________________
હૅરી પૉટર
૬૩
એટલી મજા નથી પડતી. બાળકો અને બાળજીવોને ગમતો પ્રિય રસ તે અદ્ભુત રસ છે. (આપણા મધ્યકાલીન કથાકારોમાં શામળ ભટ્ટની વાર્તાઓ અદ્ભુતરસિક છે. એટલે જ એનો શ્રોતાવર્ગ બહોળો રહેતો.)
દુનિયાનાં ઘણાં બાળકો આ નવલકથા વાંચવાને ઉત્સુક હોય છે એનું બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે હેરીના પાત્રમાં તેઓ પોતાની જાતને નિહાળે છે. તેઓ હેરી સાથે એકરૂપ થઇને આ નવલકથા વાંચે છે. પ્રત્યેક બાળકને પોતાના વિચારો, સ્વપ્નાંઓ, આકાંક્ષાઓ, સમસ્યાઓ વગેરે હોય છે અને એનો ઉકેલ કે તાળો તેઓને આ નવલકથામાંથી મળી રહે છે.
હેરી પોટર એક અનાથ બાળક છે. એનાં માતા-પિતાને વોલ્ડેમોર્ટ નામના એક માણસે મેલી વિદ્યાથી મારી નાખ્યાં હતાં. તે વખતે નાનો હેરી બચી ગયો હતો, પણ એના માથામાં ઘા રહી ગયો હતો. બીજાના આશ્રયે ઊછરેલા હેરીમાં કેટલીક દૈવી ચમત્કારિક શક્તિઓ છે. એ મોટો થતાં એવા છાત્રાલયમાં દાખલ થાય છે કે જ્યાં દેવી શક્તિવાળા અસાધારણ તેજસ્વી વિદ્યાર્થી રહેતા અને ભણતા હોય. હેરી પોતાના અભ્યાસક્રમમાં દર વર્ષે આગળ વધતો જાય છે અને એને અવનવા ચમત્કારિક અનુભવો થતા જાય છે. શાળાના મિત્રો, શિક્ષકો વગેરેના અનુભવો સાથે હેરીના પાત્રનું આલેખન એવું સરસ થયું છે કે વિદ્યાર્થીઓને હેરી પોતાનો પરિચિત લાગે છે.
‘હેરી પોટર'માં લેખિકાની લેખનશૈલી એટલી રસિક, રોચક અને માર્મિક છે અને હેરી ઉપરાંત એના મિત્રો, શિક્ષકો, વડીલો વગેરેનું પાત્રાલેખન પણ એટલું સરસ થયું છે કે બાળકોને એ ગમી જાય અને એમાંથી પ્રેરક બોધ મળે એવું છે. આ નવલકથામાં જાદુઈ પથ્થ૨, ત્રણ માથાવાળો રાક્ષસી કૂતરો, ઇચ્છાનું પ્રતિબિમ્બ પાડનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org