________________
સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫
હોવો જોઇએ. જેમને માટે એ અત્યંત પીડાકારક હોય તેમને અસ્ત્રોથી મુંડન કરાવવાની છૂટ આપવી જોઇએ. તથા સાધુઓ એ સમાજસેવાના કાર્યમાં જોડાવું જોઇએ. ધર્મદષ્ટિએ સમાજરચના હોવી જોઇએ.
પોતાના વિચારો સમાજ આગળ મૂકવા માટે એમણે એક નિવેદન તૈયાર કર્યું. ગુરુદેવે કહ્યું, “તું નિવેદન બહાર પાડી નકામો ઉહાપોહ ન કર. મુહપત્તિ ન બાંધે તે તો ન ચાલે. અને સાધ્વી વંદન પણ ઠીક ન ગણાય. બાકીનું બધું ભલે તું કર.” પરંતુ મહારાજશ્રીએ કહ્યું, હું જે કંઈ કરું તે માટે સમાજ સામે મૂકવું જોઇએ. નહિ તો હું કાયર ગણાઉં.'
આમ, પોતાના અંતરને અનુસરીને મહારાજશ્રીએ મુંબઈમાં માટુંગાની સ્થાનકવાસી વાડીમાં જાહેર સભામાં પોતાનું નિવેદન વાંચ્યું. આ નિવેદને સમાજમાં મોટો પ્રભાઘાત જન્માવ્યો. મહારાજશ્રીએ લખ્યું છે, “મારા જાહેર નિવેદનથી આખાયે જેને સમાજમાં મોટો ખળભળાટ મચી ગયો. લોંકાશાહ લેખમાળા વખતે જે સ્થાનકવાસી સમાજે મને વધાવેલો, તેણે જ હવે ઉપાશ્રયોમાંથી જાકારો દેવા માંડ્યો, કારણ કે નિસર્ગમયાન, ગુરુદેવે કહ્યુંલું ધ્યેય વ્યાપક વિશાળ માનવસમાજમાં મૂર્તિમંત કરવાનું ઈષ્ટ લાગ્યું હતું.'
મનોમંથનના આ દિવસોમાં મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીએ પોતાનું નામ બદલીને “સંતબાલ' એવું પ્રચલિત કરી દીધું. ત્યારથી તે જીવનના અંતપર્યત તેઓ “સંતબાલજી' તરીકે જ જાણીતા રહ્યા. એમનું દીક્ષાનામ ભુલાઈ ગયું. તેમના રૂપાંતરની આ એક બાહ્ય પ્રક્રિયા હતી.
ગુરુદેવ જ્યારે મુંબઇમાં બિરાજમાન હતા ત્યારે મહાત્મા ગાંધીજી પણ મુંબઇમાં હતા. તેઓ જુહુમાં એક બંગલામાં ઊતર્યા હતા. ત્યારે મહારાજશ્રી ગાંધીજીને મળવા જુહુ ગયા હતા. ત્યાં તેઓને એક સાથે કેટલા બધા લોકપ્રિય લોકનેતાઓને મળવાનું થયું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org