SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પૂ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૯૭ સરદાર પટેલ, નહેરુ, સુભાષ બોઝ, મૌલાના અબુલ કલામ, સરોજિની નાયડુ, મીરાંબહેન, મહાદેવભાઈ વગેરે ઘણા બધા ત્યાં ઉપસ્થિત હતા. કોઇની સાથે વાત કરવાની તક મળી નહિ, પણ આટલા બધાંને સાથે જોવાની તક મળી એથી પણ ઘણો જ આનંદ થયો. મહારાજશ્રી મહાત્મા ગાંધીજીથી અત્યંત પ્રભાવિત થયા હતા. એ જમાનામાં ગાંધીજીનાં દર્શન કરવા એ પણ જીવનની ધન્યતા હતી. આ દર્શને ગુરુદેવમાં અને મહારાજશ્રીમાં લોકકલ્યાણની ભાવનાનાં બીજ રોપ્યાં. પરંતુ ગુરુદેવ પોતાની સાંપ્રદાયિક મર્યાદામાં રહીને તે કરવા માગતા હતા. ગુરુદેવ કવિ હતા. એમણે એ દિવસોમાં ગાંધીજી માટે કાવ્યપંક્તિઓ રચી હતીઃ જગતને બોધ દેવાને, જરૂરી વાત કહેવાને; લઇ સંદેશ પ્રભુજીનો, અવનિમાં ગાંધીજી આવ્યા. મુંબઇથી ગુરુદેવ, મહારાજશ્રી અને અન્ય શિષ્યો સાથે ગુજરાત તરફ વિહાર કરી રહ્યા હતા ત્યારે સુરત જિલ્લામાં હરિપુરા ગામે કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. આ એક ઐતિહાસિક અધિવેશન બન્યું હતું. ગુરુદેવ, મહારાજશ્રી વગેરે એ સંમેલનમાં પહોંચ્યા. આ પ્રસંગ વિશે મહારાજશ્રીએ લખ્યું છે, “હરિપુરા મહાસભામાં ગુરુદેવ પધાર્યા, હું પણ ગયો. ત્યાં અમને બંનેને ગાંધીજીનું પ્રત્યક્ષીકરણ થયું. ગાંધીજીના રચનાત્મક કાર્યકરો જોવા મળ્યા. ગાંધીજીના મજૂર સંગઠનના આગેવાનો પણ જોવા મળ્યા. ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભાનો અનોખો તાદાભ્ય-તાટધ્ધ ભરેલો સંબંધ નીરખવા મળ્યો. મારી ત્યાંની સગવડ શ્રી રવિશંકર મહારાજે કરેલી. હું થોડું રોકાયો. ગુરુદેવ ત્યાંથી વિહાર કરી ધરમપુર ચાતુર્માસ માટે પહોંચ્યા.” મહારાજશ્રીએ ત્યાર પછી એક ચાતુર્માસ અમદાવાદ બાવળા પાસે વાઘજીપુરમાં તેમના માટે બનાવેલી એક કુટિરમાં રહીને કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy