SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ ગુફા-કોટડીમાં અંદર માળિયા જેવી રચના છે જે બહારથી દેખાતી નથી. અંદર ગયા પછી જોવામાં આવે તો એક દીવાલની ઉપર બાકોરા જેવું હોય છે. ઉપર ચડીને અંધારા બાકોરામાં કોઈ દાખલ થાય તો અંદર બેસી શકાય અથવા સૂઈ શકાય એવી લાંબી રચના કરવામાં આવી છે. કોઈ મુનિને ત્યાં બેસીને ધ્યાન ધરવું હોય તો ધરી શકે. પોતે ઉપર સૂતા હોય તો બહારથી ચાલ્યા જતા કોઇને દેખાય નહિ. અંદર આવેલાને પણ દેખાય નહિ. પણ આવી રચનાનો વિશેષ આશય તો એ હતો કે આ પહાડ અને જંગલના પ્રદેશમાં હિંસક માનવભક્ષી જાનવરો ઘણાં હતાં. એટલે ખુલ્લી ગુફામાં રાત્રે જાનવર અંદર આવે તો પણ એને કશું દેખાય નહિ અને તે ઉપર ચડી શકે નહિ. કેટલીક ગુફાઓમાં એક બાજુ ઓટલા જેવી બેઠક છે કે જે સૂવા માટે ઉપયોગમાં લઈ શકાય એવી છે. એ પથ્થરની પથારીમાં એક છેડે મસ્તક ટેકવવા માટે પથ્થર સહેજ ઊંચો કરવામાં આવ્યો છે. કેટલાક મુનિઓ એમાં સૂતા સૂતા ધ્યાન ધરતા. આવી ગુફા જોઈ અમને પણ ધ્યાન ધરવાનું મન થયું. અમે એના પર શવાસન મુદ્રામાં સૂઇને થોડીક મિનિટ ધ્યાન ધર્યું. કેટલીક ગુફાઓમાં પ્રવેશદ્વાર પાસે બેય બાજુના ખૂણામાં મશાલ સળગાવવા માટે વ્યવસ્થા કરાયેલી જોવા મળી. એ જમાનામાં ઘી કે તેલના દીવા હતા અને વધુ પ્રકાશ જોઇએ તો મશાલી હતી. જાહેર ક્ષેત્રોમાં કે કાર્યક્રમોમાં રાતને વખતે મશાલ વપરાતી. આ બધી ગુફાઓમાં રહેનારા માટે બહારના ભાગમાં પાણીની વ્યવસ્થા ટાંકા દ્વારા કરવામાં આવી છે. પહાડ પર પડેલા વરસાદનું પાણી એ ટાંકામાં ઝર્યા કરે. પાણીના નિકાલ માટે નીક પણ બનાવવામાં આવી છે. કેટલીક ગુફાઓની બહાર થયેલા શિલ્પકામમાં ભાલાવાળા ચોકીદારો છે. કેટલાકમાં અહિંસા, ક્ષમા, શાન્તિ વગેરેનાં દૃશ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy