SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ હેરી પૉટર હેરી પોટર'ના બીજા-ત્રીજા ભાગ પછીથી એમની કીર્તિ ચોમેર પ્રસરી અને પુસ્તકની રોયલ્ટીમાંથી તેઓ અણધાર્યું કમાતાં ગયાં અને પાંચમા ભાગના પ્રકાશનથી તો એમણે ગ્રંથને ચાણનો વિશ્વવિક્રમ તોડ્યો. એક દાયકામાં જ શ્રીમતી રોલિંગ એટલું બધું ધન કમાયાં કે આ નવલકથાના પાંચમા ભાગના પ્રકાશન પછી તો એક અંદાજ પ્રમાણે તેઓ બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ કરતાં પણ વધુ શ્રીમંત બની ગયાં છે. અઢળક ધન કમાતાં એમણે પોતાના વતન એડિનબર્ગમાં, લંડનમાં અને બીજે કેટલેક સ્થળે મોટાં રજવાડી ઘરો ખરીદી લીધાં છે. ઘરનું રાચરચીલું, મોટરગાડી, વસ્ત્રપરિધાન એ બધું સારામાં સારું અને મોંઘામાં મોંઘું એમણે વસાવી લીધું છે. અલબત્ત શ્રીમતી રોલિંગ કહે છે કે પોતે પ્રસિદ્ધિ કે પૈસા માટે લખ્યું નથી. પોતાને તો જેન ઓસ્ટીન જેવી એક સારી લેખિકા થવું હતું. પરંતુ ઈચ્છા હોય કે ન હોય, પૈસો અને પ્રસિદ્ધિ એમનાં ચરણોમાં આવીને બેસી ગયાં છે. અતિપ્રસિદ્ધિ મહાપુરુષોને, મહાત્માઓને ઘણીવાર અકળાવે છે. એમનું જીવન સહજ અને સરળ હેતું નથી. ભક્તો-ચાહકોની ભીડ આરંભમાં ગમી જાય છે, અભિમાન પોષાય છે, પણ પછી એજ એમના જીવનને કંઈક અંશે મર્યાદિત બનાવી દે છે. રસ્તામાં એકલા ચાલતા નીકળવું તેમને માટે મુશ્કેલ બની જાય છે. એમ કરવા ગયા તો એમને જોવા માટે, હસ્તાક્ષર માટે પડાપડી થાય છે. ધક્કાજક્કીમાં પોતે પડી જાય, ઈજા થાય, ક્યારેક તો હોસ્પિટલમાં જવું પડે એવા પ્રસંગો બને છે. સિનેમાના પ્રખ્યાત અભિનેતાઓ-અભિનેત્રીઓ રસ્તામાં એકલાં જઈ શકતાં નથી. કોઈ દુકાને ખરીદી કરવા ઊભા રહી શકતાં નથી. એમના જીવનમાં ઘરબહાર ચાલતા જવાની મર્યાદા આવી જાય છે. એશિયાના દેશોમાં મહાપુરુષોને જોવાની ઘેલછા હોય છે એટલી પાશ્ચાત્ય દેશોમાં નથી. તો પણ એક વખત પ્રખ્યાત થયા પછી ચાહક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy