SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ અરીસો, વિસ્મૃતિ દર્શાવનાર લખોટો, ઊડતાં ઝાડુ, વિશ્વાસઘાત કરનાર માણસો પાસે આવે તો તરત સંકેત કરનાર ભમરડો વગેરે વિવિધ પ્રકારની ચમત્કારિક વાતો બાળકોનો રસ સાદ્યંત જાળવી રાખે છે. પાશ્ચાત્ય દેશોમાં કોઈ એક ઘટનાનું બાળકોને જ્યારે ઘેલું લાગે છે ત્યારે એનો પ્રસાર ચારે બાજુ ઝડપથી થાય છે. ‘હેરી પોટર’ નવલકથાનો બાહ્ય પ્રભાવ પણ બાળકો ઉપર પડ્યો છે. હેરી પોટર જે જાતનાં જાડા કાચનાં કાળી ગોળ ફ્રેમવાળાં ચશ્માં પહેરે છે એવાં ચશ્મા કંપનીઓ બનાવવા માંડી છે અને ઘણાં બાળકો એવાં ચશ્મા ૫હે૨વા લાગ્યા છે. હેરી પોટર બ્રાન્ડના ટી શર્ટ, રમકડાં વગેરે પ્રચલિત થયાં છે. એવા જ પ્રકારની પાર્ટીઓ ગોઠવાય છે. કોઈક બાળક તો હેરી પોટર જેવાં કપડાં પહેરી રાતને વખતે દાદરા નીચે સૂઈ જાય છે. ટી.વી, વગેરેને લીધે ઘટતી જતી વાંચનપ્રવૃત્તિના આ સમયમાં આ નવલકથાએ અનેક બાળકોને વાંચતાં કરી દીધાં છે. ‘હૅરી પૉટર'ના પાત્રના સર્જને શ્રીમતી રોલિંગના જીવનમાં અસાધારણ, આશ્ચર્યચકિત કરે એવો ભાગ્યપલટો આણ્યો છે. શ્રીમતી રોલિંગ સાધારણ આર્થિક સ્થિતિનાં મહિલા હતાં. સ્કોટલેન્ડનાં હોવાથી કરકસરનો ગુણ એમનામાં પહેલેથી હતો. વાંચનનાં તેઓ શોખીન હતાં. પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા પછી પોતાની પુત્રી જેસિકાને ઉછેરતાં ઉછેરતાં ફાજલ મળેલા સમયમાં એમણે ઘરમાં આ નવલકથા લખવાનું ચાલુ કર્યું. સરકાર તરફથી આર્થિક સહાય (Welfare) એમને મળતી હતી. પરંતુ સાત ભાગમાં લખવા ધારેલી નવલકથાના પહેલા ભાગે એમને અસાધારણ સફળતા અપાવી અને તેઓ ધનાઢ્ય બની ગયાં. ત્યારપછી ૩૭ વર્ષની વયે એમણે પોતાનાથી છ વર્ષ નાના મુરે નામના યુવાન સાથે લગ્ન કર્યા અને એમને એક દીકરો થયો. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy