SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ.પુ. સ્વ. શ્રી સંતબાલજી મહારાજ ૧૧૧ માટે જ્યારે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. એ વખતે મહારાજશ્રીએ વિચાર્યું કે વિનોબાજીના ઉપવાસ અટકાવવા હોય તો એની સામે કંઈક આત્મિકબળ હોવું ઘટે. મહારાજશ્રીએ પોતે વિનોબાજીના ઉપવાસ ચાલુ થાય તે પહેલાં એકવીસ દિવસના ઉપવાસની જાહેરાત કરી. વિનોબાજી અને સંતબાલજી ક્યારેય એકબીજાને મળ્યા નહોતા, છતાં વિનોબાજી પ્રત્યેના અને એમના સેવાકાર્ય પ્રત્યેના આદરભાવ સહિત મહારાજશ્રીએ એકવીસ દિવસના ઉપવાસ કર્યા હતા. એમના જીવનની આ મોટામાં મોટી તપશ્ચર્યા હતી. પરંતુ એનું એવું સરસ પરિ.મ આવ્યું કે સરકાર અને અન્ય નેતાઓની ખાતરીથી વિનોબાજીએ આમરણાંત ઉપવાસ કરવાનું બંધ કર્યું. મહારાજશ્રીને પણ એથી અત્યંત હર્ષોલ્લાસ થયો. મહારાજશ્રીના ઉપવાસની બહુ કદર થઈ. શ્રી વિનોબાજીનાં અંતેવાસી શ્રી નિર્મળાબહેન દેશપાંડેએ લખ્યું હતું. પૂજ્ય વિનોબાજી કે પ્રતિ આપકી જો અપાર આત્મીયતા હૈ વહ ઇતિહાસ મેં અદ્વિતીય માની જાયગી.” મહારાજશ્રીએ ઇ. સ. ૧૯૬૮નું ચાતુર્માસ થાણા જિલ્લામાં તારાપોર પાસે ચિંચણમાં. એટલે કે ચીંચણીમાં ક્યું. તે વખતે સમુદ્રકિનારે આવેલું શાંત, રમણીય અને વાડીઓનાં વૃક્ષોથી ભરચક, ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ સમું આ સ્થળ સ્થિરવાસ માટે એમને ગમી ગયું. ૧૯૬૯નું ચાતુર્માસ પાસેના વાણગામમાં કર્યું. પરંતુ ચાલીસ વર્ષના સતત વિહાર પછી એમનું શરીર થાક્યું હતું. તેઓ સ્થિરવાસ કરવા ઇચ્છતા હતા. મુંબઇના પ્રાયોગિક સંઘે ચીંચણીમાં બંગલો, અન્ય મકાનો, કૂવો, કંપાઉન્ડની ભીંત અને વિવિધ પ્રકારના વૃક્ષો તથા ખેતીલાયક જમીન સાથેની એક વાડી પસંદ કરી. ૧૯૭૦થી મહારાજશ્રીએ ત્યાં સ્થિરવાસ કર્યો. એનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy