SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ બાળપણમાં પટેલ સાહેબને ઘરમાં ‘બબુ' કહીને બોલાવતાં, ત્યારપછી પટેલ સાહેબ પહેલાં સી. એન. પટેલ, પછી ચીમનભાઈ પટેલ અને પછી ચી. ના. પટેલ તરીકે ઓળખાયા. પટેલ સાહેબે બહુ નિખાલસપણે કહ્યું છે કે પોતાનું નામ ચીમનભાઈ પટેલ, પરંતુ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની સામે એક વખત આંદોલન ચાલ્યું હતું અને પ્રજામાં તેઓ અપ્રિય થઈ ગયા હતા એટલે તે વખતે નામસામ્ય ન રહે એ આશયથી એમણે પોતાનું નામ ‘ચીમનભાઈ પટેલ' લખવાને બદલે ‘ચી. ના. પટેલ' લખવાનું ચાલુ કરી દીધું હતું. ત્યારથી આ નામ જ રૂઢ થઈ ગયું. કેટલાક તો એમને માટે ‘પટેલ’ શબ્દ ન ઉચ્ચારતાં માત્ર ‘ચી. ના.' જ ઉચ્ચારતા. જીવનના પૂર્વાર્ધમાં અંગ્રેજી પ્રમાણે ‘સી. એન.’ તરીકે જેમ તેઓ જાણીતા હતા તેમ ઉત્તરાર્ધમાં ચી. ના. તરીકે જાણીતા રહ્યા હતા. સી.એન.માંથી ચી.ના કરવાનું સૂચન શ્રી મહેન્દ્ર મેઘાણીએ કરેલું. જેમ નામમાં તેમ પહેરવેશ, દેખાવ વગેરેમાં પટેલ સાહેબમાં પરિવર્તન આવતું ગયું હતું. સ્કૂલમાં હતા ત્યાં સુધી ખમીસ અને અડધી ચડ્ડી પહેરતા. કૉલેજમાં શર્ટ પેન્ટ પહેરતા. અધ્યાપક થયા ત્યારે સૂટ પહેરતા. પછી ખાદીનાં લાંબો ડગલો અને ધોતિયું અને ગાંધીટોપી પહેરતા, પછી પહેરણ, પાયજામો, ટોપી અને બંડી પહેરતા. છેલ્લાં વર્ષોમાં એમણે મૂછદાઢી ઉગાડેલાં એટલે કોઈ ઋષિમુનિ જેવા લાગતા. આમ પણ તેઓ ભારતીય પરંપરાના મનીષી હતા. ૭૮ સાધુચરિત પ્રો. ચી. ના. પટેલના અવસાનથી ગાંધીયુગની અને ગાંધીજીની ભાવનાને ચરિતાર્થ કરતી એક તેજસ્વી, નિષ્ઠાવાન પ્રતિભા વિલીન થઈ ગઈ. ગાંધીજી વિશે સ્વાનુભવની વાતો કરનારા આવા મહાનુભાવો હવે ક્યારે મળશે ? પ્રભુ એમના આત્માને શાંતિ આપો ! એમના પુણ્યાત્માને નત મસ્તકે વંદન ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy