SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયગિરિ-ખંડગિરિ સૈકાઓ સુધી અજ્ઞાત રહેલું અને સવાસો-દોઢસો વર્ષ પહેલાં કંઈક પ્રસિદ્ધિમાં આવ્યું અને ત્યાર પછી પણ કેટલાંક કારણોસર ઉપેક્ષિત રહેલું, ઓરિસ્સામાં આવેલું ઉદયગિરિ–ખંડગિરિ નામનું જૈિન તીર્થ ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનું છે. ઓરિસ્સામાં સમુદ્ર કિનારેથી થોડું અંદર, ભુવનેશ્વર પાસે જંગલની ઝાડીઓમાં ઊંચી ટેકરીઓ પર આવેલા આ તીર્થ સુધી પહોંચવાનું ગઈ સદીમાં પશ્ચિમ ભારતના જેનો માટે ઘણું કપરું હતું. વળી જે તીર્થમાં ભોજન-મુકામ વગેરે માટે વ્યવસ્થા ન હોય તો તે તીર્થમાં યાત્રિકોને જવાની ઇચ્છા ઓછી થાય એ દેખીતું છે. ઓરિસ્સામાં જેનોની વસતી ઘણી જ ઓછી છે. કટક વગેરેમાં કેટલાંક જેન કુટુંબો અને મંદિરો છે, પણ ભુવનેશ્વરમાં તો જૈન મંદિર નથી અને જેનો અત્યંત અલ્પ સંખ્યામાં છે. ભુવનેશ્વર શહેરથી આઠેક કિલોમિટરના અંતરે ઉદયગિરિખંડગિરિની ટેકરીઓ આવેલી છે. એની આસપાસ નીલગિરિ વગેરે નાની મોટી ટેકરીઓ પણ છે. આ સમગ્ર વિસ્તાર કુમારગિરિ તરીકે ઓળખાય છે. અઢી હજાર વર્ષ પહેલાં ઓરિસ્સાનો પ્રદેશ કલિંગ તરીકે ઓળખાતો હતો. સવા બે હજાર વર્ષ પહેલાં કલિંગની મુખ્ય વસતિ જેનોની હતી. ત્યારે ત્યાં મહામેઘવાહન મહારાજા ખારવેલનું રાજ્ય હતું. ત્યારે ઉદયગિરિ-ખંડગિરિ કલિંગ રાજ્યનું મુખ્ય જીવંત ભવ્ય તીર્થસ્થળ ગણાતું હતું. એમ મનાય છે કે ભગવાન મહાવીર સ્વામી આ પ્રદેશમાં પધાર્યા હતા અને કુમારગિરિ ઉપર એમણે ધર્મોપદેશ આપ્યો હતો. ભગવાન પાર્શ્વનાથ પણ આ પ્રદેશમાં વિચર્યા હતા અને કુમારગિરિ પર પધાર્યા હતા. હાલ સમગ્ર ડુંગર–વિસ્તાર કુમારગિરિ તરીકે ઓળખાય છે, પણ જૂના વખતમાં ઊંચો પહાડ ખંડગિરિ ‘કુમારગિરિ' તરીકે અને નીચો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy