SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ નવલકથાનું વાંચન કરી લીધું છે. કોઈ પણ પુસ્તકની એક અઠવાડિયામાં લગભગ એક કરોડ જેટલી નકલો ખપી જવી એ જેવી તેવી વાત નથી. પાશ્ચાત્ય દેશોમાં લોકો શક્તિસંપન્ન છે અને પોતાનું પુસ્તક વસાવીને વાંચવાની વૃત્તિવાળા છે. એટલે ત્યાં સારાં પુસ્તકોનો ઉપાડ ઘણો મોટો રહે છે. વળી દુનિયામાં અંગ્રેજી વાંચવાવાળા લોકોનું પ્રમાણ ઘણું મોટું છે. એટલે જ આ વિક્રમ વેચાણ શક્ય બન્યું છે. ઈંગ્લેંડ કરતાં પણ વધુ નકલો અમેરિકામાં ઊપડી ગઈ છે. ત્યાં બાળકોવાળાં બહુ ઓછાં એવાં ઘરો હશે કે જેમણે આ નવલકથા ન ખરીદી હોય. જે ઘરમાં બે-ત્રણ સંતાનો હોય એવા કેટલાક લોકોએ તો દરેક સંતાન માટે જુદી જુદી નકલ ખરીદી છે કે જેથી વાંચવા માટે ઘરમાં ઝઘડા ન થાય. તેમ કરવું તેઓને પોસાય છે. આવા સમૃદ્ધ દેશોમાં પણ કેટલીયે નકલો પ્રેસમાંથી કે ગોડાઉનમાંથી ચોરીછૂપીથી ઉપાડી જવાઈ છે અને કેટલાક ઘરોમાં પહોંચાડી દેવાઈ છે. ‘હેરી પોટર’ એ એક અનાથ પણ દૈવી જાદુઈ શક્તિ ધરાવનાર બાળકના વિકાસની ચમત્કૃતિ ભરેલી ઘટનાઓથી સભર નવલકથા છે. લેખિકાએ સાત ભાગમાં એ લખવાનું આયોજન કર્યું છે. અગાઉ ‘સોર્સરર્સ સ્ટોન', 'ચેમ્બર ઓફ સિક્રેટ્સ', 'પ્રિઝનર ઓફ અઝકબાન’ અને ‘ગોબ્લેટ ઓફ ફાયર' એ ચાર ભાગ પ્રકાશિત થઈ ગયા છે. અત્યાર સુધીમાં આ ચારે ભાગની મળીને દોઢ કરોડ કરતાં વધુ નકલો વેચાઈ ગઈ છે. આ વેચાણે લેખિકાને અસાધારણ ખ્યાતિ અપાવી છે અને અણધારી મબલખ કમાણી કરાવી આપી છે. ‘હેરી પોટર’ અદ્ભુતરસિક નવલકથા છે. એમાં જાદુઈ લાગે એવા ચમત્કારોની વાતો આવે છે. સાહિત્યમાં શૃંગાર, વીર અને કરુણ એ મુખ્ય રસ ગણાય છે, પણ બાળકોને શૃંગાર અને કરુણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy