________________
વીસમી સદીના સર્વોચ્ચ દીક્ષાદાતા
૪
કોઈ પણ અશુભ વિચાર મનમાં આવી ગયો હોય તો સંયમની રક્ષા માટે તરત શુદ્ધિ કરી લેવી જોઇએ. વિષય-કષાયો આત્માને અનાદિ કાળથી લાગેલા છે. ઉપશમ-શ્રેણિગત મુનિને પણ તે પછાડે છે. તે નિગોદમાં પણ પાડે છે. માટે વિષય-કષાયની નિવૃત્તિ હૈયાથી નહિ કરો તો ઘણું નુકસાન થશે. આપણને સૌને વધુ પજવે છે દેહની મૂર્છા. શરીર તો આપણું પડોશી છે. પડોશીને સોય લાગે તે વખતે આપણે ચીસ પાડીએ છીએ ? તેવી જ રીતે શરીરૂપી પડોશીને સોય વાગે તો આપણને કંઈ થવું ન જોઇએ. માટે વાસનાઓના ઉદયને આપણે નિષ્ફળ નહિ કરીએ તો સંસારમાં બહુ ભટકવું પડશે.
મહારાજશ્રીએ પોતાના શિષ્યોને સંયમ, સ્વાધ્યાય, વિનય ઈત્યાદિમાં એવી રીતે કેળવ્યા હતા કે તેઓ કોઈ મોટા ઉપાશ્રયમાં હોય અને એમની સાથે ૮૦-૧૦૦ સાધુ હોય તો પણ જરા પણ અવાજ કે ઘોંઘાટ સંભળાય નહિ. બધા પોતપોતાના સ્વાધ્યાયમાં, કે ધર્મચર્ચામાં કે લેખનકાર્ય વગેરેમાં મગ્ન હોય. ઉપાશ્રય નાનો હોય તો પણ સાધુઓને સંકડાશ નડતી નહિ.
પૂ. મહારાજશ્રી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પંચાચારના પાલનમાં અત્યંત ઉત્સાહી અને અપ્રમત્ત રહેતા. પોતાનાથી સૂત્રવિરુદ્ધ કંઈ બોલાય નહિ, ઉત્સૂત્ર પ્રરૂપણા ન થાય તે માટે સતત સાવધ રહેતા. ‘કમ્મપયડી'ના લેખનમાં એક નજીવી ક્ષતિ, પાછળથી એક હસ્તપ્રત મળતાં જણાઈ હતી તો વ્યાખ્યાનમાં અને છાપામાં જાહેર નિવેદન છપાવીને ક્ષમા માગી લીધી હતી. પૂ. મહારાજશ્રી બ્રહ્મચર્યનું નવવાડપૂર્વક વિશુદ્ધ પાલન કરતા, નિદોષ આહાર લેતા, સમિતિ અને ગુપ્તિનું ચુસ્ત પાલન કરતા. ગમે તેટલો લાંબો વિહાર કરીને આવ્યા હોય, થાક્યા હોય તો પણ પોતાની આવશ્યક ક્રિયાઓ ઊભા ઊભા જ કરતા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org