવાથી તામસી પ્રકૃતિ વધે છે, એટલે કે કામ, ક્રોધ, દ્વેષ, પ્રમાદ ઇત્યાદિ વધે છે. આથી સંયમના સાધકો માટે એવી ભોજનસામગ્રી વર્ષ ગણાય છે. સાંજનું મિષ્ટાન્નયુક્ત ભારે ભોજન વાસનાને ઉશ્કેરી શકે છે. જેઓ ધ્યાન ધરવા ઇચ્છતા હોય તેઓએ તો સાંજના ભોજન ન કરવું જોઇએ અથવા હળવું ભોજન લેવું જોઇએ. ગરિષ્ઠ ભોજન જમ્યા પછી ધ્યાન સારું થઈ શકતું નથી. ધ્યાન નિદ્રામાં પરિણમે છે. સ્નિગ્ધ ભોજન કામવિકારનું, પ્રમાદનું કારણ બની શકે છે. એટલા માટે જૈન મુનિઓ એવા પ્રકારના આહારનો યથાશક્તિ ત્યાગ કરે છે. દસર્વકાલિક સૂત્રમાં કહ્યું છે પણં વન -સ્નિગ્ધ રસનો ત્યાગ કરવો. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા (કડાઇમાં તળેલી વાનગી) એ છને વિગઇ (વિકૃતિ પરથી) કહેવામાં આવે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ કેટલાક મુનિ મહાત્માઓ આજીવન આ છએ વિગઇનો ત્યાગ કરે છે, તો કેટલાક અમુક સમયમર્યાદા માટે ત્યાગ કરે છે. દરેક સાધુ-સાધ્વીએ પોતાના ગુરુભગવંતની આજ્ઞા અનુસાર નિશ્ચિત સમય માટે ઓછામાં ઓછી એક કે બે વિગઇનો ત્યાગ કરવાનો રહે છે. રસત્યાગ અને સંયમપાલન એ એનો મુખ્ય ઉદ્દેશ છે. રસત્યાગ માટે જૈન ધર્મમાં આયંબિલની જે તપશ્ચર્યા છે તેવી અન્ય કોઈ ધર્મમાં નથી. આયંબિલની વાનગીઓ દિવસમાં એકને બદલે બે વાર આરોગે તો પણ કેટલાકને તે અરુચિકર થાય છે. પરંતુ જૈન ધર્મમાં વર્ષમાં બે વાર આયંબિલની ઓળીમાં ગામે ગામ સેંકડો, હજારો માણસો આયંબિલ કરે છે. કેટલાક સાધુ મહાત્માઓ વર્ધમાન તપની એકસો સુધીની આયંબિલની ઓળી કરે છે. કેટલાક તો બે કે ત્રણવાર એવી ઓળી કરે છે. આહારસંજ્ઞાને જીતવાનો તથા કર્મની નિર્જરાનો આ એક અમૂલ્ય ઉપાય અને અવસર ગણાય છે. આહારસંજ્ઞાની મંદતાથી કાયાની મમતા ઘટે છે અને કાયાની મમતા ઘટતાં તપધર્મની આરાધનામાં રસ પડે છે, આરાધના સારી રીતે થાય છે. ભોજન કરવાના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ (૧) સિંહ ભોજન-ભોજન સામગ્રીમાંથી સિંહની જેમ કોઈ પણ એક બાજુથી ધીમે ધીમે ખાવું. (૨) વાનર ભોજન-જેવું હાથમાં આવ્યું કે તરત અધીરાઇથી ખાવા મંડી પડવું. (૩) હસ્તિ ભોજન-હાથીની જેમ ઉપેક્ષાથી કે ઉદાસીનભાવથી ખાવું. (૪) કાક ભોજન-કાગડાની જેમ ચૂંથી ચૂંથીને ખાવું. (૫) શગાલ ભોજન-શિયાળની જેમ ઘડીકમાં એક બાજુથી અને Page #154 -------------------------------------------------------------------------- ________________ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे। ૧૪૫ ઘડીકમાં બીજી બાજુથી ખાવું. આ પાંચ પ્રકારોમાંથી સિંહની જેમ અથવા હાથીની જેમ ભોજન કરવાની મુનિઓને ભલામણ કરવામાં આવી છે. મનુષ્યની પાંચે ઈન્દ્રિયોમાં જીભ સૌથી વધુ બળવાન છે. જીભ ક્યારેય થાકતી નથી. ખાવાનું મળ્યું કે તરત તૈયાર. તરત તે રસ ઝરતી બની જાય છે. માણસને આંખથી કોઇપણ એક વસ્તુ ધારી ધારીને સતત જોવાનો કે કાનથી અમુક ધ્વનિ સાંભળવાનો થાક લાગે છે. વાંચતાં વાંચતાં માણસ ઊંઘી જાય છે. સંગીત સાંભળતાં પણ ઝોલાં ખાય છે. પણ આહાર મળતાં જીભ સક્રિય થઈ જાય છે. વળી એને માત્ર ગળ્યો કે એવા એક રસમાં જ નહિ, ખાટો, તીખો, તુરો કે કડવા જેવા રસમાં પણ રસ પડે છે. જીભ જેમ થાકતી નથી તેમ ઘરડી પણ થતી નથી. માણસ આંખે આંધળો કે કાને બહેરો થઈ જાય છે, પણ ખાવાના ચટકા તો સો વર્ષની ઉંમરે પણ હોય છે. દાંતનો વિરહ થાય તો પણ જીભને વૈરાગ્ય ઊપજતો નથી. આ જીભ ઉપરના અસંયમને કારણે જ કેટલાયે લોકોને આખો દિવસ કંઈક ને કંઈક ખાવા જોઇએ છે. દુનિયામાં, વિશેષતઃ અમેરિકામાં કેટલાયે લોકો compulsive Eaters હોય છે. ખાવાનું એમને વ્યસન થઈ જાય છે. ખાવાનું ન મળે તો અસ્વસ્થ, ગાંડા જેવા, અરે ક્યારેક તો તોફાન મચાવતા થઈ જાય છે. અમેરિકામાં (અને બીજા કેટલાક દેશોમાં પણ) રસવૃત્તિને સતેજ કરે એવા વિવિધ પ્રકારના નવા નવા આહાર બજારમાં મૂકવામાં આવે છે. માણસો એક પછી એક વાનગી ખાધે રાખે છે. પરિણામે સૌથી વધારે જાડા માણસો અમેરિકામાં છે. એટલે જ જીભને વશ રાખવાનું કામ ઘણું દુષ્કર છે. એક બહેન કહેતાં કે “મારે જો જીભ ન હોત તો ક્યારની દીક્ષા લીધી હોત.” એમને દીક્ષા લેવી હતી, પણ એમની સ્વાદેન્દ્રિય બળવાન હતી. બધી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ જ ધર્મક્રિયાઓમાં એમને રસ પડે. પૂરી નિષ્ઠાથી એ ક્રિયાઓ કરે પણ ખરાં, પરંતુ સ્વાદની વાત આવે, ભાવતા ભોજનની વાત આવે ત્યાં તેઓ હારી જાય. ભોજનમાં કશું જ ઓછું કે નબળું ન ચાલે. વળી એમની સ્વાદવૃત્તિ પણ એવી કેળવાયેલી કે મરીમસાલા બરાબર પડ્યા છે કે નહિ તેની તરત પરખ થાય, વળી તરત જાતે વિવિધ પ્રકારની સરસ રસોઈ બનાવી શકે. એમની સાથે વાત કરીએ તો એમની પાકશાસ્ત્રની જાણકારીથી આશ્ચર્યચકિત થઈ જવાય. દુનિયાના ભોજન-વ્યવહારથી તદ્દન વિભિન્ન દિશામાં જૈન ધર્મ સાધુઓના આહારની ગવેષણા કરી છે. અલ્પ આહારે જૈન સાધુઓ જે સુખાનંદ અનુભવે છે તે કેટલો ઉત્કૃષ્ટ કોટિનો છે તે વિશેષ તો અનુભવે જ સમજાય એવો છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.સ્વ.શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ વર્તમાન સમયના જૈન શાસનના એક મહાન આરાધક, સમતાસાધક, શાસ્ત્રજ્ઞ, અખંડ બાલબ્રહ્મચારી, સંઘસ્થવિર, ગીતાર્થ આચાર્ય ભગવંત પૂજયપાદ શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૫૯ના ચૈત્ર સુદ ૬ ને મંગળવાર તા. ૮મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ અમદાવાદમાં રાત્રે સાડા આઠ વાગે પંચોતેર વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામતાં જૈન શાસનને એક સિદ્ધાન્તરક્ષક મહાત્માની ખોટ પડી છે. પ. પૂ. શ્રી મિત્રાનંદસૂરિજીની તબિયત છેલ્લાં ૧૩ વર્ષથી બરાબર રહેતી નહોતી. તેમ છતાં તેઓએ એકંદરે શાસનસેવાનું ઘણું મોટું કાર્ય કર્યું છે કારણ કે એમને ૬૧ વર્ષનો સુદીર્ઘ દીક્ષાપર્યાય સાંપડ્યો હતો. તેઓ વ્યાખ્યાન, વાચના, શંકાસમાધાન ઇત્યાદિમાં અત્યંત કુશળ હતા, સારા લેખક હતા અને યોગ્ય જીવને પ્રતિબોધ પમાડીને સન્માર્ગે વાળવામાં નિપુણ હતા. તેમને સિદ્ધાન્ત–મહોદધિ પ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી, ગચ્છાધિપતિ પ. પૂ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી, પ. પૂ. શ્રી ભુવનસૂરીશ્વરજી અને પ. પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજયજી મહારાજની નિશ્રામાં ચારિત્રઘડતરનો અનેરો લાભ મળ્યો હતો જેથી એમણે પોતાની સંયમયાત્રાને ઉજ્જવળ બનાવી હતી. પ. પૂ. મહારાજશ્રી મિત્રાનંદસૂરીશ્વરજીનું દર્શન મને અચાનક જ થયું હતું. કેટલાંક વર્ષ પહેલાં એક સાધુ મહાત્માને એમના બે શિષ્યો ડોળીમાં લઈ જઈ રહ્યા હતા. મુંબઇમાં વાલકેશ્વરમાં ઉપર બાબુ અમીચંદના દેરાસરે દર્શન કરી તેઓ નીચે શ્રીપાલનગર બાજુ જઈ રહ્યા હતા. ડોળીમાં બેઠેલા મહાત્માના વિશ્રામ માટે અમારા ઘર પાસે ડોળી થોડીવાર ઊભી રાખવામાં આવી હતી. પૂછતાં જાણવા મળ્યું કે ડોળીમાં છે તે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ છે. એમની ડોળી ઉપાડનાર તે એમના બે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ શિષ્યો છે, જેમાંના એક મુખ્ય તે શ્રી ભવ્યદર્શનવિજયજી મહારાજ છે. શ્રીપાલ નગરમાં એમનું ચાતુર્માસ છે. ભાડૂતી ડોળીવાળાને બદલે શિષ્યોને પોતાના ગુરુભગવંતની ડોળી ઊંચકતા જોઇને તેમની ગુરુભક્તિ માટે મને બહુમાન થયું હતું. ત્યારે જાણવા મળ્યું કે ડોળીમાં બેઠેલા બીમાર મહાત્મા શ્રી મિત્રાનંદસૂરિજીને ડોકના મણકાની પાછળ ગાંઠ થઈ છે એટલે એમના જ્ઞાનતંતુઓ મંદ થઈ ગયા છે. મસ્તક બરાબર કામ કરે છે, પરંતુ બાકીનું શરીર અપંગ જેવું થઈ ગયું છે. તેઓ જાતે ઊઠીબેસી શકતા નથી. તેમને ઊંચકીને બેસાડવા પડે છે. પરંતુ તેમનું મગજ બરાબર ચાલે છે. મનથી તેઓ અત્યંત સ્વસ્થ છે. એમને બધું યાદ બરાબર રહે છે. હજારો ગાથાઓ તેમને કંઠસ્થ છે. શાસ્ત્રોનો એવો ઊંડો અભ્યાસ એમણે કરી લીધો છે કે કોઈ પણ ગ્રંથના વિષયોસૂત્રો વગેરે વિશે પૂછો તો તરત બરાબર સંદર્ભ સાથે સમજાવે છે. ત્યાર પછી હું અને મારાં પત્ની અને બંને શ્રીપાલનગરના ઉપાશ્રય એમને વંદન કરવા ગયાં. ત્યારે અડધા કલાકની વાતચીતમાં એમના અપાર વાત્સલ્યનો અમને અનોખો અનુભવ થયો તથા એમના અગાધ જ્ઞાનની પણ પ્રતીતિ થઈ. ત્યારે શ્રીપાલનગરમાં ચાતુર્માસ દરમિયાન તેઓ વ્યાખ્યાન ઉપરાંત તત્ત્વાર્થસૂત્રવિશે વાચના પણ આપતા હતા. મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૮૪માં પ્રથમ શ્રાવણ મહિનામાં સુદ ૧ના રોજ મહારાષ્ટ્રમાં મસૂર નામના ગામમાં થયો હતો. વ્યવસાય અર્થે એમના વડવાઓ ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જઇને વસ્યા હતા. એવાં કુટુંબોમાં બાળકોને ગુજરાતી અને મરાઠી બંને ભાષા સરસ લખતાં-બોલતાં આવડતી હોય છે. મહારાજશ્રીનું પણ એ રીતે ગુજરાતી અને મરાઠી ઉપર સારું પ્રભુત્વ હતું. દીક્ષા લીધા પછી એમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું Page #158 -------------------------------------------------------------------------- ________________ * ૫.પૂ.સ્વ.શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ ૧૪૯ " i - હતું. મહારાજશ્રીનું સંસારી નામ મનુભાઈ હતું. એમના પિતાનું નામ છોટુભાઈ અને માતાનું નામ સોનુબહેન હતું. મહારાજશ્રીએ હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો હતો, પરંતુ મેટ્રિક થતાં પહેલાં એમનું મન ધર્મ તરફ વળ્યું હતું. એ દિવસોમાં પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને અન્ય મહાત્માઓ મહારાષ્ટ્રમાં વિચરતા હતા ત્યારે એમનાં વ્યાખ્યાનો સાંભળીને અને એમનાં સંપર્કમાં આવીને કિશોર મનુભાઇને દીક્ષા લેવાના કોડ જાગ્યા હતા. આથી એમને પંદર વર્ષની વયે વિ. સં. ૧૯૯૯માં મહા સુદ ૬ના રોજ અમદાવાદમાં જ્ઞાનમંદિરમાં સિદ્ધાન્ત મહોદધિ, કર્મસિદ્ધાન્તના નિષ્ણાત, ચારિત્રચૂડામણિ પ. પૂ. શ્રી પ્રેમસૂરિદાદાના હસ્તે દીક્ષા આપવામાં આવી હતી. એમનું નામ મુનિ શ્રી મિત્રાનંદજી રાખવામાં આવ્યું હતું અને એમને પ. પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજયજીના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. મહારાજશ્રીનું કુટુંબ જ ધર્મના રંગે રંગાયું હતું. ત્યાર પછી એમનાં માતુશ્રીએ, બહેને, ફોઇએ, કાકીએ એમ ઘણાએ એમના પરિવારમાંથી દીક્ષા લીધી હતી. દીક્ષા પછી મહારાજશ્રીએ શાસ્ત્રાભ્યાસ એવો ગહન કર્યો કે અનેક ગાથાઓ એમણે કંઠસ્થ કરી લીધી હતી અને કયા ગ્રંથમાં કયા વિષયનું ક્યાં નિરૂપણ કરવામાં આવ્યું છે તે તરત કહી આપતા. એટલે જ તો એમને જીવંત લાયબ્રેરી જેવા કહેવામાં આવતા. પ. પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજીદાદા, પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને પ. પૂ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની કૃપાનો, દિવ્ય આશિષનો લાભ એમને સતત મળતો રહ્યો હતો. દીક્ષા પછી તેઓ શાસ્ત્રાભ્યાસ અને તપશ્ચર્યામાં આગળ વધતા ગયા હતા. એટલે વિ. સં. ૨૦૩૧માં સાવરકુંડલામાં ગણિપદ, Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ - - - - વિ. સં. ૨૦૩૪માં અમદાવાદમાં પંન્યાસ પદ અને વિ. સં. ૨૦૩૮માં ખંભાતમાં આચાર્યપદ તેમણે પ્રાપ્ત કર્યું હતું. પ. પૂ. શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજશ્રીના પોતાના હસ્તે પચાસ જેટલી દીક્ષા થઈ હતી. એ બતાવે છે કે એમના સંયમ જીવનનો પ્રભાવ કેટલો બધો હતો. એમના શિષ્યો, પ્રશિષ્યોનું જૂથ ચાલીસ જેટલું હતું. એમની નિશ્રામાં અંજનશલાકા, પ્રતિષ્ઠા ઇત્યાદિ પ્રકારના ઘણા મહોત્સવ યોજાયા હતા. શરીરની એમની અપંગ અવસ્થા તેર વર્ષ સુધી, જીવનના અંત સુધી ચાલી. આવી નાજુક શારીરિક સ્થિતિ હોવા છતાં તેઓ પોતાની દૈનિક આવશ્યક ક્રિયાઓ કરવામાં તેમજ સ્વાધ્યાય કરવા અને કરાવવામાં અપ્રમત્ત રહેતા. તેઓ હંમેશાં સ્વસ્થ અને પ્રસન્ન રહેતા. પોતાની આવી અત્યંત નબળી શારીરિક સ્થિતિને લીધે મહારાજશ્રીને આખો દિવસ સૂઈ રહેવું પડતું. તેમ છતાં શાસનનાં મહત્ત્વનાં કાર્યો હોય ત્યારે તેઓ સતત ચારપાંચ કલાક બેસી શકતા હતા. તે વખતે એમનામાં એવો ઉત્સાહ આવી જતો. તેઓ અપ્રમત્તયોગી હતા. મહારાજશ્રીની પવિત્રતાનો એવો પ્રભાવ હતો કે કેટલાયે લોકોને એવી દઢ શ્રદ્ધા થઈ ગઈ હતી કે એમના આશીર્વાદથી પોતાનું ધર્મકામ, તપશ્ચર્યાદિ બહુ સારી રીતે પાર પડી જાય છે. એટલે જ મહારાજશ્રી પાસે માંગલિક સાંભળવા કે પચ્ચકખાણ સાંભળવા બહારગામથી પણ ભક્તો આવતા. મહારાજશ્રીની સૌમ્ય, વત્સલ પ્રકૃતિ સૌને સ્પર્શી જાય તેવી હતી. ખોટી વાત ખોટી છે એવું કહેવામાં પણ એમની સૌમ્યતા દેખાઈ આવતી. ધર્મના વિષયમાં પણ આવેગપૂર્વક કે આવેશયુક્ત તેઓ ક્યારેય વચન ઉચ્ચારતા નહિ. તેમ છતાં તેઓ પોતાનો અભિપ્રાય સ્પષ્ટતાથી આપતા. “ધર્મદૂત'માં આવતી પ્રશ્નોત્તરસુધા' વાંચવાથી Page #160 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.વ.શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ ૧ ૫૧ આ વાતની પ્રતીતિ થાય છે. મુંબઈમાં મહારાજશ્રી બિરાજમાન હતા ત્યારે શ્રીપાલનગર, ભાયખલા વગેરે સ્થળે એમનાં દર્શન વંદન માટે મારે જવાનું થતું. એ દિવસોમાં મેં “સિદ્ધ પરમાત્માના સ્વરૂપ વિશે લેખ લખ્યો હતો. તે જોઈ આપવા મેં એમને આપ્યો હતો. તેઓ આખો લેખ શબ્દશઃ વાંચી ગયા હતા અને યોગ્ય સૂચનો કર્યાં હતાં, તે પછી એ લેખ મેં પ્રબુદ્ધ જીવનમાં પ્રકાશિત કર્યો હતો. એટલે જ એમના પ્રત્યેના પ્રેમભર્યા પૂજ્યભાવથી પ્રેરાઈને ઇ. સ. ૧૯૯૬માં મારું પુસ્તક જિનતત્ત્વ-૬” એમને અર્પણ કર્યું હતું. મુંબઈથી વિહાર કરીને તેઓ અમદાવાદ ગયા ત્યાર પછી એમની સાથે પત્રવ્યવહાર રહેતો અને મારે અમદાવાદ જવાનું થાય ત્યારે એમને વંદન કરવા જતો. “ધર્મદૂત'ના વાંચનથી એમની સાથે સંપર્કમાં રહેવાતું. બે મહિના પહેલાં હું અમદાવાદ ગયો હતો ત્યારે મહાલક્ષ્મીટોળકનગર વિસ્તારમાં તેમને વંદન કરવા ગયો હતો. તે સમયે તેઓ ઘણા બીમાર હતા. બારણું બંધ હતું અને બોર્ડ મૂક્યું હતું કે તેમની બીમારીને કારણે કોઇએ અંદર વંદન કરવા જવું નહિ. હું નિરાશ થઈ પાછો ફરતો હતો ત્યાં પૂ. શ્રી ભવ્યદર્શનવિજયજીની મારા પર નજર પડી. તેઓ તરત અંદર મહારાજશ્રીને મળી આવ્યા અને બારણું ખોલીને મને અંદર બોલાવ્યો. મહારાજશ્રી પોતે ઘણા જ અશક્ત હતા તો પણ પોતાને બેઠા કરવા માટે શ્રી ભવ્યદર્શનવિજયજીને કહ્યું. પછી અત્યંત પ્રસન્નતાપૂર્વક મહારાજશ્રીએ દસેક મિનિટ મારી સાથે વાત કરી. મેં એમને વિનંતી કરી કે “ધર્મદૂત' સામયિકમાં એમની “ષોડશક' વિશેની તથા ગુણસ્થાનક્રમારોહ' વિશેની લેખમાળા તથા પ્રશ્નોત્તરી પુસ્તક રૂપે જો પ્રકાશિત થાય તો ઘણાંને લાભ થાય. એમણે જણાવ્યું હતું કે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પોતે પણ એ બાબતમાં વિચાર કર્યો છે અને એ બધું પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવાનું કાર્ય થઈ રહ્યું છે. મહારાજશ્રીનાં કેટલાંક લખાણો ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત થયાં છે. તાજેતરમાં જ ‘અધ્યાત્મ બિન્દુ’ નામનો સંસ્કૃત ગ્રંથ ટીકા સાથે એમણે સંપાદિત કરીને પ્રકાશિત કર્યો હતો. અગાઉ ‘શતકસંદોહ’માં એમણે વિવિધ શતકકૃતિઓ ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરી હતી. એમના વિવિધ વિષયના ૨૫ જેટલા લેખો ‘રત્નના દીવા’ નામના પુસ્તક રૂપે પ્રગટ થયા છે. એમણે પૂ. પં. શ્રી પદ્મવિજય ગણિવર જૈન ગ્રંથમાળા ચાલુ કરી હતી જેમાં અત્યાર સુધી ‘માંગલ્યદીપ’, ‘ભવભાવના’, ‘કથાકલ્પવેલી’ વગેરે એમના ૪૦ થી વધુ ગ્રંથો પ્રકાશિત થયા છે. લેખનમાં મહારાજશ્રીની ભાષા-શૈલી અત્યંત સરળ, રોચક અને સ્પષ્ટ રહી છે. એમનાં લખાણો વારંવાર વાંચવા ગમે એવાં છે. વળી એમણે પોતે પણ કહ્યું છે કે ‘કોઇ પણ ધાર્મિક પુસ્તકોના વાંચનમાં એટલું સમજી લેવું જોઇએ કે આ પુસ્તકો નવલકથા જેવાં નથી. આવાં પુસ્તકો સ્વસ્થ બની, શાંત ચિત્તે, ખૂબ ધીમી ગતિએ વાંચવાનાં હોય છે. આવું સાહિત્ય એક વાર વાંચીને મૂકી ન દેવાય, પણ વારંવાર વાંચવું જોઇએ. સમજમાં ન આવે તેવી વાતોનું કોઈ જ્ઞાની ગુરુ ભગવંત પાસે જઈ સમાધાન મેળવવું જોઇએ.' અંતરાયકર્મ અને અશાતાવેદનીય કર્મના આવા ઉદય વખતે પણ સ્વસ્થતા, પ્રસશતા, સમતા, શાસનચિંતા વગેરે ગુણો મહારાજશ્રીએ સહજ રીતે જે ધારણ કર્યા હતા તે આશ્ચર્ય પમાડે એવા હતા. એમના ચહેરા પર એ બધાંનું તેજ સતત વરતાતું. સાચી સાધુતા એમના દ્વારા દીપી ઊઠતી. પ. પૂ. શ્રી ભવ્યદર્શનવિજયજીએ પોતાના ગુરુ ભગવંતની જે નિષ્ઠાપૂર્વક, અંતરની લાગણીથી સેવાચાકરી કરી છે અને ગુરુ ભગવંતની અંતિમ ક્ષણ સુધી જે વૈયાવચ્ચ કરી છે તે અત્યંત Page #162 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.વ.શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ ૧૫૩ અનુમોદનીય અને ઉદાહરણરૂપ છે. પ. પૂ. શ્રી પુણ્યપાલસૂરિજીએ યોગ્ય જ કહ્યું છે કે પરમ પૂજ્ય મહારાજ શ્રી મિત્રાનંદસૂરિજીની સેવાભક્તિમાં ખડે પગે રહેનારા, પડછાયાની જેમ સતત સાથે જ રહેનારા મુનિ શ્રી ભવ્યદર્શન વિજયગણિ તથા વૃદ્ધ વયે પણ સતત વૈયાવચ્ચમાં નિરત મુનિશ્રી દેવરત્નવિજયજીની ભક્તિ અને સમર્પિતતા ખરેખર દાદ માગી લે તેવી હતી. પ. પૂ. મિત્રાનંદસૂરિજીનો દીક્ષાપર્યાય છ દાયકાથી અધિક છે. આટલો સુદીર્ઘ દીક્ષા પર્યાય પ્રાપ્ત થવો, સંયમની આવી સરસ આરાધના થવી અને સાથે સાથે ગહન જ્ઞાનોપાસના થવી એ પણ મોટા સદ્ભાગ્યની વાત છે. આટલા દીર્ઘ દીક્ષા પર્યાય દરમિયાન મુંબઈ ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળે ચાતુર્માસ દરમિયાન અને શેષકાળમાં એમણે અનેકને પ્રતિબોધ પમાડ્યો હતો. એટલે જ એમની અંતિમ યાત્રામાં ગામેગામથી હજારો ભક્તો આવી પહોંચ્યા હતા અને ગુણાનુવાદની સભામાં પણ એમને ભવ્ય અંજલિ અપાઈ હતી. આવા મહાન આચાર્ય ભગવંતના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ ! એમના ભવ્યાત્માને નતમસ્તકે સાદર ભાવપૂર્ણ વંદના ! Page #163 -------------------------------------------------------------------------- ________________ संसग्गि असाहु राइहिं। ભગવાન મહાવીર રાજાઓનો સંસર્ગ સારો નથી ભગવાન મહાવીરે કહ્યું છે કે સાધુઓએ રાજા વગેરેનો સંસર્ગ રાખવો એ ઇષ્ટ નથી. સાધુઓને એથી અસમાધિ થાય છે. ભગવાન મહાવીરે કેટલી દીર્ઘદૃષ્ટિપૂર્વક આ વાણી ઉચ્ચારી છે ! હકીકતમાં પોતે રાજકુમાર હતા, છતાં આવું વચન એમણે ઉચ્ચાર્યું છે ! વસ્તુતઃ આપણા બધા તીર્થકરો રાજવી અથવા રાજકુમાર હતા. એમાં ત્રણ તીર્થકરો શ્રી શાન્તિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન અને શ્રી અરનાથ ભગવાન તો પોતે છ ખંડના ધણી, ચક્રવર્તી હતા. કોઈ ડૉક્ટર એમ કહે કે ડૉક્ટરો સાથે સંબંધ રાખવા જેવો નથી, અથવા કોઈ વકીલ, કોઈ એન્જિનિયર, કોઈ અધ્યાપક કે કલાકાર પોતાના જ વર્ગ માટે આવું વચન ઉચ્ચારે તો તે કેટલું વિચિત્ર લાગે ! પરંતુ ભગવાને પોતે જ્યારે આવું વચન ઉચ્ચાર્યું છે ત્યારે તો એ અવશ્ય અર્થગંભીર હોવું જોઇએ. સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બીજા અધ્યયનના બીજા ઉદ્દેશમાં આ ગાથા નીચે પ્રમાણે છે: उसिणोदगतत्तभोइणो धम्मट्टियस्स मुणिस्स हीमतो। संसग्गि असाहु राइहिं असमाही उ तहागयस्स वि ॥ [ઉષણ તપ્ત જળ વાપરનાર, ધર્મમાં સ્થિર, લજ્જાવાન (અસંયમ પ્રતિ) એવા મુનિનો રાજાદિક સાથેનો સંસર્ગ સારો નથી. તેવા સાધુને અસમાધિ થાય છે.] અહીં મુનિને માટે જે વિશેષણો વાપર્યા છે તે પ્રયોજનપૂર્વક છે. ઉષ્ણ અર્થાત્ તપ્ત જળ વાપરનાર એટલે કાચું પાણી નહિ વાપરનાર મુનિ આચારસંપન્ન હોવા જોઇએ. ધર્મનિષ્ઠ મુનિ ધર્મના મર્મને બરાબર જાણનાર હોવા જોઇએ. લજ્જાવાન એટલે કે અસંયમ પ્રતિ લજ્જાવાન. જે મુનિને કોઈ પ્રસિદ્ધિ કે મહત્તા જોઇતી નથી એટલે કે જે મુનિ અંતર્મુખ રહે છે અને પોતાનાં સંયમ, સ્વાધ્યાય, તપશ્ચર્યા Page #164 -------------------------------------------------------------------------- ________________ संसग्गि असाहु राइहिं । વગેરેમાં મગ્ન હોય છે એવા મુનિને રાજાના સંસર્ગની કોઈ આવશ્યકતા નથી, કારણ કે પોતે સ્વાધીન છે અને મોક્ષપ્રાપ્તિનું પોતાનું ધ્યેય સ્પષ્ટ છે. ભગવાને આમ જે કહ્યું છે તે નિશ્ચયનયની દૃષ્ટિ સમજવાનું છે. રાજા, મંત્રીઓ, મિનિસ્ટરો, રાજકીય નેતાઓ વગેરેના સંપર્કમાં રહેવાથી તેમની અને તેમના કર્મચારીઓની સાધુ મહારાજ પાસે અવરજવર રહ્યા કરે છે. ઉભય પક્ષે લાભની કેટલીયે યોજનાઓ વિચારાય છે. આ બધામાં ચિત્ત વધુ સમય રોકાયેલું રહે છે. કેટલીક વાર એવી ઘટનાઓ બને છે કે જેથી અસ્વસ્થ પણ થઈ જવાય છે. આથી સાધુને માટે આર્તધ્યાન અને રોદ્રધ્યાનનાં નિમિત્તો ઊભાં થાય છે. પછી વિચારે ચડી ગયેલું ચિત્ત શાસ્ત્રના અધ્યયનમાં પરોવાતું નથી અથવા પરોવાતાં વાર લાગે છે. સ્વાધ્યાય માટે ક્યારેક પૂરતો સમય રહેતો નથી. કેટલીક વાર રાજાઓ, મંત્રીઓ રાતને વખતે મળવા આવે છે કે જેથી સામાન્ય લોકોની નજરે તેઓ ન પડે. પરંતુ એથી સાધુ મહારાજને ઉજાગરો થાય છે. પછી ધ્યાન કે આત્મચિંતન માટે સમય રહેતો નથી. આવશ્યક ક્રિયાઓ પણ આઘીપાછી કરવી પડે છે. અથવા માંડી પણ વળાય છે. એટલે જ રાજાઓના કે રાજદ્વારી પુરુષોના સંપર્કમાં ન રહેવું એ સાધુ ભગવંતો માટે હિતાવહ છે. ભગવાને તો એથી આગળ વધીને એમ કહ્યું છે કે રાજપિંડ પણ સાધુને ન ખપે એટલે કે સાધુથી રાજમહેલમાં ગોચરી વહોરવા માટે ન જવાય. રાજા કુમારપાળે પોતાના ધર્મગુરુ શ્રી હેમચંદ્રાચાર્યના કાળધર્મ પ્રસંગે એમની ચિતાને અગ્નિદાહ આપતી વેળાએ આંખમાં આંસુ સાથે કહ્યું હતું કે “હું કેવો અભાગી કે રાજા થયો. એથી મારા ગુરુ મહારાજને ગોચરી વહોરાવવાનો લાભ મને ક્યારેય ન મળ્યો.” સાધુઓ રાજમહેલમાં ગોચરી માટે ન જાય એટલે કે તેઓ રાજમહેલમાં આંટાફેરા કરતા ન થાય એ બહુ મહત્ત્વનું છે. વળી રાજકારણ એ ખટપટનું ક્ષેત્ર છે. રાજા ભલે પ્રતાપી, સુશીલ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ અને ધર્માનુરાગી હોય, પણ એમના મંત્રીમંડળમાં, કર્મચારીઓમાં ઘણા કાવાદાવા ચાલતા હોય છે. સત્તા અને મહત્ત્વાકાંક્ષાનું ક્ષેત્ર સ્વયમેવ ગંદુ થઈ જાય છે. સાધુ મહારાજને જો રાજ્યસત્તાધીશો સાથે ઘનિષ્ઠ સંપર્કમાં હોય તો આવા કાવાદાવામાં તેઓ વગર ઇચ્છએ સંડોવાય છે. તેમનું નામ વગોવાય છે. ક્યારેક તેઓને કોઈ એક પક્ષ લેવાની જરૂર પડે છે. ક્યારેક તેમની અપકીર્તિ થાય છે. જે મહત્માઓ કેવળ આત્મસાધનામાં જ મગ્ન રહેવા ઇચ્છતા હોય તેઓએ રાજદ્વારી પુરુષોનો સંસર્ગ રાખવાની બિલકુલ આવશ્યકતા નથી, કારણ કે એવો સંસર્ગ તેમની આત્મસાધનામાં બાધારૂપ બને છે. આવા મહાત્માઓ તો ગૃહસ્થો સાથે પણ બહુ સંસર્ગ રાખતા નથી. સાધુઓએ આહારપાણી, આવાસ વગેરે માટે સંઘની વ્યવસ્થાનો આશ્રય લેવો પડે છે. વ્યાખ્યાન, સંઘના શ્રાવક-શ્રાવિકાની તપશ્ચર્યા, ઉત્સવો, ક્રિયાવિધિ ઇત્યાદિ માટે સંઘ સાથે વ્યવહાર રહે છે. પરંતુ તેઓ તેનાથી લેપાતા નથી. કામ પૂરું થતાં તેઓ પોતાની સાધનામાં લાગી જાય છે. તો શું સાધુ મહારાજે રાજા કે રાજદ્વારી વ્યક્તિઓ સાથે ક્યારેય સંબંધ ન રાખવો જોઇએ ? ના, એમ તો ન કહી શકાય. ભગવાને જે કહ્યું છે તે નિશ્ચય દૃષ્ટિથી કહ્યું છે અને એ જ સાચું છે, તેમ છતાં વ્યવહારષ્ટિથી રાજ્યસત્તા સાથેનો સંપર્ક ઇષ્ટ ગણાય છે. શાસન ઉપર જ્યારે આપત્તિ આવી પડે, અન્ય ધર્મના ઝનૂની લોકોનું સાધુઓ ઉપર, તીર્થો ઉપર, શ્રાવકો ઉપર આક્રમણ થાય ત્યારે રક્ષણ માટે રાજ્યસત્તાનો આશ્રય લેવો પડે છે. સંઘમાં જ બે પક્ષ પડી જાય અને કલહ ઉગ્ર બની જાય ત્યારે રાજ્યસત્તાની દરમિયાનગીરી ઉપયોગી નીવડે છે. લોકશાહીના જમાનામાં વખતોવખત કાયદા બદલાતા જાય છે. શાસનના હિતનો પ્રશ્ન આવે ત્યારે સરકારી સંબંધોથી કાર્ય ત્વરિત થાય છે. કોઈ પણ વાતને ઇરાદાપૂર્વક વિલંબમાં નાખવાની કે બીજાને Page #166 -------------------------------------------------------------------------- ________________ संसग्गि असाहु राइहिं । ૧૫૭ પરેશાન કરવાની ક્ષમતા અને આવડત સત્તાધીશોની પાસે હોય છે. કાયદા આગળ કોઇનું કશું ચાલતું નથી, પણ સત્તાધીશો કાયદો બદલી શકે છે. અથવા એનો અમલ વિલંબમાં નાખી શકે છે. એટલે કોઈ સાધુ મહાત્માઓ રાજનેતાઓ સાથે સંપર્ક રાખે એ શાસનના હિતની દૃષ્ટિએ ઉપયોગી મનાય છે. પરંતુ યાદ રાખવું જોઇએ કે રાજકારણમાં પક્ષાપક્ષી હોય છે. એટલે સાધુ મહાત્માઓએ પક્ષાપક્ષીમાં પડવું ન જોઇએ. વળી એ પણ સમજવું જોઇએ કે આ વ્યવહાર-દષ્ટિએ ઉપયોગી છે. એથી મોક્ષમાર્ગની આરાધનાને અવશ્ય અસર પહોંચે છે. જે મહાત્માઓ સમર્થ અને પ્રભાવક છે તેઓ પોતાની આત્મસાધનાની સાથે સાથે રાજદ્વારી વ્યક્તિઓ સાથે પોતાની મર્યાદામાં રહીને સંસર્ગ રાખે એ વ્યવહાર દૃષ્ટિએ ઉપયોગી મનાય છે. શ્રી હેમચંદ્રાચાર્યને સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમારપાળ સાથે સતત સંપર્ક હતો. એથી શાસનને લાભ જ થયો છે. આઠ-નવ સેકાથી ગુજરાત મુખ્યત્વે શાકાહારી રહ્યું છે. એનાં મૂળ હેમચંદ્રાચાર્ય અને રાજા કુમારપાળના સંબંધમાં રહ્યાં છે. શ્રી હીરવિજયસૂરીશ્વરે અકબર બાદશાહને પ્રતિબોધ પમાડ્યા એને કારણે એમના વખતમાં વરસમાં કુલ છ મહિના જેટલો સમય કતલખાના બંધ રાખવા માટે ફરમાનો નીકળ્યાં હતાં. આવાં બીજાં ઘણાં ઉદાહરણ મળી શકે. સાધુ સંન્યાસીઓ માટે સામાન્ય લોકોમાં એવી શ્રદ્ધા રહે છે કે તેઓ પાસે વિદ્યા, મંત્ર, જડીબુટ્ટી, વાસક્ષેપ, માદળિયું, રક્ષાપોટલી, વગેરે કંઈક હોય છે અને તેના વડે તેઓ લોકોનાં દુઃખ દૂર કરી શકે છે, ધનસંતાનની પ્રાપ્તિ કરાવી શકે છે, કોર્ટકચેરી, ચૂંટણી કે યુદ્ધમાં વિજય અપાવી શકે છે. જૂના વખતમાં યુદ્ધ કરતાં પહેલાં રાજાઓ પોતાના ધર્મગુરુના આશીર્વાદ લેતા. હાલ કેટલાયે નેતાઓ ચૂંટણી વખતે સાધુ મહારાજ પાસે વાસક્ષેપ નખાવા આવે છે અને જો જીતી જાય તો એમની શ્રદ્ધા બમણી થાય છે. સાથે સાથે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ સાધુમહારાજને પોતાની શક્તિ માટે ગૌરવ થાય છે. ભક્તો એનો પ્રચાર કરે છે. પછી ભીડ જામે છે. પરંતુ આ બધું કરવામાં સાધુ મહારાજને પછી જપ-તપ, જ્ઞાન-ધ્યાન માટે, આત્મસાધના માટે સમય રહેતો નથી. રાત્રે પણ એમની પાસે અવરજવર ચાલુ રહે છે. કેટલાક સાધુ મહાત્માઓ આવો વ્યવહાર કરતાં હોવા છતાં તેના પર સમયમર્યાદા મૂકે છે અને સાધનાનું પોતાનું લક્ષ્ય ચૂકતા નથી. કેટલાક મહાત્માઓ સાંજનું પ્રતિક્રમણ કર્યા પછી કોઈને મળતા નથી અને શિષ્યો સાથે ખપ પૂરતી વાત કરે છે. રાજદ્વારી પુરુષો બહુધા રજસ્ અને તમસુ ગુણથી ભરેલા હોય છે. કેટલાક રાજાઓ કે રાજદ્વારી પુરુષો વિવિધ વ્યસનોથી ગ્રસિત હોય છે. વળી રાજકારણ હંમેશાં કુટિલતાભરેલું, દાવપેચવાળું હોય છે. એટલે સાત્ત્વિક ગુણવાળા સાધુ મહારાજો રાજદ્વારી પુરુષોના ગાઢ સંપર્કમાં રહે તો સમય જતાં એમની વિચારધારા અને વ્યક્તિત્વ પણ રજસ્ અને તમન્ ગુણથી પ્રભાવિત થયા વગર રહે નહિ. રાજાઓ કે રાજદ્વારી નેતાઓ સાથેનો સંબંધ માનકષાયનું મોટું નિમિત્ત બને છે. રાજદ્વારી નેતાઓ પાસે જો સત્તાસ્થાન હોય તો એ જ્યાં જાય ત્યાં એમના મંત્રીઓ, અંગરક્ષકો, પોલીસ, ચપરાસીઓ વગેરેની દોડાદોડ હોય છે. એમને જોવા માટે લોકોની પડાપડી હોય છે. પત્રકારો, ફોટોગ્રાફરોની ધૂમાબૂમ હોય છે. નેતામાં પોતાનામાં સત્તાની સભાનતા હોય છે. આવા મોટા નેતા પોતાને વંદન કરે છે એવો ભાવ અંતરમાં પડેલા સૂક્ષ્મ માનકષાયને પોષે છે જે જીવને અધ્યાત્મમાર્ગમાંથી પાછો પાડે છે. વર્તમાન સમયમાં ફોટા, વિડિયો, ટી.વી.ની બોલબાલા છે. એટલે મોટા રાજદ્વારી નેતા પોતાની પાસે વાસક્ષેપ નખાવે છે, ફોટો લેવાય છે એથી અહંકાર પોષાય છે. અંતર પડેલો સૂક્ષ્મ માનકષાય વધુ ગાઢ થાય છે. સાધુઓને નેતાઓની લત ન લાગવી જોઇએ. નેતા સાથેનો ફોટો પોતાના મનમાં ગોરવનો વિષય ન બનવો જોઇએ. Page #168 -------------------------------------------------------------------------- ________________ संसग्गि असाहु राइहिं । ૧૫૯ સાધુપણાનું ઔચિત્ય જાળવવું જોઇએ. એક મુનિ મહારાજને એક રાજદ્વારી નેતા સાથે સારો સંબંધ થઈ ગયો હતો. એ રાજપુરુષ પોતાની કંઈ સમસ્યા હોય તો મુનિ મહારાજને મળવા આવે, એમની પાસે વાસક્ષેપ નખાવે. ચૂંટણી પ્રસંગે જ્યારે પોતે ઊભા રહ્યા હોય ત્યારે મહારાજશ્રી પાસે વાસક્ષેપ નંખાવા અવશ્ય આવે. એક વખત તો વ્યાખ્યાન ચાલુ હતું અને એ નેતા આવી પહોંચ્યા. તેઓ ઉતાવળમાં હતા. મહારાજશ્રીએ તરત વ્યાખ્યાન માંગલિક કર્યું અને ઉપર જઈ એ નેતા સાથે વાટાઘાટ કરવા બેસી ગયા. વસ્તુતઃ રાજદ્વારી નેતાઓ સાથેનો સંબંધ પણ એવો હોવો જોઇએ કે જેથી પોતાનાં આવશ્યક કર્તવ્યો ચૂકી ન જવાય. બીજી બાજુ કેટલાક નેતાઓ પણ જબરા હોય છે. જેને સમાજની અને કેટલાક સાધુઓની નબળાઈ તેઓ સમજતા હોય છે. એક વખત એક દેરાસરના પટાંગણમાં કોઈક આચાર્ય મહારાજની સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે એક મુનિ મહારાજની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો હતો. શ્રોતાઓની ઘણી મોટી સંખ્યા હતી, કારણ કે કાર્યક્રમ પછી સ્વામિવાત્સલ્ય હતું. કાર્યક્રમ શરૂ થયાને થોડીવાર થઈ હશે. ત્યાં તો પોલીસની સાઇરન કાર સાથે બીજી ગાડીઓ આવી પહોંચી. એક ગાડીમાંથી મિનિસ્ટર ઊતર્યા. એમની આસપાસ બીજા માણસો દોડાદોડી કરવા લાગ્યા. કાર્યક્રમના આયોજકો અચંબામાં પડી ગયા. મિનસ્ટર સીધા મંચ પર આવ્યા. તેમને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું. મિનિસ્ટરે આયોજકોને બોલાવ્યા અને ખાનગીમાં ખખડાવ્યા, “આવો મોટો કાર્યક્રમ કરો છો અને મને કાર્ડ પણ મોકલતા નથી ? શું સમજો છો તમારા મનમાં ? જૈન સમાજના કેટલાં કામ હું કરી આપું છું એ ખબર છે ને !' આયોજકો બિચારા માફી માગવા લાગ્યા. પછી મિનિસ્ટરે કહ્યું, આ કોણ બહેન ગાય છે ? એને કહો કે જલદી પૂરું કરે. મારે મોડું થાય છે.” તરત ગીત ટૂંકું થઈ ગયું. પછી મિનિસ્ટર બોલવા ઊભા Page #169 -------------------------------------------------------------------------- ________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ થયા. સ્વર્ગારોહણની તિથિ બાજુ પર રહી ગઈ. મિનસ્ટરે પોણો કલાક જૈન સમાજ માટે પોતે શું શું કર્યું એ વિશે પોતાનાં બણગાં ફૂક્યાં, જેને સમાજની કેટલીક ટીકા કરી, કેટલીક સલાહ આપી અને વક્તવ્ય પૂરું થતાં મુનિ મહારાજને નમસ્તે કરી ચાલ્યા ગયા. પરિણામે સમગ્ર કાર્યક્રમ ડહોળાઈ ગયો. અડધા લોકો ખાવા માટે ઊભા થઈ ગયા. તરત મહારાજ સાહેબે ટૂંકું વક્તવ્ય આપી માંગલિક ફરમાવ્યું અને કાર્યક્રમ પૂરો થયો. જૂના વખતમાં રાજા રાજ્ય પર શાસન ચલાવે પણ સાધુ મહાત્માને વંદન કરે. ભારતીય સંસ્કૃતિમાં રાજ્યસત્તા કરતાં ધર્મસત્તાને ચડિયાતી ગણવામાં આવે છે. જે રાજા સાધુઓને સતાવે છે તે વિનાશ નોંતરે છે. પ્રજા પણ ધર્મગુરુને વધારે માન આપે છે. કોઈ સભામાં રાજા પધારે ત્યારે એમને માન આપવા સમસ્ત મહાજન ઊભું થઈ જાય છે, પણ સાધુઓ પોતાના સ્થાને બેઠેલા રહે છે. (ઘણાં વર્ષો પહેલાં એક સભામાં રાષ્ટ્રપતિ પધાર્યા ત્યારે મંચ પર બેઠેલા સર્વ મહાનુભાવો ઊભા થઈ ગયા. તે વખતે એક મુનિ પણ ભૂલમાં ઊભા થઈ ગયા હતા.) રાજાઓ પોતાની મર્યાદા સમજે છે. રાજા દુષ્યત કણ્વ ઋષિના આશ્રમમાં જાય છે ત્યારે પોતાનાં મુગટ, હાર વગેરે રાજચિહ્નો ઉતારીને આશ્રમમાં પ્રવેશે છે. વિદ્યાધામોમાં પણ રાજા કરતાં શિક્ષકનું-વિદ્યાગુરુનું માન વધુ હોય છે (જો કે હવે એવું રહ્યું નથી.) જૂના વખતની ઇંગ્લંડની વાત છે. ત્યાં ક્યારેક રાજા શાળાઓની મુલાકાતે નીકળતા. ઇંગ્લંડમાં રિવાજ એવો છે કે રાજા પધારે ત્યારે બધા પોતાની હેટ માથેથી ઉતારીને હાથમાં રાખે. રાજા પ્રત્યે સન્માન બતાવવાની એ પ્રથા છે. એક વખત રાજા પોતાના રસાલા સાથે ઇંગ્લંડની શ્રેષ્ઠ ગણાતી એક શાળાની મુલાકાતે ગયા. રાજા પધાર્યા ત્યારે આચાર્ય એમનું સ્વાગત કરવા પહોંચ્યા. પરંતુ એ વખતે એમણે પોતાની હેટ ઉતારી નહિ. રાજાને એ ગમ્યું નહિ. મંત્રીઓને અને બીજાઓને પણ એ Page #170 -------------------------------------------------------------------------- ________________ संसम्गि असाहु राइहिं । ૧૬૧ ઠીક ન જણાયું. રાજાનો માનભંગ થયો હોય એવું લાગ્યું. રાજાને એમના માણસો સાથે આચાર્ય બધા વર્ગોમાં લઈ ગયા. પણ હેટ ઉતારી નહિ. મુલાકાત પૂરી થઈ. સૌનો અભિપ્રાય એવો પડ્યો કે શાળા શ્રેષ્ઠ છે, પણ આચાર્યની ગેરશિસ્ત ગંભીર છે. એ ગેરશિસ્તને ગુનો ગણીને શિક્ષા કરવી જોઇએ. પણ એ પહેલાં આચાર્ય પાસે ખુલાસો માગવો જોઇએ. આચાર્યને બોલાવવામાં આવ્યા. હેટ ન ઉતારવાનું કારણ પૂછવામાં આવ્યું. આચાર્યે કહ્યું, “રાજાસાહેબ માટે મને અપાર માન છે. પણ મારા વિદ્યાર્થીઓમાં એવી છાપ ન પડવી જોઇએ કે રાજા શિક્ષક કે આચાર્ય (વિદ્યાગુરુ) કરતાં મહાન છે. એમ થાય તો જીવનમાં એમનાં મૂલ્યો બદલાઈ જાય. અને પ્રજા ખમીરવંતી ન બની શકે.” આચાર્યના ખુલાસાથી રાજાને અને બીજાઓને આનંદ થયો અને ઇંગ્લંડની ભાવિ પેઢીને સારી રીતે ઘડવા માટે આચાર્યને અભિનંદન આપ્યા. રાજાઓ, રાજ્યકર્તાઓ સાથેનો સંબંધ મુનિ મહારાજ માટે વ્યવહારદષ્ટિએ ગમે તેટલો ઉપયોગી હોય તો પણ અંતે તો ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે તે જ સાચું છે અને તે જ લક્ષમાં રાખવું જોઇએ. મુનિ મહારાજ માટે એ જ હિતાવહ છે. રાજ્યકર્તાઓ સાથેનો સંબંધ અસમાધિનું મોટું નિમિત્ત બને છે એ વાત નિર્વિવાદ છે. એમાં પોતાનું અંતઃકરણ એ જ સાક્ષી છે.” માત્ર મોક્ષ અભિલાષ થી જેઓએ દીક્ષા લીધી છે તેઓ તો આ વાતને તરત કબૂલ કરશે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “જ્ઞાનસાર'માં કહ્યું છેઃ प्राप्तं षष्ठं गुणस्थानं भवदुर्गादिलङ्गनम् । लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तरस्थितिः ॥ | [ સંસારરૂપી વિષમ પર્વતનું ઉલ્લંઘન કરવારૂપ છઠ્ઠા (સર્વવિરતિ) ગુણસ્થાનકને પામેલા એવા, લોકોત્તર માર્ગમાં રહેલા મુનિ લોકસંજ્ઞામાં રાગ ન કરે.] Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન'માં લેખકના પ્રગટ થયેલા લેખોમાંથી ગ્રંથસ્થ થયેલા લેખોની યાદી ૧. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૧ (૧) લગ્ન સંસ્થાનું ભાવિ (૨) અસત્યના પ્રયોગો (૩) સન્માન પ્રતીકો (૪) કેફી પદાર્થોનો વધતો પ્રચાર (૫) પદ અને પાત્રતા (૬) જીવ છોડાવવાની પ્રવૃત્તિ (૭) નાતાલની એક વિશિષ્ટ ઉજવણી (૮) કવિનું સન્માન (૯) મોટાં પ્રલોભનો (૧૦) નિર્દોષ, અજ્ઞાન અને દિવ્ય (૧૧) તીર્થયાત્રા(૧૨) કરચોરી (૧૩) જાહેર સંસ્થાઓમાં કરકસર (૧૪) ભાષા સાહિત્યનું અધ્યયન-અધ્યાપન (૧૫) વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા (૧૬) કૂતરાંઓની સમસ્યા (૧૭) વિદ્યોપાસના અને વિદ્યાપોષણ (૧૮) વિશ્વ સંમેલનો (૧૯) ના વેતં વળ્યા (૨૦) નવી દવાઓ-નવી સમસ્યાઓ (૨૧) પશુ-પંખીઓની નિકાસ (૨૨) પાશવી રમત-બોક્સિગ (૨૩) પ્રવાસ-ઉદ્યોગ (૨૪) ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ. ૨. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૨ (૧) ક્રાંતિનાં પરિણામ (૨) રાજકારણમાં હિંસા (૩) લોકમત (૪) ન્યાય અને દયા (૫) સામુદાયિક માનવહત્યા (૬) રાજકારણમાં નિવૃત્તિ (૭) આત્મહત્યા (૮) જાસૂસી અને રાષ્ટ્રદોહ (૯) વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ (૧૦) દેહાંતદંડ(૧૧) ભાષાવાદનું વિષ (૧૨) સરદાર પટેલના કારાવાસના દિવસો (૧૩) પ્રતિષ્ઠાનો પ્રશ્ન (૧૪) લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન (૧૫) એક વ્યક્તિ-એક સંસ્થા (૧૬) વિશ્વ પર્યાવરણ (૧૭) ક્રિકેટનો અતિરેક (૧૮) ભૌતિક સમૃદ્ધિ (૧૯) કમ્યુટર સગાઈ (૨૦) લોકવિદ્યાલયો (૨૧) ભ્રામક ઉક્તિઓ. ૩. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૩ (૧) મણિલાલ દ્વિવેદીનું આત્મવૃત્તાંત (૨) લેખકનો શબ્દ (૩) ટેનેસી વિલિયમ્સ અને આર્થર કોસ્લર (૪) શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજી (૫) વિશ્વવત્સલ મહાવીર'(૬) આપણાં સામયિકો (૭) નામકરણ (૮) જૈન સાહિત્ય : ક્ષેત્ર અને દિશાસૂચન (૯) પંડિતોનું ગૃહજીવન (૧૦) સાધકનાં લક્ષણો (૧૧) વાતરૂ યોગ (૧૨) વગોવાતી સાધુસંસ્થા(૧૩) સ્તોત્રકાર હેમચંદ્રાચાર્ય અને વીતરાગસ્તોત્ર(૧૪) બલવાન ઇન્દ્રિયગ્રામ (૧૫) ભાષામાં Page #172 -------------------------------------------------------------------------- ________________ લેખકના લેખોની યાદી ૧૬૩ ઉત્ક્રાંતિ અને ક્રાંતિ (૧૬) અસ્વીકાર શા માટે ? (૧૭) અણયુદ્ધોત્તર શિયાળો (૧૮) ત્રણાનુબંધ. ૪. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૪ (૧) નિવૃત્તિકાળ (૨) રમકડાં (૩) મોરિતે સષ્યવયા પતિમંગૂ(૪) અળશ (૫) લેડીનિકોટીન સાથે છૂટાછેડા (૬) કોપીરાઇટ (૭) પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી(૮) લગ્નોત્સવ (૯) લેખન, પઠન, ઉચ્ચારણ, શ્રવણ (૧૦) યુરોપમાં સામ્યવાદી શાસનપદ્ધતિ. ૫. “સાંપ્રત સહચિંતન-ભાગ ૫ (૧)અવિપાનધ્રુતમો(૨) અમારિ પ્રવર્તન (૩) કુદરતી આપત્તિઓ (૪) સિલપદિકારમ્ (પ) નિર્દય હત્યાની પરંપરા (૬) માયને મસપાસ (૭) જે.કૃષ્ણમૂર્તિ (૮) ખાલીનો સભર ઇતિહાસ (૯) બાદશાહખાન (૧૦) ચિખોદરાની આંખની હોસ્પિટલ (૧૧) ઇન્દિરા ગાંધી (૧૨) રાતા મહાવીર (૧૩) ચરણ-ચલણનો મહિમા (૧૪) શ્રવણબેલગોડા. ૬. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૬ (૧) નિઃસંતાનત્વ(૨) રંગભેદ (૩) સોમાવિનાયડુંગવતં(૪) ધૃતકલ્લોલ પાર્શ્વનાથ (૫) સ્વ. ડૉ. ચંદ્ર જોશી (૬) સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોનું સામૂહિક આક્રમણ (૭) સંકલ્પી હિંસા (૮) સ્વ. ચીમનભાઈ પટેલ (૯) દાણચોરીનું નવું ક્ષેત્ર (૧૦) લેખકો અને રાજ્યસત્તા (૧૧) રાણકપુર તીર્થ. ૭. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૭ (૧) વારસદારો (૨) બાળમજૂરોની સમસ્યા (૩) મોરારજી દેસાઈ (૪) પરિપાનિવિડ્રાઇવેસેપિવડૂ (૫) પોપની ભારતની મુલાકાત (૬) પોલીસ અને ન્યાયતંત્ર (૭) શ્રી યશોવિજયજીકૃત ઉપદેશરહસ્ય' (૮) કે. પી. શાહ (૯) લેનિનસ્કી ગેરુ ઉપરથી (૧૦) ભારતનાં કલતખાનાં (૧૧) દુર્ઘટના અને કુમરણ (૧૨)હંસાબહેન મહેતા (૧૩) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૧૪) હરીન્દ્ર દવે. ૮. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૮ (૧) મારા પિતાશ્રી (૨) રાણકીવાવ(૩) કયુશિયસ(૪) કફ્યુશિયસની નીતિધર્મની વિચારણા (૫) નાતિવેતં સે મુળી (૬) શાન્તિદૂતોની હત્યા Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ (૭) બળાત્કાર (૮) પંડિત વીરવિજયજી રચિત મોતીશાહ શેઠ વિશે ઢાળિયાં (૯) સ્વ. જોહરીમલજી પારખ (૧૦) મારી જીવનયાત્રાનું શબ્દ-સંબલ (૧૧) બાલહત્યા (૧૨) સ્વ. હીરાબેન પાઠક. ૯. “સાંપ્રત સહચિંતન'-ભાગ૯ (૧) કલામાં અશ્લીલતા (૨) ગન કંટ્રોલ (૩) માંગી-તુંગી (૪) માયંવંસી નરેદ્ર પર્વ (૫) ગાંડી ગાય (૬) અપંગો માટે (૭) સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ-પત્રકાર તરીકે (૮) પંડિત કવિશ્રી વીરવિજયજી (૯) શ્રી માણિભદ્રવીરની સહાય-મારા બાલ્યકાળના અનુભવો (૧૦) તીર્થ વિશેનાં ફાગુકાવ્યો (૧૧) ફાધર બાલાગે૨ (૧૨) સામૂહિક આત્મઘાત. ૧૦. “સાંપ્રત સહચિંતન-ભાગ ૧૦ (૧) રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા, (૨) બહુસુરંગા વસુંધરા,(૩) મને ટ્રાંતિ સંવિત્ત, (૪) સ્વ. લાડકચંદભાઈ વોરા, (૫) પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર, (૬) વિનયમૂનો ધખો (૭) શેરીનાં સંતાનો, (૮) સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ (૯) સમયસુંદર વિશે શોધપ્રબંધ (૧૦) સ્થૂલિભદ્રવિશે ફાગુકાવ્યો, (૧૧) સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી. ૧૧. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૧૧ (૧) નિદ્રાદેવીનું આવાગમન, (૨) ગંછન્નતનવસંબં, (૩) કચરો વીણનારા (૪) બોદ્ધ ધર્મ, (૫) ફાગુનો કાવ્યપ્રકાર, (૬)તુરંતરેjને તાળ સમાજમાં (૭) વૈમાનિક અસભ્યતા, (૮) સ્વ. ડૉ. શિવાનંદ અધ્વર્યું, (૯) એન. સી. સી. દ્વારા લશ્કરી તાલીમ, (૧૦) મધ્યકાલીન ધર્મવિષયક જૈન પરંપરા, (૧૧) પદ્મભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા, (૧૨) સમાયરે ! ૧૨. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૧૨ (૧) પુત્રભીતિ (૨) મંગલ, અષ્ટમંગલ, મહામંગલ (૩) પંડિત દલસુખભાઈ માલવણિયા (૪) પુસલિમો જ પિઝા (૫) ૧૪મી એપ્રિલ ૧૯૪૪ (૬) પોકેમોન (૭) પંન્યાસ શ્રી વરસંગવિજયજી (૮) ઓસ્ટ્રેલિયા (૯) જૈન દર્શનમાં કાળની વિભાવના (૧૦) જૈન ધર્મ વૈશ્વિક સ્તરે (૧૧) સાહિબે વર્લ્ડ મોલેડુ વા રિ ૩ષ્ય (૧૨) જલ જીવન જગમાંહિ (૧૩) અપભ્રંશ દૂહાનું સાહિત્ય (૧૪) અનુત્તા નિશિવજ્ઞા, નિરખ૩વજ્ઞા Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬ લેખકના લેખોની યાદી ૧૩. “સાંપ્રત સહચિંતન'-ભાગ ૧૩ (૧) પિતાશ્રીની ચિરવિદાય, (૨) ઇરિયાવહી (ઐર્યાપથિકી), (૩) વગો અચ્ચે નોવ્યપં ૨ , (૪) દુગ્ધામૃત, (૫) ગુજરાતમાં ભૂકંપ, (૬) દાક્તર, તમે સાજા થાવ!(૭) આપણી આશ્રમપ્રવૃત્તિ, (૮) સ્વ.પૂ. શ્રી કયાલાલજી મહારાજ, (૯) પ્રાણીઓનો સામુદાયિક સંહાર(૧૦) ન્યૂઝીલેન્ડ, (૧૧) સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, (૧૨) થવં નવું નહિ , ૧૪. સાંપ્રત સહચિંતન - ભાગ ૧૪ (૧) બડેબાબા,(૨)સ્વ. માનભાઈ ભટ્ટ(૩)માનંદવયનિવે, (૪) અન્નદાન (૫) સ્વ.પ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજી મહારાજ (૬) આફ્રિકામાં જયપુર ફૂટ' (૭) પોપમ સંસારે(૮) બાળકો ઉપેક્ષા અને દુર્વ્યવહારઃ (૯) સ્વ. ભંવરલાલજી નાહટા (૧૦) નમો લોએ સવ્વસાહૂણં (૧૧) સિથે તોળવા, વિંઘવાણ , (૧૨) બાવનગજા (૧૩) આનંદઘનજીની ઉદાત્ત તત્ત્વદૃષ્ટિ (૧૪) પુષ્ટિમોન માણેન્ના માસમાણસ અંતરા. ૧૫. “સાંપ્રત સહચિંતન' - ભાગ ૧૫ (૧) ઉદયગિરિ-ખંડગિરિ (૨) વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા પ. પૂ. સ્વ. શ્રી વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજ (૩) નો ના નમરિન, સો હું છું સુલિયા (૪) હેરી પોટર (૫) સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ(૬) મીખમણસો વરે (૭) પ. પુ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ (૮) સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ (૯) નામ પણ મોયણ ભટ્ટ સે નિપાથે (૧૦) પ. પૂ. સ્વ. શ્રી મિત્રાનંદસૂરિજી મહારાજ (૧૧) સંજિ અસાદુ રાદો ૧૬. અભિચિંતના (૧) માતુર પરિતાતિ, (૨) રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા (૩) દવાઓમાં ગેરરીતિઓ (૪) નેતાગીરી અને મોવડીમંડળ (૫) પત્રકારોની મુલાકાતો (૬) ચૂંટણી(૭) કચ્છમાં પુરુત્થાન(૮) આઝાદીની લડત-કિશોરવયનાં સંસ્મરણ (૯) દુરારાધ્ય રેવામાતા (૧૦) સિંગાપુરની પ્રગતિ (૧૧) જાતિવાદ વિશે ભગવાન મહાવીર (૧૨) તાઓ તત્ત્વદર્શન (૧૩) “પ્રબુદ્ધ જીવનનાં પચાસ વર્ષ (૧૪) અપહરણ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ૧૭. ‘વંદનીય હૃદયસ્પર્શ’-ભાગ ૧ (૧) પંડિત સુખલાલજી (૨) બચુભાઈ રાવત (૩) અગરચંદજી નાહટા (૪)પરમાનંદભાઈ કાપડિયા (૫) ચીમનલાલ ચકુભાઈ શાહ (૬) મેડમ સોફિયા વાડિયા (૭) ગૌરીપ્રસાદ ઝાલા (૮) પંડિત ધીરજલાલ ટોકરશી શાહ (૯) જ્યોતીન્દ્ર દવે (૧૦) યજ્ઞેશભાઈ હરિહર શુકલ (૧૧) ઉમેદભાઈ મણિયાર (૧૨) મનસુખલાલ તારાચંદ મહેતા (૧૩) ઉમાશંકર જોશી (૧૪) ભૃગુરાય અંજારિયા (૧૫) ઈશ્વર પેટલીક૨(૧૬) મૂળશંકર મો. ભટ્ટ (૧૭) મોહનલાલ મહેતા-સોપાન (૧૮) રંભાબહેન ગાંધી. ૧૮. ‘વંદનીય હૃદયસ્પર્શ’-ભાગ ૨ (૧) ચંદ્રવદન મહેતા (૨) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (૩) જયમલ્લ પરમાર (૪) પંડિત હીરાલાલ દુગ્ગડ (૫) અમૃતલાલ યાજ્ઞિક (૬) ચંચળબહેન (૭) કાન્તિલાલ કોરા (૮) ઇન્દ્રજિત મોગલ (૯) વિજય મરચન્ટ. ૧૯. ‘વંદનીય હૃદયસ્પર્શ’-ભાગ ૩ (૧) મોરારજી દેસાઈ (૨) જોહરીમલજી પારેખ (૩) ડૉ. શિવાનંદ અધ્વર્યુ (૪)લાડકચંદભાઈ વોરા (૫) પંડિત પનાલાલ જ. ગાંધી(૬) પંડિત દલસુખભાઈ માલવણિયા (૭) ફાધર બાલાગેર(૮) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૯) હીરાબહેન પાઠક (૧૦) હંસાબહેન મહેતા (૧૧) કે. પી. શાહ ૨૦. ‘તિવિહેણ વંદામિ’ (૧) પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ (૨) પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ (૩) પૂ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ (૪) પૂ. શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ (૫) પૂ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજ (૬) પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ (૭) પૂ. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજ (૮) પૂ. શ્રી લીલાવતીબાઈ મહાસતીજી (૯) પૂ. શ્રી કુંદકુંદસૂરિજી મહારાજ (૧૦) પૂ. અભયસાગરજી મહારાજ. ૨૧. ‘જિનતત્ત્વ’-ભાગ ૧ (૧) ત્રિવિજય (૨) પ્રતિસેવના (૩) નિયાણુ (૪) સંલેખના (૫) કરુણાની ચરમ કોટિ (૬) સાંવત્સરિક ક્ષમાપના (૭) સમુદ્દાત અને શૈલેશીકરણ (૮) કાઉસગ્ગ (૯) કલ્પસૂત્ર(૧૦)પચ્ચક્ખાણ (૧૧)આલોચના (૧૨) જેન Page #176 -------------------------------------------------------------------------- ________________ લેખકના લેખોની યાદી દૃષ્ટિએ તપશ્ચર્યા (૧૩) સંયમની સહચરીગોચરી (૧૪) વર્ધમાન તપની ઓળી (૧૫) પર્વાધિરાજ પર્યુષણ-૧ (૧૬) પર્વાધિરાજ પર્યુષણ-૨. ૨૨. “જિનતવ -ભાગ ૨ (૧) લાંછન (૨) પ્રભાવના (૩) પરીષહ (૪) ઉપસર્ગ (૫) કેશલોચન (૬) લબ્ધિ (૭) સમવસરણ (૮) નિરામિષાહાર-જૈનદષ્ટિએ (૯) મલ્લિનાથની પ્રતિમા. ૨૩. “જિનતત્વ'-ભાગ ૩ (૧)સમયેગોયમમાપમાયા(૨) ધર્મધ્યાન(૩)પ્રતિક્રમણ (૪)દાનધર્મ(૫) વાધ્યાય(૬)જાતિસ્મરણ જ્ઞાન(૭)સંયમનો મહિમા(૮)શીલવિઘાતક પરિબળો. ૨૪. “જિનતત્ત્વ'-ભાગ ૪ (૨૧)મનુષ્યજ્યનીદુર્લભતા(૨)નવકારમંત્રમાં સંપદા (૩)નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી (૪) નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ (૫) દિવ્યધ્વનિ (૬) લોગસ્સ સૂત્ર(૭) દયાપ્રેરિત હત્યા-ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ(૮) ભક્તામર સ્તોત્ર. ૨૫. “જિનતત્ત્વ'-ભાગ ૫ (૧) પર્વારાધના (૨) અભ્યાખ્યાન (૩) નવકારમંત્રની શાશ્વતતા (૪) ઉપાધ્યાય પદની મહત્તા (૫) સામાયિક (૬) બોધિદુર્લભ ભાવના. ૨૬. “જિનતત્ત્વ'-ભાગ ૬ (૧) અદત્તાદાન વિરમણ (૨) અવધિજ્ઞાન (૩) સિદ્ધ પરમાત્મા. ૨૭. જિનતત્ત્વ'-ભાગ ૭ (૧) વિનય (૨) આર્જવ (૩) મંગલ, અષ્ટમંગલ, મહામંગલ (૪) ઇરિયાવહી(ઐર્યાપથિકી)(૫) જૈન દર્શનમાં કાળની વિભાવના (૬) તિત્ય રમો સૂરી – આચાર્યપદનો આદર્શ (૭) દસમો ગ્રહ પરિગ્રહ (2) નવકાર મંત્રમાં નમો પદનો મહિમા. ૨૮. “જિનતત્વ'-ભાગ ૮ (૧) નમો લોએ સવ્વસાહૂણં (૨) નિગોદ(૩) અગિયારઉપાસક-પ્રતિમાઓ (૪) પુગલ-પરાવર્ત (૫) લેશ્યા (૬) અનર્થદંડ વિરમણ. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ૨૯. “પ્રભાવક સ્થવિરો -ભાગ ૧ (૧) ગણિવર્ય શ્રી મુક્તિવિજયજી (શ્રી મૂળચંદજી મહારાજ) (૨) શ્રી વિજયાનંદસૂરિ મહારાજ (શ્રી આત્મારામજી મહારાજ) (૩) શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ(૪) શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ (૫) શ્રી ચરિત્રવિજયજી મહારાજ. ૩૦. “પ્રભાવક સ્થવિરો'-ભાગ ૨ (૧) શ્રી બુટેરાયજી મહારાજ (૨) વૃદ્ધિચંદ્રજી મહારાજ (૩) શ્રી મોહનલાલજી મહારાજ (૪) શ્રી વિજયશાંતિસૂરિ મહારાજ. ૩૧. “પ્રભાવક સ્થવિરો'-ભાગ ૩ (૧) રાજેન્દ્રસૂરિ મહારાજ (૨) શ્રી શાંતિસાગરસૂરિ મહારાજ (૩) અજરામર સ્વામી ૩૨. “પ્રભાવક સ્થવિરો'-ભાગ ૪ (૧) વિજયધર્મસૂરિ મહારાજ (૨) શ્રી આનંદસાગરસૂરિ મહારાજ (શ્રી સાગરજી મહારાજ). ૩૩. “પ્રભાવક સ્થવિરો'-ભાગ ૫ (૧) શ્રી વીરવિજયજી મહારાજ (૨) શ્રી વિજયનેમિસૂરિ મહારાજ(૩) શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ૩૪. વીર પ્રભુનાં વચનો-ભાગ ૧ (૧) વાતે વાતં સમારે (૨) બાલં વાન્ગા (૩) માતુ પરિતાત્તિ (४) दुक्करं करेउं जे तारुण्णे समणत्तणं (५)जं छन्नं तं न वत्तव्वं (६) अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरट्ठाणि तु वज्जिए (७) आयंकदंसी न करेइ पावं (८) नातिवेलं हसे મુળી (૯) માયને મસપાસ (૧૦) મને હાંતિ તે વિત્ત, (૧૧) પરિપતું નિવાઈ વેરે તેસિંઘવÇ(૧૨) સમાવિને માયવમત્ત (૧૩) મોર્તિ સંખ્ય વયા પતિ મયૂ(૧૪) અતં સાતસોળ (૧૫) વિમાનદુત મોવરવો. ૩૫. શેઠ મોતીશાહ (૧) શેઠ મોતીશાહ (૨) જીવદયાની એક વિરલ ઘટના ૩૬. રાણકપુર તીર્થ (૧) રાણકપુર તીર્થયમ Page #178 -------------------------------------------------------------------------- ________________