SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ હેરી પૉટર ૨૧મી જૂન એટલે ટૂંકામાં ટૂંકી રાત્રિ અને લાંબામાં લાંબો દિવસ. એ દિવસે પાશ્ચાત્ય જગતમાં એક યાદગાર ઘટના બની તે “હેરી પૉટર' નામની નવલકથાનો પાંચમો ભાગ– હેરી પોટર એન્ડ ધ ઓર્ડર ઓફ ધ ફિનિક્સ' પ્રકાશિત થયો. નવલકથાઓ તો ઘણી પ્રકાશિત થાય છે, પણ આ નવલકથાની વાત જુદી છે. વર્તમાન સમયની, સાહિત્ય જગતની આ એક વિક્રમરૂપ ઘટના છે. એણે વિશ્વના, વિશેષતઃ પાશ્ચાત્ય જગતના સાહિત્યરસિકોને આશ્ચર્યમુગ્ધ કરી દીધા છે. બ્રિટનના સ્કોટલેન્ડનાં વતની લેખિકા શ્રીમતી જોઆન કેથલીન રોલિંગની નવલકથા “હેરી પૉટર'ના ફક્ત આ પાંચમા ભાગની લગભગ પંચાસી લાખથી એક કરોડ જેટલી નકલ થોડા દિવસમાં જ વેચાઈ ગઈ છે. હજુ સુધી આટલી બધી નકલ કોઈ એક ગ્રંથની આટલા ટૂંકા સમયમાં વેચાઈ નથી. બ્રિટન, અમેરિકા અને બીજા કેટલાક દેશોમાં તો ટપાલ ખાતા તરફથી એના વિતરણ માટે ખાસ જુદો સ્ટાફ રોકીને એવી રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી કે અગાઉથી ઓર્ડર નોંધાવનાર દરેક ગ્રાહકને પ્રકાશનના પહેલા દિવસે જ ઘરે બેઠાં એની નકલ મળી જાય. લાખો બાળકોએ ઘરમાં નકલ આવતાંની સાથે તરત જ પેકેટ ખોલીને લગભગ નવસો પાનાંની નવલકથા વાંચવાનું ચાલુ કરી દીધું હતું. અને ખાવાપીવાનું, ઊંઘવાનું ભૂલીને નવલકથા સાયંત વાંચીને પૂરી કરી હતી. અમેરિકામાં રહેતાં મારા પૌત્ર અર્ચિત (ઉ.વ.૧૨) અને પૌત્રી અચિરા (ઉ.વ.૧૦) એ પણ “હેરી પૉટર’ આવતાંની સાથે પૂરી વાંચી લીધી હતી. એની જેમ બીજા અનેક બાળકોએ અમેરિકામાં આ નવલકથા એટલી જ ઝડપથી વાંચી લીધી છે. બાળકો ઉપરાંત મોટી ઉંમરના અનેક લોકોએ પણ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy