SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ વર્ગ, પત્રકા૨ો વગેરે વીંટળાઈ વળે છે. પછી સમુદ્રકિનારે કે બગીચામાં ફરવા જઈ શકાતું નથી. બસમાં, લોકલ ટ્રેનમાં, મેટ્રોમાં એકલા મુસાફરી કરવાનો આનંદ માણી શકાતો નથી. શ્રીમતી રોલિંગની પણ હવે એજ દશા થઈ છે. એમને પોતાનું શાંત અંગત જીવન જીવવું છે, પણ ઢગલાબંધ આવતી ટપાલો, ફેક્સ, ઈ-મેઈલ, ટેલિફોન આ બધાંનો ત્રાસ ચાલુ થઈ ગયો છે. ‘હેરી પોટર’નો પહેલો ભાગ ૩૦૦ પાનાંનો હતો, પરંતુ એની લોકપ્રિયતા વધતાં બીજો ભાગ લગભગ સાડા ત્રણસો પાનાંનો થયો. ત્રીજો સાડા ચારસો પાનાનો, ચોથો સાડા સાતસો પાનાંનો અને આ પાંચમો ભાગ નવસો પાનાંનો થયો. લેખિકાને પણ લખવાનો ઉત્સાહ વધ્યો છે એ વધતી જતી આ પૃષ્ઠસંખ્યા જોતાં પણ જણાય છે. હવે પછીના બે ભાગ પણ એ જ રીતે દળદાર બનશે એવી અપેક્ષા છે. શ્રેણીબદ્ધ નવલકથા લખનાર લોકપ્રિય લેખકની આ ખાસિયત હોય છે. પ્રથમ ભાગ પછી શ્રીમતી રોલિંગે પ્રકાશકો સાથે જે કરાર કર્યા હતા તેમાં નવલકથા લખવાની સમયમર્યાદા પણ રાખવામાં આવી હતી. એથી એમને સમયના બોજા હેઠળ લખવું પડ્યું છે, ઉતાવળ કરવી પડી હોય એવું બન્યું છે. એથી જ એમણે પાંચમા ભાગ વખતે પ્રકાશકોને જણાવી દીધું છે કે હવે પછીના ભાગ તેઓ સમયમર્યાદાના બંધન વગર લખશે. લોકપ્રિય થઈ ગયેલા લેખકોને પછી પ્રકાશકોના તકાદાને કારણે સરસ લખવાને બદલે ઘસડતા થઈ જવું પડે છે. લોકપ્રિયતાનું આ એક મોટું ભયસ્થાન છે. ‘હેરી પોટર’ નવલકથાની સર્વત્ર પ્રશંસા જ થઈ છે એવું નથી. કેટલાક વિવેચકો એમ માને છે કે આવું સાહિત્ય તત્કાલીન અતિપ્રસિદ્ધિને વરે છે, પણ પછી એ એટલું જ ઝડપથી ભુલાઈ જાય છે. અડધી પ્રસિદ્ધિ તો પ્રકાશકોની, દુકાનદારોની કરામતથી અને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy